"Shri Modi addresses interactive meet organized by Indian Merchants’ Chamber & All India Business Council"
"Politics as usual goes on but for the first time I can see a genuine anger among the people. Anger against the ruling party! Shri Modi"
"We have to increase purchasing power of people in rural areas: Shri Modi"
"We want to go ahead with integrated approach towards development: Shri Modi"
"Administrative stability is a reason for success: Shri Modi"
"India has Demographic and Democratic Dividends: Shri Modi"

મુંબઇ, 2 મેઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર્સ અને ઓલ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલમાં સંબોધન આપ્યું હતું. જેમાં મોદીએ ગુજરાતના ઉદાહરણ આપી દેશને કેવી રીતે બદલી શકાય અને વિશ્વમાં તેનો ડંકો વગાડી શકાય તે અંગે જણાવ્યું હતું. મોદીએ કહ્યું કે, કદાચ ચેમ્બરનો પહેલો કાર્યક્રમ હશે જેમાં લોકોને નીચે બેસવું પડ્યું છે, તો તમને આ અસુવિધા બદલ અને રાહ જોવા બદલ મોટો એજેન્ડા નિરંજનભાઇ બતાવી રહ્યાં હતા, કહેવા માટે એટલા વિષય છે. એક વાત સાચી છે કે, આપણા દેશમાં રાજનીતિ એની જગ્યાએ ચાલતી રહે છે, રાજકિય દળ, નેતા, વિરોધ આ બધી વાતો થતી રહે છે, પરંતુ કદાચ પહેલીવાર દેશમાં મોટી પ્રખરતાથી જનતાની અંદરથી અવાજ ઉઠવા લાગ્યો છે, આક્રોષની અભિવ્યક્તિ થાય છે. જેને જ્યાં જગ્યા મળે છે ત્યાં જઇને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યી છે. આઝાદી પછી બહુ ઓછા એવા ઉદાહરણ મળશે જે હાલ જોવા મળે છે કે જે દેશનું ખરાબ નથી જોઇ શકતા અને સહન નથી કરતા. આક્રોશની અંદરની કથા કહી રહી છે કે લોકો પીડા અનુભવી રહ્યાં છે. કંઇ હોય કે ના હોય આજે હોય કે કાલે, આજે કરીએ કે કાલે, શું આપણે આપણા દેશને આ અવસ્થામાં જોતા રહી જશું, શું એક નાગરીકના નાતે સમયની માંગ નથી કે આ પરિસ્થિતિને બદલવા માટેનો મહોલ ઉભો કરીએ, સંગઠીત રૂપમાં કરીએ. છ કરોડ ગુજરાતી કરી શકે છે તો સવાસો કરોડ દેશવાસી પણ કરી શકે ગુજરાતથી વધારે મારો અનુભવ નથી, નાના રાજ્યનો સેવક છું. ગુજરાત એવુ રાજ્ય છે જ્યાં બારેમાસ નદી વહેતી નથી. અમારી એવી સ્થિતિ છે કે, એક તરફ મોટું રેગિસ્તાન છે અને બીજી તરફ પાકિસ્તાન. 1600 કિમીનો દરિયો છે. આ પ્રદેશ એવો છે, જેની પાસે ભુસંપદા નથી. આવી પરિસ્થિતિમાં પણ એક રાજ્ય ત્યાના લોકોની નીરાશા છોડીને આત્મવિશ્વાસ સાથે જો સ્થિતિ પલટી શકે છે, છ કરોડ ગુજરાતી એ કરી શકે છે તો આ સવાસો કરોડ દેશવાસીઓ પણ તે કરી શકે છે. અને એ ત્યારે થઇ શકે જ્યારે જનતા જનાર્દન પ્રત્ય ભરોસો હોય, યુવાશક્તિ પર વિશ્વાસ મુકવો જોઇએ, ખેહુત ભાઇઓ પ્રત્યે આદરભાવ હોય, દિવસરાત પરસેવો વહેવતા મજૂરો પ્રત્યે સન્માન હોય, માતા-બહેનોની ઇજ્જત બચાવવાનું દાયિત્વ હોય તો બધુ જ સંભવ છે. કોઇપણ ધનિકના ગળામાં ડાયમ્નડ હશે તો તે વાયા ગુજરાત આવ્યો હશે મોદીએ કહ્યું કે, આજે વિશ્વના 10માંથી નવ ડાયમન્ડ એવા છે કે તેમાં કોઇને કોઇ ગુજરાતીનો હાથ અડ્યો હશે. વિશ્વનો કોઇપણ ધનિક હોય અને તેના ગળામાં ડાયમન્ડ હોય તો તે વાયા ગુજરાતથી આવ્યો હશે. કહેવાનો અર્થ એ છે કે આપણે બધુ કરી શકીએ છીએ. અમારી પાસે કંઇ નહોતુ, અમે પણ નિરાશ થઇને બેસી શકતા હતા પરંતુ અમે સ્થિતિને અમારી તરફેણમાં કરીને વિકાસ નોંધાવ્યો. ટ્રેડર્સ સ્ટેટમાંથી મેન્યુફેક્ચરિંગ સ્ટેટ બની ગયુ ગુજરાત

અર્થચક્રને ગતિ આપવી છે તો, ત્રણ હિસ્સામાં વહેચી દેવી જોઇએ, એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર. બધા જાણે છે કે, ગુજરાત 1 મે 1960માં મહારાષ્ટ્રથી અલગ પડ્યું ત્યારે એવું જણાવવામાં આવતું હતું કે ગુજરાત પાસે કંઇ નથી કરશે કેવી રીતે. એક સમય હતો ગુજરાતની છબી હતી કે ટ્રેડર્સ સ્ટેટ તરીકેની. એક જગ્યાથી લેતા બીજી જગ્યાએ વેચતા અને વચ્ચેથી નીકાળી લેતા, પરંતુ આજે એ જ ગુજરાત મેનુપેક્ટરીંગ સ્ટેટ બની ગયું છે. અકાલ પીડીત રાજ્ય આજે એગ્રોકલ્ચર ગ્રોથમાં આગળ છે. કોઇને પણ તેની કલ્પના નહોતી, પણ 10 વર્ષનું રેકોર્ડ કહે છે કે, ગુજરાતે એગ્રોકલ્ચરમાં 10 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે, જે ભારતમાં એક રેકોર્ડ સમાન છે. ગુજરાતે ખેડુતો માટે સ્વંય હેલ્થ કાર્ડ છે, તેની જમીનની તબિયત કેવી છે, તેનુ હેલ્થ કાર્ડ છે, તેની જમીન માટે શું જરૂરી છે તે વૈજ્ઞાનિક રીતે સમજાવાયું છે. આવું કરવા માટે મહેનત પડે પણ સાચી દિશામાં કામ કરીએ તો ફળ પણ જરૂરથી મળે છે. 2014માં ગુજરાતમાં ગ્લોબલ લેવલનો એગ્રો ટેક ફેર મોદીએ કહ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એગ્રો પણ મહત્વનું છે પરંતુ એ દિશામાં દેશમાં કોઇ કામ થયું નથી, ઉદાસીનતા જોવા મળે છે. જો કે આવનારા દિવસોમાં અમે તેના પર બળ આપી રહ્યાં છીએ. ઇઝરાયલમાં દર બે વર્ષે એગ્રો ફેર લાગે છે, આપણા દેશના હાજારો ખેડુતો ત્યાં જાય છે. આ કોઇ રોકેટ સાયન્સ તો છે નહીં કે માત્ર ઇઝરાયલમાં જ થાય. 2014માં ગુજરાતમાં ગ્લોબલ લેવલનો એગ્રો ટેક ફેર યોજવામાં આવનારો છે. જેમાં અમે ખેડુતોને કૃષિ અને ટેક્નોલોજીના સમનવ્ય અંગે સમજાવીશું. વિજળી માટે વલખા મારતું ગુજરાત એનર્જી સરપ્લસ બન્યું

તેમણે વધુમા કહ્યું કે, આજકાલ તો એવી ફેશન થઇ ગઇ છે, ગુજરાતમાં જે વિકાસ થયો છે તેને નકારી તો શકાય નહીં, તેથી એવું કહે છે કે, આ બધુ તો ગુજરાતમાં પહેલાથી હતું. 2001માં પહેલીવાર ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો ત્યારે લોકો મને મળવા આવતા અને એવું કહેતા કે સાહેબ કંઇના કરો તો કંઇ નહીં પરંતુ સાંજે જમવાના સમયે તો વિજળી આપજો. ગુજરાતમાં ડીનરના સમયે વિજળી નહોતી મળતી. બોર્ડીની પરીક્ષાના સમયે વિજળી નહોતી, સાસ ભી કભી બહુથી જેવી ટીવી શ્રેણી જોવાની ઇચ્છા થતી પણ વિજળી નહોતી. સત્યને અવગણી શકાય નહીં, આજે એ જ રાજ્ય એનર્જી સરપ્લસ છે. અમારી પાસે કોલસાની ખાણો નથી, તેમ છતાં પણ એનર્જી સરપ્લસ અમે બન્યા છીએ. અને આવનારા વર્ષોમાં અમે વિજળી દાન પણ આપી શકીશું. મહારાષ્ટ્રમાં વિજળી સંકટ છે. જેના કારણે તેને ઘણું નુક્સાન છે. સરદાર સરોવર ડેમ છે. જ્યાં હાઇડ્રો પ્રોજેક્ટ છે. તેના કરાર અનુસાર જેટલી વિજળી પેદા થાય છે, તેની ઓછામાં ઓછી વિજળી ગુજરાતને મળે. મોટાભાગની વિજળી મધ્યપ્રદેશ અને પછી મહારાષ્ટ્રને મળે. અમે સરદાર સરોવર ડેમમાં ગેટ લગાવવા માગીએ છીએ જે હજુ લગાવવાના બાકી છે, બનાવેલા પડ્યા છે, પરંતુ ભારત સરકાર લગાવવાની પરવાનગી આપતી નથી. પ્રધાનમંત્રીને કહ્યું કે અમને ગેટ તો લગાવવા દો, અમે દરવાજા બંધ નહીં કરીએ, પાણી નહીં રોકીએ. જો ગેટ લગાવી દેવામાં આવે તો જે પાણી સંગ્રહ થશે તેનાથી વિજળી ઉત્પન્ન કરી શકીશુ અને તેનાથી મહારાષ્ટ્રને મફતમાં વિજળી મળી જશે. પરંતુ તે થઇ શકતુ નથી કારણ કે કેન્દ્ર સરકાર નિર્ણય લઇ શકતી નથી. ચાર પીનો ફોર્મ્યુલા મોદીએ વિશ્વને બદલવા માટે ચાર પીનો ફોર્મ્યુલા જણાવ્યો હતો, જેમાં પીપલ પ્બલ્કિ પ્રાઇવેટ પાર્ટનરશીપ ફોર્મ્યુલા પર કામ કરવું જોઇએ. એકવાર તેમને જોડી લેવામાં આવે તો વિશ્વ બદલાઇ જશે. આ કહેવાની હિંમત કરુ છું કારણ કે અમે ગુજરાતમાં જે કામ કર્યું છે તેમાં સફળતા મળી છે અને તેનાથી લાગે છે કે, કચ્છમાં એગ્રો રિવોલ્યુશન આવી શકે છે, તો દેશમાં પણ આવી શકે છે, પરંતુ આજે દેશ તો કોલસામાં ડુબાયેલુ છે. મને ડર છે કે ક્યાંક સુપ્રિમ કોર્ટના હાથ કાળા ના થાય, તેનાથી દુઃખદ વાત કઇ હોઇ શકે કે સુપ્રિમે દખલગીરી કરવી પડે, આકરું થવું પડે. ગુજરાતની સફળતાનું રહસ્ય

મોદીએ ગુજરાતની સફળતાનું રહસ્ય જણાવતા કહ્યું કે, ગુજરાતની સફળતાનું રહસ્ય ઇન્સ્ટીટ્યૂશનલ છે, ત્યાં એવું ઇન્સ્ટીટ્યૂશનલને એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે, મોદી હોય કે ના હોય કામ ચાલ્યા જ કરશે. તેમાં અનેક ઉણપ હોય છે, પરંતુ તેને દૂર પણ કરવામાં આવી છે. તે જેટલું મજબૂત હોય, ટ્રાન્સપરન્સી હોય તો ચોક્કસ પણે પરિણામ પણ મળશે. અડધો કલાક મારી પાસે રોકાઇ ગયા હોત તો આ બધુ તેમને મળી જાત ગુજરાત વિશ્વ બેન્કનો એક રિપોર્ટ આવ્યો છે જેમાં વ્યાપાર ઉદ્યોગ માટે વિશ્વમાં કઇ સાનુકુળ સ્થાન છે, તેમાં 16માંથી મુંબઇ 10 ક્રમાંકે, પરંતુ અમદાવાદ પાંચમા ક્રમે છે. ઇકોનોમિક્સ ટાઇમ્સમાં એક અહેવાલ છે, જેમાં આર્ટીકલ છે, ગુડ ગવર્નન્સને લઇને ભારત સરકારની એક કમિટીનો અહેવાલ છે, જેમાં સારી શુશાસન વ્યવ્સથા માટે પાંચ પોઇન્ટ સજેસ્ટ કરવામાં આવ્યા છે. જે જોઇને મને લાગે છે કે તેઓ અડધો કલાક મારી પાસે રોકાઇ ગયા હોત તો આ બધુ તેમને મળી જાત. તેમણે બ્યુરોક્રસી સ્ટેબિલિટી, એડમિનિસ્ટ્રેટિવ સ્ટેબિલિટીની વાત કરી છે. જે ગુજરાતમાં વર્ષોથી છે. ગુજરાતમાં કામ કરનારા અધિકારીઓની બદલી નથી થતી. કારણ કે તેમને હવે સમજાય ગયુ છે કામ તો કરવું જ પડશે, બદલી નહીં થાય. ડિપાર્ટમેન્ટમાં કોઓર્ડિનેશન હોવું જોઇએ. આ એકદમ સરળ વાત છે. અમે એક કામ કર્યું છે ઓપન ગવર્નન્સ. જેમા ખુલીને ચર્ચા કરવામાં આવે છે. સરકાર પોલીસી લાવાની હોય તો કોઇ તીસમારખાનો ખેલ કરવાના હોય તેવું કરે છે. આકર્ષણ પેદા કરવામાં આવે છે. મીડિયાને બોલાવે છે અને ધમાકા સાથે મોટો શેર મારી દીધો હોય તેમ કરે છે. આવું કરવાની શું જરૂર છે. જે ડ્રાફ્ટ પોલીસી તૈયાર કરી હોય તેને ઓનાલાઇન કરીને પોલીસીની ઉણપ અને સલાહ જાણવામાં આવે છે. જેમને રસ હોય છે તે ત્યાં બધુ જણાવે છે અને અમને તેમાં સફળતા મળે છે. જે કરવાની તેઓ વાત કરે છે અને અમે ગુજરાતમાં એ પહેલાથી કર્યું છે. સરકારી અધિકારીને ઇનિસિયેટિવ માટે તક આપવી જે ગુજરાત કરે છે, અમારે ત્યાં સ્વાતં સુખાય સ્કિમ છે, જે હેઠળ કોઇપણ સરકારી અધિકારીને જેમાં આનંદ આવે, એવું કામમાં એક કામ પસંદ કરી શકે અને તે માટે તે વધારે સમય આપી શકે છે. આવા કામ અમારા અધિકારી કરે છે. અમારા ફોરેસ્ટ અધિકારીએ બીડુ ઉપાડ્યું, ચેકડેમ તૈયાર કર્યા અને અંબાજી મંદિરમાં પીવાના પાણી મળ્યું. તેમની બદલી થઇ ગઇ છે, પણ જ્યારે તેઓ તેમના પરિવાર કે સંબંધીઓ સાથે આવે છે ત્યારે પહેલા ચેકડેમ બતાવે છે અને પછી માતાજીના દર્શન કરાવે છે. આવા અનેક અધિકારીઓ છે. જેમને અમે પ્રોત્સાહિત કર્યા છે. ઇકોનોમિક ટાઇમ્સમાં તેને સારી રીતે રજૂ કરવામાં આવ્યું છે ગુજરાતનું નામ હોત તો કંઇક અલગ જ છપાયું હોત. અમે સર્વિસ સેક્ટરને પણ કામ કર્યું છે. ગુજરાતી મોટા પ્રવાસીઓ છે, તમે ગમે ત્યાં જાઓ તમને કેમ છો સાંભળવા મળી જ જશે અને ફાઇવ સ્ટાર હોટલમાં ઘરેથી લાવેલો ડબ્બો ખોલીને થેપલુ કાઢશે ખરા. પરંતુ ગુજરાત પ્રવાસન સ્થળ નહોતું. આખા ભારતમાં પર સ્કેવર કિમી. હેરિટેજ પ્રોપર્ટી ગુજરાતમાં છે. અમે તેના પર બળ આપ્યું ટૂરીઝમનો વિકાસ કર્યો, જેના કારણે ટૂરીઝમમાં ગુજરાતનો ગ્રોથ ભારત કરતા બે ગણો વધારે છે, આજે દરેકના મોઢે કુછ દિન તો ગુજારો ગુજરાત મેં સાંભળવા મળે છે. ટૂરીઝમનો વિકાસ થયો. અમારી પાસે રિગેસ્તાન છે, આ જ રણને હિન્દુસ્તાનનું તોરણ બનાવી દીધું. હજારોની સંખ્યામાં લોકો આવે છે. પાકિસ્તાનની સીમા નજીકના સફેદ રણમાં ટેન્ટ બનાવીએ છીએ. કચ્છની હેન્ડક્રાફ્ટનું વેચાણ થવા લાગ્યું છે. અમદવાદ-મુંબઇ હાઇસ્પીડ બુલેટ ટ્રેનથી દુનિયાને તાકાતનો પરચો બતાવી દો

આજે ચીનની ચર્ચા થતી હતી. હું માનું છું કે ચીનથી પરેશાન થવાની જરૂર નથી. આખા વિશ્વનું ધ્યાન એશિયા પર છે. આર્થિક જીવન પર એશિયાનો દબદબો છે અને ત્યાં હિન્દુસ્તાન હશે કે ચીન હશે. બે બાબતો એવી છે જેમાં ભારત ચીન કરતા આગળ છે એક વિશ્વનો સૌથી નોજવાન દેશ, જે ચીન નથી. બીજી ડેમોક્રેટિક ડિવિડન્ડ. આખું વિશ્વ લોકતાંત્રિક પર વિશ્વાસ રાખે છે અને આપણે તેમાં ચીન કરત આગળ છીએ. અને જો આ બાબતોને બળ આપ્યું તો લાભ થશે. એક બાબતની કમી છે તો એ કે સ્કીલ ડેવલોપમેન્ટમાં ચીને મહત્વ આપ્યું છે. આખું વિશ્વ તેની વાતો કરે છે. તે વાત સાચી છે. ભારત યુવાન છે પરંતુ માત્ર સર્ટિફિકેટથી કામ નહીં બને, સ્કીલની જરૂરિયાત છે. જે ગુજરાતે કરી બતાવ્યું છે. પ્રધાનમંત્રીએ થોડા સમય પહેલા જ ગુજરાતને સ્કીલ ડેવલોપમેન્ટમાં જે કાર્ય કર્યું તે બદલ એવોર્ડ આપ્યો હતો. ચીનને સ્પર્ધા તરીકે ભારતે ત્રણ એસ પર વિચારવું જોઇએ અને એ છે સ્કીલ, સ્કેલ અને સ્પીડ. જો આપણે આ ત્રણ બાબતને મહત્વ આપીએ તો ચીનને આપણે પાછળ પાડી દઇશું. આપણે શું કરીએ છીએ, મોટું વિચારવું જોઇએ. મે પ્રધાનમંત્રીને કહ્યું. તેઓ શાંઘાઇ જ બતાવે છે. આખું ચીન બતાવતા નથી. આપણે પણ વ્યુહાત્મક રીતે કંઇક કરવું જોઇએ. 26મી જાન્યુઆરીએ મિલેટ્રી શો શા માટે થાય છે કારણ કે વિશ્વને ખબર પડે કે અમારી પાસે પણ કંઇક છે. પ્રધાનમંત્રીને કહ્યું અમદવાદ-મુંબઇ હાઇસ્પીડ બુલેટ ટ્રેન બનાવી દો, દુનિયાને આપણી તાકાતનો પરચો મળશે. વિશ્વ તેમના સરદારના ચરણો લાવવા એ મારું સ્વપ્ન છે મે એક સંપનુ જોયું છે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બનાવવા માગુ છું અને હું તેને પુરુ કરીશ, ભારતને એક કરવાનું કામ સરદાર પટેલે કર્યું, તેમનું વિશાળ સ્ટેચ્યું મુકવું છે અને તેનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિટી. લિબર્ટી કરતા તેની સાઇઝ ડબલ હશે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા હશે. વિશ્વ તેમના ચરણોમાં આવીને બેશે. આ મિઝાજ જોઇએ. હા થશે, કરીએ છીએથી કામ નહીં બને. તમારી પાસે સમાજ માટે કંઇક કરવાના ઇરાદા જોઇએ, કઠોર પરિશ્રમ કરવું પડે છે. નિર્ણય કરવાનું સાહસ જોઇએ. ગંગાની સાફઇ માટે ઘણું થયું, ઘણા પ્રધાનમંત્રી આવ્યા પણ ઠેરનુ ઠેર. અમે એક નાનું કામ કર્યું, રિવર ફ્રન્ટ બનાવ્યું, સાબરમતી સૌથી ગંદી હતી, આજે જોઇએ તો જુઓ કેવુ કામ કરવામાં આવ્યું છે અને તેનો ખર્ચ પણ નીકળી જશે, કારણ કે અમે પાકા અમદાવાદી છીએ. સિંગલ ફ્લાય ડબલ જર્ની. સોલાર એનર્જી પર કામ કર્યું. વિશ્વનું સૌથી મોટુ સોલાર પાર્ક બનાવીશું આટલા મોટા રણને એશિયાનું સૌથી મોટું સોલાર પાર્ક અમે બનાવી દીધું. આવાનારા દિવસમાં વિશ્વનું સૌથી મોટું સોલાર પાર્ક બનશે. કેટલાક મોદી પાસે આ છે તે છે, સુરજ તો છે ને તમારી પાસે, કરીને બતાવોને. કોઇએ પડદો તો લગાવ્યો નથી. પરંતુ પ્રયત્ન કરવો જોઇએ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi calls upon everyone to make meditation a part of their daily lives
December 21, 2024

Prime Minister Shri Narendra Modi has called upon everyone to make meditation a part of their daily lives on World Meditation Day, today. Prime Minister Shri Modi remarked that Meditation is a powerful way to bring peace and harmony to one’s life, as well as to our society and planet.

In a post on X, he wrote:

"Today, on World Meditation Day, I call upon everyone to make meditation a part of their daily lives and experience its transformative potential. Meditation is a powerful way to bring peace and harmony to one’s life, as well as to our society and planet. In the age of technology, Apps and guided videos can be valuable tools to help incorporate meditation into our routines.”