પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સવારે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી શવકત મિર્ઝીયોયેવના નિમંત્રણ પર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના રાજ્યના વડાઓની પરિષદની 22મી બેઠકમાં હાજરી આપવા સમરકંદ, ઉઝબેકિસ્તાન પહોંચ્યા હતા..
સમરકંદ આગમન પર પ્રધાનમંત્રીનું H.E. શ્રી અબ્દુલ્લા અરિપોવ, ઉઝબેકિસ્તાનના પ્રધાનમંત્રીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, કેટલાક મંત્રીઓ, સમરકંદ ક્ષેત્રના ગવર્નર અને ઉઝબેકિસ્તાન સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ પ્રધાનમંત્રીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.
આવતીકાલે સવારે, 16 સપ્ટેમ્બર 2022ના રોજ, પ્રધાનમંત્રી SCO સમિટમાં ભાગ લેશે અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ અને સમિટમાં ભાગ લેનારા કેટલાક અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે.
Landed in Samarkand to take part in the SCO Summit. pic.twitter.com/xaZ0pkjHD1
— Narendra Modi (@narendramodi) September 15, 2022