બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી

June 30th, 11:00 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.

જાહેર સેવા પ્રસારણ માટે મુખ્ય પ્રોત્સાહન: આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 2025-26 સુધી રૂ.2,539.61 કરોડના ખર્ચ સાથે કેન્દ્રીય ક્ષેત્રની ‘બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ (BIND)’ યોજનાને મંજૂરી આપી

January 04th, 04:22 pm

આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ પ્રસાર ભારતી એટલે કે ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) અને અને દૂરદર્શન (DD)ના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ₹2,539.61 કરોડના ખર્ચે કેન્દ્રીય ક્ષેત્રની યોજના “બ્રૉડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ” (BIND) સંબંધિત માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મંત્રાલયની “બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ” યોજના પ્રસાર ભારતીને તેના પ્રસારણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ અને અપગ્રેડેશન, સામગ્રી વિકાસ અને સંસ્થાને સંબંધિત નાગરિક કાર્ય સંબંધિત ખર્ચ માટે નાણાકીય સહાય પૂરી પાડવાનું એક સાધન છે.

સહુથી અઘરા મિશન શાંતિ અને સ્થિર મનથી પાર પાડી શકાય છે: મન કી બાત દરમ્યાન વડાપ્રધાન મોદી

July 29th, 11:30 am

મન કી બાત દરમ્યાન વડાપ્રધાન મોદીએ કુદરતની સંભાળ અને સંરક્ષણ અંગે વાત કરી હતી. તેમણે થાઇલેન્ડની ફૂટબોલ ટીમના યુવા ખેલાડીઓના સફળ બચાવકાર્યમાં મુકવામાં આવેલા પ્રયાસોની નોંધલીધી હતી અને કહ્યું કે ધ્યાન રાખીને અને શાંત તેમજ સ્થિર મનથી કોઇપણ પડકાર જનક કાર્ય સિદ્ધ કરી શકાય છે. તેમણે વૈશ્વિક સ્તરે વિવિધ ખેલોમાં અદભુત દેખાવ કરનાર અસંખ્ય ભારતીય એથ્લીટોની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ લોકમાન્ય ટીળક અને ચંદ્રશેખર આઝાદ જેવા મહાન આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રી આવતીકાલે સમગ્ર દશેના ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરશે

June 19th, 07:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે (20 જૂન, 2018) સવારે 9.30 કલાકે વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે. આ વાર્તાલાપ દ્વારા ખેડૂતોને પ્રધાનમંત્રી સાથે સીધો સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થશે. ખેડૂતોની આવક બમણી કરવા સંબંધિત પહેલો પર પણ ચર્ચા કરવામાં આવશે.