"Shri Narendra Modi underscores the significance of skilled youth power in the 21st century"
"Shri Modi says that celebrations of occasions like Republic Day as ‘festivals of development’ was proof enough of the noteworthy progress we had made"
"None other than Swami Vivekananda said the youth will take India to great heights and I believe Swami Vivekananda: Shri Narendra Modi"

 

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તમામ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યકક્ષાની ઉજવણીમાં જનશક્તિનો અપૂર્વ આનંદ-ઉત્સવ જનતાના ઉમંગ-ઉત્સાહમાં સહભાગી બનતા મુખ્ય‍મંત્રીશ્રી

યુવા સંમેલનમાં એક ભારત - શ્રેષ્ઠ ભારતની સાંસ્કૃતિક વિરાસત પ્રસ્તુત કરતા યુવાનો

ભારતને વિશ્વમાં શક્તિશાળી બનાવવા કૌશલ્ય‍વાન - સામર્થ્યવાન યુવાપેઢીને આહ્‌વાન - મુખ્ય મંત્રીશ્રી

ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 6પમા પ્રજાસત્તાક પર્વની રાજ્યાકક્ષાની ઉજવણીમાં સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં યુવા સંમેલનમાં દેશના યુવાનોને સામર્થ્યવાન અને કૌશલ્યવાન બનાવવામાં આવે તો ભારત વિશ્વમાં શક્તિશાળી રાષ્ટ્ર બનશે એવો નિર્ધાર વ્યકત કર્યો હતો.

વિવેકાનંદના 1પ0મા વર્ષની ઉજવણી યુવા વર્ષ તરીકે મનાવી ગુજરાતે યુવાનોને કૌશલ્ય્વાન અને શક્તિવાન બનાવવા જે અભિયાન ઉપાડયું તેની સફળતાનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ જણાવ્યું કે, વિવેકાનંદે ભારત માતાને જગદ્‌ગુરૂ પદે સ્થા્પવા દેશના યુવાનો ઉપર મુકેલો વિશ્વાસ યુવાનોએ સાર્થક કરવાનો છે.

Shri Narendra Modi underscores the significance of skilled youth power in the 21st century

સાબરકાંઠામાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં આનંદ-ઉત્સવના હિલોળે ચડેલી જનતા જનતાર્દનના અપૂર્વ ઉમંગમાં સહભાગી બનેલા શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ હિંમતનગરમાં યુવા વર્ગને સામર્થ્યવાન અને કૌશલ્યવાન બનાવવા પ્રેરણાદાયી દિશાસૂચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું.

‘એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભારતની વિશાળ સાંસ્કૃતિક વિરાસતની પ્રસ્તુતિ યુવાનોએ કરી તેની પ્રસંશા કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ર1મી સદીના આરંભ પૂર્વે તો દેશ અને દુનિયામાં સહુ ર1મી સદીના આગમનની રાહ જોતા હતા પરંતુ ર1મી સદી આવે તો શું કર્તવ્ય કરવું તે માટે ચેતના કોઇ વ્યક્તિ, સમૂહ, સમાજ, રાજ્યા કે દેશમાં હોવી જોઇએ તેનું કોઇ પાસે દર્શન નહોતું. ભારતનો નવજુવાન કયાં હશે તેનું કોઇ આયોજન પણ નહોતું.

ર1મી સદીમાં ભારત 6પ ટકા યુવાશક્તિસાથે વિશ્વનો સૌથી યુવાન દેશ બની ગયેલો છે તેની ભૂમિકા આપતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, 19-ર0મી સદીના ગુલામીકાળના કારણે ભારત ઔદ્યોગિક ક્રાંતિનું હિસ્સે્દાર નહોતું બની શકયું પણ ઇન્ફર્મેશન ટેકનોલોજીની ક્રાંતિમાં ભારતના યુવાનોએ પોતાનું સામર્થ્ય દુનિયાને બતાવ્યું છે. ભારતના આ સામર્થ્યવાન યુવાનો જ ભારતના ભાગ્યવિધાતા કેમ ના બને?, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

વિશ્વમાં ભારતે પોતાની આગવી શક્તિનો પ્રભાવ પ્રસ્થાપિત કરવો હોય તો ભારતના યુવાનને કેન્દ્રસ્થાનને રાખી તેને કૌશલ્યવાન બનાવવો પડશે. ગુજરાતે યુવાનોને તૈયાર કરવા સ્કી‍લ ડેવલપમેન્ટનું વ્યાપક અભિયાન ઉપાડયું છે. દેશના અર્થતંત્રને તેનાથી ગતિ મળવાની છે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

Shri Narendra Modi underscores the significance of skilled youth power in the 21st century

ગુજરાત સરકારે રાષ્ટ્રી્ય મહિમાના પર્વોને વિકાસના પર્વ તરીકે ઉજવીને જનસામાન્ય ને વિકાસમાં જોડવાની આગવી પહેલ કરી છે અને તેનાથી જ પ્રજાસત્તાક લોકશાહીમાં પ્રજાશક્તિનો વિકાસમાં સાક્ષાત્કાર થઇ રહ્યો છે. તેની વિશેષતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી હતી.

સાબરકાંઠા જિલ્લામાં રૂા. ર,000 કરોડના કામો આ પર્વમાં વિકાસપર્વ તરીકે સંપન્ન થયા એમાં જનશક્તિ જોડાઇ તે આ સરકારની વિકાસયાત્રામાં કેટલો અપાર જનવિશ્વાસ છે તે હકીકત પુરવાર થાય છે, તેમ તેમણે જણાવ્યું હતું.

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી શ્રી રમણલાલ વોરાએ જણાવ્યુ હતુ કે સમગ્ર વિશ્વમાં ભારત યુવા દેશ છે ત્યારે ગુજરાતના યુવાનો ઓજસ્વી-તેજસ્વી બને તે માટે સરકાર સંકલ્પ બધ્ધ છે. રાજય સરકારે સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિને યુવા વર્ષ તરીકે ઉજવી રાજયમાં 4.53 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવી છે.

યુવાનોમાં નેતૃત્વ અને કૌશલ્ય નિર્માણ માટે રાજય સરકારે સ્કીલ ડેવલપમેન્ટ યુનિ. ની સ્થાપના કરી છે તેનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ જણાવ્યુ‍ હતુ કે કલા ક્ષેત્રે પણ યુવાનોની શકિતઓ બહાર આવે તે માટે સપ્તધારા કાર્યક્રમ હેઠળ રાજય સરકારે રૂ. ર8 કરોડના પ્રોત્સાહક પુરસ્કારો યુવા કલાકારોને અર્પણ કર્યા હતા. રાજયમાં યુવતિઓને આત્મ રક્ષણની તાલીમ આપતા પડકાર કાર્યક્રમ હેઠળ 1.પ0 યુવતિઓને તાલીમ આપવામાં આવી છે.

રાજયના 18,600 ગામડાઓમાં સ્વામી વિવેકાનંદ યુવા અને મહિલા કેન્દ્રોની રચના કરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યુ હતું. મંત્રીશ્રીએ સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગની કામગીરીની રૂપરેખા આપી હતી.

અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબે એક ભારતનું નિર્માણ કર્યુ હતું. સરદાર સાહેબે એક કરેલા ભારતને શ્રેષ્ઠ ભારતમાં પરિવર્તિત કરવા સૌને સંકલ્પબધ્ધ થવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સચિવ શ્રી ભાગ્યે્શ જહાએ જણાવ્યુ હતું કે ગુજરાતના યુવાનો વિશ્વના યુવાનો સાથે આંખ મિલાવી વાત કરી શકે તે માટે સરકારે સંકલ્પ હાથ ધર્યો છે. યુવાનોને સ્વામી વિવેકાનંદજીના જીવનમાંથી પ્રેરણા લઇ શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે યુવા કલાકારોએ એક ભારત શ્રેષ્ઠ ભારત સપ્તધારા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પોતાની કલાના ઓજસ પાથર્યા હતા. સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના વિકાસની ઝાંખી કરાવતી દસ્તાાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કાયદા રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસદ શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ મંત્રી શ્રી પ્રફુલ પટેલ, જયસિંહ ચૌહાણ, મુખ્ય સચિવ ડો. વરેશ સિંહા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેમલતાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી શંકરભાઇ, પદાધિકારીઓ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. કે. નંદા, પ્રભારી સચિવ જયંતિ રવિ, ઉચ્ચ, અધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં યુવા શકિત ઉપસ્થિત રહી હતી.

Shri Narendra Modi underscores the significance of skilled youth power in the 21st century

Shri Narendra Modi underscores the significance of skilled youth power in the 21st century

Shri Narendra Modi underscores the significance of skilled youth power in the 21st century

Shri Narendra Modi underscores the significance of skilled youth power in the 21st century

Shri Narendra Modi underscores the significance of skilled youth power in the 21st century

Shri Narendra Modi underscores the significance of skilled youth power in the 21st century

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

Prime Minister Shri Narendra Modi paid homage today to Mahatma Gandhi at his statue in the historic Promenade Gardens in Georgetown, Guyana. He recalled Bapu’s eternal values of peace and non-violence which continue to guide humanity. The statue was installed in commemoration of Gandhiji’s 100th birth anniversary in 1969.

Prime Minister also paid floral tribute at the Arya Samaj monument located close by. This monument was unveiled in 2011 in commemoration of 100 years of the Arya Samaj movement in Guyana.