પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહાર દિવસ પર બિહારના લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે બિહાર તેના સમૃદ્ધ ઇતિહાસ અને જીવંત સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. બિહારના લોકો, જેઓ રાષ્ટ્રીય જીવનના તમામ ક્ષેત્રોમાં યોગદાન આપી રહ્યા છે, તેઓએ તેમની સખત મહેનત અને નિશ્ચયથી એક વિશેષ ઓળખ બનાવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"રાજ્યના આપણા તમામ ભાઈઓ અને બહેનોને બિહાર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! બિહારના લોકો, જે તેના સમૃદ્ધ ઇતિહાસ અને જીવંત સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે, દેશના વિકાસ માટે દરેક ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. તેમના સમર્પણ અને સખત મહેનતથી , તેમની એક ખાસ ઓળખ ઉભી થઈ છે.
बिहार दिवस पर राज्य के अपने सभी भाई-बहनों को बहुत-बहुत बधाई! अपने समृद्ध इतिहास और जीवंत संस्कृति के लिए प्रसिद्ध बिहार के लोग देश के विकास के लिए हर क्षेत्र में अतुलनीय योगदान दे रहे हैं। अपनी लगन और कठिन परिश्रम से उन्होंने एक विशेष पहचान बनाई है।
— Narendra Modi (@narendramodi) March 22, 2023