કેરળમાં પ્રધાનમંત્રીએ વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર ખાતે વિવિધ પરિયોજનાઓના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ
February 27th, 12:24 pm
કેરળના રાજ્યપાલ શ્રી આરીફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી શ્રી પિનરાઇ વિજયનજી, રાજ્ય મંત્રી, મારા સાથી શ્રી વી. મુરલીધરનજી, ઇસરો પરિવારના તમામ સભ્યો, નમસ્કાર!પ્રધાનમંત્રીએ કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી)ની મુલાકાત લીધી
February 27th, 12:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી)ની મુલાકાત લીધી હતી અને આશરે રૂ. 1800 કરોડનાં મૂલ્યનાં ત્રણ મહત્ત્વપૂર્ણ અંતરિક્ષ માળખાગત પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેની એસ.એલ.વી. ઇન્ટિગ્રેશન ફેસિલિટી (પીઆઈએફ) સામેલ છે. મહેન્દ્રગિરી ખાતે ઇસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્સ ખાતે નવી 'સેમી-ક્રાયોજેનિક્સ ઇન્ટિગ્રેટેડ એન્જિન એન્ડ સ્ટેજ ટેસ્ટ ફેસિલિટી'; અને વી.એસ.એસ.સી., તિરુવનંતપુરમ ખાતે 'ટ્રાયસોનિક વિન્ડ ટનલ'. શ્રી મોદીએ ગગનયાન મિશનની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી અને ચાર અવકાશયાત્રીઓને 'અવકાશયાત્રી પાંખો' એનાયત કરી હતી. અવકાશયાત્રીઓમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, ગ્રુપ કેપ્ટન અજિત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે.અયોધ્યાજી ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 22nd, 05:12 pm
આજે આપણા રામ આવી ગયા છે! સદીઓ સુધી રાહ જોયા પછી આપણા રામ આવી ગયા છે. સદીઓનું અભૂતપૂર્વ ધૈર્ય, અસંખ્ય ત્યાગ, બલિદાન અને તપસ્યા પછી આપણા ભગવાન રામનું આગમન થયું છે. આ શુભ અવસર પર આપ સૌને અને તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન.પ્રધાનમંત્રીએ અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલ્લાનાં પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં ભાગ લીધો
January 22nd, 01:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલ્લાનાં પ્રાણ પ્રતિષ્ઠા (પવિત્ર) સમારંભમાં ભાગ લીધો હતો. શ્રી મોદીએ શ્રીરામ જન્મભૂમિ મંદિરનાં નિર્માણમાં પ્રદાન કરનાર શ્રમજીવી સાથે વાતચીત કરી હતી.પ્રધાનમંત્રીએ પોલીસ મહાનિર્દેશક/ઈન્સ્પેક્ટર જનરલોની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી
January 07th, 08:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 6 અને 7 જાન્યુઆરી, 2024ના રોજ રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર, જયપુર ખાતે પોલીસ મહાનિર્દેશક/ઇન્સ્પેક્ટર જનરલોની 58મી અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી હતી.પ્રધાનમંત્રીએ આદિત્ય-L1 તેના ગંતવ્ય પર પહોંચવાની પ્રશંસા કરી
January 06th, 05:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતની પ્રથમ સૌર વેધશાળા આદિત્ય-L1 તેના ગંતવ્ય સ્થાને પહોંચતાં આનંદ વ્યક્ત કર્યો હતો.પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરનાં વિદ્યાર્થીઓનાં પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી
December 24th, 07:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરનાં વિદ્યાર્થીઓનાં પ્રતિનિધિમંડળ સાથે તેમનાં નિવાસ સ્થાને 7, લોક કલ્યાણ માર્ગ પર વાતચીત કરી હતી. જમ્મુ અને કાશ્મીરનાં તમામ જિલ્લાઓમાંથી આશરે 250 વિદ્યાર્થીઓએ ફ્રીવ્હિલિંગ અને અનૌપચારિક વાતચીતમાં ભાગ લીધો હતો.હિમાચલ પ્રદેશના લેપ્ચામાં સુરક્ષા દળો સાથે દિવાળીની ઉજવણી કરતી વખતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
November 12th, 03:00 pm
મા ભારતના જયઘોષનો આ પડઘો, ભારતીય સેનાઓ અને સુરક્ષા બળોનાં પરાક્રમનો આ ઉદ્ઘોષ, આ ઐતિહાસિક ધરતી, અને દિવાળીનો આ પવિત્ર તહેવાર. આ એક અદ્ભૂત સંયોગ છે, આ એક અદ્ભૂત મેળાપ છે. સંતોષ અને આનંદથી ભરી દેનારી આ ક્ષણ મારા માટે પણ, તમારા માટે પણ અને દેશવાસીઓ માટે પણ દિવાળીમાં નવો પ્રકાશ લાવશે, એવો મને વિશ્વાસ છે. હું આપ સૌને, તમામ દેશવાસીઓને સીમા પરથી, છેવટનાં ગામેથી, જેને હવે હું પહેલું ગામ કહું છું, ત્યાં તહેનાત આપણા સુરક્ષા દળના સાથીઓ સાથે જ્યારે દિવાળી મનાવી રહ્યો છું, ત્યારે સૌ દેશવાસીઓને દિવાળીની આ શુભકામના પણ બહુ ખાસ બને જાય છે. દેશવાસીઓને મારા ખૂબ-ખૂબ અભિનંદન, દિવાળીની શુભકામનાઓ.પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના લેપ્ચામાં બહાદુર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી
November 12th, 02:31 pm
જવાનોને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દિવાળીનાં તહેવારનું વિલિનીકરણ અને જવાનોનાં સાહસનાં સમન્વયનાં પડઘા દેશનાં દરેક નાગરિક માટે જ્ઞાનપ્રાપ્તિની ક્ષણ છે. તેમણે ભારતના સરહદી વિસ્તારોના જવાનોની સાથે દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી, જે દેશનું છેલ્લું ગામ છે, જેને હવે પ્રથમ ગામ માનવામાં આવે છે.પ્રધાનમંત્રીએ ગગનયાન મિશનની તૈયારીની સમીક્ષા કરી
October 17th, 01:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના ગગનયાન મિશનની પ્રગતિનું મૂલ્યાંકન કરવા અને ભારતના અવકાશ સંશોધનના પ્રયાસોના ભવિષ્યની રૂપરેખા તૈયાર કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.G20 યુનિવર્સિટી કનેક્ટની ફાઇનલમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
September 26th, 04:12 pm
દેશની વિવિધ વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ, પ્રાધ્યાપકો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મારા યુવા મિત્રો! આજે, ભારત મંડપમમાં ઉપસ્થિત હોય તેના કરતાં વધુ લોકો આપણી સાથે ઑનલાઇન માધ્યમથી જોડાયેલા છે. હું આ કાર્યક્રમ, G-20 યુનિવર્સિટી કનેક્ટમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌ યુવાનોને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ જી20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલેને સંબોધન કર્યું
September 26th, 04:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ્માં જી20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલે કાર્યક્રમને સંબોધન કર્યું હતું. જી20 યુનિવર્સિટી કનેક્ટ પહેલ ભારતના યુવાનોમાં ભારતનાં જી20 પ્રમુખપદની સમજણનું નિર્માણ કરવા અને વિવિધ જી20 કાર્યક્રમોમાં તેમની ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી હાથ ધરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જી-20 ભારત પ્રેસિડેન્સીની ભવ્ય સફળતાઃ દૂરદર્શી નેતૃત્વ, સર્વસમાવેશક અભિગમ; ભારતનું જી-20 પ્રમુખપદ: વસુધૈવ કુટુમ્બકમ્; જી-20 યુનિવર્સિટી કનેક્ટ પ્રોગ્રામનો સંગ્રહ; અને જી-20 ખાતે ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન એમ 4 પ્રકાશનો પણ બહાર પાડ્યાં હતાં.વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરતી વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 24th, 03:53 pm
આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ રાજ્યોના રાજ્યપાલો, વિવિધ રાજ્યોમાં ઉપસ્થિત સાથી મુખ્યમંત્રીઓ, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો, રાજ્યોના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય જનપ્રતિનિધિઓ અને મારા પરિવારના સભ્યો,પ્રધાનમંત્રીએ વંદે ભારત એક્સપ્રેસની નવ ટ્રેનોને લીલી ઝંડી આપી
September 24th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 9 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. આ નવી વંદે ભારત ટ્રેનો દેશભરમાં કનેક્ટિવિટી સુધારવા અને રેલવે મુસાફરોને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ પ્રદાન કરવાના પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવાની દિશામાં એક પગલું છે. જે નવી ટ્રેનોને લીલી ઝંડી આપવામાં આવી હતી તે આ મુજબ છેઃપ્રધાનમંત્રી શ્રીએ ભારતના પ્રથમ સૌર મિશન, આદિત્ય -L1ના સફળ પ્રક્ષેપણ માટે ISROના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન પાઠવ્યા
September 02nd, 02:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ સૌર મિશન, આદિત્ય -L1ના સફળ પ્રક્ષેપણ બદલ ઈસરોના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન પાઠવ્યા છે.