Every effort, however big or small, must be valued. Governments may have schemes and budgets but the success of any initiative lies in public participation: PM Modi
On many occasions, what ‘Sarkar’ can't do, ‘Sanskar’ can do. Let us make cleanliness a part of our value systems: Prime Minister Modi
More people are paying taxes because they have faith that their money is being used properly and for the welfare of people: Prime Minister
It is important to create an India where everyone has equal opportunities. Inclusive growth is the way ahead, says PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (24 ઓક્ટોબર, 2018) નવી દિલ્હીમાં ‘મૈં નહીં હમ’ પોર્ટલ અને એપ લોંચ કરી હતી.

‘મૈં નહીં હમ’ પોર્ટલ ‘Self4Society’ની થીમ પર કામ કરશે. તેનાથી આઇટી વ્યાવસાયિકો અને સંગઠનોને સામાજિક મુદ્દાઓ અને સમાજની સેવા માટે તેમનાં પ્રયાસોને એક મંચ પર લાવવામાં મદદ મળશે. આવું કરવામાં આ પોર્ટલ સમાજનાં નબળાં વર્ગોની સેવામાં ખાસ કરીને ટેકનોલોજીનાં ફાયદા મારફતે મોટા સહયોગને પ્રોત્સાહન આપવામાં પ્રેરકબળની ભૂમિકા અદા કરશે. એવી આશા રાખવામાં આવે છે કે, સમાજનાં હિતમાં કામ કરવા માટે લોકોની ભાગીદારી વધારવામાં પણ આ પોર્ટલ મદદરૂપ સાબિત થશે.

આ પ્રસંગે આઇટી અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદન સાથે સંબંધિત વ્યાવસાયિકો, ઉદ્યોગ સાથે સંબંધિત હસ્તીઓ અને ટેકનોક્રેટને સંબોધિત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મને ખાતરી છે, લોકો બીજા માટે કામ કરવા, સમાજની સેવા કરવા અને કોઈ સકારાત્મક પરિવર્તન લાવવા માટે કામ કરવા ઇચ્છે છે.

પ્રધાનમંત્રી સાથે આજે સંવાદ કરનારાઓમાં શ્રી આનંદ મહિન્દ્રા, શ્રીમતી સુધા મૂર્તિ અને ભારતની મોટી આઇટી કંપનીઓ સાથે સંબંધિત મોટી સંખ્યામાં યુવાન વ્યાવસાયિકો સામેલ હતાં.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નાનાં કે મોટાં તમામ પ્રયાસોને મહત્ત્વ આપવું જોઈએ. સાથે-સાથે તેમણે જણાવ્યું હતું કે, સરકારનું બજેટ અને યોજનાઓ હોઈ શકે છે, છતાં કોઈ પણ પહેલની સફળતા એમાં સામેલ લોકોની ભાગીદારીને કારણે મળે છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે હાજર લોકોને કહ્યું હતું કે, આપણે એ વિચારવું જોઈએ કે આપણે આપણી ક્ષમતાનો ઉપયોગ બીજા લોકોનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે કેવી રીતે કરવો.

પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, તેમણે ભારતનાં યુવાનોને ટેકનોલોજીની તાકાતનો સારી રીતે ઉપયોગ કરતાં જોયા છે. તેમણે કહ્યું હતું કે, દેશનાં યુવાનો ટેકનોલોજીનો ઉપયોગ પોતાની સાથે બીજા લોકોનાં કલ્યાણ માટે પણ કરી રહ્યાં છે. તેમણે આને એક અદભૂત સંકેત ગણાવ્યો હતો. પ્રધાનમંત્રીએ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, સામાજિક ક્ષેત્રમાં અનેક સ્ટાર્ટ-અપ કાર્યરત છે. સાથે-સાથે તેમણે યુવાન સામાજિક ઉદ્યોગસાહસિકોને સફળતાની શુભકામના પણ આપી હતી.

પ્રધાનમંત્રીએ ટાઉનહોલ શૈલી પર આયોજિત સંવાદ દરમિયાન વિવિધ પ્રશ્રોનો જવાબ આપતાં કહ્યું હતું કે, આપણે આપણાં નિર્ધારિત કાર્યોથી કંઇક નવું કરવાનો પ્રયાસ કરીએ, કશું નવું કરીએ એ અતિ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, શીખવાની અને નવી શોધ કરવાનો વ્યાપક અવકાશ છે.

આઈટી વ્યાવસાયિકોએ ખાસ કરીને કૌશલ્ય વિકાસ અને સ્વચ્છતાનાં ક્ષેત્રમાં સામાજિક સ્વયંસેવા માટે થઈ રહેલાં પ્રયાસો વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું. એક પ્રશ્રનાં જવાબમાં પ્રધાનમંત્રીએ વિશેષ ભાર મૂકીને કહ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશનનું પ્રતીક બાપૂનાં ચશ્મા છે, પ્રેરણા બાપૂ છે અને આપણે બાપૂનાં સ્વપ્નોને સાકાર કરી રહ્યાં છીએ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અનેક પ્રસંગો પર જ્યારે ‘સરકાર’ કશું કરી શકતી નથી, ત્યારે ‘સંસ્કાર’ કામ આવે છે. તેમણે કહ્યું હતું કે, આપણે સ્વચ્છતાને પોતાની દિનચર્યાનો એક ભાગ બનાવવાનો જોઈએ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સ્વયંસેવાનાં પ્રયાસો સાથે કૃષિ ક્ષેત્રમાં ઘણી કામગીરી કરી શકાય છે. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોનાં કલ્યાણ માટે યુવાનોએ ઉત્સાહભેર કામ કરવું જોઈએ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અગાઉની સરખામણીમાં વધારે લોકો કરવેરાની ચુકવણી કરી રહ્યાં છે, કારણ કે એમને ભરોસો છે કે એમનાં ધનનો ઉચિત ઉપયોગ થઈ રહ્યો છે, જે લોકોનાં કલ્યાણ માટે છે.

તેમણે કહ્યું હતું કે, ભારત પોતાનાં યુવાનોની પ્રતિભાનાં જોરે સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં અવનવી સિદ્ધિઓ મેળવી રહ્યો છે.

ગ્રામીણ ડિજિટલ ઉદ્યોગસાહસિકતાનાં સર્જન માટે કાર્યરત એક ટીમનાં પ્રશ્ન ઉત્તરમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તમામ માટે સમાન તક હોય એવા ભારતનું સર્જન કરવું મહત્ત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સમાજસેવાનું કાર્ય બધા માટે ગર્વનો વિષય હોવો જોઈએ.

વેપાર અને ઉદ્યોગની ટીકા પર અસંમતિ વ્યક્ત કરતાં પ્રધાનંમત્રીએ કહ્યું હતું કે, આ ટાઉન હોલમાં આયોજિત કાર્યક્રમે દર્શાવ્યું છે કે, કેવી રીતે ટોચની કંપનીઓ વિશિષ્ટ સામાજિક કામ કરે છે અને પોતાનાં કર્મચારીઓને આગળ લાવીને લોકોની સેવા માટે પ્રોત્સાહન આપી રહી છે.

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 નવેમ્બર 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage