ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઈઝેશન એસેમ્બલી 2024માં ઈન્ડસ્ટ્રીના નેતાઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી
October 15th, 02:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (આઇટીયુ-ડબલ્યુટીએસએ) 2024 દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસની 8મી આવૃત્તિનું ઉદઘાટન કર્યું હતું. ડબલ્યુટીએસએ (WTSA) એ આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન, યુનાઇટેડ નેશન્સ એજન્સી ફોર ડિજિટલ ટેકનોલોજીસના સ્ટાન્ડર્ડાઇઝેશન કાર્ય માટેની ગવર્નિંગ કોન્ફરન્સ છે, જે દર ચાર વર્ષે આયોજિત થાય છે. ભારત અને એશિયા-પેસિફિકમાં પહેલીવાર આઇટીયુ-ડબલ્યુટીએસએનું આયોજન થઇ રહ્યું છે. આ મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ઇવેન્ટ છે, જેણે ટેલિકોમ, ડિજિટલ અને આઇસીટી ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા 190થી વધારે દેશોના 3,000થી વધારે ઉદ્યોગજગતના અગ્રણીઓ, નીતિઘડવૈયાઓ અને ટેક નિષ્ણાતોને એકમંચ પર લાવ્યા છે.