નમસ્તે.
મોરેશિયસ ગણરાજ્યના પ્રધાનમંત્રી આદરણીય શ્રી પ્રવિંદ કુમાર જુગનાથજી, મહાનુભાવો.
ભારતના તમામ 130 કરોડ લોકો તરફથી, મોરેશિયસનાં તમામ ભાઈ-બહેનોને નમસ્કાર, બોન્જૌર અને થાઇપૂસમ કાવડીની શુભકામનાઓ.
સૌથી પહેલાં તો હું ભારત-મોરેશિયસના સંબંધ મજબૂત બનાવવા સ્વ. સર અનેરૂદ જુગનાથના તારામય યોગદાનને યાદ કરવા માગું છું. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા જેમનો ભારતમાં વ્યાપક આદર કરવામાં આવતો હતો. તેમના નિધનને પગલે અમે ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો અને અમારી સંસદે પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 2020માં તેમને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવાનું સૌભાગ્ય અમને સાંપડ્યું હતું. કમનસીબે મહામારીએ અમને એમનાં જીવનકાળ દરમ્યાન પુરસ્કાર સમારોહ નિર્ધારિત ન કરવા દીધો પણ અમે ગયા વર્ષે નવેમ્બરમાં આ પુરસ્કાર સ્વીકારવા લેડી સરોજિની જુગનાથની ઉપસ્થિતિથી ધન્ય થયા હતા. એમની દુ:ખદ વિદાય બાદ આ આપણા દેશો વચ્ચે પહેલો દ્વિપક્ષીય કાર્યક્રમ હતો. અને એટલે, આપણે આપણી સહિયારી વિકાસયાત્રામાં વધુ એક સીમાચિહ્ન ઉજવી રહ્યા છીએ ત્યારે હું એમના પરિવારને અને મોરેશિયસનાં તમામ લોકોને મારો ગાઢ દિલાસો પણ વ્યક્ત કરવા માગું છું.
મહાનુભાવો,
ભારત અને મોરેશિયસ ઈતિહાસ, પ્રાચીનતા, સંસ્કૃતિ, ભાષા અને હિંદ મહાસાગરનાં સહિયારાં પાણીથી એક થયેલા છે. આજે, આપણી તંદુરસ્ત વિકાસ ભાગીદારી આપણા ગાઢ સંબંધોના મહત્વના સ્તંભ તરીકે ઊભરી છે. અમારા ભાગીદારોનાં સાર્વભૌમત્વનો આદર કરીને અને અમારા ભાગીદારોની જરૂરિયાતો અને અગ્રતાઓ પર આધારિત વિકાસ ભાગીદારીને ભારતના અભિગમનું મુખ્ય ઉદાહરણ મોરેશિયસ છે.
પ્રવિંદજી, આપની સાથે મેટ્રો એક્સપ્રેસ પ્રોજેક્ટ, નવી ઇએનટી હૉસ્પિટલ અને નવી સુપ્રીમ કૉર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન મને હેતથી યાદ છે. મેટ્રોની લોકપ્રિયતા વિશે જાણીને, 56 લાખ ઉતારૂઓની સંખ્યા વટાવી છે એ જાણીને મને આનંદ થયો. અમે આજે આદાનપ્રદાન થયેલા 190 મિલિયન ડૉલરના લાઇન ઑફ ક્રેડિટ સમજૂતી હેઠળ મેટ્રોના વધુ વિસ્તરણને ટેકો આપવા આશાવાદી છીએ. કોવિડ-19 સામેની લડાઈમાં નવી ઈએનટી હૉસ્પિટલ ઉપયોગી રહી એ બાબત પણ અમારા માટે સંતોષ અને ગર્વની વાત છે.
હકીકતમાં, કોવિડ મહામારી દરમ્યાન આપણો સહકાર દાખલારૂપ રહ્યો છે. અમે કોવિડ રસીઓ મોકલી શક્યા એ પ્રથમ દેશોમાં મોરેશિયસ પણ એક હતું. મને ખુશી છે કે આજે મોરેશિયસ વિશ્વના એ જૂજ દેશોમાંનો એક દેશ છે જેણે એની વસ્તીના ત્રણ-ચતુર્થાંશ પૂર્ણ રસીકરણ કરી દીધું છે. હિંદ મહાસાગર માટેના અમારા અભિગમનો મોરેશિયસ પૂર્ણાંક પણ છે. મારી 2015ની મુલાકાત દરમિયાન મોરેશિયસમાં મેં ભારતના સાગર-સિક્યુરિટી એન્ડ ગ્રૉથ ફોર ઑલ ઈન ધ રિજનના ભારતના દરિયાઇ સહકારની રૂપરેખા આપી હતી.
મને આનંદ છે કે આપણા દરિયાઈ સલામતી સહિતના દ્વિપક્ષી સહકારે આ વિઝનને પગલાંમાં ફેરવ્યું છે. કોવિડની મર્યાદાઓ છતાં, આપણે એક ડૉર્નિયર વિમાન લીઝ પર આપી શક્યા અને મોરેશિયન કૉસ્ટ ગાર્ડ શિપ બાર્રાકુડાની ટૂંકી મરામત પૂરી કરી શક્યા. વાકાશિઓ ઑઇલ ઢોળાવને કાબૂમાં રાખવા સાધનો અને નિષ્ણાતોની ગોઠવણી આપણા સહિયારા દરિયાઇ વારસાની રક્ષા કરવા માટેના આપણા સહકારનું વધુ એક ઉદાહરણ છે.
મહાનુભાવો,
આજનો કાર્યક્રમ ફરી આપણા લોકોનું જીવન સુધારવા આપણી સહિયારી કટિબદ્ધતાને દર્શાવે છે. પ્રવિંદજી, મને સામાજિક આવાસ યોજનાની પૂર્ણાહુતિએ આપની સાથે જોડાવામાં આનંદ થાય છે. મોરેશિયસના સામાન્ય લોકોને પરવડે એવાં ઘર પૂરાં પાડવાના આ મહત્વના પ્રયાસ સાથે જોડાવાનો મને વિશેષ આનંદ છે. આજે આપણે અન્ય બે યોજનાઓનો પણ આરંભ કરી રહ્યા છીએ જે રાષ્ટ્ર-નિર્માણ માટે મહત્વની છે: એક અત્યાધુનિક સિવિલ સર્વિસ કૉલેજ જે સરકારી અધિકારીઓની કુશળતામાં અને મોરેશિયસની સતત પ્રગતિ માટે મદદ કરશે; અને 8 મેગા વૉટનો સોલર પીવી ફાર્મ પ્રોજેક્ટ જે એક ટાપુ દેશ તરીકે મોરેશિયસ આબોહવા પડકારોનો સામનો કરી રહ્યું છે એને ઘટાડવામાં મદદ કરશે.
ભારતમાં પણ, અમે અમારા મિશન કર્મયોગી હેઠળ સિવિલ સર્વિસ ક્ષમતા નિર્માણના નવીન અભિગમો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. અમને આ નવી સિવિલ સર્વિસીસ કૉલેજને અમારા અનુભવો વહેંચવામાં આનંદ આવશે. આપણે 8 મેગા વોટનો સોલર પીવી ફાર્મનો આરંભ કરી રહ્યા છીએ ત્યારે હું એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રિડ પહેલની યાદ અપાવું છું જે ગત વર્ષે ગ્લાસગૉમાં કોપ-26 મીટિંગની હારોહાર શરૂ કરવામાં આવી હતી. ઑક્ટોબર 2018માં આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સની પહેલી સભામાં મેં આ વિચાર વહેતો મૂક્યો હતો. આ પહેલ કાર્બન ફૂટ પ્રિન્ટ્સ અને ઊર્જા ખર્ચ ઘટાડશે એટલું નહીં પણ વિવિધ દેશો અને પ્રદેશો વચ્ચે સહકાર માટે નવા માર્ગ ખોલશે. મને આશા છે કે ભારત અને મોરેશિયસ સૂર્ય ઊર્જામાં આવા સહકારનું એક ઝળહળતું ઉદાહરણ ભેગા મળીને સર્જી શકે છે.
નાની વિકાસ પરિયોજનાઓ અંગેની સમજૂતીની આજે જે આપ-લે થઈ છે એ સમગ્ર મોરેશિયસમાં સમુદાય સ્તરે મોટી અસરવાળી યોજનાઓ આપશે. આગામી દિવસોમાં, આપણે રેન્ટલ ટ્રાન્સપ્લાન્ટ યુનિટ, ધ ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી, નેશનલ લાઈબ્રેરી એન્ડ આર્કાઇવ્સ, ધ મોરેશિયસ પોલીસ એકેડમી અને અન્ય ઘણી મહત્વની યોજનાઓ પર કાર્ય શરૂ કરીશું. હું આજે પ્રતિપાદિત કરવા માગું છું કે ભારત મોરેશિયસની વિકાસયાત્રામાં હંમેશા મોરેશિયસની સાથે ઊભું રહેવાનું જારી રાખશે.
હું અમારા તમામ મૉરિશિયન ભાઇઓ અને બહેનોને ખુશ, તંદુરસ્ત અને સમૃદ્ધ 2022ની શુભકામનાઓ પાઠવું છું.
વિવે આઇએમિટી એન્ટ્રે આઈઇન્ડે એટ મૉરિશ!
ભારત અને મોરેશિયસ મૌત્રી અમર રહે.
વાઇવ મૉરિશ!
જય હિંદ!
ખૂબ આભાર. નમસ્કાર.