ભારતને પોતાના સફાઈ કર્મચારીઓ પર ગર્વ છે. આ અગણિત વ્યક્તિઓ છે જે ભારતને સ્વચ્છ રાખવામાં અગ્રસર છે.
24 ફેબ્રુઆરી, 2019 ના રોજ પ્રયાગરાજના કુંભની તેમની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કઈ કર્યું જે સમગ્ર રાષ્ટ્રની સ્મૃતિમાં અંકિત થઈ જશે.
વડા પ્રધાન મોદીએ સફાઈ કર્મચારીઓની સાથે વાતચીત કરી અને તેમના ચરણ પ્રક્ષાલન કર્યું હતું.
આ વડા પ્રધાનનો સફાઈ કર્મચારી પ્રત્યે આદર દર્શાવે છે. તે બતાવે છે કે અહીં એક વડા પ્રધાન છે જે પ્રત્યેક ભારતીય તરફ કાળજી રાખે છે, જે દરેક નાગરિક દ્વારા કરેલા કામને મૂલ્યવાન માને છે અને ભારતના લોકો સાથે ખભા થી ખભો મળવી ઊભા રહે છે.
વડા પ્રધાન મોદીએ સ્વચ્છતા જળવવામાં સફાઈ કર્મચારીઓના સારા કામ વિષે વિસ્તૃત વાત કરી હતી. તેમણે વર્ષ 2019 ના પ્રયાગરાજ કુંભની વ્યવસ્થા ખાસ કરીને સ્વચ્છતા ની પ્રશંસા કરી હતી.
સ્વચ્છ ભારત મિશન એક શક્તિશાળી જન આંદોલન બની ગયું છે, જે તમામ ક્ષેત્રની સક્રિય ભાગીદારી થી મજબૂત બન્યું છે. સાફાઈનું કવરેજ, વર્ષ 2014 માં 38 ટકાના નીચલા સ્થર પર થી વર્ષ 2019માં વધીને 98 ટકા થયું છે. આજે તે અસામાન્ય નથી કે સમગ્ર દેશમાં સ્વચ્છતાને વેગ આપવા માટે લોકો અસંખ્ય સામુહિક અભિયાન ચલાવે છે. દેશને સ્વચ્છ બનાવવા માટે યુવા ભારતનો સક્રિય ટેકો પણ આનંદદાયક છે.
વડા પ્રધાન મોદી દ્વારા સફાઈ કર્મચારીઓના ચરણ પ્રક્ષાલનનો વિડિઓ અને ફોટોગ્રાફ તમારા હૃદયને સ્પર્શ કરી જશે.