સ્વતંત્રતા દિન નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ

August 15th, 01:37 pm

દેશના 71મા સ્વતંત્રતા દિન નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી. નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રની જનતાને સંબોધન કર્યું હતું.

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

August 15th, 09:01 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું હતું. તેમણે દેશની આઝાદી માટે લડેલા એ મહાન પુરુષો અને સ્ત્રીઓના બલિદાનને યાદ કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે આજે જ્યારે દેશ ક્વીટ ઇન્ડિયાની 75મી વર્ષગાંઠ, ચંપારણ સત્યાગ્રહની 100મી વર્ષગાંઠ, ગણેશ ઉત્સવની 125મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિએ ‘ન્યૂ ઇન્ડિયા’ બનાવવાની દ્રઢતા સાથે દેશને આગળ લઇ જવો જોઈએ. વડાપ્રધાને કહ્યું, “ભારત તેની સંયુક્ત તાકાતનું સાક્ષી 1942 થી 1947 દરમિયાન રહ્યું હતું. એજ પ્રમાણે આવનારા પાંચ વર્ષ, 2017 થી 2022 દેશના વિકાસ માટે અત્યંત નિર્ણાયક બનવાના છે.”

71માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાને લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું

August 15th, 09:00 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું હતું. તેમણે દેશની આઝાદી માટે લડેલા એ મહાન પુરુષો અને સ્ત્રીઓના બલિદાનને યાદ કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે આજે જ્યારે દેશ ક્વીટ ઇન્ડિયાની 75મી વર્ષગાંઠ, ચંપારણ સત્યાગ્રહની 100મી વર્ષગાંઠ, ગણેશ ઉત્સવની 125મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિએ ‘ન્યૂ ઇન્ડિયા’ બનાવવાની દ્રઢતા સાથે દેશને આગળ લઇ જવો જોઈએ. વડાપ્રધાને કહ્યું, “ભારત તેની સંયુક્ત તાકાતનું સાક્ષી 1942 થી 1947 દરમિયાન રહ્યું હતું. એજ પ્રમાણે આવનારા પાંચ વર્ષ, 2017 થી 2022 દેશના વિકાસ માટે અત્યંત નિર્ણાયક બનવાના છે.”

2017 થી 2022, આ પાંચ વર્ષ ‘સંકલ્પ સિધ્ધી’ ના હોવાનું લોકસભામાં જણાવતા વડાપ્રધાન મોદી

August 09th, 10:53 am

લોકસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ક્વિટ ઇન્ડિયાની ચળવળ જેવી ચળવળોને યાદ કરવી એ પ્રેરણાનો મોટો સ્ત્રોત બન્યો હતો. વડાપ્રધાને કહ્યું હતું કે 1942માં આહ્વાન હતું ‘કરેંગે યા મરેંગે,’ આજે આહ્વાન હોવું જોઈએ, ‘કરેંગે ઔર કરકે રહેંગે.’ તેમણે કહ્યું હતું કે આવનારા પાંચ વર્ષ ‘સંકલ્પ સે સિધ્ધી’ ના હોવા જોઈએ.

ક્વિટ ઇન્ડિયા ચળવળની 75મી જયંતીના પ્રસંગે વડાપ્રધાન મોદીએ લોકસભાને સંબોધિત કરી

August 09th, 10:47 am

લોકસભાને સંબોધિત કરતી વેળાએ વડાપ્રધાન મોદીએ કહ્યું કે ક્વિટ ઇન્ડિયા ચળવળ જેવી ઘટનાઓને યાદ કરવી એ અત્યંત પ્રેરણાદાયી સ્તોત્ર હતો. વડાપ્રધાને કહ્યું કે 1942માં ‘કરેંગે યા મરેંગે’ નું આહ્વાન હતું, આજે ‘કરેંગે ઔર કરકે રહેંગે’ નું આહ્વાન છે. તેમણે કહ્યું કે આવતા પાંચ વર્ષ ‘સંકલ્પ સે સિધ્ધી’ ના પણ હોવા જોઈએ.