શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં વિકસિત ભારત, વિકસિત જમ્મુ અને કાશ્મીર કાર્યક્રમમાં પીએમના સંબોધનનો મૂળપાઠ

March 07th, 12:20 pm

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિન્હાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી ડૉ. જીતેન્દ્ર સિંહજી, સંસદમાં મારા સાથીદાર, આ માટીના સંતાન, ગુલામ અલીજી અને જમ્મુ અને કાશ્મીરના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં વિકસિત ભારત વિકસિત જમ્મુ કાશ્મીર કાર્યક્રમને સંબોધન કર્યું

March 07th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં વિકસિત ભારત વિકસિત જમ્મુ-કાશ્મીર કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે આશરે રૂ. 5,000 કરોડનાં મૂલ્યનાં હોલિસ્ટિક એગ્રિકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામનું લોકાર્પણ કર્યું હતું તથા સ્વદેશ દર્શન અને પ્રશાદ યોજના હેઠળ રૂ. 1400 કરોડથી વધારેનાં મૂલ્યનાં પ્રવાસન ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો, જેમાં શ્રીનગરનાં 'હઝરતબલ શ્રાઇનનાં સંકલિત વિકાસ' માટેનાં પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ 'દેખો અપના દેશ પીપલ્સ ચોઇસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પોલ' અને 'ચલો ઇન્ડિયા ગ્લોબલ ડાયસ્પોરા અભિયાન'નો પણ શુભારંભ કરાવ્યો હતો તથા ચેલેન્જ આધારિત ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ (સીબીડીડી) યોજના હેઠળ પસંદ કરાયેલા પ્રવાસન સ્થળોની જાહેરાત કરી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી 1000 નવી સરકારી ભરતીઓને નિમણૂક આદેશોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે, જેમાં મહિલા પ્રાપ્તકર્તાઓ, લખપતિ દીદીઓ, ખેડૂતો, ઉદ્યોગસાહસિકો વગેરે સામેલ છે.

તમિલનાડુના ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્‌ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

January 19th, 06:33 pm

તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર. એન. રવિજી, મુખ્યમંત્રી શ્રી એમ.કે. સ્ટાલિનજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો અનુરાગ ઠાકુર, એલ. મુરુગન, નિશિથ પ્રામાણિક, તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિન અને ભારતના ખૂણે-ખૂણેથી અહીં આવેલા મારા યુવા સાથીઓ.

પ્રધાનમંત્રીએ તમિલનાડુનાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023નાં ઉદઘાટન સમારંભનું ઉદઘાટન કર્યું

January 19th, 06:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023નાં ઉદઘાટન સમારંભનું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ આશરે રૂ. 250 કરોડનાં મૂલ્યનાં પ્રસારણ ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો હતો. તેમણે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન પ્રસંગે બે રમતવીરો દ્વારા સોંપવામાં આવેલી રમતોની મશાલ પણ કૌલડ્રોન પર મૂકી હતી.

ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની ત્રીજી આવૃત્તિનાં ઉદ્‌ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

May 25th, 10:16 pm

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરજી, મંત્રીમંડળમાં મારા સાથી નિશિત પ્રામાણિકજી, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકજી, અન્ય મહાનુભાવો અને ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આજે યુપી દેશભરની યુવા રમત પ્રતિભાઓનું સંગમ બની ગયું છે. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ માટે આવેલા 4,000 ખેલાડીઓમાંથી મોટાભાગના વિવિધ રાજ્યો અને પ્રદેશોના છે. હું ઉત્તર પ્રદેશનો સાંસદ છું. હું ઉત્તર પ્રદેશની જનતાનો જનપ્રતિનિધિ છું. અને તેથી, યુપીના સંસદસભ્ય તરીકે, હું 'ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ'માં યુપીમાં આવેલા અને આવી રહેલા તમામ ખેલાડીઓનું વિશેષ સ્વાગત કરું છું.

પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના ત્રીજા સંસ્કરણની જાહેરાત કરી

May 25th, 07:06 pm

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023ના આયોજન બદલ તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ આજે રમતોની પ્રતિભાનું સંગમ સ્થાન બની ગયું છે. પ્રધાનમંત્રીએ એ પણ નોંધ્યું હતું કે, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લઇ રહેલા 4000 ખેલાડીઓ વિવિધ રાજ્યો અને પ્રદેશોમાંથી આવ્યા છે અને વિશેષરૂપે તેમણે રાજ્યના સંસદ સભ્ય તરીકે તમામ ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમનો સમાપન સમારંભ તેમના જ મતવિસ્તાર એટલે કે વારાણસીમાં યોજવાનો છો તે બાબતે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. ભારત અત્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે સેવા સમયે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના ત્રીજા સંસ્કરણના આયોજનના મહત્વનું અવલોકન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ટીમ ભાવના સાથે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવના કેળવવાનું પણ ઉત્તમ માધ્યમ બની ગયો છે. તેમણે જણાવ્યું હતું કે, વિવિધ પ્રદેશોમાંથી અહીં ભાગ લેવા આવતા રમતવીરો એકબીજા સાથે સંવાદ કરશે અને જ્યાં ઇવેન્ટ્સનું આયોજન થઇ રહ્યું છે ત્યાં ઉત્તર પ્રદેશના વિવિધ સ્થળોની મુલાકાત પણ લેશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આના પરિણામે આવા સ્થળો સાથે તેમના જોડાણનું નિર્માણ થશે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ખેલો ઇન્ડિયા ગેમ્સ યુનિવર્સિટીમાં ભાગ લેવો એ તમામ રમતવીરો માટે યાદગાર સ્મૃતિ બની રહેશે. તેમણે તમામ રમતવીરોને આગામી સ્પર્ધાઓમાં મોટી સફળતા મળે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં ત્રીજી ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સમાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી

February 11th, 09:56 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં 3જી ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સમાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

બીજા ખેલો ઈન્ડિયા રાષ્ટ્રીય શિયાળુ રમતોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 26th, 11:53 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બીજા ખેલો ઈન્ડિયા રાષ્ટ્રીય શિયાળુ રમતોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે પ્રારંભિક સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ બીજા ખેલો ઈન્ડિયા રાષ્ટ્રીય શિયાળુ રમતોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે પ્રારંભિક સંબોધન કર્યું

February 26th, 11:52 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બીજા ખેલો ઈન્ડિયા રાષ્ટ્રીય શિયાળુ રમતોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે પ્રારંભિક સંબોધન કર્યું હતું.