અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયાની મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત સરકાર સાથે ફળદાયી પરામર્શ બેઠક યોજાઇ

ગુજરાત સરકાર અને અમેરિકન ચેમ્બર સાથે મળીને વિકાસમાં ભાગીદારીની કાર્યયોજના અમલમાં મૂકશે

ગુજરાતમાં અમેરિકન ઉઘોગ-વ્યાપાર સંચાલકોની વિશાળ ભાગીદારીની સંભાવનાઓની નવી ક્ષિતિજો આકાર લેશે

અમેરિકન ચેમ્બરની એકઝીકયુટીવ કમિટીની બેઠક ગુજરાતમાં મળશે

ગુજરાતના પ્રગતિશીલ વિકાસ વ્યૂહ અને મુખ્યમંત્રીશ્રીના દૂરંદેશી નેતૃત્વની ભરપેટ પ્રસંશા કરતું ACCII ડેલીગેશન

ગુજરાત સરકારની વિકાસલક્ષી નીતિવિષયક વિષદ્‍ ભૂમિકા મુખ્યમંત્રીશ્રી પાસેથી જાણીને અત્યંત પ્રભાવિત થતું અમેરિકન ચેમ્બર ડેલીગેશન...

ગુજરાતમાં યોજાશે ડિફેન્સ ઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગ વિષયક સેમિનાર

­ઓર્ગેનાઇઝડ રિટેઇલની ગુજરાતની પરિભાષા અમૂલ પેટર્ન

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયાના (ACCII) ૩૩ સભ્યોના ઉચ્ચસ્તરીય ડેલિગેશને ખાસ બેઠક યોજીને ગુજરાતમાં અમેરિકન કંપનીઓના રોકાણ અને પ્રોજેકટ સ્થાપવા માટેની વિવિધ સંભાવનાઓ અંગે વિગતવાર ફળદાયી પરામર્શ કર્યો હતો.

આ હેતુસર ગુજરાત સરકાર અને અમેરિકન ચેમ્બરની સંયુકત કાર્યયોજના તૈયાર કરાશે. ACCII ની કાર્યકારી સમિતિની બેઠક આ સંદર્ભમાં પહેલીવાર ગુજરાતમાં યોજાઇ રહી છે.

ગુજરાતના વિકાસની નવીનત્તમ વ્યૂહરચના અને મુખ્યમંત્રીશ્રીના દૂરદર્શી નેતૃત્વથી અત્યંત પ્રભાવિત થયેલા અમેરિકાના આ ઉઘોગ-વ્યાપાર ક્ષેત્રના અગ્રણી સંચાલકોએ ડિફેન્સ ઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગ માટેની સ્ટેટ પોલીસી, ડિસેલીનેશન પ્લાન્ટ માટેની વોટર મેનેજમેન્ટ પ્રોત્સાહક પોલીસી, ન્યુટ્રીશનલ હેલ્થકેર પોલીસી, યુથપાવર સ્કીલ ડેવલપમેન્ટ પોલીસી સહિતના વિકાસના અનેકવિધ ક્ષેત્રો અંગે ગુજરાત સરકારનું નીતિવિષયક માર્ગદર્શન મુખ્યમંત્રીશ્રી પાસેથી મેળવ્યું હતું.

ગુજરાતનો ૧૬૦૦ કી.મી.ના વિશાળ દરિયાકિનારો વિશ્વવેપારથી ધમધમી રહયો છે ત્યારે, મેરીટાઇમ સિકયોરિટી સહિત સુરક્ષા સંબંધિત સંસાધનોના ઉત્પાદન માટે ભારતને સ્વનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રીશ્રીએ ડિફેન્સ ઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગ અને મેરીટાઇમ સિકયુરીટી ઇકવીપમેન્ટસના પ્રોજેકટ માટે ગુજરાત સરકારની પ્રોત્સાહક પહેલની રૂપરેખા આપી હતી. આ સંદર્ભમાં પણ અમેરિકન ચેમ્બરે ગુજરાત સરકાર સાથે ટેકનોલોજી એક્ષ્પર્ટનો સહયોગ આપવાની તત્પરતા દર્શાવી હતી. આ અંગે ગુજરાત સરકાર સાથે સહયોગમાં રહીને ડિફેન્સ સીકયોરિટી ઇકવીપમેન્ટના નિર્માણ માટેના સર્વગ્રાહી પાસાંઓને આવરી લેતો સેમિનાર યોજવાનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો.

અમેરિકા ચેમ્બરના પ્રમુખ શ્રી અતુલ સિંધના નેતૃત્વમાં ગુજરાત આવેલા આ ડેલીગેશનના ઉઘોગ વેપાર સંચાલકોએ મુખ્યમંત્રીશ્રી સાથે વિવિધ વિષયો ઉપર શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિકાસ-વિઝનની ભૂમિકા સમજવા પ્રશ્નોતરી કરી હતી.

આ પ્રશ્નોત્તરી દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ઓર્ગેનાઇઝ રિટેલ અંગેની રાજ્ય સરકારની નીતિને સ્વયંસ્પષ્ટ ગણાવતા જણાવ્યું કે તેઓ ઓર્ગેનાઇઝ રિટેઇલના પક્ષકાર છે પરંતુ ગુજરાતની પરિભાષા અમૂલ પેટર્ન છે, વોલ્માર્ટ પેટર્ન નહીં. DFI ઇન રિટેઇલનો મૂદો દેશમાં ચર્ચાસ્પદ બન્યો છે પરંતુ ગુજરાત સરકારની નીતિ કિસાનો અને વપરાશકર્તાઓ સહિત રોજગાર-વેપારના વ્યાપક હિતની છે. ‘સંગઠ્ઠિત ક્ષેત્રમાં છૂટક વેપાર’ માટે અમૂલ પેટર્ન સફળ બની છે અને તેનાથી મૂલ્યવર્ધિત વેપારને પણ લાભ થવાનો છે એમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતમાં ઔઘોગિક વિકાસ માટેની જમીનની નીતિની સંવાદિતાની સર્વોચ્ચ અદાલતે પણ પ્રસંશા કરી છે. વિકાસમાં ઉઘોગોની ભાગીદારી સાથે કિસાન પણ ભાગીદાર બની રહે અને જમીન અંગેનો વિવાદ તનાવ સર્જે નહીં તેની કાળજી ગુજરાતમાં લેવાય છે. દેશમાં ઔઘોગિક વિકાસ માટે જમીન વિવાદાસ્પદ બિમારી બની ગઇ છે પરંતુ ગુજરાત તેમાંથી મૂકત છે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વોટર મેનેજમેન્ટ માટે ડિસેલીનેશન પ્લાન્ટની સોલાર-પાવર કઝમ્પશન ઇન્સેન્ટીવ પોલીસી અને એગ્રોગ્રીન હાઉસ પાવર પોલીસી તૈયાર થઇ રહી છે તેનો નિર્દેશ આપ્યો હતો. સોલાર એનર્જી પોલીસી માત્ર પાવર જનરેશન માટે નથી પરંતુ માનવજાતને ગ્લોબલ વોર્મિંગના સંકટથી બચાવવા માટે જીવનશૈલીમાં ગુણાત્મક બદલાવ લાવવા માટે રિન્યુએબલ એનર્જી તરફ પ્રેરિત કરવાની પહેલ ગુજરાતે કરી છે, તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ પિ્રવેન્ટીવ હેલ્થકેર અને ન્યુટ્રીશનલ હેલ્થકેર, શુધ્ધ હવા, પાણી અને ફોર્ટીફાઇડ ખોરાક માટેની રાજ્ય સરકારની સફળ કાર્યસિધ્ધિઓ, માતા અને નવજાત શિશુ મૃત્યુદર ધટાડવા માટે તબીબોની ભાગીદારીને પ્રોત્સાહિત કરતી ચિરંજીવી યોજના તથા હોસ્પિટલોના ખાનગી સંચાલનની જનભાગીદારીની નીતિવિષયક સમજ આપી હતી.

ગુજરાત સરકાર પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપના મોડેલ ઉપર ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ એગ્રોફૂડ પ્રોસેસિંગ, કોલ્ડ સપ્લાય ચેઇન નેટવર્ક, વેલ્યુએડેડ ઓર્ગેનાઇઝડ રિટેઇલ, આરોગ્ય સેવાઓનું વિસ્તૃતિકરણ, બંદરોના વિકાસ સહિત બંદર સંલગ્ન વિકાસની માળખાકીય સુવિધાઓનો વિકાસ, મેડિકલ એજ્યુકેશન, યુવાશકિતના કૌશલ્ય સંવર્ધન અને કૌશલ્ય ક્ષમતા નિર્માણનું પ્રશિક્ષણ કરવા માટેના સ્કીલ ડેવલપમેન્ટની પોલીસી, ટેકનીકલ એન્ડ ચિલ્ડ્રન યુનિવર્સિટી, માસ ટ્રાન્સપોર્ટેશન, કલીન એન્ડ ગ્રીન ઇકોસિટીના અર્બન ડેવલપમેન્ટ તથા શહેરી ગ્રામ સંસ્કૃતિ-સુવિધાના સમન્વય સમાન રર્બન પ્રોજેકટ, ડ્રીપ ઇરીગેશન અને રેઇન વોટર હાર્વેસ્ટીંગ ઉપરાંત વોટરટ્રીટમેન્ટ મેનેજમેન્ટ સહિતના અનેક વિકાસ ક્ષેત્રોમાં ગુજરાત જાહેર-ખાનગી સંયુકત ભાગીદારીની નીતિઓ વિષયક રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

આ બેઠકમાં મુખ્ય સચિવશ્રી એ. કે. જોતી સહિત ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓ પણ ભાગ લીધો હતો.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi