QuotePM Modi thanks Australian PM Scott Morrison for returning 29 ancient artefacts to India
QuotePM Modi, Australian PM review progress made under the Comprehensive Strategic Partnership

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી માનનીય સ્કોટ મોરિસને આજે બીજી ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ યોજી હતી જે દરમિયાન તેઓએ બંને દેશો વચ્ચેના બહુવિધ સંબંધોની સમીક્ષા કરી હતી અને પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું.

શરૂઆતમાં, પ્રધાનમંત્રી શ્રી મોદીએ ન્યૂ સાઉથ વેલ્સ અને ક્વીન્સલેન્ડમાં ભયંકર પૂરના કારણે થયેલા વિનાશ અને એનાં પરિણામે થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.

બંને નેતાઓએ જૂન 2020માં પહેલી વર્ચ્યુઅલ સમિટ દરમિયાન સ્થપાયેલી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સંબંધોના વિસ્તૃત અવકાશ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો જે હવે વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સલામતી, શિક્ષણ અને નવીનતા, વિજ્ઞાન અને ટેક્નોલોજી, ક્રિટિકલ મિનરલ્સ, જળ વ્યવસ્થાપન, નવી અને રિન્યુએબલ એનર્જી ટેક્નોલોજી, કોવિડ-19 સંબંધિત સંશોધન વગેરે જેવાં વિવિધ ક્ષેત્રોને આવરી લે છે.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ 29 પ્રાચીન કલાકૃતિઓ ભારતને પરત કરવા માટેની વિશેષ ચેષ્ટા બદલ  માનનીય શ્રી સ્કોટ મોરિસનનો આભાર માન્યો હતો. આ કલાકૃતિઓમાં સદીઓ જૂનાં શિલ્પો, ચિત્રો અને ફોટોગ્રાફ્સનો સમાવેશ થાય છે, જેમાંથી કેટલીક ભારતના વિવિધ ભાગોમાંથી 9મી-10મી સદીની છે. કલાકૃતિઓમાં 12મી સદીના ચોલા કાંસ્ય, 11મી-12મી સદીનાં રાજસ્થાનનાં જૈન શિલ્પો, 12મી-13મી સદીની ગુજરાતની દેવી મહિસાસુરમર્દિનીની મૂર્તિ, 18મી-19મી સદીનાં ચિત્રો અને પ્રારંભિક જિલેટીન સિલ્વર ફોટોગ્રાફ્સનો સમાવેશ થાય છે.

|

પ્રધાનમંત્રી શ્રી મોદીએ કોવિડ-19 રોગચાળા દરમિયાન ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ સહિત ભારતીય સમુદાયની કાળજી લેવા બદલ પ્રધાનમંત્રી શ્રી મોરિસનનો આભાર માન્યો હતો.

બંને નેતાઓએ સહિયારાં મૂલ્યો અને સમાન હિતો સાથેના સાથી લોકશાહી તરીકે બંને દેશો વચ્ચે વધતા વ્યૂહાત્મક સંકલનની પણ પ્રશંસા કરી હતી, જેમાં મુક્ત, ખુલ્લાં, સર્વસમાવેશક અને સમૃદ્ધ ભારત-પ્રશાંતનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે ઘેરી બની રહેલી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનાં વિવિધ પાસાઓને આવરી લેતું સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. બંને પક્ષો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ પ્રધાનમંત્રીઓ વચ્ચે વાર્ષિક શિખર સંમેલન સ્થાપવા માટે પણ સંમત થયા હતા, આમ દ્વિપક્ષીય સંબંધોમાં વિશેષ પરિમાણ ઉમેર્યું હતું.

 

 

 

  • ranjeet kumar May 06, 2022

    nmo🎉
  • Chowkidar Margang Tapo April 30, 2022

    vande mataram.
  • Vivek Kumar Gupta April 23, 2022

    जय जयश्रीराम
  • Vivek Kumar Gupta April 23, 2022

    नमो नमो.
  • Vivek Kumar Gupta April 23, 2022

    जयश्रीराम
  • Vivek Kumar Gupta April 23, 2022

    नमो नमो
  • Vivek Kumar Gupta April 23, 2022

    नमो
  • ranjeet kumar April 20, 2022

    jay🙏🎉🎉
  • Anil Bidlan April 18, 2022

    माननीय प्रधानमंत्री महोदय नमस्कार मैं आपसे प्रार्थना करता हूं कि मैं भारतीय जनता पार्टी का कार्यकर्ता हूं मेरी किसी ने भी कोई सुनाई नहीं कर रहा जिसमें मेहनत मजदूरी करके m.a. पास कर रखी है किसी प्रकार के कोई भी मेरे काम नहीं हो रहे हैं जिसमें कि सरकार के द्वारा दी गई सुविधाएं कोई भी सुविधा का लाभ नहीं मिल रहा मुझे जिसमें अंतोदय परिवार के अंदर आता हूं उसका भी कोई शमा समस्या का हल नहीं हुआ कोई भी लाभ नहीं मिल रहा जिसमें मेरी श्रमिक की कॉपी बनी हुई है लेबर डिपार्टमेंट की इसमें सरकार के द्वारा कुछ सुविधाएं उपलब्ध होती है छात्रवृत्ति की बच्चों की जिसमें मैंने दोनों बच्चों के फार्म लगाए हुए हैं छात्रवृत्ति के 2019 से लेकर अब तक मुझे कोई भी सुविधा का लाभ नहीं मिल रहा बार-बार फार्म को रिजेक्ट कर देते हैं सही फार्म को भी रिजेक्ट कर देते कम से कम मैनेज 6-7 बार सीएम विंडो की दुकान लगा चुका हूं और फार्म 10 15 बार बार चुका हूं कोई भी लाभ प्राप्त नहीं हो रहा है सुविधा का लाभ नहीं मिल रहा मैं आपके आगे हाथ जोड़कर प्रार्थना करता हूं कि मुझे कोई न कोई समस्या का हल जरूर निकालें और मुझे कोई न कोई सरकारी नौकरी दिलाएं
  • ranjeet kumar April 16, 2022

    nmo
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'Operation Brahma': First Responder India Ships Medicines, Food To Earthquake-Hit Myanmar

Media Coverage

'Operation Brahma': First Responder India Ships Medicines, Food To Earthquake-Hit Myanmar
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 30 માર્ચ 2025
March 30, 2025

Citizens Appreciate Economic Surge: India Soars with PM Modi’s Leadership