Today the youth of India is full of new confidence, succeeding in every sector: PM Modi
December 23rd, 11:00 am
PM Modi addressed the Rozgar Mela and distributed more than 71,000 appointment letters to newly appointed youth in Government departments and organisations. PM Modi underlined that in the last one and a half years, around 10 lakh permanent government jobs have been offered, setting a remarkable record. These jobs are being provided with complete transparency, and the new recruits are serving the nation with dedication and integrity.PM Modi distributes more than 71,000 appointment letters to newly appointed recruits
December 23rd, 10:30 am
PM Modi addressed the Rozgar Mela and distributed more than 71,000 appointment letters to newly appointed youth in Government departments and organisations. PM Modi underlined that in the last one and a half years, around 10 lakh permanent government jobs have been offered, setting a remarkable record. These jobs are being provided with complete transparency, and the new recruits are serving the nation with dedication and integrity.PM Modi meets Prime Minister of Kuwait
December 22nd, 06:38 pm
PM Modi held talks with His Highness Sheikh Ahmad Al-Abdullah Al-Ahmad Al-Sabah, PM of the State of Kuwait. The two leaders discussed a roadmap to strengthen the strategic partnership in areas including political, trade, investment, energy, defence, security, health, education, technology, cultural, and people-to-people ties.નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક શૂફે પીએમ નરેન્દ્ર મોદીને ફોન કર્યો
December 18th, 06:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ મિસ્ટર ડિક શૂફનો ટેલિફોન કૉલ આવ્યો હતો.રાજસ્થાનના જયપુરમાં 'એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ' કાર્યક્રમ અને વિકાસ કાર્યોના લોકાર્પણમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
December 17th, 12:05 pm
गोविन्द की नगरी में गोविन्ददेव जी नै म्हारो घणो- घणो प्रणाम। सबनै म्हारो राम-राम सा!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જયપુરમાં રાજ્ય સરકારના એક વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમ ‘એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ’માં ભાગ લીધો
December 17th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ’: રાજસ્થાન રાજ્ય સરકારના એક વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે રાજસ્થાનની સરકાર અને રાજસ્થાનની જનતાને રાજ્ય સરકારનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં એકઠા થયેલા લાખો લોકોના આશીર્વાદ લેવા માટે તેઓ ભાગ્યશાળી છે. શ્રી મોદીએ રાજસ્થાનનાં મુખ્યમંત્રી અને તેમની ટીમને રાજસ્થાનનાં વિકાસલક્ષી કાર્યોને નવી દિશા અને ગતિ આપવા માટે હાથ ધરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે, પ્રથમ વર્ષ વિકાસના આગામી ઘણા વર્ષો માટે એક મજબૂત પાયા તરીકે સેવા આપી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજનો કાર્યક્રમ માત્ર સરકારનાં એક વર્ષને પૂર્ણ થવાને ચિહ્નિત કરતો નથી, પણ રાજસ્થાનનાં પ્રકાશિત તેજસ્વીતા અને રાજસ્થાનનાં વિકાસનાં ઉત્સવનું પ્રતીક પણ છે. તાજેતરમાં રાઇજિંગ રાજસ્થાન સમિટ 2024ની પોતાની મુલાકાતને યાદ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ઘણાં રોકાણકારો ઉપસ્થિત રહ્યાં હતાં અને આજે રૂ. 45,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટ રાજસ્થાનમાં પાણીનાં સંબંધમાં આવી રહેલાં અવરોધોનું યોગ્ય સમાધાન પ્રદાન કરશે તથા રાજસ્થાનને પણ ભારતનાં સૌથી વધુ સારી રીતે જોડાયેલાં રાજ્યોમાંનું એક બનાવશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ વિકાસલક્ષી કાર્યો વધારે રોકાણકારોને આમંત્રણ આપશે, રોજગારીની અનેક તકોનું સર્જન કરશે, પ્રવાસન ક્ષેત્રને મજબૂત કરશે તેમજ રાજસ્થાનનાં ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને લાભ આપશે.ભારત-શ્રીલંકા સંયુક્ત નિવેદન: સહિયારા ભવિષ્ય માટે ભાગીદારીને પ્રોત્સાહન
December 16th, 03:26 pm
ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસાનાયકે ભારત પ્રજાસત્તાકની સત્તાવાર મુલાકાત દરમિયાન 16 ડિસેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી તેમની બેઠકમાં વિસ્તૃત અને ફળદાયી ચર્ચા-વિચારણા કરી હતી.શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ
December 16th, 01:00 pm
આદરણીય મહામહિમ, રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયક, બંને દેશોના પ્રતિનિધિઓ, મીડિયાના મિત્રો, શુભેચ્છાઓ!પ્રધાનમંત્રી 14 અને 15 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે
December 13th, 12:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 અને 15 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. આ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેની ભાગીદારીને વધુ વેગ આપવા તરફનું બીજું મહત્ત્વનું પગલું હશે.પ્રધાનમંત્રી 11 ડિસેમ્બરનાં રોજ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2024નાં સહભાગીઓ સાથે વાતચીત કરશે
December 09th, 07:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 ડિસેમ્બર, 2024નાં રોજ સાંજે 4:30 વાગ્યે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2024નાં ગ્રાન્ડ ફિનાલેમાં યુવાન ઈનોવેટર્સ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વાતચીત કરશે. ગ્રાન્ડ ફિનાલેમાં ૧૩૦૦ થી વધુ વિદ્યાર્થી ટીમો ભાગ લેશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.કાર્યકર સુવર્ણ મહોત્સવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 07th, 05:52 pm
કાર્યકર સુવર્ણ મહોત્સવના પાવન અવસરે હું ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં નમ્રતાપૂર્વક નમન કરું છું. આજે પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મજયંતી પણ છે, જેમને હું પણ શ્રદ્ધાપૂર્વક નમન કરું છું, કારણ કે તેઓ દિવ્ય ગુરુ હરિ પ્રાગત બ્રહ્માનું મૂર્ત સ્વરૂપ હતા. પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના અથાગ પ્રયત્નો અને સમર્પણ દ્વારા આજે ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો અને પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પો સાકાર થઈ રહ્યા છે. એક લાખ સ્વયંસેવકો, યુવાનો અને બાળકોને સાંકળતી આ ભવ્ય સાંસ્કૃતિક ઘટના બીજ, વૃક્ષ અને ફળના સારને સુંદર રીતે રજૂ કરે છે. જો કે હું તમારી વચ્ચે શારીરિક રીતે હાજર રહેવા માટે અસમર્થ છું, તેમ છતાં, હું આ ઘટનાની જીવંતતા અને ઊર્જાને મારા હૃદયમાં ઊંડે સુધી અનુભવી શકું છું. હું પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ અને તમામ પૂજ્ય સંતોને આવી ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને હું તેમને ઊંડા આદર સાથે નમન કરું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધિત કર્યો
December 07th, 05:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે અમદાવાદમાં આયોજિત કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, પૂજ્ય સંતો અને સત્સંગી પરિવારના સભ્યો તથા અન્ય મહાનુભાવો અને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું. શ્રી મોદીએ કાર્યકર સુવર્ણ મહોત્સવ પ્રસંગે ભગવાન સ્વામી નારાયણના ચરણોમાં નમન કર્યા હતા અને જણાવ્યું હતું કે આજે પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મજયંતી પણ છે. તેમણે ઉમેર્યું હતું કે, પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની મહેનત અને સમર્પણથી આજે ભગવાન સ્વામી નારાયણના ઉપદેશો, પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પો ફળીભૂત થઈ રહ્યા છે. યુવાનો અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે આશરે એક લાખ કાર્યકરો સહિત આવા વિશાળ કાર્યક્રમને નિહાળીને શ્રી મોદીએ આનંદ વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું હતું કે, તેઓ આ કાર્યક્રમના સ્થળે શારીરિક રીતે હાજર ન હોવા છતાં આ કાર્યક્રમની ઊર્જાનો અનુભવ કરી શકે છે. તેમણે પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, તમામ સંતોને આ ભવ્ય દિવ્ય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.કેબિનેટે સમગ્ર ભારતીય રેલ્વેમાં કનેક્ટિવિટી પ્રદાન કરવા, મુસાફરીમાં સરળતા, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા, તેલની આયાત ઘટાડવા અને CO2 ઉત્સર્જન ઘટાડવા ત્રણ મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી
November 25th, 08:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ આજે રેલવે મંત્રાલયની ત્રણ પરિયોજનાઓને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ ખર્ચ રૂ. 7,927 કરોડ (અંદાજે) છે.પ્રાકૃતિક ખેતી પર રાષ્ટ્રીય મિશનની શરૂઆત
November 25th, 08:39 pm
આ યોજનામાં 15મા નાણાં પંચ (2025-26) સુધી કુલ રૂ. 2481 કરોડ (ભારત સરકારનો હિસ્સો – રૂ. 1584 કરોડ; રાજ્યનો હિસ્સો – રૂ. 897 કરોડ) છે.પ્રધાનમંત્રી 25 નવેમ્બરનાં રોજ આઇસીએ ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું ઉદઘાટન કરશે
November 24th, 05:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બરનાં રોજ બપોરે 3 વાગ્યે આઇસીએ ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું ઉદઘાટન કરશે અને નવી દિલ્હીનાં ભારત મંડપમ ખાતે સંયુક્ત રાષ્ટ્રનાં આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025નો શુભારંભ કરશે.ભારતીય પ્રવાસીઓએ વિવિધ દેશોમાં પોતાની ઓળખ બનાવી છે: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી
November 24th, 11:30 am
મન કી બાતના 116મા એપિસોડમાં, વડાપ્રધાન મોદીએ NCC દિવસના મહત્વ વિશે ચર્ચા કરી, NCC કેડેટ્સની વૃદ્ધિ અને આપત્તિ રાહતમાં તેમની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે વિકસિત ભારત માટે યુવા સશક્તિકરણ પર ભાર મૂક્યો અને વિકિસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ વિશે વાત કરી. તેમણે વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ પ્લેટફોર્મ પર નેવિગેટ કરવામાં મદદ કરતા યુવાનોની પ્રેરણાદાયી વાર્તાઓ અને એક પેડ માં કે નામ અભિયાનની સફળતા પણ શેર કરી.ગુયાનામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન
November 22nd, 03:02 am
આજે આપ સૌની સાથે હોવાની મને ખુશી છે. સૌપ્રથમ હું રાષ્ટ્રપતિ ઇરફાન અલીનો અમારી સાથે જોડાવા બદલ આભાર માનું છું. મારા આગમન પછી મને મળેલા પ્રેમ અને સ્નેહથી હું ખૂબ જ પ્રભાવિત છું. હું રાષ્ટ્રપતિ અલીનો આભાર માનું છું કે તેમણે મારા માટે તેમના ઘરના દરવાજા ખોલ્યા. હું તેમના પરિવારની હૂંફ અને આત્મીયતા બદલ આભાર માનું છું. આતિથ્યની ભાવના એ આપણી સંસ્કૃતિના કેન્દ્રમાં છે. છેલ્લા બે દિવસથી હું તે અનુભવી શક્યો છું. પ્રમુખ અલી અને તેમનાં દાદી સાથે અમે એક વૃક્ષ પણ રોપ્યું હતું. તે અમારી પહેલનો એક ભાગ છે, એક પેડ મા કે નામ, એટલે કે, માતા માટેનું એક વૃક્ષ. તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે હું હંમેશાં યાદ રાખીશ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાના ભારતીય સમુદાયને સંબોધન કર્યું
November 22nd, 03:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાના જ્યોર્જટાઉનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઇરફાન અલી, પ્રધાનમંત્રી માર્ક ફિલિપ્સ, ઉપરાષ્ટ્રપતિ ભારત જગદેવ, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રામોતર સહિત અન્ય લોકો ઉપસ્થિત હતા. જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો અને તેમના આગમન પર વિશેષ ઉષ્મા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં રાષ્ટ્રપતિ અને તેમના પરિવારનો ઉષ્મા અને આત્મીયતા દાખવવા બદલ આભાર માન્યો હતો. શ્રી મોદીએ કહ્યું હતું કે, આતિથ્ય-સત્કારનો જુસ્સો આપણી સંસ્કૃતિના હાર્દમાં છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, તેમણે ભારત સરકારની એક પેડ મા કે નામ પહેલનાં ભાગરૂપે રાષ્ટ્રપતિ અને તેમનાં દાદીમા સાથે એક વૃક્ષ વાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે તે કાયમ માટે યાદ રાખશે.પ્રધાનમંત્રીએ સુરીનામના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
November 21st, 10:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ ગુયાનાના જ્યોર્જટાઉનમાં દ્વિતીય ભારત-કેરીકોમ શિખર સંમેલન અંતર્ગત સુરીનામના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી સાથે મુલાકા કરી હતી.પ્રધાનમંત્રીએ ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
November 21st, 10:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉન, ગુયાનામાં દ્વિતીય ભારત-કેરીકોમ સમિટ અંતર્ગત ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. કીથ રોઉલી સાથે મુલાકાત કરી હતી.