બાબાસાહેબ આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદને નમન કર્યા
બાપુ અને આઝાદીની ચળવળમાં બલિદાન આપનારા તમામને શ્રદ્ધાંજલિ અર્પી
26/11ના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી
“બંધારણ દિવસ ઉજવવો જોઇએ કેમ કે આપણો માર્ગ સાચો છે કે નથી એનું સતત મૂલ્યાંકન થવું જોઇએ”
“પરિવાર આધારિત પક્ષો સ્વરૂપે ભારત એક પ્રકારની કટોકટી તરફ આગળ વધી રહ્યું છે જે બંધારણને સમર્પિત લોકો માટે ચિંતાનો વિષય છે”
“જે પક્ષોએ એમનું લોકતાંત્રિક ચારિત્ર્ય ગુમાવી દીધું છે એ લોકશાહીનું રક્ષણ કેવી રીતે કરી શકે?”
“દેશની સ્વતંત્રતા બાદ જો ફરજ પર ભાર મૂકાયો હોત તો સારું થાત. આઝાદી કા અમૃત મહોત્સવમાં આપણા માટે કર્તવ્યના માર્ગે આગળ વધવાનું આવશ્યક છે જેથી આપણા અધિકારોનું રક્ષણ થઈ શકે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સંસદમાં બંધારણ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને આદરણીય રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને લોકસભાના સ્પીકરે સંબોધન કર્યું હતું. આદરણીય રાષ્ટ્રપતિનાં ભાષણ બાદ, બંધારણનાં આમુખના પઠનમાં દેશ એમની સાથે જીવંત રીતે જોડાયો હતો. આદરણીય રાષ્ટ્રપતિએ બંધારણ સભાની ચર્ચાઓની ડિજિટલ આવૃત્તિ, ભારતનાં બંધારણની હસ્તલિખિત પ્રતની ડિજિટલ આવૃત્તિ અને અત્યાર સુધીના તમામ સુધારાઓને સમાવતી ભારતનાં બંધારણની સુધારેલી આવૃત્તિ પ્રસિદ્ધ કરી હતી. તેમણે ‘બંધારણીય લોકશાહી અંગે એક ઓનલાઇન ક્વિઝ’નું પણ ઉદઘાટન કર્યું હતું.

સમારોહને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનો દિવસ, બાબાસાહેબ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, બાપુ જેવા મહાન અને દૂરંદેશી મહાનુભાવો અને આઝાદીનાં સંગ્રામ દરમ્યાન બલિદાન આપનારા સૌ કોઇને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. આજનો દિવસ આ ગૃહને સલામ કરવાનો છે. આવા દિગ્ગજોનાં નેતૃત્વ હેઠળ ઘણી બધી ચર્ચા-વિચારણા અને મંથન બાદ, આપણાં બંધારણનું અમૃત બહાર આવ્યું, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે એમ પણ ભાર મૂક્યો હતો કે આજનો દિવસ લોકશાહીનાં આ ગૃહને નમન કરવાનો પણ છે. પ્રધાનમંત્રીએ 26/11 હુમલાના શહીદોને પણ નમન કર્યાં હતાં. “આજે 26/11 આપણા માટે એટલો દુ:ખદ દિવસ છે જ્યારે દેશના દુશ્મનો દેશની અંદર આવી ગયા હતા અને મુંબઈમાં ત્રાસવાદી હુમલો કર્યો હતો. દેશના વીર જવાનોએ ત્રાસવાદીઓ સાથે લડતા એમનાં જીવનનું બલિદાન આપ્યું હતું. આજે હું એમનાં બલિદાનને નમન કરું છું”, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આપણું બંધારણ એ માત્ર ઘણી બધી ધારાઓનો સંગ્રહ જ નથી, આપણું બંધારણ એ સહસ્ત્ર વર્ષોની મહાન પરંપરા છે. તે અખંડ ધારાની આધુનિક અભિવ્યક્તિ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે બંધારણ દિવસ એટલે પણ ઉજવવો જોઇએ કેમ કે આપણો માર્ગ સાચો છે કે નહીં એનું સતત મૂલ્યાંકન થવું જોઇએ.

‘બંધારણ દિવસ’ને ઉજવવા પાછળની ભાવના વિશે વિસ્તૃત વર્ણન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતી દરમ્યાન અમને સૌને લાગ્યું કે આ દેશને બાબાસાહેબ આંબેડકરે આ દેશને જે ભેટ આપી છે એનાથી મોટો પવિત્ર અવસર શું હોઇ શકે, આપણે સ્મૃતિ ગ્રંથ સ્વરૂપે એમનાં યોગદાનને હંમેશા યાદ કરવું જોઇએ.” તેમણે કહ્યું કે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની પરંપરા સ્થાપિત કરવાની સાથે જ એ સમયે જ જો 26મી નવેમ્બરે ‘બંધારણ દિવસ’ પણ સ્થાપિત થયો હોત તો વધારે સારું થાત.

પ્રધાનમંત્રીએ કહ્યું કે પરિવાર આધારિત પક્ષોનાં સ્વરૂપે ભારત એક પ્રકારની કટોકટી તરફ આગળ વધી રહ્યું છે જે બંધારણને સમર્પિત લોકો માટે ચિંતાનો વિષય છે, લોકશાહીમાં માનનારા લોકો માટે ચિંતાની બાબત છે. તેમણે કહ્યું કે “યોગ્યતાના આધારે પરિવારમાંથી એક કરતા વધારે લોકો આવે ને પાર્ટીમાં જોડાય એનાથી પક્ષ પરિવારવાદી નથી બનતો. પેઢી દર પેઢી એક પક્ષ એ જ પરિવાર દ્વારા ચાલે ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે.” પ્રધાનમંત્રીએ ખેદ વ્યક્ત કર્યો કે જ્યારે રાજકીય પક્ષો એમનું લોકતાંત્રિક ચારિત્ર્ય જાતે જ ગુમાવે છે ત્યારે બંધારણની ભાવનાને પણ ઠેસ પહોંચી છે, બંધારણની દરેક ધારાને ઠેસ પહોંચી છે. “જે પક્ષોએ એમનું લોકતાંત્રિક ચારિત્ર્ય ગુમાવી દીધું છે એ લોકશાહીનું રક્ષણ કેવી રીતે કરી શકે?” એવો સવાલ પ્રધાનમંત્રીએ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ દોષિત ભ્રષ્ટ લોકોને ભૂલી જવાના અને પૂજવાના વલણ સામે પણ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે સુધરવાની તક આપતી વખતે આપણે આવા લોકોને જાહેર જીવનમાં પૂજવાથી દૂર રહેવું જોઇએ.

પ્રધાનમંત્રીએ કહ્યું કે મહાત્મા ગાંધીએ આઝાદીની ચળવળમાં પોતાના અધિકારો માટે લડતી વખતે પણ રાષ્ટ્રને ફરજો માટે તૈયાર કરવાની કોશીશ કરી હતી. “જો દેશની આઝાદી બાદ કર્તવ્ય પર ભાર મૂકવામાં આવ્યો હોત તો વધુ સારું થાત. આઝાદી કા અમૃત મહોત્સવમાં આપણા માટે ફરજના માર્ગે આગળ વધવાનું જરૂરી છે જેથી આપણા અધિકારોનું રક્ષણ થઈ શકે” એમ પ્રધાનમંત્રીએ સમાપન કર્યું હતું.

 

 

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi