"In the name of food security, UPA Govt drastically reduces food supply to BPL families"
"CM objects anti-poor provisions under NFSO by insensitive UPA Govt"
"CM writes to PM and CMs of various States on reducing food grain entitlement to poor"

ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓને પત્ર લખ્યોઃી ફૂડ સિકયોરિટી બીલના કારણે ગરીબોને માથે મહિને ૮૦-૮પ રૂપિયા ખર્ચ વધી જશે

તત્કામલ રાજ્યોના મુખ્ય્મંત્રીશ્રીઓની બેઠક બોલાવો

ગુજરાતના મુખ્યલમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ યુપીએ સરકારના ફૂડ સિકયોરિટી બીલ (અન્ન‍ સુરક્ષા વટહુકમ)ની ગરીબો ઉપર પડનારી અત્યંડત વિપરીત અસરો અંગે ગંભીર પ્રશ્નોજ ઉઠાવ્યાવ છે અને વડાપ્રધાનશ્રીને પત્ર લખીને આ સંદર્ભમાં તમામ રાજ્યોના મુખ્યશમંત્રીશ્રીઓની બેઠક તાત્કાઅલિક બોલાવવાની માંગ કરી છે.

શ્રી નરેન્દ્રયભાઇ મોદીએ ફૂડ સિકયોરિટી ઓર્ડિનેન્સ ની જોગવાઇઓની છણાવટ કરતા જણાવ્યુંય છે કે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા વટહુકમ (એનએફએસઓ) ઇશ્યુ કરાયા મુજબ બીપીએલ પરિવારોને મળવાપાત્ર અનાજમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. એનએફએસઓ મુજબ સરેરાશ પાંચ વ્યક્તિઓના એક બીપીએલ પરિવારને મળવાપાત્ર અનાજનું પ્રમાણ પરિવારદીઠ માસીક 35 કિલોથી ઘટાડીને માત્ર 25 કિલો કરવામાં આવ્યું છે. જ્યાં અનાજની વાત છે તો બીપીએલ પરિવારો જે સૌથી વધુ અસરગ્રસ્ત છે અને તેમને સબસીડીયુક્ત દરે અનાજ આપવાની જરૂર છે.

હકીકત એ છે કે 50 ટકાથી પણ વધુ આદિજાતિ જનતા બીપીએલ હેઠળ આવે છે અને તેમના વિસ્તારોમાં અનાજની ઉપલબ્ધિ એક ગંભીર મુદ્દો છે. વિવિધ રાજ્યોમાં ભાજપ સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં ઉદાહરણરૂપ કાર્ય કર્યું છે અને બીપીએલ પરિવારોને 35 કિલો અનાજ મળી રહે તે સુનિશ્ચિત કર્યું છે. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢ અને ગુજરાતમાં થયેલા કાર્યોના નામદાર સુપ્રીમ કોર્ટે પણ વખાણ કર્યા છે. અત્યંત ગરીબ લોકોને મળવાપાત્ર અનાજમાં ઘટાડો કરવો તે કોઇપણ ખાદ્ય સુરક્ષા વિધેયકનો હેતુ હોઇ શકે નહીં. ગરીબી રેખા હેઠળના લોકોને મળવાપાત્ર અનાજમાં ઘટાડો કરવો અત્યંત વાંધાજનક છે.

એનએસએફઓમાં અનાજની કિંમતોના સૂચિત માળખાથી બીપીએલ પરિવારો પર નાણાકીય બોજો વધશે કારણ કે હવેથી તેમને વધારાના અનાજ માટે મુક્ત બજારમાંથી ખરીદી કરવી પડશે. હવેથી બીપીએલ પરિવારે માસીક 35 કિલો અનાજ મેળવવા માટે વધારાના રૂ.85નો ખર્ચ કરવો પડશે.

સૂચિત દરખાસ્તોના કારણે વ્યક્તિદીઠ કેલરીની જરૂરિયાતને પણ અસર થશે. વટહૂકમ મુજબ વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજના વિતરણ પ્રમાણે એક વ્યક્તિને દૈનિક 165 ગ્રામ અનાજ મળી શકશે. શ્રમ આધારિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા લોકોને દૈનિક ઓછામાં ઓછી 2500 કેલરીની જરૂર રહે છે. દૈનિક માત્ર 165 ગ્રામ અનાજથી માત્ર 500 કેલરી મળી રહે છે, જે કોઇપણ વ્યક્તિની કેલરીની દૈનિક જરૂરિયાતના માત્ર 20 ટકા છે. મધ્યાહન ભોજન યોજના(એમડીએમ)માં પણ શાળાએ જતા બાળકોને આશરે 180 ગ્રામ અનાજ મળવાપાત્ર છે. આની સામે ખાદ્યસુરક્ષા વટહુકમમાં વયસ્ક વ્યક્તિને રોજ બે સમયના ભોજન માટે માત્ર 165 ગ્રામ અનાજ આપવાની દરખાસ્ત છે. આમાં ‘કેલરીફીક સુરક્ષા’ અને ‘ન્યુટ્રીશનલ સુરક્ષા’ અંગે કોઇજ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે જે ખાદ્યસુરક્ષાનો મુખ્ય ઉદ્દેશ છે.

વડાપ્રધાનને લખેલા પત્રમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ખાદ્યસુરક્ષા વટહુકમ એનએફએસઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે “આ વટહુકમ દ્વારા ગરીબ પરિવારોને અનાજ સુરક્ષાને અસર થશે.” તેમણે જણાવ્યું હતું કે આ વટહુકમથી ખાદ્યસુરક્ષાનો પ્રાથમિક ઉદ્દેશ સિધ્ધ થતો નથી.

એવું લાગી રહ્યુ છે કે કેન્દ્ર સરકાર બીપીએલ પરિવારનો પાસેથી રહ્યું સહ્યું પણ છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ આયોજન પંચ બીપીએલ પરિવારો માટેના માપદંડોમાં પણ સુધારા કરીને પરિવારોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનો દાવો કરી રહ્યું છે. બીપીએલ પરિવારોને પણ એનએફએસઓથી માઠી અસર થશે. આશ્ચર્યજનક બાબત એ છે કે લાયકાતના ધોરણો નિયત કર્યા વિના જ વટહુકમમાં લાભાર્થીઓની સંખ્યા અને વ્યક્તિગત ફાળવણી નક્કી કરી દેવામાં આવી છે. વિવિધ રાજ્યો વચ્ચે મોટાપાયે પ્રાદેશીક અસમાનતા હોઇ શકે. વધુ એક આશ્ચર્યજનક બાબત એ છે કે કેન્દ્ર સરકારે એનએફએસઓ મુદ્દે કોઇપણ રાજ્ય સરકારની સલાહ લીધી નથી. સમવાય તંત્રમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર એક બીજા સાથે મળીને કામ કરે તે ખુબજ આવશ્યક છે. શ્રી મોદીએ તેમના પત્રમાં જણાવ્યું હતું કે આ વટહુકમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને બિનકાર્યક્ષમ જવાબદારી સોંપી દેવામાં આવી છે.

એનએફએસઓની કેન્દ્ર અને રાજ્ય સરકારો પર મોટાપાયે અસરો થવાની હોઇ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓની બેઠક બોલાવવાનું વડાપ્રધાનને સુચન કર્યું છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આ મુદ્દે અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ પત્ર લખ્યો છે.

સંવેદનશીલ યુપીએ સરકારે નિર્ણય લેવા માટે રાજ્યો માટે ખાસ અવકાશ રાખ્યો નથી. કેટલાક રાજ્યોએ તેના નાગરિકોને સફળતાપૂર્વક ખાદ્યસુરક્ષા ઉપલબ્ધ કરાવી છે. ત્યારે કેન્દ્ર સરકાર અસરકારક ખાદ્યસુરક્ષા માટે આ રાજ્યોની સલાહ લેવામાં પણ નિષ્ફળ રહી છે.

 

સૂચીત રાષ્ટ્રીય ખાધ સુરક્ષા વટહુકમની (એનએફએસઓ) બીપીએલ કુટુંબ પર થનારી (માસિક) અસર

એનએફએસઓ પહેલા (જથ્થો – 35 કિ.ગ્રા.)

એનએફએસઓ પ્રમાણે (5 માણસના એક કુટુંબ માટે 35 કિ.ગ્રા. નો ખર્ચં)

એનએફએસઓ પ્રમાણે – 25 કિ.ગ્રા. મુક્ત બજાર – 10 કિ.ગ્રા.

દર મહિને 85 રૂપિયાનો અધિક ખર્ચં

Click Here to see the presentation on how the National Food Security Ordinance will have a negative impact on the poor.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi