પી વી સિંધુએ એક વીડિયોમાં યાદ કર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સતત ટેકો અને પ્રેરણાએ કેવી રીતે તેને દેશ માટે વધારે સારી રમત દાખવવા પ્રેરકબળ તરીકે કામ કર્યું છે. તેણે વર્ષ 2021માં ટોક્યો ઓલિમ્પિક્સ અગાઉ અને પછી પ્રધાનમંત્રી મોદી સાથે તેની બેઠકની યાદ કરી હતી તેમજ જ્યારે તેને પહ્મભૂષણ પુરસ્કાર મળ્યો હતો એ સમયે પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાત યાદ કરી હતી, જેને તેણે ‘સૌથી વધુ યાદગાર’ ગણાવી હતી.
સિંધુએ કહ્યું હતું કે, જ્યારે પ્રધાનમંત્રી મોદીએ તેને અભિનંદન આપીને કહ્યું કે, “તમે દેશ માટે ખરેખર સારી રમત દાખવી છે”, ત્યારે તેમના આ શબ્દોએ તેમને સંતોષ અને પ્રેરણા પ્રદાન કરી હતી. તેણે ઉમેર્યું હતું કે, જ્યારે રમતવીરો ચંદ્રકો મેળવતા હતા, ત્યારે પ્રધાનમંત્રી પાસેથી પ્રાપ્ત થતું પ્રેરકબળ દરેક રમતવીરને ખરેખર ખુશ કરતું હતું. તેને પ્રધાનમંત્રી મોદી કેવી રીતે યુવાનોને પ્રેરિત કરવા તમામ રમતવીરોને અપીલ કરી હતી એ વાતને યાદ કરી હતી.
તેણે કહ્યું હતું કે, “પ્રધાનમંત્રી મોદી લીડર હોવાની સાથે વિશેષ વ્યક્તિ છે. તેમનું રમતગમત માટેનું વિઝન ઉત્કૃષ્ટ છે. તેઓ જે કંઈ કહે છે અને જે રીતે કહે છે.....આપણે સફળતા મેળવીશું, આપણે સફળતા મેળવી શકીએ....સામેની વ્યક્તિને પ્રેરિત કરવી અને એને અંદર રહેલી ક્ષમતાનો પરિચય કરાવવો બહુ મોટી બાબત છે. ઓલિમ્પિક્સ માટે જાપાન જતાં અગાઉ તેમણે તમામ રમતવીરો સાથે ઓનલાઇન કોલ પર વાત કરી હતી. તેમના શબ્દોએ ઘણો આત્મવિશ્વાસ પ્રકટાવ્યો હતો અને પ્રેરણા પૂરી પાડી હતી. તેઓ જે રીતે પ્રોત્સાહન આપતા હતા એ અમારા માટે ઘણું હતું, કારણ કે કોઈ પણ ટુર્નામેન્ટ અગાઉ આ પ્રકારના પ્રેરક શબ્દો બહુ મોટું બળ બની જાય છે.””
#ModiStory
— Modi Story (@themodistory) March 27, 2022
"Not just another leader!"
This is what @pvsindhu1 had to say about PM Narendra Modi. She talks about how the constant support & appreciation from PM inspires her for doing more.
Congratulations to #PVSindhu on winning #SwissOpen2022.https://t.co/9iulCarBhp pic.twitter.com/VBeKFuVKqF
અસ્વીકરણઃ
આ પ્રેરક પ્રસંગો એકત્ર કરીને રજૂ કરવાના પ્રયાસને ભાગ છે, જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને લોકોના જીવન પર એમની અસર પર લોકોના અનુભવો/અભિપ્રાયો/વિશ્લેષણને બયાન કરે છે.