પ્રધાનમંત્રી મોદી અને જોર્ડનનાં રાજા વચ્ચે રિયાદમાં બેઠક યોજાઈ
October 29th, 02:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબનાં રિયાદમાં ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ (એફઆઈઆઈ) દરમિયાન જોર્ડનનાં રાજા અબ્દુલ્લાહ દ્વિતીય બિન અલ-હુસૈન સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને જોર્ડન વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવવા ચર્ચાવિચારણા કરી હતી. એમાં જોર્ડનનાં રાજાની 27 ફેબ્રુઆરી, 2018થી 1 માર્ચ, 2018 સુધીની ભારત યાત્રા દરમિયાન હસ્તાક્ષર થયેલા સંમતિ પત્ર અને સમજૂતીઓ પણ સામેલ હતી. બંને નેતાઓએ મધ્ય પૂર્વની શાંતિ પ્રક્રિયા અને અન્ય પ્રાદેશિક ઘટનાઓ પર ચર્ચાવિચારણા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ જોર્ડનનાં રાજાની સાથે આતંકવાદનો મુકાબલો કરવામાં સહકાર આપવાનાં મુદ્દે પણ ચર્ચાવિચારણા કરી હતી.