પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇજિપ્તના રાષ્ટ્રપતિ H.E. શ્રી અબ્દેલ ફત્તાહ અલ-સીસી. સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ અને આ ક્ષેત્ર અને વિશ્વ માટે તેની અસરો અંગે ચર્ચા કરી હતી.
બંને નેતાઓએ આતંકવાદ, હિંસા અને નાગરિકોની જાનહાનિ પર તેમની સહિયારી ચિંતા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દા પર ભારતની લાંબા ગાળાની અને સૈદ્ધાંતિક સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો.
પ્રધાનમંત્રીએ પેલેસ્ટાઈનના લોકો માટે ભારતની વિકાસ ભાગીદારી અને માનવતાવાદી સહાય પર પ્રકાશ પાડ્યો હતો.
બંને નેતાઓ શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના અને માનવતાવાદી સહાયની સુવિધા માટે સંમત થયા હતા.