ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટ 2023માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 17th, 11:10 am
ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટની ત્રીજી આવૃત્તિમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. અગાઉ જ્યારે અમે 2021માં મળ્યા હતા ત્યારે સમગ્ર વિશ્વ કોરોનાની અનિશ્ચિતતાથી ઘેરાયેલું હતું. કોરોના પછી દુનિયા કેવી હશે તે કોઈ જાણતું ન હતું. પરંતુ આજે વિશ્વમાં એક નવી વિશ્વ વ્યવસ્થા આકાર લઈ રહી છે અને આ બદલાતી વિશ્વ વ્યવસ્થામાં સમગ્ર વિશ્વ નવી આકાંક્ષાઓ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે. આર્થિક સંકટથી ઘેરાયેલી દુનિયામાં ભારતની અર્થવ્યવસ્થા સતત મજબૂત થઈ રહી છે. એ દિવસ દૂર નથી જ્યારે ભારત વિશ્વની ટોચની 3 આર્થિક શક્તિઓમાં સામેલ થશે. આપણે જાણીએ છીએ કે વિશ્વમાં મહત્તમ વેપાર દરિયાઈ માર્ગે જ થાય છે. પોસ્ટ-કોરોના વિશ્વમાં, આજે વિશ્વને પણ વિશ્વસનીય અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇનની જરૂર છે. એટલા માટે ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટની આ આવૃત્તિ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે.પ્રધાનમંત્રીએ ગ્લોબલ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2023નું ઉદઘાટન કર્યું
October 17th, 10:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ગ્લોબલ મેરીટાઈમ ઈન્ડિયા સમિટ 2023ના ત્રીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીએ 'અમૃત કાળ વિઝન 2047'નું અનાવરણ પણ કર્યું હતું, જે ભારતીય દરિયાઈ બ્લૂ ઇકોનોમી માટે બ્લૂપ્રિન્ટ છે. આ ભવિષ્યલક્ષી યોજનાને અનુરૂપ પ્રધાનમંત્રીએ રૂ. 23,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો હતો, જે ભારતીય દરિયાઈ બ્લૂ ઈકોનોમી માટે 'અમૃત કાળ વિઝન 2047' સાથે સુસંગત છે. આ સમિટ દેશના દરિયાઇ ક્ષેત્રમાં રોકાણ આકર્ષવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પ્રદાન કરે છે.પ્રધાનમંત્રી 23 ઓક્ટોબરે આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમના લાભાર્થીઓ અને હિસ્સેદારો સાથે વાતચીત કરશે
October 22nd, 02:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબર, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમના લાભાર્થીઓ અને હિસ્સેદારો સાથે વાતચીત કરશે. વાતચીત પછી તેઓ આ પ્રસંગે સંબોધન આપશે.ભારતમાં વિનિર્માણની ક્ષમતાઓ વધારવા માટે સરકારે ઓટો ઉદ્યોગ અને ડ્રોન ઉદ્યોગ માટે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન (PLI) યોજનાને મંજૂરી આપી
September 15th, 04:34 pm
'આત્મનિર્ભર ભારત' દૂરંદેશીની દિશામાં એક ડગલું આગળ વધતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે ઓટોમોટીવ ઉદ્યોગ અને ડ્રોન ઉદ્યોગ માટે રૂપિયા 26,058 કરોડની અંદાજપત્રીય ખર્ચની જોગવાઇ સાથે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન (PLI) યોજનાને મંજૂરી આપી દીધી છે. ઓટો ક્ષેત્ર માટેની આ PLIયોજનાથી ઉચ્ચ મૂલ્યના અદ્યતન ઓટોમોટીવ ટેકનોલોજી વાહનો અને ઉત્પાદનોને પ્રોત્સાહન પ્રાપ્ત થશે. ઉચ્ચ ટેકનોલોજી, વધુ કાર્યદક્ષ અને હરીત ઓટોમોટીવ વિનિર્માણ મામલે તે નવા યુગનો ઉદય કરશે.'મન કી બાત'માં સકારાત્મકતા અને સંવેદનશીલતા છે. તેમાં એક સંગ્રહ છે :- વડાપ્રધાન મોદી
July 25th, 09:44 am
બે દિવસ પહેલાં જ કેટલીક અદ્ભૂત તસવીરો, કેટલીક યાદગાર પળો, હજુ પણ મારી આંખોની સામે છે. આથી આ વખતે ‘મન કી બાત’ની શરૂઆત એ જ પળોથી કરીએ છીએ. ટૉક્યો ઑલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓને તિરંગો લઈને ચાલતા જોઈને હું જ નહીં, સમગ્ર દેશ રોમાંચિત થઈ ગયો. સમગ્ર દેશે જાણે કે એક થઈને પોતાના આ યૌદ્ધાઓને કહ્યું,ભારતની ક્રિકેટ ટીમને તાજેતરમાં મળેલો વિજય યુવાનોને પ્રેરણાદાયક સંદેશો આપે છે
January 22nd, 01:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં સૌથી મોટું પરિવર્તન ઇરાદો, ક્રિયા અને પ્રતિક્રિયામાં છે જે આજના યુવાનોના મૂડ સાથે બહુ સારી રીતે તાલમેલમાં છે. તેઓ આજે આસામમાં આવેલી તેજપુર યુનિવર્સિટીના 18મા પદવીદાન સમારંભમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન આપી રહ્યાં હતાં ત્યારે તેમણે આ શબ્દો કહ્યાં હતા.ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 27th, 10:35 am
હજુ હમણાં હું પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના તમામ લાભાર્થીઓ સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે મને અનુભવ થયો કે બધા લોકોના મનમાં એક આનંદ છે અને એક અચરજ પણ છે. અગાઉ તો ધંધા- વ્યવસાય ધરાવતા લોકોને જ ધિરાણ મેળવવા માટે બેંકમાં આંટા મારવા પડતા હતા. ગરીબ માણસ અને તેમાં પણ લારી- ફેરીવાળા લોકો તો બેંકની અંદર જવાનો વિચાર સુધ્ધાં પણ કરી શકતા ન હતા. પણ હવે બેંકો પોતે ચાલીને સામે આવી રહી છે. કોઈ પણ પ્રકારની દોડધામ વગર પોતાનુ કામ શરૂ કરવા માટે ધિરાણ મળી રહ્યાં છે. આજે તમારા સૌના ચહેરા ઉપર આનંદ જોઈને મને પણ સંતોષ થઈ રહ્યો છે કે તમને સૌને તમારા કામ માટે આત્મનિર્ભર થઈને આગળ ધપવવા માટે તથા ઉત્તર પ્રદેશ અને દેશને આગળ ધપાવવા માટે હું તમને ખૂબ-ખૂબ શુભકામના પાઠવુ છું. અને, જ્યારે આજે હું તમારી સાથે વાત કરી રહ્યો હતો.PM Modi interacts with beneficiaries of PM SVANidhi Scheme from Uttar Pradesh
October 27th, 10:34 am
PM Narendra Modi interacted with beneficiaries of PM SVANIDHI Yojana from Uttar Pradesh through video conferencing. The Prime Minister said for the first time since independence street vendors are getting unsecured affordable loans. He said the maximum applications of urban street vendors have come from UP.મધ્ય પ્રદેશના શેરીના વિક્રેતાઓ સાથે પ્રધાનમંત્રીએ કરેલા સંવાદનો મૂળપાઠ
September 09th, 11:01 am
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી શ્રી હરદીપ સિંહ પુરીજી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ભાઈ શિવરાજજી, રાજ્ય મંત્રી મંડળના અન્ય સભ્યો, વહીવટી તંત્ર સાથે જોડાયેલા લોકો, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના તમામ લાભાર્થી અને આ કાર્યક્રમમાં સહભાગી થયેલા મધ્ય પ્રદેશના તથા મધ્ય પ્રદેશની બહારના સૌ મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના શેરી વિક્રેતાઓ સાથે ‘સ્વનિધિ સંવાદ’ કર્યો
September 09th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના શેરી વિક્રેતાઓ સાથે 'સ્વનિધિ સંવાદ' યોજ્યો હતો. ભારત સરકાર દ્વારા 1 જૂન 2020ના રોજ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના કોવિડ-19ના કારણે અસરગ્રસ્ત ગરીબ શેરી વિક્રેતાઓ તેમની આજીવિકાને લગતી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકે તેમાં મદદરૂપ થવાના આશયથી શરૂ કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાંથી 4.5લાખ શેરી વિક્રેતાઓએ આ યોજના અંતર્ગત નોંધણી કરાવી છે જેમાંથી અંદાજે 1.4 લાખ શેરી વિક્રેતાઓની સ્વીકૃત્તિ આપીને તેમને જ રૂપિયા 140 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે.