India will give a befitting reply to the perpetrators of the Pulwama terror attack: PM Modi
Defence corridor in Bundelkhand will be a boon for the region: PM Modi
Guided by the mantra of 'Sabka Saath, Sabka Vikas', we are moving ahead on the path of development: PM Modi in Jhansi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝાંસીની મુલાકાત લીધી હતી. તેમણે ઝાંસીમાં ડિફેન્સ કોરિડોરનો શિલાન્યાસ કર્યું હતો તથા વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, “આપણા પડોશીઓનાં ઇરાદાઓને ભારતની જનતા ઇંટનો જવાબ પત્થરથી આપશે. આપણી સાથે દુનિયાની તમામ મહાસત્તાઓ છે અને તેઓ આપણને સમર્થન આપે છે. મને પ્રાપ્ત થયેલા સંદેશા દર્શાવે છે કે, તેઓ દુઃખી હોવાની સાથે ક્રોધિત પણ છે. દરેક પ્રકારનાં આતંકવાદનો અંત કરવાની તરફેણ કરી રહ્યાં છે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા બહાદૂર સૈનિકોએ તેમનાં જીવનનું બલિદાન આપ્યું છે અને તેમની આ શહીદી એળે નહીં જાય. તેમણે પુલવામા હુમલાનાં ષડયંત્રકારોને સજા કરવામાં આવશે એવું વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આપણો પડોશી દેશ એ ભૂલી જાય છે કે, આ નવું ભારત છે. પાકિસ્તાન એનો કટોરો લઈને દુનિયામાં ફરી રહ્યો છે, પણ એને દુનિયામાંથી મદદ મળતી નથી.”

પ્રધાનમંત્રીએ ડિફેન્સ કોરિડોરનો શિલાન્યાસ કરતાં જણાવ્યું હતું કે, ઝાંસી આગ્રા પટ્ટામાં ડિફેન્સ કોરિડોર આ વિસ્તારનાં યુવાનોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન કરશે. સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઘણી વિદેશી અને સ્થાનિક કંપનીઓ આ વિસ્તારમાં રોકાણ કરશે. તેઓ આ વિસ્તારમાં વર્કફોર્સની કુશળતા વિકસાવશે એવું તેમણે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રીએ પ્રોજેક્ટનાં મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, યુવાનોને તેમનાં નગરની નજીકમાંથી રોજગારી મળી શકશે અને તેમને સ્થળાંતરણ કરવાની જરૂર નહીં પડે. તેમણે ઉમેર્યું હતું કે, ડિફેન્સ કોરિડોર સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને સ્વનિર્ભર બનાવવામાં મદદ પણ કરશે.

પ્રધાનમંત્રીએ બુંદેલખંડ પ્રદેશનાં ગ્રામીણ વિસ્તારો માટે પાઇપ દ્વારા પાણીની યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પાઇપલાઇન પ્રોજેક્ટ હોવાની સાથે આ દુષ્કાળગ્રસ્ત વિસ્તારની જીવાદોરી પણ છે. એનાથી આપણા માતાઓ અને બહેનોને દૂરથી પાણી મેળવવા જવું નહીં પડે અને પીવાનું પાણી દરેક કુટુંબને પાઇપ કનેક્શન મારફતે પહોંચાડવામાં આવશે.

અમૃત યોજના હેઠળ પ્રધાનમંત્રીએ ઝાંસી સિટી ડ્રિન્કિંગ વોટર સ્કીમનાં બીજા તબક્કાનું શિલારોપણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઝાંસી અને એની આસપાસનાં ગામડાઓ માટે પીવાનાં પાણી માટે બેતવા નદીનાં પાણીનો ઉપયોગ કરવા માટે આ રૂ. 600 કરોડનો પ્રોજેક્ટ છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ 425 કિલોમીટર લાંબી ઝાંસી-માણિકપુર અને ભીમસેન-ખૈરાર લાઇનનું ડબલિંગ કરવા તથા ઝાંસીમાં કોચ રિફર્બિશિંગ વર્કશોપનું શિલારોપણ પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ઝાંસી-ખૈરાર સેક્શનનાં 297 કિલોમીટરની લંબાઈ ધરાવતાં સેક્શનનું ઇલેક્ટ્રિફિકેશનનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટથી રોજગારીની ઘણી તકો ઊભી થશે અને બુંદેલખંડ ક્ષેત્રનાં સંપૂર્ણ વિકાસ તરફ દોરી જશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ બુંદેલખંડ ક્ષેત્રને ગુજરાતનાં કચ્છની જેમ વિકસશે એવી શુભેચ્છા પાઠવી હતી.

પશ્ચિમ ઉત્તરપ્રદેશને વીજળીનો સાતત્યપૂર્ણ પુરવઠો સુનિશ્ચિત કરવા આજે વેસ્ટ-નોર્થ ઇન્ટર-રિજન પાવર ટ્રાન્સમિશનને મજબૂત કરવાનો પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે લાંબા ગાળે આ ક્ષેત્રની વીજળીની માગ પૂર્ણ કરશે.

અન્ય એક પ્રસંગે પહાડી ડેમનાં આધુનિકરણ પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટથી ખેડૂતોને લાભ થશે, ડેમમાંથી પાણીનું લીકેજ ઘટશે અને ખેડૂતોને વધારે પાણી ઉપલબ્ધ થશે.

પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સંમેલન નિધિ યોજના ખેડૂતોનાં બેંક ખાતાઓમાં આશરે રૂ. 7.5 લાખ કરોડની થાપણ સીધી જમા કરશે. તેમણે ઉમેર્યું હતું કે, એ જ રીતે સબસિડી, શિષ્યાવૃત્તિ વગેરેનું હસ્તાંતરણ લાભાર્થીનાં બેંક ખાતાઓમાં સીધું થવાથી રૂ. 1 લાખ કરોડની બચત થઈ છે.

Click here to read PM's speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report

Media Coverage

Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi pay tributes to the Former Prime Minister Dr. Manmohan Singh
December 27, 2024

The Prime Minister, Shri Narendra Modi has paid tributes to the former Prime Minister, Dr. Manmohan Singh Ji at his residence, today. "India will forever remember his contribution to our nation", Prime Minister Shri Modi remarked.

The Prime Minister posted on X:

"Paid tributes to Dr. Manmohan Singh Ji at his residence. India will forever remember his contribution to our nation."