કેબિનેટે સ્વનિર્ભરતા માટે ખાદ્ય સુરક્ષા હાંસલ કરવા માટે ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવા અને કૃષ્ણનાતિ યોજના (KY) ને પ્રોત્સાહન આપવા PM રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (PM-RKVY) ને મંજૂરી આપી.
October 03rd, 09:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ (DA&FW)ના કૃષિ મંત્રાલય હેઠળ કાર્યરત તમામ કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ (CSS) ને બે છત્ર યોજનાઓમાં તર્કસંગત બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી છે. . પ્રધાન મંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (PM-RKVY), એક કાફેટેરિયા યોજના અને કૃષ્ણનાતિ યોજના (KY). PM-RKVY ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપશે, જ્યારે KY ખાદ્ય સુરક્ષા અને કૃષિ આત્મનિર્ભરતાને સંબોધશે. વિવિધ ઘટકોના કાર્યક્ષમ અને અસરકારક અમલીકરણની ખાતરી કરવા માટે તમામ ઘટકો ટેક્નોલોજીનો લાભ લેશે.મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં લેફ્ટનન્ટ શ્રી અરવિંદભાઈ મફતલાલની જન્મ શતાબ્દીની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
October 27th, 02:46 pm
આજે મને ફરીથી ચિત્રકૂટની આ પાવન પૂણ્યભૂમિની મુલાકાત લેવાની તક મળી છે. આ તે અલૌકિક વિસ્તાર છે, જેના વિશે આપણા સંતોએ કહ્યું છે – ચિત્રકૂટ સબ દિન બસત, પ્રભુ સિય લખન સમેત! અર્થાત્ ચિત્રકૂટમાં પ્રભુ શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજી સાથે નિત્ય નિવાસ કરે છે. અહીં આવતા પહેલા, હમણાં મને શ્રી રઘુબીર મંદિર અને શ્રી રામ જાનકી મંદિરના દર્શન કરવાનો લહાવો મળ્યો હતો અને હૅલિકોપ્ટરમાંથી જ મેં કામદગિરિ પર્વતને પણ પ્રણામ કર્યા હતા. હું આદરણીય રણછોડદાસજી અને અરવિંદ ભાઈની સમાધિ પર પુષ્પ અર્પણ કરવા ગયો હતો. પ્રભુ શ્રીરામ જાનકીના દર્શન, સંતોનું માર્ગદર્શન અને સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા વેદમંત્રોનું આ અદ્ભૂત ગાન, આ અનુભવને, આ અનુભૂતિને વાણીથી વ્યક્ત કરવો મુશ્કેલ છે. માનવ સેવાના મહાન યજ્ઞનો ભાગ બનાવવા બદલ આજે, તમામ પીડિત, શોષિત, ગરીબ અને આદિવાસીઓ વતી, હું શ્રી સદ્ગુરુ સેવા સંઘનો આભાર વ્યક્ત કરું છું. મને વિશ્વાસ છે કે જાનકીકુંડ ચિકિત્સાલયની નવી પાંખ જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે તે લાખો દર્દીઓને નવું જીવન આપશે. આવનારા સમયમાં, સદ્ગુરુ મેડિસિટીમાં ગરીબોની સેવાના આ અનુષ્ઠાનને નવું વિસ્તરણ મળશે. આજે આ પ્રસંગે ભારત સરકારે અરવિંદભાઈની સ્મૃતિમાં એક ખાસ ટિકિટ પણ બહાર પાડી છે. આ ક્ષણ આપણા બધા માટે ગર્વની ક્ષણ છે, સંતોષની ક્ષણ છે, આ માટે હું તમને બધાને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રીએ મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં સ્વ. શ્રી અરવિંદ ભાઈ મફતલાલના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીને સંબોધન કર્યું
October 27th, 02:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં સ્વ. શ્રી અરવિંદ ભાઈ મફતલાલના શતાબ્દી જન્મ વર્ષની ઉજવણીના પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. શ્રી સદ્ગુરુ સેવા સંઘ ટ્રસ્ટની સ્થાપના પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજે 1968માં કરી હતી. શ્રી અરવિંદભાઈ મફતલાલ પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજથી પ્રેરિત થયા હતા અને ટ્રસ્ટની સ્થાપનામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. શ્રી અરવિંદભાઈ મફતલાલ આઝાદી પછીના ભારતના અગ્રણી ઉદ્યોગસાહસિકોમાંના એક હતા, જેમણે દેશની વિકાસગાથામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.પ્રધાનમંત્રીએ ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ 2021માં વર્ચ્યુઅલ માધ્યમથી આપેલા સંબોધનનો મૂળપાઠ
September 03rd, 10:33 am
પૂર્વીય આર્થિક મંચ (ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ) ને સંબોધિત કરતા મને ઘણો આનંદ અનુભવાઇ રહ્યો છે અને આ બહુમાન બદલ હું રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માનું છુ.વ્લાદિવોસ્તોકમાં છઠ્ઠા ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ 2021માં પ્રધાનમંત્રીનું વર્ચ્યુઅલ સંબોધન
September 03rd, 10:32 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 3 સપ્ટેમ્બર, 2021ના રોજ વ્લાદિવોસ્તોકમાં આયોજિત છઠ્ઠા ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ (EEF) ના પૂર્ણ સત્ર દરમિયાન વિડીયો-સંબોધન આપ્યું. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી 2019માં 5મા ઇઇએફના મુખ્ય મહેમાન હતા, જે કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા પ્રથમ વખત કરવામાં આવ્યું હતું.