પી વી સિંધુએ એક વીડિયોમાં યાદ કર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સતત ટેકો અને પ્રેરણાએ કેવી રીતે તેને દેશ માટે વધારે સારી રમત દાખવવા પ્રેરકબળ તરીકે કામ કર્યું છે. તેણે વર્ષ 2021માં ટોક્યો ઓલિમ્પિક્સ અગાઉ અને પછી પ્રધાનમંત્રી મોદી સાથે તેની બેઠકની યાદ કરી હતી તેમજ જ્યારે તેને પહ્મભૂષણ પુરસ્કાર મળ્યો હતો એ સમયે પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાત યાદ કરી હતી, જેને તેણે સૌથી વધુ યાદગાર ગણાવી હતી. 

સિંધુએ કહ્યું હતું કે, જ્યારે પ્રધાનમંત્રી મોદીએ તેને અભિનંદન આપીને કહ્યું કે, તમે દેશ માટે ખરેખર સારી રમત દાખવી છે,  ત્યારે તેમના આ શબ્દોએ તેમને સંતોષ અને પ્રેરણા પ્રદાન કરી હતી. તેણે ઉમેર્યું હતું કે, જ્યારે રમતવીરો ચંદ્રકો મેળવતા હતા, ત્યારે પ્રધાનમંત્રી પાસેથી પ્રાપ્ત થતું પ્રેરકબળ દરેક રમતવીરને ખરેખર ખુશ કરતું હતું. તેને પ્રધાનમંત્રી મોદી કેવી રીતે યુવાનોને પ્રેરિત કરવા તમામ રમતવીરોને અપીલ કરી હતી એ વાતને યાદ કરી હતી.

તેણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી લીડર હોવાની સાથે વિશેષ વ્યક્તિ છે. તેમનું રમતગમત માટેનું વિઝન ઉત્કૃષ્ટ છે. તેઓ જે કંઈ કહે છે અને જે રીતે કહે છે.....આપણે સફળતા મેળવીશું, આપણે સફળતા મેળવી શકીએ....સામેની વ્યક્તિને પ્રેરિત કરવી અને એને અંદર રહેલી ક્ષમતાનો પરિચય કરાવવો બહુ મોટી બાબત છે. ઓલિમ્પિક્સ માટે જાપાન જતાં અગાઉ તેમણે તમામ રમતવીરો સાથે ઓનલાઇન કોલ પર વાત કરી હતી. તેમના શબ્દોએ ઘણો આત્મવિશ્વાસ પ્રકટાવ્યો હતો અને પ્રેરણા પૂરી પાડી હતી. તેઓ જે રીતે પ્રોત્સાહન આપતા હતા એ અમારા માટે ઘણું હતું, કારણ કે કોઈ પણ ટુર્નામેન્ટ અગાઉ આ પ્રકારના પ્રેરક શબ્દો બહુ મોટું બળ બની જાય છે.

અસ્વીકરણઃ

આ પ્રેરક પ્રસંગો એકત્ર કરીને રજૂ કરવાના પ્રયાસને ભાગ છે, જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને લોકોના જીવન પર એમની અસર પર લોકોના અનુભવો/અભિપ્રાયો/વિશ્લેષણને બયાન કરે છે.

 

  • PawanJatasra January 19, 2025

    🙏🎉
  • DrSangita suranse January 08, 2025

    Proud
  • MAHESWARI K January 01, 2025

    🙏🙏🙏
  • Rajesh saini December 24, 2024

    Namo
  • Rahul Naik December 07, 2024

    🙏🙏
  • Chhedilal Mishra November 23, 2024

    Jai shrikrishna
  • कृष्ण सिंह राजपुरोहित भाजपा विधान सभा गुड़ामा लानी November 21, 2024

    जय श्री राम 🚩 वन्दे मातरम् जय भाजपा विजय भाजपा
  • Vineet Phogat November 13, 2024

    gr8
  • SANKAR MAHATO October 01, 2024

    বিজেপি 🚩🚩🚩বিজেপি 🚩🚩🚩বিজেপি
  • manvendra singh September 27, 2024

    बीजेपी
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India eyes potential to become a hub for submarine cables, global backbone

Media Coverage

India eyes potential to become a hub for submarine cables, global backbone
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
વડાપ્રધાન મોદીનો હૃદયસ્પર્શી પત્ર
December 03, 2024

દિવ્યાંગ કલાકાર દિયા ગોસાઈ માટે સર્જનાત્મકતાની એક ક્ષણ જીવનને બદલી નાખનાર અનુભવમાં ફેરવાઈ ગઈ. 29મી ઓક્ટોબરે પીએમ મોદીના વડોદરા રોડ-શો દરમિયાન, તેણીએ વડાપ્રધાન મોદી અને સ્પેન સરકાર ના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પેડ્રો સાંચેઝ ને સ્કેચ ભેટ કર્યા.બંને નેતાઓએ તેણીની હૃદયપૂર્વકની ભેટને અંગત રીતે સ્વીકારવા માટે બહાર નીકળ્યા, તેણીને ખૂબ આનંદ થયો.

અઠવાડિયા પછી, 6ઠ્ઠી નવેમ્બરે, દિયાને વડાપ્રધાન તરફથી એક પત્ર મળ્યો જેમાં તેણીની કલાકૃતિની પ્રશંસા કરવામાં આવી હતી અને શેર કરવામાં આવ્યું હતું કે કેવી રીતે મહામહિમ શ્રી સાંચેઝે તેની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમને "વિકસિત ભારત"ના નિર્માણમાં યુવાનોની ભૂમિકામાં વિશ્વાસ વ્યક્ત કરીને સમર્પણ સાથે લલિત કળાને આગળ ધપાવવા પ્રોત્સાહિત કર્યા. તેમણે તેમના અંગત સ્પર્શને દર્શાવતા તેમના પરિવારને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપી

આનંદથી અભિભૂત દિયાએ તેના માતાપિતાને પત્ર વાંચ્યો, જેઓ ખુશ હતા કે તેણીએ પરિવાર માટે આટલું મોટું સન્માન અપાવ્યું છે. દિયાએ કહ્યું કે "મને આપણા દેશનો એક નાનકડો ભાગ હોવાનો ગર્વ છે. મોદીજી, મને તમારો પ્રેમ અને આશીર્વાદ આપવા બદલ તમારો આભાર," તેણી કહ્યું કે પીએમ તરફથી પત્ર પ્રાપ્ત થવાથી તેણીને જીવનમાં હિંમતભેર પગલાં લેવા અને સશક્તિકરણ કરવા માટે અને બીજાને પણ એવું કરવા માટે ખૂબ પ્રેરણા મળી.

વડાપ્રધાન મોદીનું આ પગલું દિવ્યાંગોને સશક્તિકરણ અને તેમના યોગદાનને માન્યતા આપવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સુગમ્ય ભારત અભિયાન જેવી અસંખ્ય પહેલોથી માંડીને દિયા જેવા વ્યક્તિગત જોડાણો સુધી, તે ઉત્થાન અને પ્રેરણા આપતાં રહે છે,અને સાબિત કરે છે કે દરેક પ્રયત્નો ઉજ્જવળ ભવિષ્યને ઘડવામાં મહત્ત્વપૂર્ણ છે.