કાવારત્તી, લક્ષદ્વીપમાં વિકાસ યોજનાઓના શિલાન્યાસ અને ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 03rd, 12:00 pm
આજે લક્ષદ્વીપની સવાર જોઈને મને આનંદ થયો. લક્ષદ્વીપની સુંદરતાને શબ્દોમાં કેદ કરવી ખૂબ જ મુશ્કેલ છે. આ વખતે મને અગાટી, બાંગારામ અને કાવારત્તીમાં તમારા પરિવારના તમામ સભ્યોને મળવાની તક મળી છે. લક્ષદ્વીપનો ભૂમિ વિસ્તાર ભલે નાનો હોય, પરંતુ લક્ષદ્વીપના લોકોનું દિલ સમુદ્ર જેટલું વિશાળ છે. હું તમારા સ્નેહ અને તમારા આશીર્વાદથી અભિભૂત છું, હું તમારો આભાર વ્યક્ત કરું છું.પ્રધાનમંત્રીએ કાવરત્તી, લક્ષદ્વીપમાં રૂ. 1150 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું
January 03rd, 11:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લક્ષદ્વીપના કાવારત્તીમાં રૂ. 1150 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો. આજના વિકાસ પ્રોજેક્ટ્સમાં ટેકનોલોજી, ઉર્જા, જળ સંસાધનો, આરોગ્યસંભાળ અને શિક્ષણ સહિતના ક્ષેત્રોની વિશાળ શ્રેણી આવરી લેવામાં આવી છે. પ્રધાનમંત્રીએ લેપટોપ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ આપ્યા અને બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને સાયકલ આપી. તેમણે ખેડૂત અને માછીમાર લાભાર્થીઓને પીએમ કિસાન ક્રેડિટ કાર્ડ પણ આપ્યા.