પ્રધાનમંત્રીએ એરો ઇન્ડિયા 2023ની ઝલક શેર કરી

February 13th, 07:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એરો ઈન્ડિયા 2023ની ઝલક શેર કરી છે.

એરો ઈન્ડિયા 2023, બેંગલુરુ, કર્ણાટકના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 13th, 09:40 am

આજના મહત્વના કાર્યક્રમમાં ઉપસ્થિત છે કર્ણાટકના રાજ્યપાલ, મુખ્યમંત્રી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, મારા અન્ય મંત્રીમંડળના સભ્યો, દેશ-વિદેશના સંરક્ષણ મંત્રીઓ, ઉદ્યોગ જગતના આદરણીય પ્રતિનિધિઓ, અન્ય મહાનુભાવો, બહેનો અને સજ્જનો!

પ્રધાનમંત્રીએ બેંગલુરુમાં એરો ઇન્ડિયા 2023ના 14મા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું

February 13th, 09:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં યેલાહંકા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન પર યોજવામાં આવેલા એરો ઇન્ડિયા 2023ના 14મા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું. એરો ઇન્ડિયા 2023ની થીમ છે “ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ” (એક અબજ તકોનો રનવે) રાખવામાં આવી છે અને તેમાં લગભગ 100 વિદેશી તેમજ 700 ભારતીય કંપનીઓ સહિત સંરક્ષણ ક્ષેત્રની 800 કંપનીઓ સાથે 80થી વધુ દેશોની સહભાગીતા જોવા મળશે. પ્રધાનમંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલી ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ની દૂરંદેશીને અનુરૂપ, આ કાર્યક્રમ સ્વદેશી સાધનો/ટેક્નોલોજી પ્રદર્શિત કરવા અને વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.