અહિંસા યાત્રા સંપન્નતા સમારોહ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 27th, 02:31 pm

કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી મહાશ્રમણ જી, મૂનિ ગણ, પૂજ્ય સાધ્વી જી ગણ અને તમામ શ્રદ્ધાળુઓ. આપણું આ ભારત હજારો વર્ષોથી સંતોની, ઋષિ મૂનિઓની, મૂનિઓની, આચાર્યોની એક મહાન પરંપરાની ધરતી રહ્યું છે. કાળની થપ્પડે ગમે તેવા પડકાર પેદા કર્યા હોય પરંતુ આ પરંપરા એવી જ રીતે ચાલી રહી છે. આપણે ત્યાં આચાર્ય એ જ બન્યા છે જેમણે આપણને ચરૈવેતિ-ચરૈવેતિનો મંત્ર આપ્યો છે. આપણે ત્યાં આચાર્ય એ જ બન્યા છે જેમણે આપણને ચરૈવેતિ-ચરૈવેતિનો મંત્ર આપ્યો છે. શ્વેતાંબર તેરાપંથ તો ચરૈવેતિ-ચરૈવતિની, સતત ગતિશીલતાના આ મહાન પરંપરાને નવી ઉંચાઇ પ્રદાન કરતો આવ્યો છે.આચાર્ય ભિક્ષુએ શિથિલતાના ત્યાગને જ આધ્યાત્મિક સંકલ્પ બનાવ્યો હતો.

પ્રધાનમંત્રીએ અહિંસા યાત્રા સંપન્નતા સમારોહ કાર્યક્રમને સંબોધિત કર્યો

March 27th, 02:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્વેતાંબર તેરાપંથની અહિંસા યાત્રા સંપન્નતા સમારોહ કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંદેશ દ્વારા સંબોધિત કર્યો હતો