ઉત્તર પ્રદેશના વારાણસીમાં વિવિધ પ્રોજેક્ટના સમર્પણ અને શિલાન્યાસ સમારોહમાં પીએમના સંબોધનનો મૂળપાઠv

March 24th, 05:42 pm

નવરાત્રી એ શુભ મુહૂર્ત છે, આજે મા ચંદ્રઘંટાની પૂજાનો દિવસ છે. આ મારું સૌભાગ્ય છે કે આજે આ શુભ અવસર પર હું કાશીની ધરતી પર તમારા બધાની વચ્ચે છું. મા ચંદ્રઘંટાના આશીર્વાદથી આજે બનારસની સુખ-સમૃદ્ધિમાં વધુ એક અધ્યાય જોડાઈ રહ્યો છે. આજે અહીં પબ્લિક ટ્રાન્સપોર્ટ રોપ-વેનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. બનારસના સર્વાંગી વિકાસ સાથે સંબંધિત સેંકડો કરોડના અન્ય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. જેમાં પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ, ગંગાજીની સ્વચ્છતા, પૂર નિયંત્રણ, પોલીસ સુવિધા, રમતગમતની સુવિધા, આવા અનેક પ્રોજેક્ટ સામેલ છે. આજે, અહીં IIT BHU ખાતે 'સેન્ટર ઑફ એક્સેલન્સ ઓન મશીન ટૂલ્સ ડિઝાઇન'નો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. મતલબ બનારસને વધુ એક વિશ્વ કક્ષાની સંસ્થા મળવા જઈ રહી છે. આ તમામ પ્રોજેક્ટ માટે બનારસના લોકોને અને પૂર્વાંચલના લોકોને ખૂબ ખૂબ અભિનંદન.

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશનાં વારાણસીમાં રૂ. 1780 કરોડથી વધારે મૂલ્યની વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

March 24th, 01:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં રૂ. 1780 કરોડથી વધારે મૂલ્યની વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં વારાણસી કેન્ટ સ્ટેશનથી ગોદૌલિયા સુધી પેસેન્જર રોપ-વે, નમામિ ગંગા યોજના અંતર્ગત ભગવાનપુરમાં 55 એમએલડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સિગરા સ્ટેડિયમના રિડેવલપમેન્ટના બીજા અને ત્રીજા તબક્કા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા નિર્માણ પામનાર સેવાપુરીનાં ઇસારવાર ગામમાં એલપીજી બોટલિંગ પ્લાન્ટનો શિલાન્યાસ, ભરથરા ગામમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ચેન્જિંગ રૂમ્સ સાથે તરતી જેટી સહિત અન્ય પરિયોજનાઓ સામેલ છે. પ્રધાનમંત્રીએ જલ જીવન મિશન હેઠળ પીવાનાં પાણીની 19 યોજનાઓનું લોકાર્પણ પણ કર્યું હતું, જેનો લાભ 63 ગ્રામ પંચાયતોનાં 3 લાખથી વધારે લોકોને મળશે. તેમણે આ મિશન હેઠળ પીવાનાં પાણીની 59 યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે ફળો અને શાકભાજીનાં ગ્રેડિંગ, સોર્ટિંગ અને પ્રોસેસિંગ માટે કરખિયાઓમાં સંકલિત પેક હાઉસ પણ સમર્પિત કર્યું હતું. તેમણે વારાણસી સ્માર્ટ સિટી મિશન અંતર્ગત વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ પણ કર્યું હતું.