લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીના પ્રત્યુત્તરનો મૂળપાઠ

July 02nd, 09:58 pm

આપણા આદરણીય રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં વિકસિત ભારતના સંકલ્પનો વિસ્તાર કર્યો છે. આદરણીય રાષ્ટ્રપતિ મહોદયાએ મહત્વના મુદ્દા ઉઠાવ્યા છે. આદરણીય રાષ્ટ્રપતિજીએ આપણાં સૌનું અને દેશને જે માર્ગદર્શન આપ્યું છે તેના માટે હું તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીનો પ્રત્યુત્તર

July 02nd, 04:00 pm

ગૃહને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને સંબોધનનું કેન્દ્રબિંદુ એવા વિકસિત ભારતના વિચાર પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનાં રાષ્ટ્રપતિએ તેમનાં સંબોધનમાં મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યાં હતાં અને તેમનાં માર્ગદર્શન બદલ તેમનો આભાર પણ માન્યો હતો.

નવી દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસી કેડેટ્સ રેલીમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

January 27th, 05:00 pm

એક ભૂતપૂર્વ એનસીસી કેડેટ હોવાનાં કારણે જ્યારે પણ હું તમારી વચ્ચે આવું છું ત્યારે ઘણી જૂની યાદો તાજી થાય તે ખૂબ જ સ્વાભાવિક છે. જ્યારે આપણે એનસીસી કેડેટ્સમાં આવીએ છીએ, ત્યારે આપણને સૌ પ્રથમ એક ભારત-શ્રેષ્ઠ ભારતનાં દર્શન થાય છે. તમે લોકો તો દેશના ખૂણે ખૂણેથી અહીં આવ્યા છો. અને મને ખુશી છે કે વીતેલાં વર્ષોમાં એનસીસી રેલીનો વ્યાપ પણ સતત વધી રહ્યો છે. અને આ વખતે અહીં વધુ એક નવી શરૂઆત થઈ છે. આજે અહીં, જેને સરકાર વાઇબ્રન્ટ ગામો તરીકે વિકસાવી રહી છે તેવાં દેશભરનાં સરહદી ગામોના 400થી વધુ સરપંચો આપણી વચ્ચે છે. આ ઉપરાંત દેશભરમાંથી સ્વ-સહાય જૂથોના પ્રતિનિધિ તરીકે 100થી વધુ બહેનો પણ હાજર છે. હું આપ સૌનું પણ હાર્દિક સ્વાગત કરું છું.

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસી પીએમ રેલીને સંબોધન કર્યું

January 27th, 04:30 pm

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ એનસીસી કેડેટ તરીકે પોતે એનસીસી કેડેટ તરીકે એનસીસી કેડેટની વચ્ચે જ્યારે તેઓ ઉપસ્થિત હોય છે, ત્યારે તેમની યાદોને યાદ કરવી સ્વાભાવિક છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એનસીસી કેડેટ્સ વચ્ચે ઉપસ્થિત રહેવાથી એક ભારત, શ્રેષ્ઠ ભારતનો વિચાર પ્રદર્શિત થાય છે. તેમણે દેશનાં વિવિધ ભાગોનાં કેડેટ્સની હાજરીનું અવલોકન કર્યું હતું. તેમણે એનસીસીનું ક્ષેત્ર સતત વધી રહ્યું છે એ બદલ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આજનો પ્રસંગ નવી શરૂઆતનો સંકેત છે. તેમણે વાયબ્રન્ટ વિલેજ યોજના હેઠળ સરકાર દ્વારા વિકસાવવામાં આવી રહેલા સરહદી વિસ્તારોના ગામોના 400થી વધુ સરપંચો અને દેશભરના સ્વસહાય જૂથોની 100થી વધુ મહિલાઓની હાજરીની પણ નોંધ લીધી હતી.

પ્રધાનમંત્રી શ્રીએ અગ્નિવીરોની પ્રથમ બેચને સંબોધિત કરી

January 16th, 12:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ત્રણેય સેવાઓના અગ્નિવીરોની પ્રથમ બેચને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું, જેમણે તેમની મૂળભૂત તાલીમ શરૂ કરી છે.