ગોવા લિબરેશન ડેની ઉજવણી પ્રસંગે ગોવામાં યોજાયેલ સમારંભને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 19th, 03:15 pm

આ ઐતિહાસિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગોવાના રાજ્યપાલ શ્રી પી. એસ. શ્રીધરન પિલ્લઈજી, ગોવાના ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંતજી, ઉપ મુખ્યમંત્રી ચંદ્રકાન્ત કાબલેકરજી, મનોહર અજગાંવજી, કેન્દ્રની કેબિનેટમાં મારા સહયોગી શ્રીપદ નાયકજી, ગોવા વિધાનસભાના સ્પીકર રાજેશ પટનેકરજી, ગોવા સરકારના તમામ મંત્રીઓ, લોક પ્રતિનિધિ ગણ અને ગોવાના મારા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ ગોવામાં યોજાયેલી ગોવા મુક્તિ દિવસની ઉજવણીમાં ભાગ લીધો

December 19th, 03:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં યોજવામાં આવેલા ગોવા મુક્તિ દિવસ ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ સ્વતંત્રતાના સેનાનીઓ અને ‘ઓપરેશન વિજય’ના સેવા નિવૃત્તિ સૈનિકોનું સન્માન કર્યું હતું. તેમણે કાયાકલ્પ કરવામાં આવેલા ફોર્ટ અગુઆડા જેલ સંગ્રહાલય અને ગોવા મેડિકલ કોલેજ ખાતે સુપર સ્પેશિયાલિટી બ્લૉક, ગોવા જિલ્લા હોસ્પિટલમાં નવો સાઉથ બ્લૉક, મોપા હવાઇમથક ખાતે ઉડ્ડયન કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને મરગાવના ડેબોલિમ-નવેલિમ ખાતે ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન સહિત વિકાસની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ગોવા ખાતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ટ્રસ્ટની ‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ઓફ લીગલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ’નો શિલાન્યાસ પણ કર્યો હતો.

આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમના લાભાર્થી અને સહયોગીઓ સાથેના સંવાદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

October 23rd, 11:01 am

आत्मनिर्भर भारताचे सपन, स्वयंपूर्ण गोवा येव-जणे-तल्येन, साकार करपी गोयकारांक येवकार। तुमच्या-सारख्या, धड-पड-करपी, लोकांक लागून, गोंय राज्याचो गरजो, गोयांतच भागपाक सुरू जाल्यात, ही खोशयेची गजाल आसा।

પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમના લાભાર્થીઓ અને હિતધારકો સાથે વાર્તાલાપ કર્યો

October 23rd, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમના લાભાર્થીઓ અને હિતધારકો સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રી 23 ઓક્ટોબરે આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમના લાભાર્થીઓ અને હિસ્સેદારો સાથે વાતચીત કરશે

October 22nd, 02:39 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબર, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમના લાભાર્થીઓ અને હિસ્સેદારો સાથે વાતચીત કરશે. વાતચીત પછી તેઓ આ પ્રસંગે સંબોધન આપશે.