અમદાવાદ, ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ/ઉદઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 16th, 04:30 pm
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી, રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી સી આર પાટીલ, દેશના વિવિધ ભાગોમાંથી આ કાર્યક્રમ સાથે સંકળાયેલા તમામ રાજ્યપાલો, નાયબ મુખ્યમંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય જનપ્રતિનિધિઓ અને અહીં મોટી સંખ્યામાં આવેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ, ગુજરાતમાં રૂ. 8,000 કરોડથી વધુના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા
September 16th, 04:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં અમદાવાદમાં રૂ. 8,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં રેલવે, માર્ગ, વીજળી, હાઉસિંગ અને ફાઇનાન્સ સેક્ટરનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. દિવસની શરૂઆતમાં શ્રી મોદીએ અમદાવાદ અને ભુજ વચ્ચે ભારતની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું ઉદઘાટન કર્યું હતું. તેમણે નાગપુરથી સિકંદરાબાદ, કોલ્હાપુરથી પૂણે, આગ્રા કેન્ટથી બનારસ, દુર્ગથી વિશાખાપટ્ટનમ, પૂણેથી હુબલી અને વારાણસીથી દિલ્હી સુધીની પ્રથમ 20 કોચની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. ઉપરાંત તેમણે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટીની સિંગલ વિન્ડો આઇટી સિસ્ટમ (એસડબલ્યુઆઇટીએસ)નો પણ શુભારંભ કરાવ્યો હતો.પ્રધાનમંત્રી 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે
September 14th, 09:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15-17 સપ્ટેમ્બર, 2024નાં રોજ ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે.મંત્રીમંડળે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવા, ગીચતા ઘટાડવા અને દેશભરમાં કનેક્ટિવિટી વધારવા માટે કુલ રૂ. 50,655 કરોડનાં મૂડી ખર્ચે 936 કિલોમીટરની લંબાઈ ધરાવતા 8 મહત્ત્વપૂર્ણ નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપી
August 02nd, 08:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ દેશભરમાં રૂ. 50,655 કરોડનાં ખર્ચે 936 કિલોમીટરની લંબાઈ ધરાવતાં 8 મહત્ત્વપૂર્ણ નેશનલ હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે મંજૂરી આપી છે. આ 8 પ્રોજેક્ટ્સના અમલીકરણથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અંદાજે 4.42 કરોડ માનવદિવસોની રોજગારીનું સર્જન થશે.PM Modi casts his vote for 2024 Lok Sabha elections
May 07th, 12:50 pm
Prime Minister Narendra Modi cast his vote for the 2024 Lok Sabha elections today in Ahmedabad, Gujarat. Taking to social media platform 'X', the PM urged every eligible voter to exercise their franchise and strengthen our democracy.BJP’s Sankalp Patra is a resolution letter for the development of the country: PM Modi in Alathur
April 15th, 11:30 am
Ahead of the Lok Sabha Elections, 2024, PM Modi was garnered with love and admiration at a public rally in Alathur town of Thrissur, Kerala. The PM extended his best wishes on the occasion of Vishu and presented his transparent vision of Kerala to the audience. PM Modi offered a glimpse of BJP's Sankalp Patra, pledging advancement and prosperity to every corner of the nation.PM Modi addresses enthusiastic crowds at public meetings in Alathur and Attingal, Kerala
April 15th, 11:00 am
Ahead of the Lok Sabha Elections, 2024, PM Modi was garnered with love and admiration at public rallies in Alathur & Attingal, Kerala. The PM extended his best wishes on the occasion of Vishu and presented his transparent vision of Kerala to the audience. PM Modi offered a glimpse of BJP's Sankalp Patra, pledging advancement and prosperity to every corner of the nation.ગુજરાતના અમદાવાદમાં વિકાસ કાર્યોના શિલાન્યાસ/ઉદઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 12th, 10:00 am
વિકસિત ભારત માટે કરવામાં આવી રહેલી નવીનતા સતત વિસ્તરી રહી છે. દેશના ખૂણે ખૂણે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, નવી નવી યોજનાઓ શરૂ થઈ રહી છે. જો હું વર્ષ 2024ની જ વાત કરું તો 2024 એટલે કે 2024ને માંડ માંડ 75 દિવસ થયા છે, આ અંદાજિત 75 દિવસમાં 11 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે. અને જો હું છેલ્લા 10-12 દિવસની વાત કરું તો માત્ર છેલ્લા 10-12 દિવસમાં જ 7 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે. આજે પણ વિકસિત ભારતની દિશામાં દેશે એક મોટું પગલું ભર્યું છે. આ કાર્યક્રમમાં હવે રૂ. 1 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે.પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદમાં રૂ. 1,06,000 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યા
March 12th, 09:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના અમદાવાદમાં ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના ઓપરેશન કંટ્રોલ સેન્ટર ખાતે રૂ. 1,06,000 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યું. આજના વિકાસ પ્રોજેક્ટ્સમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને પેટ્રોકેમિકલ્સ સહિતના અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તેમણે 10 નવી વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી હતી.પ્રધાનમંત્રી 12 માર્ચનાં રોજ ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે
March 10th, 05:24 pm
પ્રધાનમંત્રી 12મી માર્ચ, 2024ના રોજ ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે લગભગ 9:15 વાગ્યે, અમદાવાદ ખાતે રૂ. 85,000 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યારબાદ સવારે 10 વાગે પ્રધાનમંત્રી સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં તેઓ કોચરબ આશ્રમનું ઉદઘાટન કરશે અને ગાંધી આશ્રમ સ્મારકનાં માસ્ટર પ્લાનનો શુભારંભ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી સવારે 1:45 વાગ્યે રાજસ્થાનનાં પોખરણમાં ટ્રાઇ-સર્વિસીસ લાઇવ ફાયર એન્ડ દાવપેચ કવાયતનાં સ્વરૂપે સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓનું સંયુક્ત પ્રદર્શન 'ભારત શક્તિ'નાં સાક્ષી બનશે.જીસીએમએમએફ, અમૂલ ફેડરેશનની સુવર્ણ જયંતી ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 22nd, 11:30 am
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી પુરૂષોત્તમ રૂપાલાજી, સંસદમાં મારા સાથીદાર સી.આર. પાટીલ, અમૂલના ચેરમેન શ્રી શ્યામલભાઈ અને અહીં મોટી સંખ્યામાં આવેલા મારા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ ગુજરાતનાં અમદાવાદમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતીની ઉજવણીમાં ભાગ લીધો
February 22nd, 10:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોટેરા, અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ની સ્વર્ણ જયંતીની ઉજવણીમાં સહભાગી થયા હતા. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની સફર ખેડી હતી અને ગોલ્ડન જ્યુબિલી કોફી ટેબલ બુકનું અનાવરણ પણ કર્યું હતું. જીસીએમએમએફ સહકારી મંડળીઓની સ્થિતિસ્થાપકતા, તેમની ઉદ્યોગસાહસિકતાનો જુસ્સો અને ખેડૂતોનાં દ્રઢ દ્રઢ નિશ્ચયનો પુરાવો છે, જેણે અમૂલને દુનિયામાં સૌથી મજબૂત ડેરી બ્રાન્ડમાંની એક બનાવી દીધી છે.પ્રધાનમંત્રી 22 અને 23 ફેબ્રુઆરીનાં રોજ ગુજરાત અને ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે
February 21st, 11:41 am
પ્રધાનમંત્રી 22 અને 23 ફેબ્રુઆરી, 2024નાં રોજ ગુજરાત અને ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે.અમદાવાદનો ફ્લાવર શો મંત્રમુગ્ધ કરનારો છેઃ પ્રધાનમંત્રી
January 06th, 10:14 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમદાવાદનો મનમોહક ફ્લાવર શો નવા ભારતની વિકાસયાત્રાની આકર્ષક ઝલક પણ દર્શાવે છે.ગુજરાતના મહેસાણામાં વિવિધ વિકાસ પહેલના લોકાર્પણ સમયે પ્નધાનમંત્રી શ્રીના ભાષણનો મૂળપાઠ
October 30th, 09:11 pm
સ્ટેજ પર ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, અન્ય તમામ મંત્રીઓ, સંસદમાં મારા સાથીદાર અને ગુજરાત ભાજપના અધ્યક્ષ ભાઈ સી.આર. પાટીલ, અન્ય તમામ સાંસદો અને ધારાસભ્યો બેઠા છે. તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો અને મારા વ્હાલા ગુજરાતના પરિવારજનો જેઓ મોટી સંખ્યામાં પધારેલ છે.પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતનાં મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા
October 30th, 04:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈ જેવા અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે
October 29th, 02:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. 30 ઓક્ટોબરે સવારે 10:30 વાગ્યે અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યાની આસપાસ મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. 31મી ઓક્ટોબરે સવારે 8 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયાની મુલાકાત લેશે જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે, જે બાદ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. તેઓ અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન પણ કરશે. ત્યારબાદ સવારે 11:15 વાગ્યે તેઓ આરંભ 5.0માં 98માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરશે.પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતના અમદાવાદમાં સાયન્સ સિટીની મુલાકાત લીધી
September 27th, 02:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના અમદાવાદમાં સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. તેમણે રોબોટિક્સ ગેલેરી, નેચર પાર્ક, એક્વેટિક ગેલેરી અને શાર્ક ટનલની મુલાકાત લીધી અને આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનને પણ નિહાળ્યું.PM Modi addresses the Nari Shakti Vandan Abhinandan Karyakram in Ahmedabad
September 26th, 07:53 pm
Addressing the Nari Shakti Vandan Abhinandan Karyakram in Ahmedabad, Prime Minister Narendra Modi hailed the passage of the Nari Shakti Vandan Adhiniyam, seeking to reserve 33% of seats in Lok Sabha and state Assemblies for women. Speaking to the women in the event, PM Modi said, “Your brother has done one more thing in Delhi to increase the trust with which you had sent me to Delhi. Nari Shakti Vandan Adhiniyam, i.e. guarantee of increasing representation of women from Assembly to Lok Sabha.”પ્રધાનમંત્રી શ્રી 26-27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે
September 25th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26-27 સપ્ટેમ્બર, 2023ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. 27મી સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યે, પ્રધાનમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેશે. તે પછી, લગભગ 12:45 PM પર, પ્રધાનમંત્રી છોટાઉદેપુરના બોડેલી પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને રૂ. 5200 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.