મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભગવાન જગન્નાથની ૧૩૨મી રથયાત્રાને આજે સવારે ભકિતભાવ ભર્યા વાતાવરણમાં અમદાવાદના જગન્નાથ મંદિરેથી ­પ્રસ્થાન કરાવ્યું હતું. સતત આઠમી વખત ભગવાન જગદીશની રથયાત્રાને પ્રસ્થાન કરાવવા અને પહિંદ વિધિ સંપન્ન કરવાનો સૌભાગ્ય વિક્રમ શ્રી નરેન્દ્રભાઇ મોદીને ફાળે નોંધાયો છે.

પ્ર­તિ વર્ષે અષાઢી બીજે યોજાતી આ પરંપરાગત રથયાત્રાના ભગવાન જગન્નાથજીના મુખ્ય રથમાં મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સોનાના ચામરથી ભગવાનની સેવા કરી હતી, અને નિજ મંદિરેથી યાત્રાના માર્ગે જવા પહિન્દ વિધિ સંપન્ન કરી પ્ર­સ્થાન સંકેત આપ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભગવાન જગન્નાથ આમ આદમી અને દરિદ્રનાયરાણના ભગવાન છે. તેઓ પોતાના આ ભક્તોના હાલચાલ પૂછવા નગરયાત્રાએ જાય તે આપણી મહાન સાંસ્કૃતિક વિરાસતની સદીઓ પુરાણી પરંપરા છે.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રથયાત્રાનું આ પાવન પર્વ સમગ્ર દેશ અને ગુજરાતમાં સારા વરસાદનો આગમન અવસર, ખેડૂતોની ખુશાલી અને સમાજ સમસ્તની સુખ સમૃધ્ધિનું પર્વ બની રહેશે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ શરૂ કર્યું તે પ્ર­સંગે વિધાનસભા અધ્યક્ષશ્રી અશોક ભટ્ટ, મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, અમદાવાદ શહેરના મેયરશ્રી કાનાજી ઠાકોર, પૂર્વ મેયરશ્રી અમિત શાહ, ધારાસભ્યો, જગન્નાથ મંદિરના મહંત શ્રી રામેશ્વરદાસજી મહારાજ તેમજ અગ્રણીઓ તથા મંદિરના ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભગવાન જગન્નાથજીના રથ બાદ બહેન સુભદ્રાજીનો રથ અને ત્યારબાદ ભગવાન બલરામજીના રથનું મંદિરેથી ­પ્રસ્થાન થયું ત્યારે ભાવિક ભકતોની જનમેદનીએ "જય રણછોડ માખણચોર'ના ગગનભેદી જયધોષ કર્યા હતા. પ્ર­તિવર્ષની જેમ વર્ષે પણ રથયાત્રામાં અખાડા, ટ્રકો, હાથીઓ, ભજનમંડળીઓ, બેન્ડ, સાધુ સંતો ભક્તો, ખલાસીઓ વગેરે જોડાયા હતા.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 2 જાન્યુઆરી 2025
January 02, 2025

Citizens Appreciate India's Strategic Transformation under PM Modi: Economic, Technological, and Social Milestones