કેન્દ્ર સરકાર આપણા સૈનિકોના કલ્યાણ પ્રત્યે પ્રતિબદ્ધ છે. સરકારની રચના થઈ ત્યારથી તેણે સૈનિકોની લાંબા સમયથી વિલંબિત માગણીઓની નોંધ લીધી છે અને કામ કર્યું છે, જેમાં નિવૃત્ત સૈનિકો માટે ‘વન રેન્ક, વન પેન્શન’ યોજના સામેલ છે. આ નિવૃત્ત સૈનિકોને સીધો લાભ આપે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપણા સૈનિકોએ પ્રદર્શિત કરેલા સાહસને હંમેશા બિરદાવે છે અને તેમણે આપણા સૈનિકોનો નૈતિક જુસ્સો વધારવા કેટલીક પહેલો હાથ ધરી છે. દર વર્ષે પ્રધાનમંત્રી રાતદિવસ આપણી સીમાઓનું રક્ષણ કરતા જવાનો વચ્ચે દિવાળીની ઉજવણી કરે છે. ગયા વર્ષે, શ્રી મોદીએ ‘#Sandesh2Soldiers’ ખાસ અભિયાન શરૂ કર્યું હતું, જેમાં સમગ્ર દેશના લોકોએ સૈનિકોને દિવાળીની શુભેચ્છા મોકલી હતી.
પ્રધાનમંત્રી મોદી વિતેલા વર્ષોમાં આપણા સૈનિકો સાથે :
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર્મી ડેનાઉપક્રમે ભારતી સેનાના શૌર્ય અને અમૂલ્ય સેવાને બિરદાવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “તમામ સૈનિકો, નિવૃત્ત સૈનિકો અને તેમના કુટુંબોને આર્મી ડેની શુભેચ્છા. અમે ભારતીય સેનાના સાહસ અને અમૂલ્ય સેવાને બિરદાવીએ છીએ.
ભારતીય સેનાએ હંમેશાએ આગળ રહીને આપણા દેશની સાર્વભૌમિકતાનું સંરક્ષણ કર્યું છે તથા કુદરતી આપત્તિઓ દરમિયાન નાગરિકોને મદદ કરી છે.
આપણે આપણી સેનાના બલિદાનોને ગૌરવભેર યાદ કરીએ છીએ. તેઓ તેમના જીવનને જોખમમાં મૂકે છે, જેથી 125 કરોડ ભારતીયો શાંતિથી જીવી શકે.
Greetings to all soldiers, veterans & their families on Army Day. We salute the courage & invaluable service of the Indian Army.
— Narendra Modi (@narendramodi) January 15, 2017
Indian Army always leads from the front, be it in protecting the sovereignty of our nation or helping citizens during natural disasters.
— Narendra Modi (@narendramodi) January 15, 2017
We remember with great pride all the sacrifices made by our Army. They put their lives at risk so that 125 crore Indians live peacefully.
— Narendra Modi (@narendramodi) January 15, 2017