સદ્‍ભાવના મિશન એ ગુજરાતે દેશને આપેલી સાચી દિશાની રાજકીય સંસ્કૃતિ છે ઃ નરેન્દ્રભાઈ મોદી

મુખ્ય મંત્રીશ્રીના સદ્‍ભાવના મિશન અંતર્ગત ઉપવાસ-તપમાં રાજકોટની વિરાટ જનશક્તિનું અપૂર્વ સમર્થન

સદ્‍ભાવના મિશનના ૧૪મા ઉપવાસનો પડાવ રાજકોટમાં સંપન્ન

સદ્‍ભાવના મિશન માટેનો પ્રેમ એ ગુજરાત ભક્તિ છે

ગુજરાત ઉપર જૂલ્મ ગુજારનારા, ગુજરાતને બદનામ કરનારા સામે લોકશાહી માર્ગે ગુજરાતની જનશક્તિના આક્રોશની અભિવ્યક્તિ છે

૧૪૦૦૦ નાગરિકોએ સ્વેચ્છાએ અનશન-તપ કર્યું

મોરબી, વાંકાનેર, માળીયા-મિયાણાના તાલુકાઓમાંથી જનતા ઉમટી

રાજકોટ શહેરના નવા ર૧ વિકાસ પ્રોજેકટ રૂા. ૧૧૦૦ કરોડની જાહેરાત

રાજકોટને રીવરફ્રંટ પ્રોજેકટ મળશે

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સદ્‍ભાવના મિશનને ગુજરાતે દેશને આપેલી સાચી દિશાની રાજકીય સંસ્કૃતિ ગણાવી છે. સદ્‍ભાવના મિશનમાં માનવ મહેરામણની લાગણીની અભિવ્યક્તિ એ ગુજરાત ભક્તિ છે. ગુજરાતને બદનામ કરનારા, જૂલ્મ ગુજારનારા સામે લોકશાહી માર્ગે ગુજરાતની જનતાના આક્રોશનો સદ્‍ભાવના મિશને અવસરે આપ્યો છે, તેમ તેમણે જણાવ્યું હતું.

એક-એક વ્યક્તિ સાથે હાથ મિલાવવાથી હજારો શક્તિની ઊર્જાનો ઇશ્વરીય સાક્ષાત્કાર તેમણે અનુભવ્યો છે એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ શક્તિ ઉપર જનતાનો જ અધિકાર છે એમ જનતાના ચરણે સમર્પણ ભાવ વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું. સદ્‍ભાવના મિશનના ૩૩ ઉપવાસના સંકલ્પનું જિલ્લા અભિયાન કરી રહેલા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે રાજકોટમાં એક દિવસના ઉપવાસ કર્યા હતા. સદ્‍ભાવના ઉપવાસ-તપના આજના ૧૪મા પડાવમાં તેમને જનશક્તિનો અભૂતપૂર્વ સાક્ષાત્કાર જોવા મળ્યો હતો. રાજકોટ શહેરમાં સદ્‍ભાવના મિશન માટે આવેલા મુખ્ય મંત્રીને સમર્થન આપવા, શુભેચ્છા દર્શાવવા, આશીર્વાદ આપવા જનતા જનાર્દને દિવસ દરમિયાન અવિરત ઉત્સાહ દર્શાવ્યો હતો. ૧૪૦૦૦ નાગરિકો સ્વેચ્છાએ ઉપવાસ તપ કર્યું હતું. રાજકોટ ઉપરાંત મોરબી, વાંકાનેર અને માળીયા-મિંયાણા તાલુકામાંથી ગ્રામ જનતા સદ્‍ભાવના મિશનમાં ઉમટી હતી. સદ્‍ભાવના મિશન માટે જનતા જનાર્દનના આ પ્રેમ અને લાગણીની અભિવ્યક્તિને મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતની સમાજ શક્તિ, એકતા, શાંતિ અને ભાઇચારાની તાકાતનો સાચો મિજાજ ગણાવ્યો હતો.

જનશક્તિના આ સ્વયંભૂ જુવાળનું દર્શન-અભિવાદન કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, રાજકોટ શહેરે પહેલીવાર ધારાસભ્ય બનાવેલો અને રાજકીય યાત્રા શરૂ થયેલી આ જનતાએ સદ્‍ભાવના બતાવી. એની શક્તિ શું હોય એનો લાભાર્થી અને સાક્ષી હોવાનું તેમણે સદ્દભાગ્ય માન્યું હતું. રાજકોટે રંગ રાખ્યો છે અને આ સદ્‍ભાવના મિશનને સફળ બનાવવાની તપસ્યા કયારેય એળે નહીં જવા દઉં એમ તેમણે વંદનપૂર્વક જણાવ્યું હતું. સદ્‍ભાવના મિશન માટે આટલો માનવમહેરામણ કેમ ઉમટે છે તેનું કારણ સમજવામાં રાજકીય પંડિતો ગોથા ખાય છે. સમુદ્રમાં ડૂબકી મારો તો મોતી મળે, ગટરમાંથી મોતી શોધવાના હવાતીયા મારનારાને આ પ્રજાશક્તિના સામર્થ્યની ખબર નહીં પડે, એમ તેમણે જણાવ્યું હતું. આપણી લોકશાહીમાં રાજકારણે એવું વાતાવરણ દૂષણ પેદા કર્યું છે કે એકાદ-બે વર્ષમાં જનતાનો અણગમો ઉભો થાય જ છે. પરંતુ ગુજરાતની આ સરકારને દશ દશ વર્ષથી પ્રજાનો આ જોમ-જૂસ્સો, ઉમળકો, પ્રેમ,  સતત મળતો રહ્યો છે. કારણ આ સરકારની નીતિ-રીતિ ઉપર જનતાને અપાર ભરોસો છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાતનો સ્વભાવ એવો છે કે એ કોઇને છેડતું નથી પણ જે છેડે તેને છોડતું નથી. ગુજરાત ઉપર જૂલ્મ, યાતના, પીડા, હેરાનગતિ થતા રહ્યા અને ગુજરાત દશ વર્ષ સુધી મૌન રહ્યું. ગુજરાતને બદનામ કરનારા તત્ત્વોને ગુજરાતની જનતા આ સદ્‍ભાવના મિશનની એકતાની તાકાતથી જવાબ આપવા માંગે છે. આક્રોશની અભિવ્યક્તિનો અવસર, લોકશાહી ઢબનો અવસર સદ્‍ભાવના મિશને કરોડો ગુજરાતીઓને આપ્યો છે. આ હકડેઠઠ માનવ મહેરામણ એટલે જ જિલ્લે જિલ્લે ઉમટે છે.

ગુજરાત પ્રત્યે દેશ-વિદેશમાં આદરભાવ અને વિકાસના જયજયકારની ચર્ચા ચાલે છે. ગુજરાતનો આ વિકાસ છ કરોડ ગુજરાતીઓની એકતા, શાંતિ અને સદ્‍ભાવનાની શક્તિને કારણે જ છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાતી નાગરિકો જ આ ગૌરવના, વિકાસના હક્કદાર છે, યશભાગી છે અને એટલે જ ગુજરાતી દેશ-વિદેશમાં સ્વાભિમાનપૂર્વક આદરણીય બન્યો છે. ગુજરાતમાં દશ વર્ષ પહેલાં પણ વિકાસની તકો હતી. પરંતુ ગુજરાતમાં જાતિવાદના ઝેર, જૂલ્મ, અત્યાચાર, બાહુબળીયાનું જોર, અંદરોઅંદરની લડાઇ આ જ શાસકોને ફાવતું હતું. કોમી હુલ્લડો, કરફયુ, અશાંતિથી સમાજજીવન અજંપા અને ઉચાટમાં જ જીવતું હતું. આગજની, ચક્કાબાજી અને તબાહીનો ગુજરાત ભોગ બનતું રહેલું. આજે આ બધું સમાપ્ત થઇ ગયું છે. કારણ દશ વર્ષથી ગુજરાતે તેની એકતા, શાંતિ, ભાઇચારાથી અસલ સંસ્કાર બતાવ્યા છે. દુનિયાને અને હિન્દુસ્તાનના અન્ય રાજ્યોને ડંકાની ચોટ ઉપર કહેવું છે કે, આ ગુજરાતે સદ્‍ભાવનાની જડીબુટ્ટી બતાવી છે. વિકાસનો સુવર્ણયુગ લાવવો હોય તો ગુજરાતની આ સમાજશક્તિના સામર્થ્યની જડીબુટ્ટીનો ઉપયોગ કરજો એવી પ્રેરણા મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી. ""સને ર૦૦૧ પહેલા સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં ડેરી ઉઘોગને સમાપ્ત કરી દેવાયેલો. આ સરકારે ડેરી શરૂ કરવા પ્રોત્સાહન આપ્યું. પશુપાલકોની આવકમાં વધારો થયો. ગુજરાતની ડેરીઓમાં દૂધનું એકત્રીકરણ બમણા કરતાં વધી ગયું છે. કપાસની ઉત્પાદન ક્ષમતા ર૩,૦૦,૦૦૦ ગાંસડી હતી. આજે એક કરોડ ર૩ લાખ કપાસનું ઉત્પાદન થાય છે. '' તેમણે જણાવ્યું કે, આઇટીઆઇના ડીપ્લોમા સર્ટીફીકેટ કોર્સીસનું સ્કીલ અપગ્રેડેશનમાં રૂપાંતર કરીને હુન્નર કૌશલ્યના સંવર્ધનથી એક લાખ યુવાનોને રોજગારીના અવસરો આપ્યા છે. સૌનો સાથ, સૌના વિકાસના મંત્ર સાથે સમાજની પ૦ ટકા નારીશક્તિને આર્થિક વિકાસમાં જોડવા અઢીલાખ સખી મંડળો શરૂ કરાવીને રૂા. ૧પ૦૦ કરોડનો કારોબાર ગરીબ બહેનો કરે છે. જેને રૂા. પ૦૦૦ કરોડ ઉપર પહોંચાડવો છે. જેનાથી ગ્રામ અર્થતંત્રમાં ગરીબી રેખા નીચે જીવતી બહેનોની શક્તિથી જ વિકાસની નવી તાકાત ઉભી થશે, તેમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું. મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, કચ્છ-સૌરાષ્ટ્રમાં પ્રવાસન ક્ષેત્રે આર્થિક પ્રવૃત્ત્િાને જબરજસ્ત તાકાત આપવાનું સામર્થ્ય છે. પ્રવાસન પ્રવૃત્ત્િાનો મોટામાં મોટો લાભ કચ્છ-કાઠિયાવાડને મળશે. ગરીબમાં ગરીબને તેનાથી આવકની કમાણીનો લાભ મળશે.   દરીયાકાંઠો એક જમાનામાં બોજ લાગતો હતો તે દરિયાકિનારાને હિન્દુસ્તાનની પ્રગતિ અને સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવી દીધું છે. એક આખેઆખું નવું ગુજરાત કચ્છ-કાઠિયાવાડના કાંઠે સમૃદ્ધિ બનીને ધમધમતું થવાનું છે તેની ભૂમિકા તેમણે આપી હતી. મુખ્ય મંત્રીશ્રીએ રાજકોટ શહેર માટે જનસુખાકારીના વિકાસના કામો માટે ર૧ જેટલા જુદા જુદા પ્રોજેકટ માટે રૂા. ૧૧૦૦ કરોડની મહત્વાકાંક્ષી જાહેરાત કરી હતી. એટલું જ નહીં, રાજકોટને રીવરફ્રંટ આપવાની જાહેરાત પણ તેમણે કરી હતી.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi Receives Kuwait's Highest Civilian Honour, His 20th International Award

Media Coverage

PM Modi Receives Kuwait's Highest Civilian Honour, His 20th International Award
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi remembers former PM Chaudhary Charan Singh on his birth anniversary
December 23, 2024

The Prime Minister, Shri Narendra Modi, remembered the former PM Chaudhary Charan Singh on his birthday anniversary today.

The Prime Minister posted on X:
"गरीबों और किसानों के सच्चे हितैषी पूर्व प्रधानमंत्री भारत रत्न चौधरी चरण सिंह जी को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। राष्ट्र के प्रति उनका समर्पण और सेवाभाव हर किसी को प्रेरित करता रहेगा।"