૫૨
માં
ગુજરાત
ગૌરવ
દિન
ઉજવણીઃ
દાહોદ
દાહોદમાં
ગુજરાત
ગૌરવ
દિવસની
રાજ્યકક્ષાની
ઉજવણીનાં
જન
જનના
આનંદ-ઉલ્લાસમાં
સહભાગી
બનતા
નરેન્દ્રભાઇ
મોદી
ભર
ઉનાળે
ધોમધખતી
ગરમીમાં
પણ
વિશાળ
સંખ્યામાં
વનવાસી
પરિવારો
ઉમટયા
જેમને
વિરોધ
કરવો
છે
તેઓ
વિકાસ
સાંખી
શકવાના
જ
નથીઃ
અમે
તો
વિકાસનો
જ
રસ્તો
લીધો
છેઃ
મુખ્યમંત્રી
રૂ.૧ર૭
કરોડના
ખર્ચે
દાહોદ
શહેરને
કડાણા
ડેમ
આધારિત
પાઇપ
લાઇનથી
પાણી
પુરવઠાની
યોજનાનું
ખાતમૂહુર્ત
અને
સરકારી
ઇજનેરી
કૉલેજ
હૉસ્ટેલ
ભવનનું
લોકાર્પણ
ઉત્તર
દાહોદ
જિલ્લાના
ર૧૦
ગામોને
માટે
પીવાના
પાણીની
કડાણા
ડેમ
આધારિત
પાણી
પુરવઠા
યોજના
માટે
રૂ.૪પ૬
કરોડની
મંજૂરી
દાહોદ
શહેર
ભૂગર્ભ
ગટર
યોજના
દાહોદ
જિલ્લાના
ગુજરાત
ગૌરવ
દિવસની
રાજ્યકક્ષાની
ઉજવણીમાં
વિરાટ
વિકાસ
ઉત્સવઃ
કુલ
રૂ.૯૦૩
કરોડના
૫૦૧
વિકાસ
કામો
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના બાવનમા ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદ જિલ્લાની જનતા જનાર્દનના આનંદ-ઉલ્લાસમાં સહભાગી થવા આજે બપોરે દાહોદ આવી પહોંચતા સમગ્ર દાહોદ શહેરમાં વિકાસના જનઉત્સવમાં નગરજનોનો ઉત્સાહ હેલે ચડયો હતો.
મુખ્યમંત્રીશ્રીએ દાહોદના વિકાસના પાયામાં જળશક્તિના મહત્વને ધ્યાનમાં લઇ, કડાણા જળાશય આધારિત ૮૨ કિલોમીટરની બલ્ક પાણી પુરવઠા યોજનાના રૂ.૧ર૭ કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને સરકારી ઇજનેરી કૉલેજની હૉસ્ટેલના ભવનનું લોકાર્પણ કર્યું હતું.
આજે દિવસ દરમિયાન મુખ્યમંત્રીશ્રીના હસ્તે જ પાંચ લોકાર્પણ અને ત્રણ ખાતમુહૂર્તના મળીને તેમજ રૂ.૪પ૬ કરોડની કડાણા ડેમ આધારિત ઉત્તર દાહોદ જિલ્લાના ૨૧૦ ગામો માટેની પીવાના પાઇપ લાઇનથી પાણી પુરવઠાની યોજના અને રૂ.૪૫ કરોડની દાહોદ નગરની ભૂગર્ભ ગટર યોજનાના નવા રૂ.૫૦૧ કરોડના બે કામોની પણ આ સમારંભમાં જાહેરાતો કરતા ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીનો જનઆનંદ પરાકાષ્ટાએ પહોંચ્યો હતો. આ એક જ કાર્યક્રમમાં દાહોદ શહેર અને જિલ્લા માટે મુખ્યમંત્રીશ્રીએ ૬૮૪ કરોડ રૂપિયાના વિકાસકામો જનતાને સમર્પિત કર્યા હતા.
આમ, ગુજરાત સ્થાપના દિવસની વિકાસના મહાઉત્સવ તરીકે ઉજવણીના યજમાન બનેલા આ વનવાસી ક્ષેત્ર દાહોદ જિલ્લામાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત મળીને ૫૦૧ વિકાસકામો કુલ રૂ.૯૦૩ કરોડના ખર્ચે વનવાસી પરિવારોને પ્રગતિમાં ભાગીદાર બનવા સમર્પિત થયા છે. આમાં ૩૨૭ કામોનું ૧૬૩ કરોડના ખર્ચે પૂરા કરી લોકાર્પણ કર્યું છે અને ૧૭૧ કામોનું ખાતમુહૂર્ત કરાયુ છે.
આ ઉપરાંત દક્ષિણ દાહોદ જિલ્લાના ગામો માટે નર્મદા રિવર બેઝીન હાંફેશ્વરથી પાણીની પાઇપ લાઇન નાંખીને ૧૧૯ કિલોમીટરની લાંબી પાણી પુરવઠા યોજનાના ટેકનીકલ તજજ્ઞ અભ્યાસની પણ જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, મહા ગુજરાતની ચળવળમાં અલગ ગુજરાતની સ્થાપના માટે સામી છાતીએ ભદ્રના કોંગ્રેસના કાર્યાલયમાંથી છૂટેલી ગોળીઓ ઝીલીને પણ ગુજરાત માટે જીવન ખપાવી દીધેલું. આ શહિદોના રક્તને અમે એળે જવા નથી દીધું, પણ કોંગ્રેસને હજુ આનો ગુસ્સો જતો નથી. ગુજરાત જેનું ગૌરવ કરે તે ૧લી મે ગુજરાતની સ્થાપના સમગ્ર ગુજરાતીઓમાં પ્રગટે તે માટે ગુજરાત ગૌરવ દિવસ તરીકે ૧લી મે ને ભૂલવાડી દેવામાં આવ્યો, પરંતુ આ સરકારે ર૦૦૧થી સમગ્ર ગુજરાતીઓ ગૌરવ લઇ શકે એ રીતે ૧લી મેના ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી છે.
કોંગ્રેસને મહાગુજરાતની ચળવળના દૂધમલિયા શહિદોની યાદમાં મે તા.૧ના ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીની ક્યારેય ઇચ્છા થઇ નહોતી એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસના અગાઉના એકધારા ૪૦ વર્ષની તુલનામાં આ સરકારે ૧૦ વર્ષમાં જેટલા વિકાસકામો કર્યા છે તેનું બજેટ જ અગાઉના ચાલીસ વર્ષ કરતા વધી જાય છે પરંતુ જેમને વિરોધ કરવો છે તેમને વિકાસ સાંખી શકાવાનો નથી અને અમારો રસ્તો છે, વિકાસ કરવો છે.
અગાઉ કોંગ્રેસની સરકારોમાં આદિવાસી ક્ષેત્રમા વિજ્ઞાન પ્રવાહની માધ્યમિક શાળાઓ નહોતી પણ આ સરકારે દરેક તાલુકામાં વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને દરેક તાલુકામાં એક સરકારી આઇ.ટી.આઇ. સંસ્થા શરૂ કરી દીધી છે. ગુજરાતમાં છેલ્લા દસ જ વર્ષમાં ઇજનેરી કૉલેજોની પ્રવેશ બેઠકો ૧૯૦૦૦માંથી ૫૬૦૦૦ થઇ ગઇ છે.
ગુજરાત સરકારે દાહોદ જિલ્લા માટે કરેલી વિકાસની જાહેરાતોના નાણામાં એક પાઇ પણ કેન્દ્ર સરકારમાંથી લીધી નથી, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી મોદીએ આજે દાહોદમાં ગુજરાત સ્થાપના દિવસની ગૌરવપૂર્ણ રાજ્યકક્ષાની ઉજવણીનો પ્રારંભ કરતા એવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે હિન્દુસ્તાનના સમગ્ર આદિવાસી પ્રદેશોની તુલનામાં ગુજરાતના સમગ્ર વનવાસી ક્ષેત્ર અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી પૂર્વપટૃાનો વિકાસ સૌથી મોખરે રહેશે.
તેમણે દાહોદ જિલ્લાની ડુંગરાળ હારમાળામાં માનગઢ ઉપર દેશ માટે મરી ફિટનારા ગોવિંદ ગુરૂની આગેવાની નીચે આઝાદીની લડતમાં શહિદી વહોરનારા આદિવાસીઓનું ગૌરવગાન કરવાની પણ જાહેરાત કરી હતી.
નાગરિકોને રાજ્ય સ્થાપના દિવસના અભિનંદન પાઠવતા રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ શ્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, આ આયોજનથી દાહોદની પીવાના પાણીની વિકટ સમસ્યાનો કાયમી ધોરણે અંત આવશે. વનબંધુ કલ્યાણ યોજના સહિત આદિજાતિ વિકાસના વિવિધ યશસ્વી સોપાનોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિજાતિ વિકાસની સહુથી વધુ ચિંતા કરી છે. તેઓ અમારા બધા કરતા સવાયા આદિવાસી હિતચિંતક છે. ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ૧૮ લાખ આદિવાસી લાભાર્થીઓને કરોડો રૂપિયાની સહાય મળી છે. વનબંધુ કલ્યાણ યોજનાના પ્રથમ તબક્કામાં રૂ.૧પ હજાર કરોડની સામે વનવાસી વિકાસ માટે રૂ.૧૮ હજાર કરોડના ખર્ચ પછી તેના બીજા તબક્કા માટે રાજ્ય સરકારે રૂ.૪૦ હજાર કરોડની જોગવાઇ કરી છે.
રાજ્ય સરકાર આદિજાતિ વિકાસ માટે કટીબદ્ધ અને સંકલ્પબદ્ધ છે તેવી લાગણી વ્યક્ત કરતા પાણી પુરવઠા અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પરબતભાઇ પટેલે સહુને આવકારતા જણાવ્યું હતું કે, કડાણા યોજના આધારિત રૂ.૧ર૭ કરોડના આ આયોજનથી દાહોદને સરફેસ વોટરનો ખાત્રીબદ્ધ પુરવઠો મળશે. દાહોદ જિલ્લાના તમામ ગામોને પીવાનું આરોગ્યપ્રદ પાણી મળી રહે તેવી વ્યવસ્થાઓ અમલીકરણ હેઠળ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વન અને આદિજાતિ કલ્યાણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલ, જિલ્લા પ્રભારી અને સામાજિક ન્યાયમંત્રી શ્રી ફકીરભાઇ વાધેલા, આદિજાતિ કલ્યાણ રાજ્યમંત્રી શ્રી જશવંતસિંહ ભાભોર, પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી પરબતભાઇ પટેલ, સંસદિય સચિવ શ્રી હર્ષદભાઇ વસાવા, ધારાસભ્ય શ્રી જેઠાભાઇ ભરવાડ, દાહોદ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી શંકરભાઇ સહિત મહાનુભાવો, મુખ્ય સચિવ શ્રી એ.કે.જોતિ, પ્રભારી સચિવ શ્રી ભાગ્યેશ જ્હા, કલેકટર શ્રી જે.એમ.લુણી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.વિક્રાંત પાંડે, જિલ્લા પોલીસ વડા નિપૂર્ણા તોરવણે સહિત ઉચ્ચ અધિકારીઓ, નગરપાલિકા અધ્યક્ષ સંતોષબેન સહિત પદાધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.