પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભગવાન બુદ્ધ પ્રવર્તમાન કોરોના મહામારીના સમયમાં વધુ સાંદર્ભિક છે. ભગવાન બુદ્ધે ચીંધેલા માર્ગે ચાલીને આપણે સૌથી મુશ્કેલ સમયને પણ કેવી રીતે પડકારી શકીએ તે ભારતે બતાવી દીધું છે. ભગવાન બુદ્ધે આપેલા બોધપાઠને અનુસરીને આખી દુનિયા એકજૂથ થઇને આગળ વધી રહી છે. પ્રધાનમંત્રીએ અષાઢ પૂર્ણિમા અને ધમ્મ ચક્ર દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં દેશવાસીઓને આપેલા સંદેશમાં કહ્યું હતું કે, આમાં, આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘની પહેલ ‘પ્રાર્થના સાથે સંભાળ’ પ્રશંસનીય છે.
आज कोरोना महामारी के रूप में मानवता के सामने वैसा ही संकट है जब भगवान बुद्ध हमारे लिए और भी प्रासंगिक हो जाते हैं।
— PMO India (@PMOIndia) July 24, 2021
बुद्ध के मार्ग पर चलकर ही बड़ी से बड़ी चुनौती का सामना हम कैसे कर सकते हैं, भारत ने ये करके दिखाया है: PM @narendramodi
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા મન અને વાણી તેમજ મક્કમતા વચ્ચે અને આપણી ક્રિયા અને પ્રયાસો વચ્ચેનો સૌહાર્દ આપણને પીડાથી દૂર રાખે છે અને ખુશીઓ તરફ દોરી જાય છે. આ આપણને સારા સમયમાં સૌના કલ્યાણ માટે પ્રેરણા આપે છે અને મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ આપે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભગવાન બુદ્ધે આપણને આ સૌહાર્દ પ્રાપ્ત કરવા માટે આઠ ગણો માર્ગ આપ્યો છે.
सारनाथ में भगवान बुद्ध ने पूरे जीवन का, पूरे ज्ञान का सूत्र हमें बताया था।
— PMO India (@PMOIndia) July 24, 2021
उन्होंने दुःख के बारे में बताया, दुःख के कारण के बारे में बताया, ये आश्वासन दिया कि दुःखों से जीता जा सकता है, और इस जीत का रास्ता भी बताया: PM @narendramodi
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે ત્યાગ અને સહનશક્તિથી તપેલા ભગવાન બુદ્ધ બોલે છે તો તે ફક્ત શબ્દો નથી હોતા પરંતુ આખું ધમ્મ ચક્ર શરૂ થઇ જાય છે અને તેમનામાંથી વહેતું જ્ઞાન વિશ્વના કલ્યાણનો પર્યાય બની જાય છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આથી જ આજે આખી દુનિયામાં તેમના અનુયાયીઓ છે.
त्याग और तितिक्षा से तपे बुद्ध जब बोलते हैं तो केवल शब्द ही नहीं निकलते, बल्कि धम्मचक्र का प्रवर्तन होता है।
— PMO India (@PMOIndia) July 24, 2021
इसलिए, तब उन्होंने केवल पाँच शिष्यों को उपदेश दिया था, लेकिन आज पूरी दुनिया में उन शब्दों के अनुयायी हैं, बुद्ध में आस्था रखने वाले लोग हैं: PM @narendramodi
आप सभी को धम्मचक्र प्रवर्तन दिवस और आषाढ़ पूर्णिमा की बहुत-बहुत शुभकामनाएं।
— PMO India (@PMOIndia) July 24, 2021
आज हम गुरु-पूर्णिमा भी मनाते हैं, और आज के ही दिन भगवान बुद्ध ने बुद्धत्व की प्राप्ति के बाद अपना पहला ज्ञान संसार को दिया था: PM @narendramodi
‘ધમ્મ પદ’નો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, વેરથી વેરનું શમન નથી થતું. તેના બદલે મોટા દિલ દ્વારા પ્રેમથી વેરને શાંત પાડી શકાય છે. આ કપરા સમયમાં, દુનિયાને આ પ્રેમ અને સૌહાર્દનો અહેસાસ થયો છે. પ્રધાનમંત્રીએ પોતાના શબ્દોનું સમાપન કરતા કહ્યું હતું કે, ભગવાન બુદ્ધના આ જ્ઞાનના કારણે, માનવતાનો આ અનુભવ સમૃદ્ધ થાય છે, વિશ્વ સફળતા અને સમૃદ્ધિની નવી ઊંચાઈઓને સ્પર્શ કરશે.