ગુજરાતનાં દ્વારકામાં વિવિધ પરિયોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 25th, 01:01 pm
મંચ પર ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, સંસદમાં મારા સાથીદાર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સી. આર. પાટીલ, અન્ય તમામ મહાનુભાવો અને ગુજરાતના મારાં ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રીએ ગુજરાતનાં દ્વારકામાં રૂ. 4150 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
February 25th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં દ્વારકામાં રૂ. 4150 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઓખાની મુખ્ય ભૂમિ અને બેટ દ્વારકાને જોડતી સુદર્શન સેતુ, વાડીનાર અને રાજકોટ-ઓખામાં પાઇપલાઇન પ્રોજેક્ટ, રાજકોટ-જેતલસર-સોમનાથ અને જેતલસર-વાંસજાળીયા રેલવે ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કર્યા હતા. તેમણે એનએચ-927ના ધોરાજી-જામકંડોરણા-કાલાવડ સેક્શનને પહોળો કરવા, જામનગરમાં રિજનલ સાયન્સ સેન્ટર અને સિક્કા થર્મલ પાવર સ્ટેશન, જામનગરમાં ફ્લુ ગેસ ડિસુલ્ફ્યુરાઇઝેશન (એફજીડી) સિસ્ટમ ઇન્સ્ટોલેશનનો શિલાન્યાસ કર્યો હતો.પ્રધાનમંત્રી 22 અને 23 ફેબ્રુઆરીનાં રોજ ગુજરાત અને ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે
February 21st, 11:41 am
પ્રધાનમંત્રી 22 અને 23 ફેબ્રુઆરી, 2024નાં રોજ ગુજરાત અને ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે.વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 10th, 01:40 pm
કેમ છો... મજા મા! આજે વિકસિત ભારત – વિકસિત ગુજરાત નામનું એક બહુ મોટું અભિયાન શરૂ થઈ રહ્યું છે. અને મને જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતની તમામ 182 વિધાનસભાઓની બેઠકો પર એકસાથે, ગુજરાતનાં દરેક ખૂણામાં લાખો લોકો ટેકનોલોજીનાં માધ્યમથી જોડાયેલા છે. વિકસિત ગુજરાતની સફરમાં તમે તમામ લોકોને આટલા ઉત્સાહ સાથે સામેલ થયા છો..આ માટે હું તમને બધાને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ 'વિકસિત ભારત વિકસિત ગુજરાત' કાર્યક્રમને સંબોધન કર્યું
February 10th, 01:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 'વિકસિત ભારત વિકસિત ગુજરાત' કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) અને અન્ય આવાસ યોજનાઓ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં નિર્માણ પામેલા 1.3 લાખથી વધુ મકાનોનું ભૂમિ પૂજન અને ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.140 કરોડ લોકો ઘણા ફેરફારો લાવી રહ્યા છે: પીએમ મોદી મન કી બાત દરમિયાન
November 26th, 11:30 am
મારા પરિવારજનો, ૨૬ નવેમ્બરનો આજનો આ દિવસ એક બીજા કારણથી પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. 1949માં આજના જ દિવસે સંવિધાન સભાએ ભારતના સંવિધાનને અંગીકાર કર્યું હતું. મને યાદ છે, જયારે વર્ષ 2015માં આપણે બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતિ ઉજવી રહ્યા હતા, તે સમયે એવો વિચાર આવ્યો હતો કે 26 નવેમ્બરને “સંવિધાન દિવસ” તરીકે મનાવવામાં આવે. અને ત્યારથી દર વર્ષે આજના આ દિવસને આપણે સંવિધાન દિવસના રૂપમાં મનાવતા આવ્યા છીએ. હું બધા દેશવાસીઓને સંવિધાન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને આપણે બધા મળીને, નાગરિકોના કર્તવ્યને પ્રાથમિકતા આપતા, વિકસિત ભારતના સંકલ્પને જરૂર પૂરૂં કરીશું.PM Modi campaigns in Madhya Pradesh’s Betul, Shajapur and Jhabua
November 14th, 11:30 am
Amidst the ongoing election campaigning in Madhya Pradesh, Prime Minister Modi’s rally spree continued as he addressed multiple public meetings in Betul, Shajapur and Jhabua today. PM Modi said, “In the past few days, I have traveled to every corner of the state. The affection and trust towards the BJP are unprecedented. Your enthusiasm and this spirit have decided in Madhya Pradesh – ‘Phir Ek Baar, Bhajpa Sarkar’. The people of Madhya Pradesh will come out of their homes on 17th November to create history.”ગુજરાતના મહેસાણામાં વિવિધ વિકાસ પહેલના લોકાર્પણ સમયે પ્નધાનમંત્રી શ્રીના ભાષણનો મૂળપાઠ
October 30th, 09:11 pm
સ્ટેજ પર ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, અન્ય તમામ મંત્રીઓ, સંસદમાં મારા સાથીદાર અને ગુજરાત ભાજપના અધ્યક્ષ ભાઈ સી.આર. પાટીલ, અન્ય તમામ સાંસદો અને ધારાસભ્યો બેઠા છે. તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો અને મારા વ્હાલા ગુજરાતના પરિવારજનો જેઓ મોટી સંખ્યામાં પધારેલ છે.પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતનાં મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા
October 30th, 04:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈ જેવા અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે
October 29th, 02:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. 30 ઓક્ટોબરે સવારે 10:30 વાગ્યે અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યાની આસપાસ મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. 31મી ઓક્ટોબરે સવારે 8 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયાની મુલાકાત લેશે જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે, જે બાદ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. તેઓ અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન પણ કરશે. ત્યારબાદ સવારે 11:15 વાગ્યે તેઓ આરંભ 5.0માં 98માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરશે.મીરાબાઈ આપણા દેશની મહિલાઓ માટે પ્રેરણા છેઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
October 29th, 11:00 am
સાથીઓ, તહેવારોના આ ઉમંગની વચ્ચે, દિલ્લીના એક સમાચારથી જ હું મન કી બાતની શરૂઆત કરવા માંગું છું. આ મહિનાની શરૂઆતમાં ગાંધી જયંતિના અવસર પર દિલ્લીમાં ખાદીનું વિક્રમજનક વેચાણ થયું. અહીં કોનોટ પ્લેસમાં, એક જ ખાદી સ્ટોરમાં, એક જ દિવસમાં, દોઢ કરોડથી વધુ રૂપિયાનો સામાન લોકોએ ખરીદ્યો. આ મહિને ચાલી રહેલા ખાદી મહોત્સવે ફરી એક વાર વેચાણના પોતાના બધા જ જૂના વિક્રમો તોડી નાંખ્યા છે. તમને એક બીજી વાત જાણીને પણ સારૂં લાગશે, 10 વર્ષ પહેલાં દેશમાં જ્યાં ખાદી ઉત્પાદનોનું વેચાણ ખૂબ મુશ્કેલીથી 30 હજાર કરોડ રૂપિયાથી પણ ઓછું હતું, હવે તે વધીને સવા લાખ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી રહ્યું છે. ખાદીનું વેચાણ વધવાનો અર્થ છે, તેનો ફાયદો શહેરથી લઇ ગામ સુધીમાં અલગ-અલગ વર્ગો સુધી પહોંચે છે. આ વેચાણનો લાભ આપણા વણકરો, હસ્તશિલ્પના કારીગરો, આપણા ખેડૂતો, આયુર્વેદિક છોડ લગાવનારા કુટિર ઉદ્યોગ બધાને મળી રહ્યો છે, અને આ જ તો ‘વોકલ ફોર લોકલ’ અભિયાનની તાકાત છે અને ધીરેધીરે આપ સહુ દેશવાસીઓનું સમર્થન પણ વધતું જઇ રહ્યું છે.‘મન કી બાત’ (102મો હપ્તો) પ્રસારણ તારીખ :18.06.2023
June 18th, 11:30 am
સાથીઓ, ઘણા લોકો કહે છે કે, પ્રધાનમંત્રીના તરીકે મેં આ સારૂં કામ કર્યું, પેલું મોટું કામ કર્યું. મન કી બાતના કેટલાય શ્રોતાઓ પોતાના પત્રોમાં ઘણીબધી પ્રશંસા કરે છે. કોઇ કહે છે આ કહ્યું, કોઇ કહે છે પેલું કર્યું, આ સારૂં કર્યું, પેલું વધારે સારૂં કર્યું, આ બહેતર કર્યું, પરંતુ હું જયારે ભારતના અદના માનવીના પ્રયાસ તેમની મહેનત, તેમની ઇચ્છાશક્તિને જોઉં છું તો હું ખુદ અભિભૂત થઇ જાઉં છું. મોટામાં મોટું લક્ષ્ય હોય, મુશ્કેલમાં મુશ્કેલ પડકાર હોય, ભારતના લોકોનું સામૂહિક બળ, સામૂહિક શક્તિ દરેક પડકારનો ઉકેલ લાવી દે છે. હજી હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં આપણે જોયું કે, દેશના પશ્ચિમ કિનારે કેટલું મોટું વાવાઝોડું આવ્યું, તોફાની પવન, ભારે વરસાદ. વાવાઝોડા બિપરજોયે કચ્છમાં કેટલું બધું ખેદાનમેદાન કરી નાંખ્યું, પરંતુ કચ્છના લોકોએ જે હિંમત અને તૈયારીની સાથે આટલા ખતરનાક વાવાઝોડાનો સામનો કર્યો તે પણ એટલું જ અભૂતપૂર્વ છે. બે દિવસ પછી કચ્છવાસીઓ પોતાનું નવું વર્ષ એટલે કે, અષાઢી બીજ પણ ઉજવવા જઇ રહ્યા છે. આ પણ એક સંયોગ જ છે કે, અષાઢી બીજ કચ્છમાં ચોમાસાની શરૂઆતનું પ્રતિક ગણવામાં આવે છે. હું આટલા વર્ષ કચ્છ આવતો જતો રહ્યો છું, ત્યાંના લોકોની સેવા કરવાનું મને સદભાગ્ય પણ મળ્યું છે, અને એટલે જ કચ્છવાસીઓની હિંમત અને તેમની જીજીવિષા વિષે હું સારી રીતે જાણું છું. બે દાયકા પહેલાંના વિનાશક ભૂકંપ પછી જે કચ્છ માટે કહેવામાં આવતું હતું કે તે, કયારેય બેઠું નહીં થઇ શકે, આજે એ જ જીલ્લો દેશના ઝડપથી વિકસિત થઇ રહેલા જીલ્લામાંનો એક છે. મને વિશ્વાસ છે કે, વાવાઝોડા બિપરજોયે જે વિનાશ વેર્યો છે, તેનાથી પણ કચ્છવાસીઓ બહુ ઝડપથી ઉભા થઇ જશે.વડાપ્રધાન શ્રીમોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, સોજિત્રા, ગુજરાત
December 02nd, 12:25 pm
વડાપ્રધાન શ્રીમોદીજીએ ગુજરાતને જાતિના આધારે વિભાજિત કરવા અને રાજ્યને અશાંતિમાં ધકેલી દેવાની કોંગ્રેસની ભૂલો ગણાવી હતી. વડાપ્રધાન શ્રીમોદીજીએ વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ આજની તારીખ સુધી મહાન સરદાર પટેલના યોગદાનને અવગણી રહી છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર શ્રદ્ધાંજલિ ન આપવા બદલ તેમને નિશાન બનાવ્યા છે.વડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેર સભાને સંબોધન, પાટણ, ગુજરાત
December 02nd, 12:20 pm
વડાપ્રધાનશ્રી મોદીજીએ પાટણમાં તેમની યાદો તાજી કરી અને લોકોને તેમના જીવન વિશે જણાવ્યું જ્યારે તેઓ કાગડા કી ખડકી ખાતે રહેતા હતા. તેમણે દેશમાં વિશ્વાસનું પ્રતિક બની રહેલી ભાજપ પર પણ વાત કરી હતી, વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું, દેશને વિશ્વાસ છે કે પડકારો ગમે તેટલા મોટા હોય, માત્ર ભાજપ જ ઉકેલ શોધી શકે છે. વડાપ્રધાનશ્રી મોદીજીએ કોવિડ સમયગાળા દરમિયાન લોકોને રસી, નાણાકીય સહાય અને સબસિડી પ્રદાન કરવાના ભાજપ સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો.વડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, અમદાવાદ, ગુજરાત
December 02nd, 12:16 pm
વડાપ્રધાનશ્રી મોદીજીએ ગુજરાતે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે અને દેશને અનેક મોરચે અગ્રેસર કર્યું છે તે બાબત નો ઉલ્લેખકર્યો, વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું, સામાજિક ઈન્ફ્રાસ્ટ્રકચર હોય કે ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગુજરાતના લોકોએ દેશને એક ઉત્તમ મોડેલ રજૂ કર્યું છેવડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, કાંકરેજ, ગુજરાત
December 02nd, 12:01 pm
વડાપ્રધાનશ્રી મોદીજીએ આજે પણ ગુજરાતમાં આગામી ચૂંટણી માટે પ્રચાર ચાલુ રાખ્યો હતો. કાંકરેજ ખાતેની તેમની જાહેરસભામાં વડાપ્રધાનશ્રી મોદીજીએ ભારતીય સમાજમાં ગાયના આર્થિક અને ધાર્મિક મહત્વ વિશે વાત કરી હતી. વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું, ભારતના ડેરી ઉદ્યોગની આર્થિક શક્તિ દેશમાં ઉત્પાદિત થનારા અનાજ કરતાં વધુ છે. આજે બનાસડેરીના વિસ્તરણથી દરેક ગામને ફાયદો થઈ રહ્યો છે.”PM Modi addresses public meetings in Kankrej, Patan, Sojitra and Ahmedabad, Gujarat
December 02nd, 12:00 pm
PM Modi continued his campaigning for the upcoming elections in Gujarat. In his first address at Kankrej, PM Modi talked about the economic and religious importance of cows in India. In his second address at Patan, PM Modi spoke on the assured win for the BJP in Gujarat. PM Modi in his third address for the day focused on the spirit of Ek Bharat, Shreshtha Bharat. In his last address at Ahmedabad, PM Modi spoke on the contributions of the people of Gujarat in building the nation.વડાપ્રધાન શ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, બાવળા, ગુજરાત
November 28th, 02:15 pm
દિવસની તેમની અંતિમ જાહેરસભામાં પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ ભારતના હ્રદય સમાન,ભારતની આત્મા એટલે કે ભારતના ગામડાઓ વિષે વાત કરી હતી. વિપક્ષ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ ભારતની આત્મા સમાન ગામડાઓની અવગણના કરવા બદલ કોંગ્રેસની ટીકા કરી હતી. અને કહ્યું, જ્યારે સંસાધનો અને સુવિધાઓની વાત આવે છે, ત્યારે કોંગ્રેસની સરકારો દ્વારા ગામડાઓનો વિચાર પણ કરવામાં આવતો ન હતો અને પરિણામે, ગામડાઓ અને શહેરો વચ્ચેનું અંતર વધતું જ રહ્યું. પ્રધાનમંત્રી શ્રી મોદીજીનએ વધુમાં ઉમેર્યું હતું કે, 20 વર્ષ પહેલા ગુજરાતના ગામડાઓની હાલત કફોડી હતી, પરંતુ આજે ભાજપ સરકારના શાસનમાં ગામડાઓની હાલત સંપૂર્ણ રીતે સુધારી દેવામાં આવી છે.વડાપ્રધાન શ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, રાજકોટ, ગુજરાત
November 28th, 02:05 pm
વડાપ્રધાન શ્રી મોદીજીએ તેમની દિવસની છેલ્લી રેલીમાં રાજકોટની જનતાને સંબોધતા કહ્યું કે કેવી રીતે આગામી ચૂંટણીઓ ભાજપ પક્ષના નેતૃત્વને બદલે ગુજરાતની જનતા પોતે જ નેતૃત્વ કરીને લડશે. વડાપ્રધાન શ્રી એ વાત કરી કે કેવી રીતે ગુજરાતનો વિકાસ એ ગુજરાતના લોકો દ્વારા કરવામાં આવેલી વર્ષોની મહેનત અને અથાગ પરિશ્રમનું પરિણામ છે અને તેથી તે ગુજરાતથી બહારના લોકો આ બાબત સમજી શકે નહીં.વડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, અંજાર, ગુજરાત
November 28th, 01:56 pm
કચ્છમાં પાણી પહોંચાડવાનો વિરોધ કરનારાઓ સાથે સાંઠગાંઠ કરવા બદલ વડાપ્રધાનશ્રી એ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું કે, કોંગ્રેસ હંમેશા સરદાર સરોવર ડેમનો વિરોધ કરનારાઓને પ્રોત્સાહિત કરતી રહી છે. કચ્છની જનતા આવી પાર્ટીને ક્યારેય ભૂલી શકશે નહીં કે જેમણે કચ્છના લોકો માટે અનેક અડચણો ઊભી કરી હોય.વડાપ્રધાન શ્રી એ આગળ વાત ધપાવતા ઉલ્લેખ કર્યો કે કેવી રીતે કચ્છ બ્રાન્ચ કેનાલ કચ્છનું જીવન બદલી રહી છે. વડાપ્રધાનશ્રી એ કહ્યું “ભાજપ સરકારની મહેનત કચ્છ માટે રંગ લાવી રહી છે. આજે કચ્છમાંથી ઘણી કૃષિ પેદાશોની નિકાસ થઈ રહી છે.”