Quoteપ્રધાનમંત્રીએ અષાઢ પૂર્ણિમા – ધમ્મ ચક્ર દિવસ કાર્યક્રમમાં આપેલો સંદેશ
Quoteભગવાન બુદ્ધ કોરોના મહામારીના સમયમાં વધુ સાંદર્ભિક છે: પ્રધાનમંત્રી
Quoteભગવાન બુદ્ધે ચીંધેલા માર્ગે ચાલીને આપણે સૌથી મુશ્કેલ સમયને પણ કેવી રીતે પડકારી શકીએ તે ભારતે બતાવી દીધું છે: પ્રધાનમંત્રી
Quoteકપરા સમયમાં, દુનિયાએ તેમના બોધપાઠોની શક્તિનો અહેસાસ કર્યો છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભગવાન બુદ્ધ પ્રવર્તમાન કોરોના મહામારીના સમયમાં વધુ સાંદર્ભિક છે. ભગવાન બુદ્ધે ચીંધેલા માર્ગે ચાલીને આપણે સૌથી મુશ્કેલ સમયને પણ કેવી રીતે પડકારી શકીએ તે ભારતે બતાવી દીધું છે. ભગવાન બુદ્ધે આપેલા બોધપાઠને અનુસરીને આખી દુનિયા એકજૂથ થઇને આગળ વધી રહી છે. પ્રધાનમંત્રીએ અષાઢ પૂર્ણિમા અને ધમ્મ ચક્ર દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં દેશવાસીઓને આપેલા સંદેશમાં કહ્યું હતું કે, આમાં, આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘની પહેલ ‘પ્રાર્થના સાથે સંભાળ’ પ્રશંસનીય છે.

|

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા મન અને વાણી તેમજ મક્કમતા વચ્ચે અને આપણી ક્રિયા અને પ્રયાસો વચ્ચેનો સૌહાર્દ આપણને પીડાથી દૂર રાખે છે અને ખુશીઓ તરફ દોરી જાય છે. આ આપણને સારા સમયમાં સૌના કલ્યાણ માટે પ્રેરણા આપે છે અને મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ આપે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભગવાન બુદ્ધે આપણને આ સૌહાર્દ પ્રાપ્ત કરવા માટે આઠ ગણો માર્ગ આપ્યો છે.

|

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે ત્યાગ અને સહનશક્તિથી તપેલા ભગવાન બુદ્ધ બોલે છે તો તે ફક્ત શબ્દો નથી હોતા પરંતુ આખું ધમ્મ ચક્ર શરૂ થઇ જાય છે અને તેમનામાંથી વહેતું જ્ઞાન વિશ્વના કલ્યાણનો પર્યાય બની જાય છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આથી જ આજે આખી દુનિયામાં તેમના અનુયાયીઓ છે.

‘ધમ્મ પદ’નો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, વેરથી વેરનું શમન નથી થતું. તેના બદલે મોટા દિલ દ્વારા પ્રેમથી વેરને શાંત પાડી શકાય છે. આ કપરા સમયમાં, દુનિયાને આ પ્રેમ અને સૌહાર્દનો અહેસાસ થયો છે. પ્રધાનમંત્રીએ પોતાના શબ્દોનું સમાપન કરતા કહ્યું હતું કે, ભગવાન બુદ્ધના આ જ્ઞાનના કારણે, માનવતાનો આ અનુભવ સમૃદ્ધ થાય છે, વિશ્વ સફળતા અને સમૃદ્ધિની નવી ઊંચાઈઓને સ્પર્શ કરશે.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

  • jignesh parmar January 14, 2024

    namo
  • शिवकुमार गुप्ता February 10, 2022

    जय भारत
  • शिवकुमार गुप्ता February 10, 2022

    जय हिंद.
  • शिवकुमार गुप्ता February 10, 2022

    जय हिंद
  • शिवकुमार गुप्ता February 10, 2022

    जय श्री सीताराम
  • शिवकुमार गुप्ता February 10, 2022

    जय श्री राम
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Raj Kapoor’s Iconic Lantern Donated To PM Museum In Tribute To Cinematic Icon

Media Coverage

Raj Kapoor’s Iconic Lantern Donated To PM Museum In Tribute To Cinematic Icon
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi greets everyone on occasion of National Science Day
February 28, 2025

The Prime Minister Shri Narendra Modi greeted everyone today on the occasion of National Science Day. He wrote in a post on X:

“Greetings on National Science Day to those passionate about science, particularly our young innovators. Let’s keep popularising science and innovation and leveraging science to build a Viksit Bharat.

During this month’s #MannKiBaat, had talked about ‘One Day as a Scientist’…where the youth take part in some or the other scientific activity.”