વિડિયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારત યાત્રા કાર્યક્રમમાં પીએમના સંબોધનનો મૂળપાઠ

December 27th, 12:45 pm

વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડવાનું અને દેશવાસીઓને જોડવાનું આ અભિયાન સતત વિસ્તરી રહ્યું છે, છેવાડાના ગામડાઓ સુધી પહોંચે છે અને ગરીબમાં ગરીબ લોકોને જોડે છે. ગામના યુવાનો હોય, મહિલાઓ હોય, વરિષ્ઠ નાગરિકો હોય; આજે દરેક વ્યક્તિ મોદીની ગાડીની રાહ જુએ છે અને મોદીની ગાડી કાર્યક્રમની વ્યવસ્થા પણ કરે છે. અને તેથી, આ મહાન અભિયાનને સફળ બનાવવા માટે હું આપ સૌ દેશવાસીઓ, ખાસ કરીને મારી માતાઓ અને બહેનોનો આભાર વ્યક્ત કરું છું. યુવાનોની ઉર્જા આમાં સામેલ છે, યુવાનોની શક્તિ આમાં સામેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ યુવાનો પણ અભિનંદનને પાત્ર છે. કેટલીક જગ્યાએ ખેડૂતોને ખેતરમાં કામ કરવાનો સમય હોય છે, તેમ છતાં જ્યારે વાહન તેમના સ્થાને પહોંચે છે, ત્યારે તેઓ ચાર-છ કલાક ખેતીકામ છોડીને આ કાર્યક્રમમાં જોડાય છે. આમ એક રીતે દરેક ગામમાં વિકાસનો મહા ઉત્સવ ચાલી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી

December 27th, 12:30 pm

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિકસિત ભારતનાં સંકલ્પ સાથે જોડાવાનું આ અભિયાન સતત વિસ્તરી રહ્યું છે. વિકાસ ભારત સંકલ્પ યાત્રા શરૂ થયાને 50 દિવસ પણ નથી થયા, પરંતુ અત્યાર સુધી આ યાત્રા 2.25 લાખ ગામોમાં પહોંચી છે. આ પોતાનામાં જ એક રેકોર્ડ છે. તેમણે દરેક વ્યક્તિનો, ખાસ કરીને મહિલાઓ અને યુવાનોનો, તેને સફળ બનાવવા બદલ આભાર માન્યો. તેમણે કહ્યું હતું કે, વિકાસ ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ એ વ્યક્તિ સુધી પહોંચવાનો છે, જે કોઈ કારણસર ભારત સરકારની યોજનાઓથી વંચિત રહી ગઈ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લોકો સુધી આ સક્રિય પહોંચ તેમને ખાતરી આપવા માટે છે કે સરકારી યોજનાઓ તમામ માટે ઉપલબ્ધ છે અને કોઈ પણ પ્રકારનાં ઉપકાર કે ભેદભાવ વિના. તેમણે ઉમેર્યું હતું કે, હું એવા લોકોને શોધી રહ્યો છું જેમને છોડી દેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ લાભાર્થીઓમાં અભૂતપૂર્વ વિશ્વાસની નોંધ લીધી હતી અને કહ્યું હતું કે, દેશભરમાં દરેક લાભાર્થી છેલ્લાં 10 વર્ષમાં તેમનાં જીવનમાં આવેલા ફેરફારો વિશે ગાથા ધરાવે છે. તે હિંમતથી ભરેલી વાર્તા છે.