આફ્રિકામાં બ્રિક્સ:

ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં સર્વસમાવેશક વૃદ્ધિ અને સહિયારી સમૃદ્ધિ માટે જોડાણ

સેન્ડસ્ટોન કન્વેન્શન સેન્ટર

જ્હોનિસબર્ગદક્ષિણ આફ્રિકા, 25થી 27 જુલાઈ, 2018 બ્રિક્સ સંગઠન

10મું શિખર સંમેલન

જ્હોનિસબર્ગ જાહેરનામું

I. આમુખ

  1. અમે બ્રાઝિલ સંઘીય ગણરાજ્ય, રશિયન સંઘ, પ્રજાસત્તાક ભારત, લોકોનું પ્રજાસત્તાક ચીન અને દક્ષિણ આફ્રિકા ગણરાજ્યની સરકારનાં વડાઓએ બ્રિક્સ સંગઠનનાં 10મા શિખર સંમેલનમાં જ્હોનિસબર્ગ ખાતે 25થી 27 જુલાઈ, 2018 સુધી બેઠક કરી હતી. બ્રિક્સ સંગઠનનાં ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ સિદ્ધિ સમાન 10મા બ્રિક્સ શિખર સંમેલનનું આયોજન “આફ્રિકામાં બ્રિક્સઃ ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં સર્વસમાવેશક વૃદ્ધિ અને સહિયારી સમૃદ્ધિ માટે જોડાણ” (BRICS in Africa: Collaboration for Inclusive Growth and Shared Prosperity in the 4th Industrial Revolution) વિષય અંતર્ગત થયું હતું.
  2. અમે નેલ્સન મંડેલાની જન્મ શતાબ્દીની ઉજવણી કરવાનાં પ્રસંગે બેઠક કરી રહ્યાં છીએ અને અમે તેમનાં મૂલ્યો, સિદ્ધાંતો તથા માનવતાની સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને સ્વીકારીએ છીએ તથા આંતરરાષ્ટ્રીય સ્તરે લોકશાહી માટે સંઘર્ષમાં તથા સમગ્ર વિશ્વમાં શાંતિની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટેનાં તેમનાં પ્રદાનને સ્વીકારીએ છીએ.
  3. અમે ટેકનોલોજી સંચાલિત ઔદ્યોગિકરણ અને વૃદ્ધિ સંચાલિત ટેકનોલોજીનાં સંદર્ભમાં વિકાસ, સર્વસમાવેશકતા અને પારસ્પરિક સમૃદ્ધિ પર ભાર મૂકીને જ્હોનિસબર્ગ શિખર સંમેલન માટે દક્ષિણ આફ્રિકાની પ્રશંસા કરીએ છીએ.
  4. અમે દેશ અને સરકારનાં વડાઓ છેલ્લાં 10 વર્ષમાં બ્રિક્સની એક સંગઠન તરીકે સફળતા પર સંતોષ વ્યક્ત કરીએ છીએ,કારણ કે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોએ શાંતિ, સંવાદિતા તથા સહિયારા વિકાસ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા તેમજ તેને વધારે મજબૂત બનાવવાની વિવિધ રીતો પર ચર્ચા કરવા માટે સહકાર પ્રદર્શિત કર્યો છે.
  5. અમે પારસ્પરિક સન્માન, સાર્વભૌમિક સમાનતા, લોકશાહી, સર્વસમાવેશકતા અને સહયોગને વધારવાનાં સિદ્ધાંતો પર અમારી પ્રતિબદ્ધતાને પ્રતિપાદિત કરીએ છીએ. બ્રિક્સનાં એક પછી એક સફળતાપૂર્વક યોજાયેલા શિખર સંમેલનો દરમિયાન આપણી વચ્ચે સાથ–સહકાર ઊભો થયો છે જેથી અમે શાંતિ, સુયોગ્ય આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, સ્થાયી વિકાસ અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન તથા અર્થતંત્ર, શાંતિ અને સુરક્ષા તેમજ લોકો વચ્ચે આદાન–પ્રદાનનાં ક્ષેત્રોમાં ત્રણ આધારસ્તંભ સંચાલિત સહકારને મજબૂત કરી આપણા લોકોનાં લાભ માટે વ્યૂહાત્મક ભાગીદારીને સંવર્ધિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.
  6. અમે શાંત અને સ્થિર દુનિયા માટે અમારી કટિબદ્ધતા પુનઃ વ્યક્ત કરીએ છીએ તથા સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રીય ભૂમિકાને, સંયુક્ત રાષ્ટ્રનાં ઘોષણાપત્રમાં કથિત ઉદ્દેશો અને સિદ્ધાંતો તથા આંતરરાષ્ટ્રીય કાયદા, લોકશાહીને પ્રોત્સાહન અને કાયદાનાં શાસનને ટેકો આપીએ છીએ. અમે વિવિધતામાં એકતાને જાળવી રાખવામાં અમારી કટિબદ્ધતાને પ્રતિપાદિત કરીએ છીએ તથા વર્ષ 2030 સુધીમાં સ્થાયી વિકાસ લક્ષ્યાંકોનાં અમલીકરણ પર સંયુક્તપણે કામ કરવા કટિબદ્ધ છીએ, કારણ કે અમે વધુ પ્રતિનિધિત્વયુક્ત, લોકતાંત્રિક, સમાન, વાજબી અને ઉચિત આંતરરાષ્ટ્રીય રાજકીય અને આર્થિક વ્યવસ્થાને પ્રોત્સાહન આપીએ છીએ.
  7. અમે વિવિધતામાં એકતાને મજબૂત કરવા અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં કાયદાનાં શાસનને મજબૂત કરવા તથા વાજબી,ઉચિત, ન્યાયી, સમાન, લોકશાહીયુક્ત અને પ્રતિનિધિત્વયુક્ત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા સંયુક્તપણે કામ કરવાની અમારી કટિબદ્ધતાને પ્રતિપાદિત કરીએ છીએ.
  8. અમે વિવિધતામાં એકતા માટે અમારા સાથ–સહકારને પ્રતિપાદિત કરીએ છીએ તથા આંતરરાષ્ટ્રીય કાયદાનાં સંબંધમાં,લોકશાહીને પ્રોત્સાહન આપવા અને આંતરરાષ્ટ્રીય સંબંધમાં કાયદાનું શાસન સ્થાપિત કરવા તેમજ સામાન્ય પરંપરાગત અને બિનપરંપરાગત સુરક્ષા સંબંધિત પડકારોનું સમાધાન કરવા સંયુક્ત રાષ્ટ્રનાં ઘોષણાપત્રમાં કથિત ઉદ્દેશો અને સિદ્ધાંતોને આધારે વાજબી, ન્યાયી અને સમાન આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને જાળવવા માટે આંતરરાષ્ટ્રીય બાબતોમાં સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રીય ભૂમિકાને બિરદાવીએ છીએ.
  9. જ્હોનિસબર્ગ શિખર સંમેલન દરમિયાન અમે બ્રિક્સ–આફ્રિકા આઉટરીચ અને વિકાસશીલ બજારો તથા વિકસિત દેશો (ઇએમડીસી) સાથે બીજા બ્રિક્સ પ્લસ સહયોગનાં આયોજનને આવકારીએ છીએ.
  10. અમે યોજાઈ ગયેલી (પરિશિષ્ટ 1) મંત્રી સ્તરીય બેઠકોનાં પરિણામો પર સંતોષ વ્યક્ત કરીએ છીએ અને વર્ષ 2018નાં બાકીનાં સમયગાળામાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની યોજાનારી મંત્રી સ્તરીય બેઠકોને લઈને આતુર છીએ.

II. વિવિધતામાં એકતાને મજબૂત કરવીઆંતરરાષ્ટ્રીય વહીવટમાં સુધારા કરવા અને સામાન્ય પડકારો ઝીલવા

  1. અમે સાર્વત્રિક બહુપક્ષીય સંસ્થા તરીકે સંયુક્ત રાષ્ટ્ર પ્રત્યે અમારી કટિબદ્ધતાને પ્રતિપાદિત કરીએ છીએ, જેને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાની, અત્યાધુનિક વૈશ્વિક વિકાસ કરવા તથા માનવાધિકારોને પ્રોત્સાહન અને તેનાં સંરક્ષણ માટેની જવાબદારી સુપરત કરવામાં આવી છે.
  2. અમે સંયુક્ત રાષ્ટ્રનાં ઘોષણાપત્રમાં કથિત ઉદ્દેશો અને સિદ્ધાંતો પ્રત્યેની અમારી કટિબદ્ધતાને પ્રતિપાદિત કરીએ છીએ તથા સાર્વત્રિક આંતર–સરકારી સંસ્થા તરીકે સંયુક્ત રાષ્ટ્રને ટેકો આપીએ છીએ, જેને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાની,અત્યાધુનિક વૈશ્વિક વિકાસ કરવા તથા માનવાધિકારોને પ્રોત્સાહન અને તેનાં સંરક્ષણની તેમજ મૂળભૂત સ્વતંત્રતા જાળવવાની જવાબદારી સુપરત કરવામાં આવી છે.
  3. અમે આંતરરાષ્ટ્રીય વહીવટ સાથે સંકળાયેલી બહુરાષ્ટ્રીય સંસ્થાઓને મજબૂત કરવાની અમારી કટિબદ્ધતાને પ્રતિપાદિત કરીએ છીએ, જેથી સુનિશ્ચિત કરી શકાય કે આ સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય પડકારોનું સમાધાન વિસ્તૃત રીતે કરવા સક્ષમ છે.
  4. અમે વિસ્તૃત બહુરાષ્ટ્રીય વ્યવસ્થાનાં ઉદ્દેશો પાર પાડવા પ્રાદેશિક પહેલોની સ્વાભાવિક ક્ષમતાને પણ માન્યતા આપીએ છીએ.
  5. અમે સંયુક્ત રાષ્ટ્રનાં ઘોષણાપત્રમાં સૂચિત સાર્વત્રિક સંયુક્ત સુરક્ષા વ્યવસ્થાનાં હાર્દ પ્રત્યેની અમારી કટિબદ્ધતાને પ્રતિપાદિત કરીએ છીએ. અમે સંયુક્ત રાષ્ટ્રનાં ઘોષણાપત્રને મૂળભૂત આધાર તરીકે આંતરરાષ્ટ્રીય કાયદા પર આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને મજબૂત કરવાની કામગીરીનાં મહત્ત્વને સમજીએ છીએ. સંયુક્ત રાષ્ટ્રનાં ઘોષણાપત્રમાં વિશ્વનાં વિવિધ દેશો વચ્ચે સાથ–સહકારને પ્રોત્સાહન આપવાની અને બહુધ્રુવીય આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં સ્થિરતા લાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. અમે સંયુક્ત રાષ્ટ્રમાં આફ્રિકાનાં દેશોનાં પર્યાપ્ત પ્રતિનિધિત્વને સુનિશ્ચિત કરવાની લાંબા સમયથી વિલંબિત કામગીરીને પૂર્ણ કરવાની કામગીરીની નોંધ લઈએ છીએ, ખાસ કરીને શાંતિ અને સુરક્ષા સાથે સંબંધિત મુદ્દાઓમાં.
  6. આંતરરાષ્ટ્રીય પડકારોનો સામનો કરવા અમારા સાથ–સહકારનાં પ્રયાસો જરૂરી છે. આ માટે અમે માનવતાનાં સહિયારા લાભ વહેંચવા બહુધ્રુવીય આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને વધારે વાજબી, ન્યાયી અને પ્રતિનિધિમૂલક બનાવવાની અમારી કટિબદ્ધતાને પ્રતિપાદિત કરીએ છીએ, જેમાં સેનાનાં ઉપયોગ પર સામાન્ય પ્રતિબંધ જળવાઈ રહ્યો છે અને સંયુક્ત રાષ્ટ્રનાં ઘોષણાપત્રનાં માળખાગત કાર્યની બહાર સાર્વત્રિક દંડાત્મક પગલાં લાદવાની બાબતને બાકાત રાખવામાં આવી છે. અમે શાંતિ અને સુરક્ષાની અવિભાજીત પ્રકૃતિ પર ભાર મૂકીએ છીએ તથા એ બાબત પર પણ ભાર મૂકીએ છીએ કે કોઈ પણ દેશે અન્ય દેશોની સુરક્ષાને જોખમમાં મૂકીને પોતાની સુરક્ષામાં વધારો ન કરવો જોઈએ.
  7. અમે વર્ષ 2005માં વિશ્વ શિખર સંમેલનનાં પરિણામનાં દસ્તાવેજોને યાદ કરીએ છીએ અને સુરક્ષા પરિષદ સહિત સંયુક્ત રાષ્ટ્રમાં વિસ્તૃત સુધારા માટેની જરૂરિયાતને પ્રતિપાદિત કરીએ છીએ, જેમનો ઉદ્દેશ સંયુક્ત રાષ્ટ્રને વધારે સંતુલિત પ્રતિનિધિત્વમૂલક બનાવવાનો, વધારે અસરકારક અને કાર્યદક્ષ બનાવવાનો તથા તેમાં વિકાસશીલ દેશોનું પ્રતિનિધિત્વ વધારવાનો છે, જેથી સંસ્થા આંતરરાષ્ટ્રીય પડકારો ઝીલવા પર્યાપ્ત સક્ષમ થઈ શકે. ચીન અને રશિયાએ વૈશ્વિક પડકારોનું મહત્ત્વ સ્વીકાર્યું છે તથા આંતરરાષ્ટ્રીય બાબતોમાં બ્રાઝિલ, ભારત અને દક્ષિણ આફ્રિકાની ભૂમિકાને સ્વીકારી છે તથા સંયુક્ત રાષ્ટ્રમાં તેમની વિસ્તૃત ભૂમિકા ભજવવાની આકાંક્ષાને ટેકો આપ્યો છે.
  8. અમે સંયુક્ત રાષ્ટ્રને તેનાં આદેશોમાં વધારે અસરકારક અને કાર્યદક્ષ બનાવવાનાં ઉદ્દેશ સાથે સ્થાયી પ્રયાસોનાં મહત્ત્વને ભાર આપીએ છીએ. અમે સંયુક્ત રાષ્ટ્રને વધારે સંસાધનયુક્ત બનાવવા, તેનાં વહીવટ અને બજેટ પર, સંયુક્ત રાષ્ટ્રનાં સભ્ય દેશ સંચાલિત લાક્ષણિકતા જાળવવા બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે વધારે જોડાણને પ્રોત્સાહન આપીએ છીએ, જેથી સંસ્થા વધારે મજબૂત બને અને તેનાં પર વધારે નજર રહે એવી સુનિશ્ચિતતા થાય.
  9. અમે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં બહુપક્ષીય અભિયાનો વચ્ચે નિયમિત આદાન–પ્રદાન મારફતે પારસ્પરિક હિતનાં ક્ષેત્રોમાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે સાથ–સહકાર જાળવી રાખવા માટે અમારો ટેકો વ્યક્ત કરીએ છીએ.
  10. અમે સમાન, સર્વસમાવેશક, ખુલ્લા, સંપૂર્ણપણે નવીનીકૃત અને સ્થાયી વિકાસ પ્રદાન કરવા સ્થાયી વિકાસ અને સ્થાયી વિકાસ લક્ષ્યાંકો (એસડીજી) માટે વર્ષ 2030ની કાર્યસૂચિનો સંપૂર્ણપણે અમલ કરવા માટે અમારી કટિબદ્ધતાને પ્રતિપાદિત કરીએ છીએ. તેનાં ત્રણ મુખ્ય પાસાં છે – આર્થિક, સામાજિક અને પર્યાવરણ. એટલે આ લક્ષ્યાંકો ત્રણેય પાસાંને ધ્યાનમાં રાખીને સંતુલિત અને સંકલિત રીતે પાર પડે એવી રીતે કામ કરવામાં આવશે. આ રીતે અમારો અંતિમ લક્ષ્યાંક વર્ષ 2030સુધીમાં ગરીબી નાબૂદ કરવાનો છે. અમે સંયુક્ત રાષ્ટ્રની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને અમારો ટેકો આપીએ છીએ, જેમાં સ્થાયી વિકાસ પર ઉચ્ચસ્તરીય રાજકીય ફોરમ (એચએલપીએફ) સામેલ છે. આ માટે વર્ષ 2030ની કાર્યસૂચિનું આંતરરાષ્ટ્રીય ધોરણે સંકલન કરવામાં આવશે અને તેની સમીક્ષા કરવામાં આવશે, જેના માટે વર્ષ 2030ની કાર્યસૂચિનો અમલ કરવામાં સભ્ય દેશોને ટેકો આપવા માટે સંયુક્ત રાષ્ટ્રની ક્ષમતા વધારવા સંયુક્ત રાષ્ટ્ર વિકાસ વ્યવસ્થામાં સુધારો કરવામાં આવશે. અમે વિકસિત દેશોને તેમની ઓફિશિયલ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ (ઓડીએ – સત્તાવાર વિકાસલક્ષી સહાય) પદ્ધતિઓ સમયસર અને સંપૂર્ણપણે પૂર્ણ કરવા અપીલ કરીએ છીએ તેમજ વિકાસશીલ દેશોને વિકાસ માટે વધારાનાં સંસાધનો પ્રદાન કરવા વિનંતી કરીએ છીએ.
  11. જળવાયુ પરિવર્તનનાં સંબંધમાં અમે પેરિસ સમજૂતી હેઠળ કામગીરીનાં કાર્યક્રમને અંતિમ ઓપ આપવાની દિશામાં થયેલી પ્રગતિને આવકારીએ છીએ તથા જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્રનાં માળખાગત કાર્ય પરનાં સંમેલન (યુએનએફસીસીસી)માં તેની સાથે સંબંધિત વાટાઘાટો સંપન્ન કરવા અન્ય પક્ષો સાથે રચનાત્મક રીતે સતત કામ કરવાની અમારી ઇચ્છા વ્યક્ત કરીએ છીએ. આ માટે ડિસેમ્બર, 2018માં પોલેન્ડનાં કાટોવિસમાં પક્ષો (યુએનએફસીસીસી સીઓપી24)ની 24માં સંમેલનમાં ચર્ચા થશે. અમે યુએનએફસીસીસીનાં સિદ્ધાંતો હેઠળ સ્વીકારેલી પેરિસ સમજૂતીનાં સંપૂર્ણ અમલ માટે તમામ દેશોને અપીલ કરીએ છીએ, જેમાં સામાન્ય છતાં અલગ–અલગ જવાબદારીઓ અને સંબંધિત ક્ષમતાઓનાં સિદ્ધાંતો સામેલ છે તથા વિકાસશીલ દેશોને પર્યાવરણનું નુકસાન ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી અપનાવવા માટેની તેમની ક્ષમતા વધારવા નાણાકીય, તકનીકી અને ક્ષમતા–નિર્માણનાં ક્ષેત્રમાં ટેકો આપવા વિકસિત દેશોને અપીલ કરીએ છીએ.
  12. અમે ઊર્જા ક્ષેત્રમાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે સાથ–સહકારને મજબૂત બનાવવાની પ્રક્રિયા હાથ ધરી છે, ખાસ કરીને વૈશ્વિક સ્થિર વિકાસનાં એજન્ડા, સંતુલિત આર્થિક વૃદ્ધિ અને આપણાં નાગરિકોની સંયુક્ત સામાજિક–આર્થિક સુખાકારીને ટેકો આપતી પર્યાવરણને લાભદાયક વધારે સ્થિર ઊર્જા વ્યવસ્થામાં પરિવર્તનનાં સંબંધમાં. અમે સાર્વત્રિક ઊર્જા સુલભતા,ઊર્જા સુરક્ષા, ઊર્જાનું વાજબીપણું, પ્રદૂષણમાં ઘટાડો અને પર્યાવરણનાં સંરક્ષણ માટે સતત આતુર છીએ. અમે પુનઃપુષ્ટિ કરીએ છીએ કે, નવીનીકૃત અને કાર્બનનું ઓછું ઉત્સર્જન કરતાં ઊર્જા સ્રોતો સહિત ઊર્જાનાં પુરવઠાનાં સ્રોતોની વિવિધતા,ઊર્જા અને ઊર્જાલક્ષી માળખામાં રોકાણ, ઊર્જા ઉદ્યોગ અને બજારનો વિકાસ તથા પ્રાથમિક ઊર્જાનાં સ્રોતો માટે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે જોડાણ આપણી ઊર્જા સુરક્ષાનાં મહત્ત્વને જાળવી રાખશે. અમે ઊર્જા સંક્રમણને વેગ આપવાની જરૂરિયાતને સ્વીકારીએ છીએ, જેમાં પરિવહન, હિટીંગ અને ઔદ્યોગિક ઉપયોગો સામેલ છે.
  13. અમે ઊર્જાદક્ષતાનાં મહત્ત્વ અને ઊર્જાદક્ષ જીવનશૈલીની લોકપ્રિયતાનાં મહત્ત્વને સ્વીકારીએ છીએ તેમજ ઊર્જા સુરક્ષા,ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા, ઉત્સર્જનમાં ઘટાડો, આર્થિક વૃદ્ધિ, રોજગારીમાં વૃદ્ધિ અને જ્યારે પ્રસ્તુત થાય ત્યારે અન્ય ક્ષેત્રોમાં તેની સંભવિતતાને સ્વીકારીએ છીએ.
  14. અમે સ્વીકારીએ છીએ કે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે ઊર્જા સંશોધન સહકાર મંચ સ્થાપિત કરવા તેમજ તેની સંદર્ભ શરતો વિકસાવવા બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં ઊર્જા મંત્રી સંમત થયાં હતાં. અમે એ ઉદ્દેશ માટે ચાલુ ચર્ચાવિચારણા નોંધીએ છીએ.
  15. અમે વર્ષ 2016માં ભારતે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો માટે શરૂ કરેલી પહેલ બ્રિક્સ કૃષિ સંશોધન મંચ (એઆરપી)ની રચનાને ટેકો આપીએ છીએ અને તેની પુનઃપુષ્ટિ કરીએ છીએ. અમે આંતરરાષ્ટ્રીય સ્થિરતા અને સ્પર્ધાત્મકતામાં સંશોધન, વિકાસ અને નવીનતાનાં મૂળભૂત મહત્ત્વની પ્રશંસા કરીએ છીએ. અત્યારે સમગ્ર વિશ્વમાં જળવાયુ પરિવર્તન થઈ રહ્યું છે, જેનાં પગલે વિશ્વની કૃષિ અને ખાદ્ય વ્યવસ્થાઓને વધારે મજબૂત કરવા બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે કૃષિ ક્ષેત્રમાં સહિયારા સંશોધન માટેની વ્યવસ્થાને મજબૂત કરવા પ્રયાસ કરીએ છીએ. અમે એઆરપીનાં ઉદ્દેશો અને લક્ષ્યાંકોને પાર પાડવા માટેના અનુવર્તી પગલાં માટેની જરૂરિયાત સમજીએ છીએ. અમે કૃષિ સંશોધન મંચનાં માળખાની અંદર અને મૂળભૂત કૃષિ માહિતી આદાન–પ્રદાન વ્યવસ્થા (બીએઆઇઇએસ) સહિત બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે આંતરિક જોડાણ વધારવા કટિબદ્ધ છીએ.
  16. અમે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં પર્યાવરણ મંત્રીઓની ચોથી બેઠકનાં પરિણામોને સ્વીકારીએ છીએ, જે "સ્થાયી ઉપભોગ અને ઉત્પાદન (એસસીપી)નાં સંદર્ભમાં વિસ્તૃત અર્થતંત્ર પર બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે સાથ–સહકારને મજબૂત કરવાની" થીમ હેઠળ યોજાઈ હતી. અમે નોંધીએ છીએ કે વિસ્તૃત અર્થતંત્રનો અભિગમ બગાડ ઘટાડવાની,પર્યાવરણને અનુકૂળ વધારે સ્થિર પ્રક્રિયાઓ અપનાવવા, આર્થિક વૃદ્ધિ અને રોજગારીનાં સર્જનમાં પ્રદાન કરતાં આપણાં અર્થતંત્રોને વિવિધતાસભર બનાવવાની પ્રચુર સંભવિતતાનું પ્રતિનિધિત્વ કરે છે.
  17. અમે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં પર્યાવરણ મંત્રીઓની સફળ પુરવાર થયેલી એક પછી એક બેઠકોનાં પરિણામોને સ્વીકારીએ છીએ, જેમાં પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી પ્લેટફોર્મનો અમલ, સ્વચ્છ નદી અમ્બ્રેલા કાર્યક્રમ અને શહેરી પર્યાવરણને સ્થિર કરવા માટે ભાગીદારી સામેલ છે. બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની પર્યાવરણને અનુકૂળ મજબૂત ટેકનોલોજી (બીઈએસટી) કોઓપરેશન પ્લેટફોર્મની રચનામાં થયેલી પ્રગતિને સ્વીકારીએ છીએ, જેનો આશય વ્યવહારિક અને પરિણામલક્ષી પ્રગતિનો છે તથા તેમાં ભાગીદારો, વિજ્ઞાન સંસ્થાઓ, નાગરિક સંસ્થાઓ, ખાનગી ક્ષેત્ર અને નાણાકીય સંસ્થાઓ સામેલ હશે.
  18. અમે સંકલિત રીતે સ્થાયી વિકાસનાં આધારે જળક્ષેત્રમાં સાથ–સહકાર વધારવાની કટિબદ્ધતાને આવકારીએ છીએ, જેમાં પાણીનાં પૂર સામે સંરક્ષણ, દુષ્કાળનું વ્યવસ્થાપન, પાણીનો પુરવઠો અને સાફસફાઈ, પાણી અને આબોહવા, પાણીનાં પ્રદૂષણને અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા વ્યવસ્થિત સુવિધા ઊભી કરવી, નદી અને જળાશયની વ્યવસ્થાનું પુનઃસ્થાપન અને સંરક્ષણ, વિવિધ પ્રણાલીઓનું સંરક્ષણ તથા જળ સંસાધનોના વ્યવસ્થાપન વિશે વિચારણા હાથ ધરવામાં આવશે.
  19. અમે બફેલો સિટીમાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં આપત્તિ નિવારણ વ્યવસ્થાપનનાં વડાઓની બેઠકને સ્વીકારીએ છીએ,જેમાં કાર્યયોજના 2018-2020 સ્વીકારવામાં આવી હતી અને બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં સંયુક્ત કાર્યદળની પ્રથમ બેઠક યોજાઈ હતી, જેનો ઉદ્દેશ આ ક્ષેત્રમાં અમારો સાથ–સહકાર વધારવાનો હતો.
  20. અમે જૈવ વિવિધતાનું રક્ષણ, સ્થિર ઉપયોગ અને સમાન સુલભતા તથા જૈવિક સંસાધનોનાં લાભની વહેંચણીનાં ક્ષેત્રોમાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે સાથ–સહકાર વધારવાનાં અને જોડાણનાં આશયની પુનઃપુષ્ટિ કરીએ છીએ તેમજ જૈવવિવિધતા સાથે સંબંધિત આંતરરાષ્ટ્રીય સંમેલનો અને મંચો પર અમારા સાથ–સહકારને પ્રોત્સાહન પણ આપીએ છીએ, જેમાં દુર્લભ પ્રજાતિઓનું સંરક્ષણ તેમજ આપણાં રાષ્ટ્રીય પાર્ક સત્તામંડળો વચ્ચે જોડાણ સામેલ છે.
  21. અમે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે દરિયાઈ વેપાર સાથે સંબંધિત અર્થતંત્રને વિકસાવવા સાથ–સહકાર અને જોડાણની પ્રચુર સંભવિતતાને સમજીએ છીએ, જે વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલી છે, જેમાં દરિયાઈ પરિવહન, જહાજ નિર્માણ, ઑફશોર ઓઇલ અને સંશોધન, એક્વાકલ્ચર, બંદરનો વિકાસ, સંશોધન અને ટેકનોલોજી, દરિયાઈ સંસાધનોનું સંરક્ષણ અને તેનો સ્થાયી ઉપયોગ, દરિયાઈ અને દરિયાકિનારા સાથે સંબંધિત પ્રવાસન, નાણાકીય અને વીમા સંબંધિત સેવાઓ, તેમજ દરિયાઈ ઔદ્યોગિક ઝોનના વિકાસનાં ક્ષેત્રો સામેલ છે.
  22. અમે વર્ષ 2015-2020 દરમિયાન વસતિ વિષયક બાબતો પર બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે સાથ–સહકાર સ્થાપિત કરવાની કાર્યસૂચિનો અમલ કરવા સતત કટિબદ્ધ રહીશું, જેનાં પર વર્ષ 2014માં સભ્ય દેશોનાં જવાબદાર મંત્રીઓ સંમત થયાં હતાં. બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોમાં વસતિ વિષયક વયમાં માળખાગત પરિવર્તન થયું હોવાથી નવાં પડકારો ઊભા થયાં છે અને નવી તકો ઊભી થઈ છે, ખાસ કરીને લિંગ અસમાનતા અને મહિલાઓનાં અધિકારો, યુવા પેઢીનાં વિકાસ, રોજગારી અને ભવિષ્યની કાર્યપદ્ધતિ, શહેરીકરણ, સ્થળાંતરણ અને વૃદ્ધોની વધતી સંખ્યાનાં સંબંધમાં.
  23. અમે સતત આતંકવાદી હુમલાઓ પર દિલસોજી વ્યક્ત કરીએ છીએ, જેમાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોમાં પણ કેટલાંક આતંકવાદી હુમલાઓ સામેલ છે. અમે કોઈ પણ દેશમાં કોઈ પણ પ્રજા પર થયેલા આતંકવાદી હુમલાઓ અને આતંકવાદનાં તમામ સ્વરૂપોને વખોડી કાઢીએ છીએ. અમે આંતરરાષ્ટ્રીય કાયદાકીય આધારે સંયુક્ત રાષ્ટ્રનાં નેજાં હેઠળ આતંકવાદ સામેની લડાઈ લડવા સહિયારા પ્રયાસો કરવા અપીલ કરીએ છીએ તથા અમારો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ કે આતંકવાદ સામે અસરકારક રીતે લડાઈ સુનિશ્ચિત કરવા વિસ્તૃત અભિગમ જરૂરી છે. અમે આતંકવાદીઓની જાળને નાણાકીય સહાય અટકાવવા અને તેમનાં વિસ્તારોમાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ કરવા તમામ દેશોની જવાબદારીઓને પુનઃ યાદ કરીએ છીએ.
  24. અમે આતંકવાદનો સામનો કરવા આંતરરાષ્ટ્રીય સ્તરનું ગઠબંધન સ્થાપિત કરવા અને આ સંબંધમાં સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય સંકલનકર્તાની ભૂમિકાને ટેકો આપવા આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરીએ છીએ. અમે ભારપૂર્વક જણાવીએ છીએ કે આતંકવાદ સામેની લડાઈ આંતરરાષ્ટ્રીય કાયદાને સુસંગત હોવી જોઈએ, જેમાં સંયુક્ત રાષ્ટ્રનું ઘોષણાપત્ર, આંતરરાષ્ટ્રીય શરણાર્થીઓ અને માનવતાવાદી કાયદા, માનવતાવાદી અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓ સામેલ છે. અમે સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદ સામે લડવાનાં માળખાની અસરકારકતા વધારવા પર અમારી કટિબદ્ધતાને પ્રતિપાદિત કરીએ છીએ, જેમાં સંયુક્ત રાષ્ટ્રની પ્રસ્તુત સંસ્થાઓ વચ્ચે સાથ–સહકાર અને સંકલન, આતંકવાદીઓ અને આતંકવાદી જૂથો પર પ્રતિબંધ તથા સભ્ય દેશોને ટેકનિકલ સહાય સામેલ છે. અમે સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વિસ્તૃત સંમેલન (સીસીઆઇટી)ને ઝડપથી અંતિમ ઓપ આપવા અને તેનો સ્વીકાર કરવા અપીલ કરીએ છીએ.
  25. રાસાયણિક અને જૈવિક આતંકવાદનાં જોખમનું સમાધાન કરવા અમે રાસાયણિક અને જૈવિક આતંકવાદની કામગીરીને અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય સંમેલન પર બહુપક્ષીય વાટાઘાટ શરૂ કરવા માટે ટેકો આપીએ છીએ અને તેની જરૂરિયાતો પર ભાર મૂકીએ છીએ, જેમાં નિઃશસ્ત્રીકરણ પરની પરિષદ સામેલ છે.
  26. અમે દ્રઢપણે માનીએ છીએ કે આતંકવાદી કૃત્યો કરનાર, આવા કૃત્યોનું ષડયંત્ર કરનાર કે આ પ્રકારનાં અસામાજિક તત્ત્વોને આશ્રય આપનાર લોકોને તેના જવાબદાર ઠેરવવા જોઈએ. અમે આતંકવાદનો સામનો કરવાનાં વિસ્તૃત અભિગમને અપનાવવા તમામ દેશોને અપીલ કરીએ છીએ, જેમાં કટ્ટરવાદને નાથવા, વિદેશી આતંકવાદીઓનાં પ્રવાસને રોકવા, તેમનાં સ્રોતોને અટકાવવા અને આતંકવાદને નાણાંકીય મદદ કરતાં માધ્યમોને અટકાવવાની બાબતો સામેલ છે. ઉપરાંત મની લોન્ડરિંગનાં માધ્યમ થકી સંગઠિત અપરાધનાં ઉદ્દેશને પાર પાડતા, શસ્રોનો પુરવઠો પૂરો પાડતા, નશીલા દ્રવ્યોની દાણચોરી કરતા અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા આતંકવાદીઓનાં થાણાં તોડી પાડવા અને આતંકવાદી સંસ્થાઓ દ્વારા તાજેતરની ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી (આઇસીટી)નાં દુરુપયોગ મારફતે ઇન્ટરનેટનાં દુરુપયોગને અટકાવવો.
  27. અમે આઇસીટીનો ઉપયોગ કરીને સુરક્ષા સુનિશ્ચિત કરવા સંયુક્ત રાષ્ટ્રનાં નેજાં હેઠળ રાષ્ટ્રોની જવાબદાર વર્તણૂંકનાં નીતિનિયમો અને સિદ્ધાંતોનાં વિસ્તૃત અમલનાં મહત્ત્વને પ્રતિપાદિત કરીએ છીએ.
  28. અમે ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી (આઇસીટી)માં, ખાસ કરીને ચોથી ઔદ્યોગિક ક્રાંતિનાં સંદર્ભમાં, પ્રગતિને લઈને નિર્વિવાદ ફાયદા અને નવી તકોને સ્વીકારીએ છીએ. જોકે ટેકનોલોજીકલ પ્રગતિ સાથે નવા પડકારો અને જોખમો પણ સંકળાયેલા છે, જેનાં પરિણામે ગુનાહિત પ્રવૃત્તિઓ માટે આઇસીટીનાં દુરુપયોગમાં વૃદ્ધિ થઈ છે, સરકાર પ્રેરિત અને બિનસરકારી તત્ત્વો દ્વારા આઇસીટીનાં ખોટાં આશય સાથે ઉપયોગમાં વધારો થયો છે. આ સંબંધમાં અમે આતંકવાદ સામે અને આઇસીટીનાં ગુનાહિત પ્રવૃત્તિઓ માટેનાં ઉપયોગ સામે આંતરરાષ્ટ્રીય સ્તરે સાથ–સહકાર સ્થાપિત કરવા પર ભાર મૂકીએ છીએ એટલે સંયુક્ત રાષ્ટ્રની અંદર આઇસીટીનાં ગુનાહિત ઉપયોગ સામે લડવા પર સાર્વત્રિક નિયમનકારી અમલીકરણ માધ્યમ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકીએ છીએ. અમે આઇસીટીનાં ઉપયોગમાં કે અન્ય કોઈ પણ પારસ્પરિક સંમત વ્યવસ્થાનાં ઉપયોગ દ્વારા સુરક્ષા સુનિશ્ચિત કરવા વ્યવહારિક સાથ–સહકાર સ્થાપિત કરવા માટે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો પરની યોજનાને અનુરૂપ સાથ–સહકારને પ્રોત્સાહન આપવાની દિશામાં થયેલી પ્રગતિને માન્યતા આપીએ છીએ. અમે આઇસીટીનો ઉપયોગ કરીને સુરક્ષા સુનિશ્ચિત કરવા પર બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે સાથ–સહકારનું માળખું સ્થાપિત કરવાનાં મહત્ત્વને પણ સ્વીકારીએ છીએ તથા આ સંબંધમાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો આ બાબત પર સાથ–સહકાર સ્થાપિત કરવા બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની સરકારો વચ્ચે થયેલી સમજૂતી પર વિચાર કરવા અને તેનો અમલ કરવા સંયુક્તપણે કામ કરશે.

III. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે સાથસહકાર વધારવો અને તેને મજબૂત કરવો

  1. અમે રાજકીય અને રાજદ્વારી માધ્યમો મારફતે વિવાદોનું શાંતિપૂર્ણ સમાધાન કરવા માટેનાં અમારા સહિયારાં પ્રયાસો પ્રત્યેની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરીએ છીએ તથા આંતરરાષ્ટ્રીય અને શાંતિ અને સુરક્ષા જાળવવા માટે મુખ્ય જવાબદારીનું વહન કરતી સંસ્થા તરીકે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની ભૂમિકાને સ્વીકારીએ છીએ.
  2. અમે મધ્યપૂર્વ વિસ્તારમાં હાલ ચાલી રહેલાં ઘર્ષણ અને ત્યાં વધી રહેલી અશાંતિ પર અમારી ચિંતા વ્યક્ત કરીએ છીએ તથા અમે દ્રઢતાપૂર્વક સહમત છીએ કે કોઈ પણ ઘર્ષણમાં સેનાનો ગેરકાયદેસર રીતે ઉપયોગ ન કરવો જોઈએ કે બાહ્ય પરિબળોનો હસ્તક્ષેપ અનુચિત છે તથા છેવટે વિસ્તારનાં દરેક દેશોની સ્વતંત્રતા, પ્રાદેશિક અખંડતા અને સાર્વભૌમિકતા જાળવીને વિસ્તૃત–આધાર, સર્વ–સમાવેશક રાષ્ટ્રીય સંવાદ મારફતે કાયમી શાંતિ સ્થાપિત કરી શકાશે. અમે સંમત છીએ કે પ્રદેશનાં દરેક દેશમાં નાગરિકો રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો તથા મૂળભૂત સ્વતંત્રતાનો સંપૂર્ણ લાભ લેવાની કાયેદસર આકાંક્ષા ધરાવે છે, ખાસ કરીને ઇઝરાયલ–પેલેસ્ટાઇનની સ્થિતિનાં સંબંધમાં.
  3. અમે સંમત છીએ કે, મધ્યપૂર્વ અને ઉત્તર આફ્રિકામાં કોઈ પણ જગ્યાએ લાંબા સમયથી ચાલતાં સંઘર્ષોનું વિના વિલંબે સમાધાન કરવું પડશે, ખાસ કરીને પેલેસ્ટાઇન–ઇઝરાયલ સંઘર્ષનું. અમે સંયુક્ત રાષ્ટ્રનાં પ્રસ્તુત ઠરાવો, મેડ્રિડનાં સિદ્ધાંતો,આરબ દેશોની શાંતિની પહેલ અને પક્ષો વચ્ચે અગાઉ થયેલી સમજૂતીઓને આધારે ઇઝરાયલની લગોલગ સ્વતંત્ર,વ્યવહારિક, પ્રાદેશિક રીતે સાર્વભૌમિક, શાંતિપૂર્ણ પેલેસ્ટાઇન રાષ્ટ્રનું નિર્માણ કરવાનાં આશય સાથે વાટાઘાટો મારફતે ઇઝરાયલ–પેલેસ્ટાઇન સંઘર્ષનું વાજબી, ન્યાયી, કાયમી અને વિસ્તૃત સમાધાન કરવા રાજદ્વારી પ્રયાસોને નવેસરથી હાથ ધરવાની જરૂરિયાત પર ભાર મૂકીએ છીએ. અમે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે વાટાઘાટનાં સંદર્ભમાં જેરૂસલેમનાં દરજ્જાને કાયમ માટે સ્પષ્ટ રીતે પરિભાષિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકીએ છીએ. ગાઝામાં આ સ્થિતિનાં સંબંધમાં અમે પેલેસ્ટાઇનની જનતાને રક્ષણ આપવા પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં ઠરાવ (A/RES/ES-10/20)ને અમારા ટેકાની પુનઃપુષ્ટિ કરીએ છીએ તથા તેનાં સંપૂર્ણ અમલની માંગણી કરીએ છીએ.
  4. અમે પૂર્વની નજીક પેલેસ્ટાઇનનાં શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્ર રાહત અને કાર્ય કરતી સંસ્થા (યુએનઆરડબલ્યુએ) માટે અમારા ટેકાની પુનઃપુષ્ટિ કરીએ છીએ. અમે પેલેસ્ટાઇનનાં લગભગ 5.3 મિલિયન શરણાર્થીઓ માટે સ્વાસ્થ્ય, શિક્ષણ અને અન્ય મૂળભૂત સેવાઓ પ્રદાન કરવામાં તેની ભૂમિકાની પ્રશંસા કરીએ છીએ તેમજ તે વિસ્તારમાં સ્થિરતા લાવવામાં તેની પ્રસ્તુતતાને સમજીએ છીએ તથા સંસ્થા માટે વધારે પર્યાપ્ત, અપેક્ષિત અને સ્થાયી ભંડોળ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકીએ છીએ.
  5. પ્રજાસત્તાક યમનમાં ઘર્ષણ ચાલી રહ્યું છે અને મુખ્ય માનવીય કટોકટી સર્જાઈ છે, જે વધારે ચિંતાજનક બાબત છે. અમે યેમેનનાં તમામ વિસ્તારોમાં માનવતાવાદી સહાયની જોગવાઈ કરવા માટે સરળ સુલભતા માટેની અપીલ કરીએ છીએ અને જરૂરી સહાય તાત્કાલિક પ્રદાન કરવા આંતરરાષ્ટ્રીય સમુદાયને અરજ કરીએ છીએ. અમે તમામ પક્ષોને દુશ્મનાવટ છોડવા અને સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થીમાં શાંતિ માટેની વાટાઘાટો પર પરત ફરવા, આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સન્માન કરવા અપીલ કરીએ છીએ, જે ઘર્ષણનું રાજકીય સમાધાન પ્રાપ્ત કરવા સર્વસમાવેશક યમન–સંચાલિત સંવાદ તરફ દોરી જશે.
  6. અમે ખાડીનાં દેશોમાં હાલ ઊભી થયેલી રાજદ્વારી કટોકટીમાં પ્રત્યક્ષ રીતે સામેલ તમામ પક્ષોને સંવાદ મારફતે તેમનાં મતભેદો દૂર કરવા પણ અપીલ કરીએ છીએ તેમજ આ સંબંધમાં કુવૈતનાં પ્રયાસોને આવકારીએ છીએ.
  7. અમે "અફઘાન–સંચાલિત, અફઘાન–શાસિત" રાષ્ટ્રીય શાંતિ અને સમાધાનની પ્રક્રિયા માટે અમારા ટેકાની પુનઃપુષ્ટિ કરીએ છીએ. અમે અફઘાનિસ્તાનમાં બગડતી જતી સ્થિતિ, ખાસ કરીને અફઘાન રાષ્ટ્રીય સુરક્ષા દળો, સરકાર અને નાગરિકો પર આતંકવાદી હુમલાઓની વધી રહેલી સંખ્યા અને તીવ્રતા પર અમારી ચિંતા વ્યક્ત કરીએ છીએ. અમે અફઘાનિસ્તાનની સરકાર અને લોકોને વાસ્તવિક રીતે શાંતિ મેળવવા કામ કરવાનાં ઉદ્દેશને પાર પાડવા સહાય કરવા આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરીએ છીએ. અમે સંસદીય ચૂંટણીઓને પણ આવકારીએ છીએ, જે ઓક્ટોબર, 2018માં યોજાશે અને વર્ષ 2019માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે.
  8. અમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનાં ઠરાવ 2254 (2015)નાં સંબંધમાં અને સોચીમાં સીરિયન રાષ્ટ્રીય સંવાદ મહાસભાનાં પરિણામને ધ્યાનમાં લઈને સીરિયાની સાર્વભૌમિકતા, સ્વતંત્રતા અને પ્રાદેશિક અખંડિતતા તરફ દોરી જનાર સર્વસમાવેશક"સીરિયાનાં લોકો દ્વારા સંચાલિત, સીરિયાનાં લોકોથી શાસિત" રાજકીય પ્રક્રિયા મારફતે સીરિયામાં ઘર્ષણનાં રાજકીય ઠરાવ માટે અમારી કટિબદ્ધતા પર પુનઃપુષ્ટિ કરીએ છીએ. અમે જિનીવા પ્રક્રિયા માટે અમારા ટેકાની અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રસ્તાવિત મધ્યસ્થી બનવાની પ્રક્રિયા તેમજ એસ્ટાનાં પ્રક્રિયાની પુનઃપુષ્ટિ કરીએ છીએ, જે વાસ્તવિક ધોરણે સકારાત્મક વિકાસનાં સંકેતો દર્શાવે છે તથા બંને પહેલો વચ્ચે પૂરકતા પર ભાર મૂકે છે. અમે સીરિયામાં શાંતિપૂર્ણ સમાધાન માટે અમારી કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરીએ છીએ તથા અમે સંયુક્ત રાષ્ટ્રનાં ઘોષણાપત્રથી વિપરીત પગલાંઓ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)નાં સત્તામંડળથી વિરોધભાસી પગલાંઓ સામે અમારો વિરોધ જાળવી રાખીશું. આ પગલાં રાજકીય પ્રક્રિયાને આગળ વધારવામાં પ્રદાન કરતાં નથી. અમે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ (યુએનએસસી)નાં પ્રસ્તુત ઠરાવોનાં સંપૂર્ણ અવલોકનમાં સીરિયામાં આતંકવાદી સંગઠનો સામે લડાઈમાં એકતાનાં મહત્ત્વને પણ સૂચવ્યું છે. અમે કોઈ પણ પક્ષ દ્વારા, કોઈ પણ ઉદ્દેશ માટે અને કોઈ પણ સ્થિતિસંજોગોમાં રાસાયણિક શસ્રોનાં ઉપયોગને વખોડી કાઢવાની પુનઃપુષ્ટિ કરીએ છીએ તથા તમામ ઘટનાઓની વિસ્તૃત, હેતુલક્ષી, સ્વતંત્ર અને પારદર્શક તપાસ માટે પુનઃ વિનંતી કરીએ છીએ. અમે તાત્કાલિક પુનઃરચનાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સીરિયાનાં લોકોને જરૂરી માનવતાવાદી સહાય પ્રદાન કરવા માટે પ્રયાસો વધારવા માટે અપીલ કરીએ છીએ.
  9. ઇરાનનાં પરમાણુ કાર્યક્રમ પર સંયુક્ત વિસ્તૃત કાર્યયોજના (જેસીપીઓએ)ને યાદ કરીને અમે તેમની જવાબદારીઓનું સંપૂર્ણ પાલન કરવા તથા આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા જેસીપીઓએનાં સંપૂર્ણ અને અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા તમામ પક્ષોને અપીલ કરીએ છીએ.
  10. અમે કોરિયા દ્વિપકલ્પને પરમાણુ શસ્રોથી સંપૂર્ણપણે મુક્ત કરવા તથા ઉત્તરપૂર્વ એશિયામાં શાંતિ અને સ્થિરતા જાળવવા તાજેતરનાં ઘટનાક્રમને આવકારીએ છીએ. અમે આ સ્થિતિસંજોગોનું શાંતિપૂર્ણ, રાજદ્વારી અને રાજકીય સમાધાન લાવવા માટેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરીએ છીએ.
  11. અમે બાહ્ય અવકાશમાં શસ્ત્રોની સ્પર્ધાની સંભવિતતાને લઈને અમારી ગંભીર ચિંતા વ્યક્ત કરીએ છીએ, જેનાં પરિણામે બાહ્ય અવકાશ સૈન્ય ઘર્ષણ માટેનું મેદાન બની જાય એવી શક્યતા છે. અમે શસ્રોની દોટ અટકાવવા કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરીએ છીએ, જેમાં બાહ્ય અવકાશમાં શસ્ત્રોની સ્થાપના સામેલ છે. આ દોટ અટકાવવાથી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ગંભીર જોખમ ટાળી શકાશે. અમે બાહ્ય અવકાશનાં શાંતિપૂર્ણ ઉપયોગ માટે વર્તમાન કાયદેસર વ્યવસ્થા પ્રદાન કરવાની સાથે કડક નીતિનિયમોનું પાલન કરવાનાં સર્વોચ્ચ મહત્ત્વ પર ભાર મૂકીએ છીએ. અમે પુનઃપુષ્ટિ પણ કરીએ છીએ કે આ વ્યવસ્થાને મજબૂત અને પ્રતિપાદિત કરવાની જરૂર છે. અમે બાહ્ય અવકાશમાં શસ્ત્રોની દોટને અટકાવવા પર કાયદેસર બાધ્ય માધ્યમો માટે સંભવિત પરિબળોની ચર્ચા કરવા સરકારી નિષ્ણાતોનાં નવરચિત સ્થાપનાને આવકારીએ છીએ, જેમાં બાહ્ય અવકાશમાં શસ્ત્રોની સ્થાપનાને અટકાવવાની બાબત સામેલ છે. અમે ભારપૂર્વક જણાવીએ છીએ કે, વ્યવહારિક પારદર્શકતા અને વિશ્વાસ ઊભો કરવા માટેનાં પગલાંથી બાહ્ય અવકાશમાં શસ્ત્રોને સ્થાપિત થતાં અટકાવવા માટે પ્રદાન પણ થઈ શકશે. અમે ભારપૂર્વક જણાવીએ છીએ કે એકમાત્ર બહુરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ વાટાઘાટ પરનાં મંચ તરીકે નિઃશસ્ત્રીકરણ પર પરિષદ બહુપક્ષીય સમજૂતી કે સમજૂતીઓ – જે ઉચિત હોય તેની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે, જેનો ઉદ્દેશ તેનાં તમામ પાસાંઓ સાથે બાહ્ય અવકાશમાં શસ્ત્રોની હરિફાઈ અટકાવવાનો છે.
  12. અમે 4 જૂન, 2018નાં રોજ પ્રિટોરિયામાં વિદેશી બાબતો/આંતરરાષ્ટ્રીય સંબંધોમાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં મંત્રીઓની બેઠકનાં આયોજનને આવકારીએ છીએ. તેમાં મંત્રીઓએ મુખ્ય આંતરરાષ્ટ્રીય રાજકીય, સુરક્ષા, આર્થિક અને નાણાકીય મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાન–પ્રદાન કર્યું હતું, જે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે સાથ–સહકારનાં સંબંધોને મજબૂત કરવા અને સામાન્ય ચિંતાજનક મુદ્દાઓ પર કેન્દ્રિત હતાં. અમે સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભાનાં 73મા સત્રની સાથે સાથે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની વિદેશી બાબતો/આંતરરાષ્ટ્રીય સંબંધોની આગામી બેઠક માટે આતુર છીએ.
  13. અમે ડરબનમાં 28 અને 29 જૂનનાં રોજ યોજાયેલી બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની સુરક્ષા માટેની ઉચ્ચ પ્રતિનિધિઓની આઠમી બેઠકને આવકારીએ છીએ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષાનાં વાતાવરણ, આંતકવાદ સામેની લડાઈ લડવા,આઇસીટીનાં ઉપયોગમાં સુરક્ષા, મુખ્ય આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કેન્દ્રો, બહુરાષ્ટ્રીય સંગઠિત અપરાધ, શાંતિની જાળવણી તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને વિકાસલક્ષી મુદ્દાઓ વચ્ચે જોડાણ પર બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં સંવાદને વધારવા માટે તેમની પ્રશંસા કરીએ છીએ.
  14. અમે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સુરક્ષા જાળવવા સંયુક્ત રાષ્ટ્રની શાંતિરક્ષક સેનાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા તથા આ સંબંધમાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં પ્રદાન પર ભાર મૂકીએ છીએ. અમે આ સંબંધે શાંતિ જાળવવા પર કામ કરતાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં કાર્યકારી જૂથ માટે સંયુક્ત રાષ્ટ્ર અને દક્ષિણ આફ્રિકાની પહેલમાં શાંતિ જાળવવા માટેનાં મુદ્દાઓ પર પારસ્પરિક સંચાર અને સાથ–સહકાર વધારવા બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો માટેની જરૂરિયાતને ઓળખીએ છીએ.
  15. અમે આફ્રિકા ખંડમાં વિવિધ સમસ્યાઓનું સમાધાન કરવા અને તેની પતાવટ કરવાનાં ઉદ્દેશ માટે આફ્રિકા સંઘનાં સહિયારા પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ તથા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને આફ્રિકા સંઘ શાંતિ અને સુરક્ષા પરિષદ વચ્ચે સાથ–સહકારને મજબૂત કરવાની પહેલને આવકારીએ છીએ. અમે "વર્ષ 2020 સુધીમાં લડાઈ બંધ કરવાની કે બંદૂકો શાંત કરવાની"આફ્રિકા સંઘની કટિબદ્ધતાની પ્રશંસા કરીએ છીએ તથા આફ્રિકાનાં દેશોમાં શાંતિ અને સુરક્ષા સ્થાપિત કરવા તેમજ તેને મજબૂત કરવાનાં પ્રયાસોને ટેકો આપીએ છીએ.

IV. વૈશ્વિક સ્તરે આર્થિક વસૂલાતનાણાકીય અને આર્થિક વૈશ્વિક વહીવટી સંસ્થાઓનાં સુધારા તથા ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે ભાગીદારી

  1. જ્યારે અમે વૈશ્વિક અર્થતંત્રમાં સતત થઈ રહેલી વૃદ્ધિ આવકારીએ છીએ, ત્યારે આ વૃદ્ધિ એકબીજા સાથે ઓછી સંકળાયેલી છે અને વૈશ્વિક અર્થતંત્રમાં મંદીનું જોખમ હજી તોળાયેલું છે. આ વાત વિવિધ પ્રકારનાં પડકારોમાં પ્રતિબિંબિત થાય છે, જેમાં વેપારી ખાધ સાથે સંબંધિત ઘર્ષણમાં વધારો, ભૂરાજકીય જોખમો, ચીજવસ્તુઓની કિંમતમાં અસ્થિરતા, સરકારી અને ખાનગી દેવું, અસમાનતા અને અપર્યાપ્ત સર્વસમાવેશક વૃદ્ધિ સામેલ છે. અમે એ સુનિશ્ચિત કરવાનું મહત્ત્વ સમજીએ છીએ કે,વિકાસનાં મીઠાં ફળ છેવાડાનાં નાગરિક સુધી પહોંચવા જોઈએ એટલે કે વિકાસ વધુ સર્વસમાવેશક રીતે થવો જોઈએ. અમે આંતરરાષ્ટ્રીય સ્તરનાં વેપારની સ્થિર વૃદ્ધિ માટે બાહ્ય અને અનુકૂળ પરિબળોનાં મહત્ત્વ પર વધારે ભાર મૂકીએ છીએ.
  2. બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વૈશ્વિક આર્થિક વિસ્તરણ અને સંભવિતતાને ટેકો આપવાનું જાળવી રાખશે. અમે મજબૂત,સ્થાયી, સંતુલિત અને સર્વસમાવેશક વૃદ્ધિને આગળ વધારવા રાજકોષીય, નાણાકીય અને માળખાગત નીતિઓનાં સતત ઉપયોગની હિમાયત કરીએ છીએ. અમે કેટલાંક મોટાં વિકસીત દેશોનાં અર્થતંત્રોમાં વિસ્તૃત આર્થિક નીતિગત પગલાંની અન્ય દેશોનાં અર્થતંત્રો પર થતી અસર પર ચિંતા વ્યક્ત કરીએ છીએ, જેનાં કારણે વિકાસશીલ દેશોનાં અર્થતંત્રોમાં આર્થિક અને નાણાકીય ક્ષેત્રમાં મોટાં પાયે ફેરફારો થઈ શકે છે તથા વૃદ્ધિની સંભવિતતાને નુકસાન થવાની શક્યતા રહેલી છે. અમે જી20, એફએસબી અને અન્ય મંચો પર આ સંભવિત જોખમોનું સમાધાન કરવાનાં સંદર્ભમાં વિકાસશીલ અને પ્રગતિશીલ બજારનાં અર્થતંત્રોને નીતિગત સંવાદ જાળવી રાખવા તથા સંકલન સ્થાપિત કરવા વિનંતી કરીએ છીએ.
  3. જ્હોનિસબર્ગ શિખર સંમેલનમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની બાબત અને બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ઔદ્યોગિક મંત્રીઓની બેઠકનાં પરિણામોને પુનઃ યાદ કરીને અમે નવી ઔદ્યોગિક ક્રાંતિ પર બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો સાથે જોડાણ (PartNIR)ના સંસ્થાપનની પ્રશંસા કરીએ છીએ. PartNIRની સંપૂર્ણ કામગીરી શરૂ કરીને સલાહકારી જૂથ સ્થાપિત કરવામાં આવશે, જેમાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં ઉદ્યોગમંત્રીઓ સામેલ છે, જે ચોથી ઔદ્યોગિક ક્રાંતિની પ્રાથમિકતાઓ સાથે સુસંગત સંદર્ભની શરતો અને કાર્યયોજનાનાં પ્રથમ પગલાં સ્વરૂપે યોગ્ય મંત્રલયો સાથે ચર્ચા કરીને વિકસાવશે, જેને બ્રિક્સનાં અધ્યક્ષ દેશને સુપરત કરવામાં આવશે. PartNIRનો ઉદ્દેશ ડિજિટલાઇઝેશન, ઔદ્યોગિકરણ, નવીનીકરણ, સર્વસમાવેશકતા અને રોકાણમાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે ગાઢ સહકાર બનાવવાનો છે, જેથી ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાંથી ઊભી થનારી તકોને મહત્તમ રીતે ઝડપવામાં આવશે અને પડકારોનું સમાધાન કરવામાં આવશે. તેનાથી સ્પર્ધાત્મક લાભ વધશે, આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન મળશે, બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોના આર્થિક પરિવર્તનને પ્રોત્સાહન મળશે, ઔદ્યોગિક ઉત્પાદનની સ્થિર ક્ષમતા મજબૂત થશે, વિજ્ઞાન પાર્ક અને ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર્સનું નેટવર્ક ઊભું કરશે તથા ટેકનોલોજી સઘનતાનાં ક્ષેત્રોમાં લઘુ અને મધ્યમ કદનાં ઉદ્યોગસાહસોને ટેકો આપશે. અમારું માનવું છે કે વિજ્ઞાન પાર્ક, ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર્સ તથા લઘુ અને મધ્યમ કદનાં ઉદ્યોગસાહસોનાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનું નેટવર્ક એ દિશામાં ઉચિત પગલું છે.
  4. અમે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસને પ્રોત્સાહન આપવામાં આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ કંપનીઓની મહત્ત્વપૂર્ણ અને સકારાત્મક ભૂમિકાને માન્યતા આપીએ છીએ. આ સંબંધમાં ઇન્ટરનેટ અને તેનાં વહીવટ સાથે સંબંધિત તમામ હિતધારકોની બદલાતી જરૂરિયાતોમાં તેમની ભૂમિકાઓ અને જવાબદારીઓને ધ્યાનમાં રાખીને તમામ દેશો દ્વારા ભાગીદારીને આધારે આઇસીટીનાં સુરક્ષિત, ઉદાર, શાંતિપૂર્ણ, સહકારી અને વ્યવસ્થિત ઉપયોગમાં પ્રદાન કરવા માટેની હાલની વ્યવસ્થાઓ મારફતે સંયુક્તપણે કામગીરી જાળવી રાખવા કટિબદ્ધ છીએ.
  5. અમે સ્થિર વિકાસ અને અને સર્વસમાવેશક વૃદ્ધિને વેગ આપવા બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે વૈજ્ઞાનિક, તકનીકી,નવીનીકરણ અને ઉદ્યોગસાહિસકતાનાં ક્ષેત્રોમાં સાથ–સહકારનાં મહત્ત્વને સમજીએ છીએ. અમે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતામાં સાથ–સહકારનાં પ્રોત્સાહનને આવકારીએ છીએ તથા આ ક્ષેત્રમાં અમારા સંયુક્ત કાર્યને આગળ વધારવા વિશેષ મહત્ત્વ સાથે જોડીએ છીએ. અમે ચોથી ઔદ્યોગિક ક્રાંતિનાં પડકારોનું સમાધાન કરવા અમારા સહિયારા પ્રયાસોમાં પ્રદાન સ્વરૂપે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાને પ્રોત્સાહન આપવાનાં ઉદ્દેશ ધરાવતાં બ્રિક્સનાં વિવિધ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ વચ્ચે સંકલન સ્થાપિત કરવાનાં મૂલ્યને સમર્થન આપીએ છીએ.
  6. અમે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે આઇપીઆર (બૌદ્ધિક સંપત્તિનાં અધિકારો)નું રક્ષણ કરવાની વ્યવસ્થા પર સાથ–સહકારમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરીએ છીએ. અમે ટેકનોલોજીનાં વિકાસ અને તેનાં હસ્તાંતરણનું મહત્ત્વ સમજીએ છીએ,જેમાં વિકાસશીલ દેશોને ટેકનોલોજીનું હસ્તાંતરણ સામેલ છે, જે લાંબા ગાળાનાં સ્થિર અને સંતુલિત વિકાસમાં પ્રદાન કરશે તેમજ આ સંબંધમાં બૌદ્ધિક સંપત્તિનાં અધિકારોમાં સાથ–સહકારયુક્ત સંબંધ પર ભાર મૂકીશું, જે સંપૂર્ણ સ્વરૂપે સમાજનાં લાભ માટે નવીનતા અને નવી ટેકનોલોજીનાં ઉદયમાં પ્રદાન કરશે.
  7. અમે સહમત છીએ કે વેપાર અને ટેકનોલોજી સર્વસમાવેશક વૃદ્ધિનાં આવશ્યક સ્રોતો છે, જેમાં સ્થિર અને સમાન રીતે આંતરરાષ્ટ્રીય વેલ્યુ ચેઇનનાં આર્થિક સંકલન અને જોડાણ સામેલ છે. ટેકનોલોજી આધારિત પ્રગતિ ચીજવસ્તુઓ અને સેવાઓનાં ઉત્પાદન માટે વિસ્તૃત પરિણામો આપશે તેમજ લોકોની આવકમાં વધારો કરશે. વિકાસશીલ દેશોને ટેકનોલોજીકલ પ્રગતિનો લાભ મળે અને તેનાં વહેલાસર સ્વીકારને અભાવે નુકસાન ન થાય એ માટે જરૂરી ઉચિત નીતિનિયમો અને પગલાં લેવામાં આવે એ સુનિશ્ચિત કરીશું. ડિજિટલ ટેકનોલોજી વચ્ચેનો ફરક દૂર કરવા અસરકારક નીતિઓ વિકસાવવી આવશ્યક છે, જેમાં લોકો નવી ટેકનોલોજીઓ વિશે જાણકારી મેળવે અને તેનો સ્વીકાર કરે એ માટે ટેકો તથા પ્રસ્તુત ટેકનોલોજીઓનાં હસ્તાંતરણ માટેની અસરકારક વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની બાબત સામેલ છે.
  8. અમે દ્રઢપણે સ્વીકારીએ છીએ કે, કૌશલ્ય વિકાસ નવી વિકસતી કૌશલ્યની જરૂરિયાતો વચ્ચેનાં ફરકને દૂર કરવા માટે મહત્ત્વપૂર્ણ છે. અત્યારે ટેકનોલોજી અને જાણકારી આધારિત વૈશ્વિક અર્થતંત્રને વેગ મળી રહ્યો છે, જેમાં ઘણાં પ્રકારની રોજગારીમાં જૂની કુશળતાને સ્થાને નવી કુશળતાની માગ ઊભી થઈ છે. અત્યારે દુનિયાભરમાં જે ઝડપ સાથે વિસ્તૃત આર્થિક પરિવર્તન થઈ રહ્યાં છે, તેને ધ્યાનમાં રાખીને અમે ગુણવત્તાયુક્ત તાલીમને પ્રોત્સાહન આપવાની જી20 પહેલ તથા કૌશલ્યો મારફતે ગરીબી નાબૂદી અને ઘટાડા માટેનાં બ્રિક્સ કાર્યયોજનાની નીતિગત ભલામણોને ટેકો આપીએ છીએ, જેથી રોજગારલક્ષી તાલીમની સુવિધા વધશે, કાયમ શીખવા મળશે તથા વૃદ્ધિને માર્ગે અગ્રેસર અર્થતંત્રો અને દુનિયાની ઝડપથી બદલાતી માગને પ્રસ્તુત તાલીમમાં સુધારો થશે.
  9. અમે નિયમ–આધારિત, પારદર્શક, ભેદભાવ વિનાની, ઉદાર અને સર્વસમાવેશક બહુપક્ષીય વેપારી વ્યવસ્થાની કેન્દ્રિતતા પર દ્રઢતા વ્યક્ત કરીએ છીએ, જે વિશ્વ વેપાર સંસ્થા (ડબલ્યુટીઓ) સાથે જોડાયેલી છે. આ બહુપક્ષીય વેપારી વ્યવસ્થા વેપારનાં અપેક્ષિત વાતાવરણ અને ડબલ્યુટીઓની કેન્દ્રિતતાને પ્રોત્સાહન આપશે તેમજ અમે વિકાસલક્ષી પાસાંનું મહત્ત્વ સમજીએ છીએ અને બહુપક્ષીય વેપાર વ્યવસ્થાને મજબૂત બનાવવા શક્ય તમામ પ્રયાસો કરીશું.
  10. અમે અભૂતપૂર્વ પડકારોનો સામનો કરવા બહુપક્ષીય વેપારી વ્યવસ્થાને માન્યતા આપીએ છીએ. અમે ઉદાર વૈશ્વિક અર્થતંત્રનાં મહત્ત્વને સમજીએ છીએ, જે તમામ દેશો અને તેનાં લોકોને વૈશ્વિકરણનાં લાભો વહેંચવા સક્ષમ બનાવશે. અમે સમજીએ છીએ કે વૈશ્વિકરણની પ્રક્રિયાને સર્વસમાવેશક બનાવવી પડશે તથા તમામ દેશોનાં સ્થિર વિકાસ અને સમૃદ્ધિને ટેકો આપશે. અમે વિશ્વ વેપાર સંસ્થાનાં તમામ સભ્ય દેશોને ડબલ્યુટીઓનાં નિયમોનું પાલન કરવા અપીલ કરીએ છીએ તથા બહુપક્ષીય વેપારી વ્યવસ્થામાં તેમની પ્રતિબદ્ધતાનું સન્માન કરીએ છીએ.
  11. અમે પુનઃ યાદ કરીએ છીએ કે વિશ્વ વેપાર સંસ્થાનાં સભ્ય દેશો વચ્ચે વિવાદનું નિરાકરણ લાવવાની વ્યવસ્થા બહુપક્ષીય વેપારી વ્યવસ્થામાં સીમાચિહ્નરૂપ છે તથા તેને આંતરરાષ્ટ્રીય વેપારમાં સલામતી અને અંદાજ વધારવા ડિઝાઇન કરેલ છે. અમે નવી અપીલીય બોડી સભ્યો માટે પસંદગીની પ્રક્રિયામાં પડેલી ગૂંચથી ચિંતિત છીએ, જે વિવાદનું નિરાકરણ કરવાની વ્યવસ્થાને નબળી પાડી શકે છે તથા તમામ સભ્ય દેશોનાં અધિકારો અને જવાબદારીઓ ઘટાડી શકે છે. એટલે અમે તમામ સભ્યોને પ્રાથમિકતાનાં ધોરણે આ પડકારો ઝીલવા રચનાત્મક રીતે સાથ–સહકાર આપવા અપીલ કરીએ છીએ.
  12. અમે વિશ્વ વેપાર સંસ્થા (ડબલ્યુટીઓ)ની વાટાઘાટની કામગીરીની જરૂરિયાતને સમજીએ છીએ. એટલે અમે ડબલ્યુટીઓની અંદર બહુપક્ષીય વેપાર વ્યવસ્થાનાં વર્તમાન કાયદાકીય માળખાકીય કાર્યને વધુ વિકસાવવા રચનાત્મક જોડાણ કરવા સહમત છીએ, જેમાં વિશ્વ વેપાર સંસ્થાઓનાં તમામ સભ્ય દેશો, ખાસ કરીને વિકાસશીલ સભ્ય દેશોની ચિંતાઓ અને હિતોને ધ્યાનમાં લઈશું.
  13. અમે આફ્રિકામાં માળખાગત સુવિધાઓનાં વિકાસ અને જોડાણનાં મહત્ત્વને સ્વીકારીએ છીએ તેમજ આફ્રિકા સંઘે ખંડનાં માળખાગત પડકારોને ઓળખવા તથા ન્યૂ પાર્ટનરશિપ ફોર આફ્રિકાસ ડેવલપમેન્ટ (એનઇપીએડી) અને પ્રોગ્રામ ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઇન આફ્રિકા (પીઆઇડીએ) મારફતે ઝીલવા આફ્રિકા સંઘે ભરેલી હરણફાળની પ્રશંસા કરીએ છીએ. અમે આફ્રિકામાં ઔદ્યોગિક વિકાસ, રોજગારીનું સર્જન, કૌશલ્ય વિકાસ અને ખાદ્ય અને પોષણ સુરક્ષા તથા ગરીબી નાબૂદી તેમજ સ્થિર વિકાસને ટેકો આપવાનાં પારસ્પરિક લાભનાં આધારે માળખાગત રોકાણને પ્રોત્સાહન આપવાનાં મહત્ત્વને ટેકો આપીએ છીએ. એટલે અમે આફ્રિકામાં સ્થાયી માળખાગત વિકાસ માટે અમારા સાથ–સહકારને પ્રતિપાદિત કરીએ છીએ, જેમાં માળખાગત ધિરાણ ખાધની સમસ્યાનું સમાધાન સામેલ છે.
  14. આફ્રિકા સંઘનાં એજન્ડા 2063માં આફ્રિકાનાં ઔદ્યોગિકરણ અને તેને વાસ્તવિક સ્વરૂપ આપવાની જરૂરિયાત પર આતુરતા વ્યક્ત કરવામાં આવી છે. અમે આ માટે આફ્રિકન કોન્ટિનેન્ટલ ફ્રી ટ્રેડ એરિયા (એએફસીએફટીએ)નાં હસ્તાક્ષર પર આફ્રિકનાં દેશો અને આફ્રિકા સંઘની પ્રશંસા કરીએ છીએ. એએફસીએફટીએ ખંડનાં આર્થિક સંકલનની દિશામાં તથા આફ્રિકાનાં દેશો વચ્ચે વેપારની પ્રચૂર સંભવિતતાને પ્રાપ્ત કરવા અને સામાજિક–આર્થિક પડકારોનું સમાધાન કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. આ સંબંધમાં અમે ખંડની એકતા, સંકલિતતા અને વિકાસને પ્રોત્સાહન આપવાનાં પ્રયાસો અને એજન્ડા 2063 માટે અમારા ટેકાને પુનઃ ભાર મૂકવાની બાબતને પ્રતિપાદિત કરીએ છીએ.
  15. અમે આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાકીય સલામતીની જાળ મજબૂત કરવા માટેની હિમાયત કરીએ છીએ, જેનાં કેન્દ્રમાં પર્યાપ્ત સંસાધનયુક્ત, ક્વોટા–આધારિત આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) છે. આ માટે અમે આઇએમએફનાં ક્વોટાની 15મી સાધારણ સમીક્ષાને સંપન્ન કરવા અમારી કટિબદ્ધતાને પ્રતિપાદિત કરીએ છીએ, જેમાં નવી ક્વોટા ફોર્મ્યુલા સામેલ છે, ત્યારે વર્ષ 2019ની સ્પ્રિંગ મીટિંગ સુધીમાં અતિ ગરીબ દેશોનાં અવાજને ઉચિત મંચ આપવાની અને 2019ની વાર્ષિક બેઠકો સુધીમાં તેમને સહાય કરવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. આઇએમએફનાં વહીવટી સુધારામાં સંગઠનનાં ગરીબ સભ્ય દેશોનાં પ્રતિનિધિત્વ અને અવાજને વધારે મહત્ત્વ આપવું જોઈએ, જેમાં સહારાનાં રણનાં આફ્રિકન દેશો સામેલ છે.
  16. અમે આંતરરાષ્ટ્રીય નાણાકીય અને ધિરાણ સમિતિનાં અધ્યક્ષ પદે દક્ષિણ આફ્રિકાની રિઝર્વ બેંકનાં ગવર્નર લેસેત્જા ક્ગાંયાગોની નિમણૂકને આવકારીએ છીએ અને તેમને અભિનંદન આપીએ છીએ.
  17. અમે બ્રિક્સ સંગઠનનાં સભ્યો દેશો વચ્ચે આકસ્મિક ભંડોળની વ્યવસ્થા (સીઆરએ)ની કામગીરીને મજબૂત કરવા લેવામાં આવેલા પગલાં અને તેની તૈયારીને સુનિશ્ચિત કરવા માટેની પહેલોની નોંધ લઈએ છીએ તેમજ સીઆરએ વ્યવસ્થાનાં ભાગને અલગ કરવા માટેનો પ્રયોગ સફળતાપૂર્વક સંપન્ન થવાની બાબતને આવકારીએ છીએ. અમે સીઆરએ અને આઇએમએફ (આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ) વચ્ચે સહકારને પ્રોત્સાહન આપીએ છીએ.
  18. અમે બ્રિક્સ લોકલ કરન્સી બોન્ડ ફંડ સ્થાપિત કરવાની દિશામાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરીએ છીએ અને તેની કામગીરી શરૂ થાય એ માટે આતુર છીએ.
  19. અમે બોન્ડ ફાળવણીનાં ક્ષેત્રમાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં એકાઉન્ટિંગનાં ધારાધોરણો અને ઓડિટિંગ પર નજર રાખવાનાં નિયમોનાં સમન્વય પર સાથ–સહકારને વધારે મજબૂત કરવા સહમત છીએ તથા આ ક્ષેત્રોમાં વધારે સાથ–સહકાર સ્થાપિત કરવા પણ સહમત છીએ.
  20. અમે ડિજિટલ અર્થતંત્રનાં વિકાસનાં સંદર્ભમાં વિતરિત લેજર અને બ્લોકચેઇન ટેકનોલોજી પર જોડાણમાં સંશોધન કરવા સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષરને આવકારીએ છીએ. અમારું માનવું છે કે, આ કામ બદલાઈ રહેલા ઇન્ટરનેટ અર્થતંત્રને સ્વીકારવા આપણાં સાથ–સહકારમાં પ્રદાન કરશે.
  21. માળખાગત સુવિધા, રોકાણ અને આંતરરાષ્ટ્રીય વિકાસલક્ષી સહાયનાં વિવિધ પ્રોજેક્ટ સ્થાયી આર્થિક વિકાસ અને વૃદ્ધિનો પાયો છે, જે ઉત્પાદકતા વધારશે અને વધુ સંકલન સ્થાપિત કરશે. અમે માળખાગત વિકાસ અને ગાઢ આર્થિક જોડાણને પ્રોત્સાહન આપવા સંકલન પર ભાર મૂકીએ છીએ.
  22. અમે એમડીબી – બહુપક્ષીય વિકાસલક્ષી બેંકોની ભૂમિકાનું મહત્ત્વ સમજીએ છીએ, ખાસ કરીને ન્યૂ ડેવલપમેન્ટ બેંક (એનડીબી) સરકારી માળખા અને રોકાણ માટે ખાનગી ક્ષેત્રનાં ધિરાણને વધારવામાં ભૂમિકા ભજવે છે.
  23. અમે આપણાં દેશોનાં સામાજિક, આર્થિક અને પર્યાવરણ સંબંધિત સંભવિતતાઓમાં સંસાધનો પ્રદાન કરવામાં એનડીબી દ્વારા થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરીએ છીએ તથા પ્રોજેક્ટ પ્રીપરેશન ફંડ (પ્રોજેક્ટ તૈયાર કરવા માટે ભંડોળ) ટૂંક સમયમાં કાર્યરત થશે એવી અપેક્ષા ધરાવીએ છીએ. અમે બ્રાઝિલનાં સાઉ પાઉલોમાં આફ્રિકા રિજનલ સેન્ટરની સાથે અમેરિકાની પ્રાદેશિક ઓફિસની સ્થાપનાને આવકારીએ છીએ, જે આ ખંડોમાં તેની હાજરીને મજબૂત કરશે. અમે નોંધીએ છીએ કે, એનડીબી બોર્ડ ઑફ ગવર્નર્સે ચીનમાં શાંઘાઈમાં 28 થી 29 મેનાં રોજ યોજાયેલી ઇન્નોવેટિવ એપ્રોચીસ ફોર ડેવલપમેન્ટ ફાઇનાન્સ (ધિરાણ વિકસાવવા માટે નવીન અભિગમો)ની ત્રીજી બેઠકમાં ચર્ચા કરી હતી, જેમાં વિશ્વની બદલાતી સ્થિતિસંજોગોમાં એનડીબીનાં ભવિષ્યનાં વિકાસ પર ચર્ચા સામેલ છે.
  24. અમે વાસ્તવિક અર્થતંત્રની વધારે સારી રીતે સેવા કરવા અને બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની વિકાસલક્ષી જરૂરિયાતો પૂર્ણ કરવા બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે નાણાકીય સાથ–સહકાર વધારવાનાં મહત્ત્વ પર ભાર મૂકીએ છીએ. આ સંબંધમાં અમે નાણાકીય સંસ્થાઓનાં નેટવર્કને પ્રોત્સાહન આપી અને બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની અંદર નાણાકીય સેવાઓને આવરી લઈને નાણાકીય બજારનાં સંકલન માટેની સુવિધા ઊભી કરવા અમારી પ્રતિબદ્ધતાને પ્રતિપાદિત કરીએ છીએ, જે દરેક દેશનાં હાલનાં નિયમનકારી માળખા અને ડબલ્યુટીઓ ગેટ્સ જવાબદારીઓને આધિન છે તથા નાણાકીય ક્ષેત્રનાં નિયમનકારો વચ્ચે વિસ્તૃત સંચાર અને સહકારને સુનિશ્ચિત કરશે. અમે ચલણમાં સહકાર વધારવા, દરેક સેન્ટ્રલ બેંકની કાયદેસર જવાબદારી સાથે સાતત્યતા સ્થાપિત કરવા તથા સહકારની વધારે પદ્ધતિઓ ચકાસવાનું જાળવી રાખીશું. અમે પર્યાવરણ માટે અનુકૂળ ધિરાણ વધારવાનું પણ જાળવી રાખીશું, જેથી બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોમાં સ્થાયી વિકાસને પ્રોત્સાહન મળશે.
  25. અમે ગેરકાયદેસર નાણાકીય પ્રવાહને અટકાવવામાં આંતરરાષ્ટ્રીય સાથ–સહકારને ટેકો આપવા અમારી પ્રતિબદ્ધતાને પ્રતિપાદિત કરીએ છીએ, જેમાં ફાઇનાન્શિયલ એક્શન્સ ટાસ્ક ફોર્સ (એફએટીએફ – નાણાકીય કામગીરી કરવા માટેનું કાર્યજૂથ) અને વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઇઝેશનની અંદર સહકાર સામેલ છે. આ સંબંધમાં અમે પારસ્પરિક આદાન–પ્રદાન અને ડેટા વહેંચણીનાં વધી રહેલાં મહત્ત્વ પર ભાર મૂકીએ છીએ. અમે એફએટીએફનાં ઉદ્દેશોને જાળવી રાખવા અને તેને ટેકો આપવાનાં મહત્ત્વ પર ભાર મૂકીએ છીએ તથા મની લોન્ડરિંગને અટકાવવા તથા એફએટીએફમાં આતંકવાદને નાણાકીય સહાય અને વિસ્તરણને અટકાવવાનાં ધારાધોરણો સુધારવા અને અમારા સાથ–સહકારને વધારવા પર ભાર મૂકીએ છીએ.
  26. હજુ પણ ભ્રષ્ટાચાર વિશ્વનાં સૌથી મોટા પડકારોમાંનો એક છે, જેની અસર લાંબા સમય સુધી વિસ્તૃતપણે થાય છે, જેમાં જે તે દેશોની કાયદાકીય વ્યવસ્થાઓ પણ નબળી પડે છે. આ દેશમાં આવશ્યક સ્થાનિક અને વિદેશી રોકાણને પ્રોત્સાહન ન આપીને આર્થિક વૃદ્ધિ માટે જોખમનું પ્રતિનિધિત્વ પણ કરે છે. અમે ભ્રષ્ટાચાર સામે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાનાં ચોથા પ્રકરણમાં પ્રશસ્ત કરેલી આંતરરાષ્ટ્રીય કામગીરી પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને પ્રતિપાદિત કરીએ છીએ. આ સંદર્ભમાં અમે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ સાથ–સહકાર પર બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં કાર્યકારી જૂથનાં સંદર્ભની અંદર આંતરરાષ્ટ્રીય સાથ–સહકારને મજબૂત કરવા કટિબદ્ધ છીએ. અમારી સ્થાનિક કાયદાકીય વ્યવસ્થાઓને આધિન અમે ભ્રષ્ટાચાર વિરોધી કાયદાનો અમલ કરવા, ભાગેડુ અપરાધીઓનું પ્રત્યાર્પણ કરવા, આર્થિક અને ભ્રષ્ટાચારનાં આરોપીઓનું પ્રત્યાર્પણ કરવા તથા તેમને સ્વદેશ પરત લાવવા જેવા મુદ્દાઓમાં સાથ–સહકાર આપીશું, જેનો સંબંધ મિલકતની વસૂલાત કરવા સાથે તથા અપરાધિક અને બિનઅપરાધિક બાબતો સાથે છે, જેમાં ભ્રષ્ટાચાર સંકળાયેલો છે. અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને ભ્રષ્ટ વ્યક્તિઓને અને ભ્રષ્ટ કામગીરીમાં સંકળાયેલા લોકોને સુરક્ષિત આશ્રય પ્રદાન કરવાનો ઇનકાર કરવા અપીલ કરીએ છીએ.અમે પારસ્પરિક સમજણ વધારવા અને બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં ભ્રષ્ટાચાર વિરોધી સહકારને વધારવા અનુભવની વહેંચણી અને આદાન–પ્રદાનને મહત્ત્વપૂર્ણ ગણીએ છીએ તથા આ સંબંધમાં અમારા પ્રયાસરૂપે અગાઉનાં વર્ષોમાં અમે કરેલી કામગીરીને જાળવી રાખીશું. અમે બહુપક્ષીય પ્લેટફોર્મમાં માહિતીનું આદાન–પ્રદાન કરવા અને સમન્વય સ્થાપિત કરવા માટેનો મંચ ઊભો કરવા યુએનસીએસીનાં અમલીકરણમાં એકબીજાને વધુ ટેકો આપીશું. અમે વર્ષ 2018ને ભ્રષ્ટાચાર અટકાવવાનાં વર્ષ તરીકે પસંદ કરવા બદલ આફ્રિકા સંઘની પ્રશંસા કરીએ છીએ.
  27. બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની આર્થિક ભાગીદારી માટેના કાર્યકારી વ્યૂહરચનામાં અમે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં વેપાર મંત્રીઓની આઠમી બેઠકનાં સકારાત્મક પરિણામોને આવકારીએ છીએ તેમજ બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં આર્થિક અને વેપારી મુદ્દાઓ પર સંપર્ક જૂથ (સીજીઇટીઆઈ) દ્વારા ચાલતી પ્રવૃત્તિઓને ટેકો આપીએ છીએ. અમે આર્થિક અને વેપારી સહકાર પર બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની કાર્યસૂચિનાં અમલીકરણમાં થયેલી સારી પ્રગતિને પણ આવકારીએ છીએ. અમે વિસ્તૃત ભાગીદારી, મૂલ્ય સંવર્ધન અને અમારી કંપનીઓ માટે વૈશ્વિક વેલ્યુ ચેઇનમાં ઝડપથી પ્રગતિને ટેકો આપે એવા પગલાંઓને પ્રોત્સાહન આપીએ છીએ, ખાસ કરીને ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રોમાં અને વિશેષ કરીને અતિ નાનાં, નાનાં અને મધ્યમ ઉદ્યોગસાહસો (એમએસએમઇ)ને, જેમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા નીતિગત અવકાશ જાળવવાની બાબત સામેલ છે. બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે વેપારનું મૂલ્ય સંવર્ધન વધારવાનાં મહત્ત્વને ઓળખીને અમે સીજીઇટીઆઈનાં વેપાર પ્રોત્સાહન કાર્યકારી જૂથ તેમજ બ્રિક્સ ઇ–કોમર્સ કાર્યકારી જૂથનું પુનઃઆયોજન કરવા માટે વેપારી મંત્રીઓની પ્રશંસા કરીએ છીએ. અમે બ્રિક્સ સંગઠનનાં સભ્યો વચ્ચે આંતરિક વેપારનાં મૂલ્ય સંવર્ધનને પ્રોત્સાહન આપવા પર બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં સંયુક્ત વેપાર અભ્યાસની સમીક્ષા શરૂ કરવાની કામગીરીને આવકારીએ છીએ. અમે આઇપીઆર, ઇ–કોમર્સ, સેવા પર તેમજ ધારાધોરણો અને ટેકનિકલ નિયમનો પર, એમએમએમઇ અને મોડલ ઇ–પોર્ટ પર સાથ–સહકાર વધારવા બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં વાણિજ્યિક મંત્રીઓની આઠમી બેઠકનાં સકારાત્મક પરિણામોને આવકારીએ છીએ.
  28. અમે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં પ્રાદેશિક ઉડાન ક્ષેત્ર પરના સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષરને આવકારીએ છીએ. અમે માનીએ છીએ કે જોડાણ અને માળખાગત સુવિધાનાં ક્ષેત્રોમાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે સહકારને મજબૂત કરવાની દિશામાં આ મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે.
  29. અમે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે કસ્ટમ ક્ષેત્રમાં સાથ–સહકાર સ્થાપિત કરવા માટે બનાવેલ વ્યૂહાત્મક માળખાનાં અમલમાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં કસ્ટમ સંબંધિત બાબતો સંભાળતા વિભાગો વચ્ચે સહકારનાં પરિણામોની પ્રશંસા કરીએ છીએ તથા તેનાં લાંબા ગાળાનાં ઉદ્દેશોને આવકારીએ છીએ, જેમાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં કસ્ટમ વિભાગો વચ્ચે પારસ્પરિક વહીવટી સહાય સમજૂતીનાં અમલની શરૂઆત અને તેનો વહેલાસર અમલ સામેલ છે. આ સમજૂતીથી વર્ષ 2022નાં અંત સુધીમાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે અધિકૃત આર્થિક ઓપરેટર કાર્યક્રમ કાર્યરત થશે, જેમાં નિયંત્રણો અને આર્થિક ઓપરેટર્સની પાસ્પરિક માન્યતા સામેલ છે. આ સંબંધમાં અમે બ્રિક્સ કસ્ટમ્સ એક્શન પ્લાનને આવકારીએ છીએ, જેથી બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં કસ્ટમ તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવા અને કથિત લક્ષ્યાંકો સિદ્ધ કરવા બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં કસ્મટ વહીવટીતંત્રો દ્વારા ટૂંકા ગાળાનાં, મધ્યમ ગાળાનાં અને લાંબા ગાળામાં જરૂરી પગલાં સંયુક્તપણે લેવામાં આવશે. અમે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે કસ્ટમ ક્ષેત્રે સહકાર સ્થાપિત કરવા રચાયેલી સમિતની સંભાવનાને માન્યતા આપીએ છીએ અને બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે આંતરિક સાથ–સહકાર વધારવા તેમજ પ્રસ્તુત બહુરાષ્ટ્રીય મંચો પર તેને સંવર્ધિત કરવા અપીલ કરીએ છીએ, જેમાં વેપાર–વાણિજ્ય વધારવા માટેની સુવિધા, કાયદાનો અમલ, અત્યાધુનિક ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ક્ષમતા નિર્માણનો ઉપયોગ સામેલ છે.
  30. અમે આંતરરાષ્ટ્રીય સ્તરે વાજબી અને સાર્વત્રિક પારદર્શક કરવેરા વ્યવસ્થા સુધી પહોંચવા માટેની તમામ આંતરરાષ્ટ્રીય પહેલો માટે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં મહેસૂલી સત્તામંડળો દ્વારા સતત સાથ–સહકારને આવકારીએ છીએ. અમે ડિજિટલ અર્થતંત્ર અને એ સંદર્ભની અસરોનું સમાધાન કરવા અમારી કટિબદ્ધતા જાળવી રાખીશું, જેથી વિનંતી પર અને આપમેળે એમ બંને રીતે જે તે દેશને આવકનું નુકસાન અટકાવવા અને નફો અન્ય દેશોમાં સ્થળાંતરિત થતો અટકાવવા, કરવેરાની માહિતીનું આદાન–પ્રદાન કરવા વાજબી આંતરાષ્ટ્રીય કરવેરા વ્યવસ્થા સુનિશ્ચિત થશે તેમજ વિકાસશીલ દેશો માટે જરૂરિયાત પર આધારિત ક્ષમતાનું નિર્માણ થશે. અમે કરવેરા સાથે સંબંધિત બાબતોમાં આદાન–પ્રદાનને વધારે ગાઢ બનાવવા, માહિતીની વહેંચણી કરવા, શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા, એકબીજા પાસેથી યોગ્ય વ્યવસ્થા શીખવા અને વ્યક્તિઓની કરવેરા સંબંધિત માહિતીઓનું આદાન–પ્રદાન કરવા કટિબદ્ધ છીએ. અમે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં મહેસૂલી સત્તામંડળો વચ્ચે ક્ષમતા નિર્માણ વ્યવસ્થા સ્થાપિત કરવાની કામગીરીને આવકારીએ છીએ.
  31. અમે માળખાગત ક્ષેત્ર, ઉત્પાદન, ઊર્જા, કૃષિ વ્યવસાય, નાણાકીય સેવાઓ, પ્રાદેશિક ઉડ્ડયન, ટેકનિકલ ધારાધોરણો અને કૌશલ્ય વિકાસની સુસંગતતામાં વેપાર અને વ્યવસાયમાં સાથ–સહકાર વધારવા બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની વ્યવસાયિક પરિષદ અને તેનાં પાંચમા વાર્ષિક અહેવાલ તેમજ બ્રિક્સ બિઝનેસ ફોરમને આવકારીએ છીએ. અમે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની વ્યવસાયિક પરિષદનાં માળખાગત કાર્યની અંદર ડિજિટલ અર્થતંત્ર પરનાં કાર્યકારી જૂથની રચનાને આવકારીએ છીએ.
  32. સ્થિર અર્થતંત્ર અને સામાજિક વિકાસમાં પ્રદાન કરવાની પ્રવાસન ક્ષેત્રની સંભવિતતાને માન્યતા આપીને અમે પ્રવાસન ક્ષેત્ર પર બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં કાર્યકારી જૂથની રચનાની પહેલને આવકારીએ છીએ, જેનો ઉદ્દેશ બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે સહકાર વધારવાનો તથા આર્થિક વિકાસ અને લોકો વચ્ચેનાં સંબંધને ગાઢ કરવાનો છે. બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનું પ્રવાસન ક્ષેત્ર સાથે સંબંધિત કાર્ય પ્રવાસન સંબંધિત વેપાર, હવાઈ જોડાણ, પ્રવાસન સંબંધિત માળખાગત સુવિધા,સાંસ્કૃતિક અને તબીબી પ્રવાસન, પ્રવાસન માર્કેટિંગ માટેનાં અવરોધો, પ્રવાસન સલામતી અને પ્રોત્સાહન – નાણાકીય,વીમા અને તબીબી જેવા ક્ષેત્રોમાં માહિતીનું આદાન–પ્રદાન, અનુભવ અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન–પ્રદાન વધારશે.

V. બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં નાગરિકો વચ્ચે સાથસહકાર સ્થાપિત કરવો

 

  1. બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં નાગરિકોને કેન્દ્રમાં રાખી તેની સાથે સંબંધિત કાર્યક્રમો પર ભાર મૂકીને અમે રમતગમત, યુવા બાબતો, ફિલ્મો, સંસ્કૃતિ, શિક્ષણ અને પ્રવાસનનાં ક્ષેત્રોમાં સ્થિર પ્રગતિ અને આદાન–પ્રદાનની પ્રશંસા કરીએ છીએ.
  2. અમે અમારા સભ્ય દેશોનાં લોકોને તમામ ક્ષેત્રોમાં સર્વસમાવેશક વૃદ્ધિ માટે સક્ષમ બનાવે એવા વિકાસનો જન કેન્દ્રિત અભિગમ હાથ ધરવાની કટિબદ્ધતાને પ્રતિપાદિત કરીએ છીએ.
  3. અમે 8મી વર્લ્ડ વોટર ફોરમ (વિશ્વ જળ મંચ) બ્રાઝિલિયામાં યોજાશે એ માટે સહમત છીએ, જે દુનિયાની જળ સાથે સંબંધિત મુખ્ય ફોરમ છે. આ ફોરમ પહેલી વાર દક્ષિણ ગોળાર્ધમાં યોજાશે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે જળ સમસ્યાને મુખ્ય મુદ્દા તરીકે સ્થાપિત કરવામાં પ્રદાન આપશે.
  4. અમે આંતરિક સાથે સંબંધિત વિવિધ બાબતોમાં સાથ–સહકાર સ્થાપિત કરવા બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો માટેનાં મહત્ત્વ પર ભાર મૂકીએ છીએ તથા અમે આ ક્ષેત્રમાં હાલની પહેલને મજબૂત કરવા અમારા સાથ–સહકારની પુષ્ટિ કરીએ છીએ.
  5. અમે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની અંદર રસીનાં સંશોધન અને વિકાસ પર સાથ–સહકાર અને સંકલનને મજબૂત કરવા પ્રતિબદ્ધ છીએ તથા બ્રિક્સ રસી સંશોધન અને વિકાસ કેન્દ્રને સ્થાપિત કરવાની દરખાસ્તને આવકારીએ છીએ.
  6. અમે વર્ષ 2017માં મોસ્કોમાં સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ એરાઃ એ મલ્ટિસેક્ટરલ રિસ્પોન્સ (સ્થાયી વિકાસનો યુગઃ બહુક્ષેત્રીય પ્રતિસાદ)માં ટ્યુબરક્યુલોસિસને નાબૂદ કરવા પ્રથમ WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા) આંતરરાષ્ટ્રીય મંત્રીમંડળીય પરિષદ અને તેમાં ટીબીને નાબૂદ કરવા મોસ્કો જાહેરનામાને તથા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ટ્યુબરરક્યુલોસિસને નાબૂદ કરવા પર આગામી પ્રથમ ઉચ્ચ–સ્તરીય બેઠક અને બિનચેપી રોગોનાં નિવારણ અને નિયંત્રણ પર સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની ઉચ્ચ–સ્તરીય ત્રીજી બેઠકને આવકારીએ છીએ, જે સપ્ટેમ્બર, 2018માં યોજાશે.
  7. અમે 4થી ઔદ્યોગિક ક્રાંતિનાં મુખ્ય પરિબળોમાંનાં એક પરિબળ તરીકે સંસ્કૃતિનાં મહત્ત્વ અને તેની ભૂમિકાનો સ્વીકાર કરીએ છીએ તેમજ એમાં રહેલી આર્થિક તકોને સમજીએ છીએ.
  8. અમે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં ત્રીજા ફિલ્મ મહોત્સવનાં આયોજનની પ્રશંસા કરીએ છીએ અને આ ક્ષેત્રમાં સહકારને વધારવાની જરૂરિયાતને સમજીએ છીએ. અમે આ ક્ષેત્રમાં સાથ–સહકારને વધારે પ્રોત્સાહન આપવા અને બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની સંસ્કૃતિઓની વિવિધતા પ્રદર્શિત કરવા ફિલ્મોનાં સહ–નિર્માણ પર બ્રિક્સ દેશોની સમજૂતીની રૂપરેખાનાં સંબંધમાં દક્ષિણ આફ્રિકાનાં પ્રસ્તાવને આવકારીએ છીએ.
  9. અમે રચનાત્મક અને સ્થાયી સાંસ્કૃતિક સહકાર માટે સાંસ્કૃતિક ક્ષેત્ર (2017-2021)નાં ક્ષેત્રમાં સહકાર પર બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો પર આ દેશોની સરકારો વચ્ચે થયેલી સમજૂતીનાં અમલ માટે કાર્યયોજનાની માર્ગદર્શક ભૂમિકા પર ભાર મૂકીએ છીએ તથા અમે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં સાંસ્કૃતિક નિષ્ણાતોની વિવિધ વર્તમાન પ્રવૃત્તિઓ અને પહેલોની નોંધ લઈએ છીએ.
  10. જ્યારે અમે જ્હોનિસબર્ગમાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં વહીવટ પર બીજા સેમિનારને માન્યતા આપીએ છીએ, ત્યારે વર્ષ 2019માં ત્રીજી બેઠકનું વધારે વિસ્તૃતપણે આયોજન કરવા માટે બ્રાઝિલનાં ઇરાદાને સ્વીકારીએ છીએ, જેમાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં શૈક્ષણિક ક્ષેત્ર અને થિંક ટેંકનાં વિવિધ લોકો મોટી સંખ્યામાં સામેલ થશે.
  11. અમે થિંક–ટેંક કાઉન્સિલ, એકેડેમિક ફોરમ, સિવિલ બ્રિક્સ ફોરમ, યંગ ડિપ્લોમેટ્સ ફોરમ, યુથ સમિટ અને યંગ સાયન્ટિસ્ટ્સ ફોરમ સહિતનાં વિવિધ આદાન–પ્રદાન માટેનાં માધ્યમો મારફતે આપણાં લોકો વચ્ચે સાથ–સહકાર અને આદાન–પ્રદાનને મજબૂત કરવા સંતોષકારક પ્રગતિને માન્યતા આપીએ છીએ.
  12. અમે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં વિદેશી બાબતોનાં પ્રવક્તાઓનાં જોડાણ સંબંધિત દક્ષિણ આફ્રિકાની પહેલની પ્રશંસા કરીએ છીએ.
  13. અમે દક્ષિણ આફ્રિકા દ્વારા બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં ત્રીજા રમતોત્સવનાં સફળ આયોજનને આવકારીએ છીએ તથા અમે વધુમાં બ્રિક્સ સ્પોર્ટ્સ કાઉન્સિલની રચનામાં થયેલી પ્રગતિની નોંધ લઈએ છીએ.
  14. બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં સાંસદો સહિત સંસદ સાથે સંબંધિત બાબતોનાં આદાન–પ્રદાનનાં મહત્ત્વ પર ભાર મૂકીએ છીએ, જેમાં મહિલા સાંસદોની એકબીજાની દેશોની મુલાકાત લેવાની બાબત સામેલ છે. અમે આ સંબંધમાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે માહિતી અને જાણકારીનું આદાન–પ્રદાન કરવાની પ્રક્રિયાને વધારે મજબૂત કરવા આતુર છીએ.
  15. સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપવામાં મહિલાઓ દ્વારા ભજવવામાં આવતી ભૂમિકા પર ભાર મૂકીને અમે બ્રિક્સ સભ્ય દેશોની મહિલાઓનું ફોરમ સ્થાપિત કરવા અને બ્રિક્સ સભ્ય દેશોની મહિલાઓનાં વ્યાવસાયિક જોડાણની સ્થાપનાનો વિચાર કરવા થઈ રહેલી કામગીરીની નોંધ લીધી છે.
  16. બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીને વર્ષ 2018માં બ્રિક્સ સંગઠનનાં અધ્યક્ષ સ્થાને દક્ષિણ આફ્રિકાની કામગીરીની પ્રશંસા કરી હતી તથા જ્હોનિસબર્ગમાં બ્રિક્સ સભ્યોનાં દેશોનું 10મું શિખર સંમેલન યોજવા બદલ દક્ષિણ આફ્રિકાની સરકાર અને તેની જનતાનો આભાર માન્યો હતો.
  17. વર્ષ 2019માં બ્રિક્સનાં અધ્યક્ષ સ્થાને બ્રાઝિલ છે, જેને બ્રિક્સ સભ્ય દેશોનાં 11મા શિખર સંમેલનનું આયોજન કરવા માટે રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સંપૂર્ણ સાથ–સહકાર આપશે.

 

પરિશિષ્ટ 1: જ્હોનિસબર્ગ કાર્યયોજના

 

બ્રિક્સ દેશોનું 10મું શિખર સંમેલન – 25થી 27 જુલાઈ (જ્હોનિસબર્ગ)

અમે દક્ષિણ આફ્રિકાની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ જ્હોનિસબર્ગ શિખર સંમેલન તરફ દોરી જનાર નીચેની બેઠકોનાં પરિણામોની નોંધ લઈએ છીએઃ

મંત્રીસ્તરીય બેઠકો:

  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં નાણાકીય પ્રતિનિધિઓની બેઠક – 17થી 20 માર્ચ (બ્યૂનોસ એરીસ)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકનાં ગવર્નરોની બેઠક – 18થી 20 એપ્રિલ (વોશિંગ્ટન, ડીસી)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં નાણાકીય પ્રતિનિધિઓની બેઠક – 18થી 20 એપ્રિલ (વોશિંગ્ટન, ડીસી)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં પર્યાવરણ મંત્રીઓની બેઠક – 18 મે (ડરબન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં વિદેશી બાબતો/આંતરરાષ્ટ્રીય સંબંધોનાં મંત્રીઓની બેઠક – 4 જૂન (પ્રિટોરિયા)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની મહેસૂલી સત્તામંડળોનાં વડાની બેઠક – 18થી 21 જૂન, 2018 (જ્હોનિસબર્ગ)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં કૃષિ અને કૃષિ વિકાસ મંત્રીઓની આઠમી બેઠક – 19થી 22 જૂન, 2018 (મ્પુમાલંગા)
  • રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની આઠમી બેઠક – 28થી 29 જૂન, 2018 (ડરબન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં ઊર્જા મંત્રીઓની બેઠક – 28થી 29 જૂન, (ગાઉતેંગ)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં આપત્તિ નિવારણ મંત્રીઓની બેઠક – 29 જૂનથી 1 જુલાઈ (ઇસ્ટ લંડન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનીકરણ મંત્રીઓની છઠ્ઠી બેઠક – 3 જુલાઈ (ડરબન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં ઉદ્યોગ મંત્રીઓની ત્રીજી બેઠક – 4 જુલાઈ (ગાઉતેંગ)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં વેપાર મંત્રીઓની આઠમી બેઠક – 5 જુલાઈ (મગાલીસબર્ગ)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં શિક્ષણ મંત્રીઓની બેઠક – 10 જુલાઈ (કેપ ટાઉન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં નાણાકીય મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકનાં ગવર્નરની બેઠક – 19થી 22 જુલાઈ (આર્જેન્ટિના)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં આરોગ્ય મંત્રીઓની આઠમી બેઠક – 20 જુલાઈ (ડરબન)

 

વરિષ્ઠ અધિકારીઓ અને ક્ષેત્ર સંબંધિત પ્રતિનિધિઓની બેઠકોઃ

  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં શેરપા અને સાઉસ–શેરપાની પ્રથમ બેઠક – 4થી 6 ફેબ્રુઆરી (કેપ ટાઉન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં ભ્રષ્ટાચારવિરોધી કાર્યકારી જૂથની પ્રથમ બેઠક – 26 ફેબ્રુઆરી (બ્યૂનોસ એરીઝ, આર્જેન્ટિના)
  • આર્થિક અને વેપારી મુદ્દાઓ પર સંપર્ક જૂથની 17મી બેઠક (સીજીઇટીઆઈ) – 28 ફેબ્રુઆરીથી 2 માર્ચ (જ્હોનિસબર્ગ)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોના કાર્યાલયોની નવમી ટેકનિકલ રાષ્ટ્રીય આંકડાકીય ઓફિસોની બેઠક – 13થી 15 માર્ચ (પ્રિટોરિયા)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં બ્રિક્સ બોન્ડ ફંડ (બીબીએફ) કાર્યકારી જૂથની બેઠક – 17થી 20 માર્ચ (બ્યૂનોસ એરીઝ)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં કસ્ટમ ક્ષેત્રનાં નિષ્ણાતોની બેઠક – 16થી 17 એપ્રિલ (ડરબન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની કસ્ટમ સહકાર સમિતિની બીજી બેઠક – 18થી 19 એપ્રિલ (ડરબન)
  • બીબીએફ કાર્યકારી જૂથની બેઠક અને બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની સીઆરએ સ્થાયી સમિતિની બેઠક – 18થી 20 એપ્રિલ (વોશિંગ્ટન, ડીસી અમેરિકા)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં આતંકવાદવિરોધી કાર્યકારી જૂથની બેઠક – 19થી 20 એપ્રિલ (વ્હાઇટ રિવર, નેલ્સ્પ્રૂઇટ)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં શેરપા અને સાઉસ–શેરપાની બીજી બેઠક – 24થી 26 ફેબ્રુઆરી (બેલાબેલા, લિમ્પોપો)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં શ્રમ અને રોજગારી કાર્યકારી જૂથ (ઇડબલ્યુજી)ની પ્રથમ બેઠક – 7થી 10 મે (મ્પુમલંગા)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની બૌદ્ધિક સંપત્તિ અધિકારી સહકાર વ્યવસ્થાની બીજી બેઠક – 10 મે (પૂર્વ લંડન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં ઇ–કોમર્સ કાર્યકારી જૂથની બીજી બેઠક – 10 મે (પૂર્વ લંડન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની વેપારી પ્રોત્સાહન માટેનાં કાર્યકારી જૂથની પ્રથમ બેઠક – 10 મે (પૂર્વ લંડન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની ટેકનિકલ નિષ્ણાતોની ટેકનિકલ નીતનિયમો, ધારાધોરણો, સુંસગતતા આકારણી, મેટ્રોલોજી અને એક્રેડિટેશન સાથે સંબંધિત બેઠક – 10 મે (પૂર્વ લંડન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં સેવા આંકડામાં વેપાર પર કાર્યશાળા – 10 મે (પૂર્વ લંડન)
  • આર્થિક અને વેપારનાં મુદ્દાઓ પર સંપર્ક જૂથની 18મી બેઠક (સીજીઇટીઆઇ) – 11થી 12 મે (પૂર્વ લંડન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં પર્યાવરણ સંબંધિત બાબતોનાં કાર્યકારી જૂથની બેઠક – 14થી 16 મે (પ્રિટોરિયા)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં આઇસીટીનાં કાર્યકારી જૂથનાં ઉપયોગમાં સુરક્ષા – 16થી 17 મે (કેપ ટાઉન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં પર્યાવરણ બાબતોનાં વરિષ્ઠ અધિકારીઓની બેઠક – 17 મે (ડરબન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની ઊર્જાદક્ષતા અને ઊર્જા બચત માટેનાં કાર્યકારી જૂથની બેઠક – 17થી 18 મે (કેપ ટાઉન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની થિંક–ટેક કાઉન્સિલ (બીટીટીસી) બેઠક – 28 મે (પાર્કટાઉન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનો શૈક્ષણિક મંચ – 28તી 31 મે (જ્હોનિસબર્ગ)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં ગુણવત્તાયુક્ત માળખાની બેઠક (ધારાધોરણો, માન્યતા અને મેટ્રોલોજી સંસ્થાઓ) – 16 મે (ગાઉતેંગ)
  • વિશ્વ આરોગ્ય સંસ્થાની સાથે સાથે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની સ્વાસ્થ્ય પર બેઠક – મે (જિનિવા, સ્વિત્ઝર્લેન્ડ)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં શેરપા અને સાઉસ–શેરપાની ત્રીજી બેઠક – 2થી 3 જૂન (પ્રિટોરિયા)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં કરવેરા સંબંધિત નિષ્ણાતોની બેઠક – 18થી 19 જૂન (કેપ ટાઉન)
  • મધ્ય પૂર્વ અને ઉત્તર અમેરિકા (એમઇએનએ) પર વરિષ્ઠ અધિકારીઓ/નિષ્ણાતોની ચોથી બેઠક – 19 જૂન (પ્રિટોરિયા)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં કૃષિ સહકાર કાર્યકારી જૂથની આઠમી બેઠક – 20મી જૂન (નેલ્સ્પ્રૂઇટ)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં પ્રતિનિધિઓની કૃષિ ક્ષેત્રમાં વિવિધ ફિલ્ડ વિઝિટ – 22 જૂન
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની નાગરિક સમાજ સંસ્થાઓ (સીએસઓ)ની બેઠક – 25થી 26 જૂન (જ્હોનિસબર્ગ)
  • સિવિલ બ્રિક્સ – 25થી 27 જૂન (પાર્કટાઉન, જ્હોનિસબર્ગ)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની કસ્ટમ ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે રચાયેલી સહકાર સમિતિની ત્રીજી બેઠક – 26 જૂન (બ્રસ્સેલ્સ, બેલ્જિયમ)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં ભ્રષ્ટાચારવિરોધી કાર્યકારી જૂથની બીજી બેઠક – 26 જૂન (પેરિસ, ફ્રાંસ)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં યુવાન રાજદ્વારીઓનું ચોથું સંમેલન – 25થી 29 જૂન (પ્રિટોરિયા)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં યુવાન વૈજ્ઞાનિકોનું ત્રીજું સંમેલન – 25થી 29 જૂન (ડરબન આઇસીસી)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં મૈત્રીપૂર્ણ શહેરો અને સ્થાનિક સરકારી સહકારી બેઠકો – 28થી 29 જૂન (પૂર્વ લંડન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં ફંડિંગ પક્ષોનાં બ્રિક્સ એસટીઆઈ કાર્યકારી જૂથની ચોથી બેઠક – 30 જૂન (ડરબન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનીકરણ (એસટીઆઈ) પર 8મી બેઠક – 2 જુલાઈ (ડરબન)
  • ઔદ્યોગિક નિષ્ણાતોની ત્રીજી બેઠક – 3 જુલાઈ (મગાલીસબર્ગ)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનો વહીવટ પર બીજો સેમિનાર, 3થી 4 જુલાઈ, (જ્હોનિસબર્ગ)
  • આર્થિક અને વેપારી મુદ્દાઓ પર સંપર્ક જૂથ (સીજીઇટીઆઈ)ની 19મી બેઠક – 2થી 4 જુલાઈ (ગાઉટેન્ગ)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની નેટવર્ક યુનિવર્સિટી કોન્ફરન્સ – 5થી 7 જુલાઈ (સ્ટેલનબોશ)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં વરિષ્ઠ શિક્ષણ અધિકારીઓની બેઠક – 9 જુલાઈ (કેપ ટાઉન)
  • આઇસીટીઆઈ – આંતરરાષ્ટ્રીય પરિવહન માળખાની પરિષદ – 9થી 10 જુલાઈ (પ્રિટોરિયા)
  • 4થું બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનું યુવા શિખર સંમેલન – 16થી 21 જુલાઈ (બ્લોમ્પોન્ટેઇન, ફ્રી સ્ટેટ)
  • ત્રીજો બ્રિક્સ રમતોત્સવ – 17થી 22 જુલાઈ (જ્હોનિસબર્ગ)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓની બેઠક – 18થી 19 જુલાઈ (ડરબન)
  • બીબીએફ કાર્યકારી જૂથની બેઠક અને બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની સ્થાયી સમિતિની બેઠક – 19થી 22 જુલાઈ (આર્જેન્ટિના)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની બિઝનેસ કાઉન્સિલની વાર્ષિક બેઠક – 22થી 23 જુલાઈ, ડરબન
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનો ત્રીજો ફિલ્મ ફેસ્ટિવલ 2018 – 22થી 28 જુલાઈ (ડરબન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની શેરપા/સાઉસ–શેરપાની 4થી બેઠક – 20થી 24 જુલાઈ (જ્હોનિસબર્ગ)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની બિઝનેસ કાઉન્સિલ એનર્જી ફોરમ – 24 જુલાઈ (જ્હોનિસબર્ગ)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની બિઝનેસ ફોરમ – 25 જુલાઈ(સેન્ડટન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની આઇસીએમ ચેરમેનની વાર્ષિક બેઠક – 25થી 26 જુલાઈ, (કેપટાઉન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની ફાઇનાન્શિયલ ફોરમ – 25થી 26 જુલાઈ, (કેપટાઉન)

 

વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની બાકી પ્રવૃત્તિઓ

બ્રિક્સનાં સભ્ય દેશોનાં નેતાઓની અનૌપચારિક બેઠક (બ્યૂનોસ આઇરીસ, આર્જેન્ટિના)

મંત્રીમંડળીય સ્તરની બેઠકો:

  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં મંત્રીઓની રમતગમત પરિષદની બેઠક
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠક (એલઇએમએમ) (ડરબન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં સંચાર મંત્રીઓની 4થી બેઠક (ડરબન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં વિદેશી/આંતરરાષ્ટ્રીય સંબંધોનાં મંત્રીઓની બેઠક (ન્યૂયોર્ક, અમેરિકા)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકનાં ગવર્નર
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં પ્રવાસન ક્ષેત્રનાં વરિષ્ઠ અધિકારીઓની બેઠક (ગાઉટેન્ગ).

વરિષ્ઠ અધિકારી અને ક્ષેત્રીય સ્તરની બેઠકો:

  • શ્રમ અને રોજગારી પર બીજું કાર્યકારી જૂથ (ઇડબલ્યુજી)ની બેઠક (ડરબન)
  • બ્રિક્સ દેશોનું ટીબી સંશોધન નેટવર્ક (ડરબન)
  • બ્રિક્સ દેશોનું ત્રીજું મીડિયા ફોરમ
  • આઇસીટી (ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી)માં સહકાર સ્થાપિત કરવા માટે બ્રિક્સ દેશોનું ત્રીજું કાર્યકારી જૂથ
  • બ્રિક્સ દેશોનું વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા પર મહિલાઓનું ફોરમ (પ્રિટોરિયા)
  • એગ્રિ–બિઝનેસ રોડશો
  • આફ્રિકામાં ધિરાણ ક્ષેત્રનાં વિકાસ પર બ્રિક્સ દેશોની કોન્ફરન્સ (નેલ્સન મંડેલા યુનિવર્સિટી, પોર્ટ એલિઝાબેથ)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની લીગલ ફોરમ (કેપ ટાઉન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં વરિષ્ઠ સાંસ્કૃતિક અધિકારીઓની બેઠક
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન (વિવિધ શહેરોમાં)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં કાર્યકારી જૂથોની બેઠકો (સ્પર્ધા સંબંધિત)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં સ્પર્ધા સત્તામંડળોનાં વડાઓની બેઠક (પ્રિટોરિયા)
  • વહીવટ અને સુધારણા પર બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનું ત્રીજું એસઓઇ ફોરમ (ડરબન)
  • ચોથી બિઝનેસ ટૂ બિઝનેસ (ઔદ્યોગિક સંવાદ) બેઠક (ડરબન)
  • આઇસીટી સહકાર કાર્યકારી જૂથ (વરિષ્ઠ અધિકારીઓ)ની ત્રીજી બેઠક (ડરબન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં શેરપા/સાઉસ શેરપાની પાંચમી બેઠક (ન્યૂયોર્ક, અમેરિકા)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની બીજી કૌશલ્ય સ્પર્ધા (જ્હોનિસબર્ગ)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની સીઆરએ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક અને બ્રિક્સ બીએફ કાર્યકારી જૂથની બેઠક (બાલી,ઇન્ડોનેશિયા)
  • બાયોમેડ અને બાયોટેકનોલોજી પર બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં એસટીઆઈ કાર્યકારી જૂથની બીજી બેઠક (કેપ ટાઉન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં સાંસ્કૃતિક મંત્રીઓની ત્રીજી બેઠક (ડરબન)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનો નીતિ આયોજન ચર્ચાવિચારણાનો ચોથો રાઉન્ડ
  • ભૂ–સ્થાનિક વિજ્ઞાન અને તેની ઉપયોગિતા પર બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની ત્રીજી બેઠક (પ્રિટોરિયા)
  • કુદરતી આપત્તિઓનાં નિવારણ અને નિરીક્ષણ પર બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં કાર્યકારી જૂથની ત્રીજી બેઠક (પ્રિટોરિયા)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની રાષ્ટ્રીય આંકડાશાસ્ત્રીય બેઠક
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની અવકાશ સંસ્થાઓનું ફોરમ (પ્રિટોરિયા)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની એસ્ટ્રોનોમી કોન્ફરન્સ (સધરલેન્ડઃ સોલ્ટ – સધર્ન આફ્રિકન લીગ ટેલીસ્કોપ)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં શેરપા/સાઉસ–શેરપાની છઠ્ઠી બેઠક (બ્યૂનોસ આઇરીસ, આર્જેન્ટિના)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની એસટીઆઈ બ્રોકરેજ ઇવેન્ટ
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશો વચ્ચે સાયન્સ એકેડેમિક્સ ડાયલોગ (જ્હોનિસબર્ગ)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનું ત્રીજું વોટર ફોરમ (પ્રિટોરિયા)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની એસટીઆઈ સલાહકાર પરિષદ રાઉન્ડટેબલ (પ્રિટોરિયા)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનું એસટીઆઈ ટેકનોલોજી ટ્રાન્સફર અને એસએમએમઇ ફોરમ (પ્રિટોરિયા)
  • બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની શેરપા/સાઉસ–શેરપાની સાતમી બેઠક
  • વસતિજન્ય બાબતો પર બ્રિક્સ દેશોનાં અધિકારીઓ અને નિષ્ણાતોની બેઠક (પિલાનેસ્બર્ગ, રસ્ટેનબર્ગ)
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to attend Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India
December 22, 2024
PM to interact with prominent leaders from the Christian community including Cardinals and Bishops
First such instance that a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India

Prime Minister Shri Narendra Modi will attend the Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India (CBCI) at the CBCI Centre premises, New Delhi at 6:30 PM on 23rd December.

Prime Minister will interact with key leaders from the Christian community, including Cardinals, Bishops and prominent lay leaders of the Church.

This is the first time a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India.

Catholic Bishops' Conference of India (CBCI) was established in 1944 and is the body which works closest with all the Catholics across India.