વિકસિત ભારત-વિકસિત ગોવા પ્રોગ્રામમાં પીએમના સંબોધનનો મૂળપાઠ

February 06th, 02:38 pm

ગોવાના ગવર્નર પીએસ શ્રીધરન પિલ્લાઈજી, આપણા યુવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો, અન્ય મહાનુભાવો અને ગોવાના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. સમેસ્ત ગોંયકારાંક, મના-કાલઝા સાવન નમસ્કાર. તુમચો મોગ અની ઉર્બા પૂડોંન, મ્હાકા ગોયાંત યોન સદાંચ ખોસ સતા.

પ્રધાનમંત્રીએ ગોવામાં વિકસિત ભારત, વિકસિત ગોવા 2047 કાર્યક્રમમાં રૂ. 1330 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

February 06th, 02:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં વિકસિત ભારત, વિકસિત ગોવા 2047 કાર્યક્રમમાં રૂ. 1330 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી. આજની વિકાસ પરિયોજનાઓમાં શિક્ષણ, રમતગમત, જળ શુદ્ધિકરણ, કચરાનું વ્યવસ્થાપન અને પર્યટન ક્ષેત્રોમાં માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ રોજગાર મેળા અંતર્ગત વિવિધ વિભાગોમાં 1930ની નવી સરકારી ભરતીઓને નિમણૂક આદેશોનું વિતરણ પણ કર્યું હતું અને વિવિધ કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓને મંજૂરીનાં પત્રો પણ સુપરત કર્યા હતાં.

ગોવામાં 37મા રાષ્ટ્રીય રમતોત્સવનાં શુભારંભ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

October 26th, 10:59 pm

ગોવાના રાજ્યપાલ શ્રીમાન પી એસ શ્રીધરન પિલ્લઈજી, અહીંના લોકપ્રિય અને યુવાન, ઊર્જાવંત મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંદજી, રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા અન્ય સાથીદારો, મંચ પર ઉપસ્થિત અન્ય જનપ્રતિનિધિઓ, ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ બહેન પી ટી ઉષાજી, દેશના ખૂણેખૂણામાંથી આવેલા મારા તમામ ખેલાડી સાથીદારો, તેમને સાથસહકાર આપતા કર્મચારીઓ, અન્ય પદાધિકારીઓ અને નવયુવાન મિત્રો, ભારતીય ખેલના મહાકુંભની મહાસફર આજે ગોવી આવી ગઈ છે. દરેક તરફ રંગ છે..તરંગ છે...રોમાંચ છે...એક પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે. ગોવાની હવાની વાત જ અલગ છે. તમને તમામને 37મા રાષ્ટ્રીય રમતોત્સવ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ, અતિ શુભેચ્છાઓ.

પ્રધાનમંત્રી શ્રીએ ગોવામાં 37મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કર્યું

October 26th, 05:48 pm

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય રમત-ગમતના મહાકુંભની સફર ગોવામાં આવી પહોંચી છે અને વાતાવરણ રંગો, તરંગો, ઉત્સાહ અને સાહસથી ભરેલું છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગોવાની આભા જેવું બીજું કશું જ નથી. તેમણે ગોવાનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં અને 37માં રાષ્ટ્રીય રમતોત્સવ પર શુભેચ્છાપાઠવી હતી. પ્રધાનમંત્રીએ દેશની રમતગમતમાં ગોવાનાં પ્રદાનને રેખાંકિત કર્યું હતું અને ગોવાનાં ફૂટબોલ પ્રત્યેનાં પ્રેમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, રમતગમતને ચાહતા ગોવામાં રાષ્ટ્રીય રમતો યોજાઈ રહી છે, એ હકીકત સ્વયંમાં ઊર્જાવાન છે.

પ્રધાનમંત્રી 26 ઓક્ટોબરે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે

October 25th, 11:21 am

બપોરે લગભગ 1 વાગ્યે, પ્રધાનમંત્રી અહમદનગર જિલ્લાના શિરડી પહોંચશે, જ્યાં તેઓ શ્રી સાંઈબાબા સમાધિ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. તેઓ મંદિરમાં નવા દર્શન કતાર સંકુલનું ઉદ્ઘાટન પણ કરશે. બપોરે લગભગ 2 વાગ્યે, પ્રધાનમંત્રી નીલવંદે ડેમનું જલ પૂજન કરશે અને ડેમનું નહેર નેટવર્ક રાષ્ટ્રને સમર્પિત કરશે. બપોરે લગભગ 3:15 વાગ્યે, પ્રધાનમંત્રી શિરડીમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ આરોગ્ય, રેલ, માર્ગ અને તેલ -ગેસ જેવા ક્ષેત્રોમાં આશરે રૂ. 7500 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પિત અને શિલાન્યાસ કરશે.