21મી જુન 2017ના દિવસે વિશ્વ ત્રીજો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવશે. 28મી મેની મન કી બાદ દરમિયાન શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “યોગ આજે સમગ્ર વિશ્વને સાંકળી રહ્યો છે. તે સ્વાસ્થ્ય અને સુખાકારીની ગેરંટી આપે છે.”
શ્રી મોદીએ લોકોને ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિનંતી કરી હતી કે કુટુંબની ત્રણ પેઢી એક સાથે યોગ કરે, તેમના આમ કહેવાની સાથેજ સમગ્ર દેશમાં અને વિશ્વમાં યોગ પ્રત્યે જીજ્ઞાસા વધારી દીધી છે. આ રહી તમારા માટે ખાસ તક જે તમે #YogaDay દ્વારા ફોટા શેર કરી શકો છો.