પ્રધાનમંત્રીએ શ્રી દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

December 05th, 08:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે શ્રી એકનાથ શિંદે અને શ્રી અજિત પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. શ્રી મોદીએ મહારાષ્ટ્રમાં વધુ વિકાસ માટે કેન્દ્ર તરફથી શક્ય તમામ સહયોગની ખાતરી આપી હતી.