પ્રધાનમંત્રીએ તબીબી અભ્યાસક્રમોમાં ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત આપવાના સરકારના નિર્ણયની પ્રશંસા કરી
July 29th, 05:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચાલુ શૈક્ષણિક વર્ષથી મેડિકલ/ડેન્ટલ અભ્યાસક્રમોમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે અખિલ ભારતીય ક્વોટા યોજનામાં ઓબીસી માટે 27% તથા આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત આપવાના સરકારના સિમાચિહ્નરૂપ નિર્ણયની પ્રશંસા કરી હતી.ભારત સરકાર દ્વારા મેડિકલ શિક્ષણ અંગે ઐતિહાસિક નિર્ણય લેવાયો
July 29th, 03:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નદૃષ્ટા માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ / ડેન્ટલ કોર્સ (એમબીબીએસ / એમડી / એમએસ / ડિપ્લોમા / બીડીએસ / એમડીએસ માટેની ઓલ ઇન્ડિયા ક્વોટા (AIQ) સ્કીમમાં 2021-22ના વર્તમાન શૈક્ષણિક વર્ષથી ઓબીસી માટે 27% અને આર્થિક રીતે પછાત વર્ગ (EWS) માટે 10% અનામત પૂરી પાડવાનો ઐતિહાસિક અને સિમાચિહ્ન નિર્ણય લીધો છે.