પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગેસ ઉત્પાદનના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફના નવા રેકોર્ડ માટે નાગરિકોને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પને હાંસલ કરવા માટે ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ એક્સ પોસ્ટમાં માહિતી આપી હતી કે દેશે ગેસ ઉત્પાદનના ક્ષેત્રમાં નવો રેકોર્ડ હાંસલ કર્યો છે. 2020-21માં ગેસનું ઉત્પાદન 28.7 BCM હતું. 2023-24માં તેને વધારીને 36.43 BCM કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી દ્વારા શેર કરવામાં આવેલા ડેટામાં અંદાજ છે કે 2026માં ગેસનું ઉત્પાદન 45.3 BCM રહેશે.
કેન્દ્રીય મંત્રીશ્રીની X પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, પ્રધાનમંત્રીએ કહ્યું;
“देशवासियों को इस उपलब्धि के लिए बहुत-बहुत बधाई!
विकसित भारत के संकल्प की सिद्धि में ऊर्जा के क्षेत्र में हमारी आत्मनिर्भरता बहुत महत्वपूर्ण है। गैस उत्पादन का यह रिकॉर्ड इस दिशा में हमारी प्रतिबद्धता का प्रत्यक्ष प्रमाण है।”
देशवासियों को इस उपलब्धि के लिए बहुत-बहुत बधाई!
— Narendra Modi (@narendramodi) August 4, 2024
विकसित भारत के संकल्प की सिद्धि में ऊर्जा के क्षेत्र में हमारी आत्मनिर्भरता बहुत महत्वपूर्ण है। गैस उत्पादन का यह रिकॉर्ड इस दिशा में हमारी प्रतिबद्धता का प्रत्यक्ष प्रमाण है। https://t.co/czlrxvTFJt