ફ્રાન્સનાં સૈન્યમંત્રી શ્રીમતી ફ્લોરેન્સ પાર્લી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.
શ્રીમતી પાર્લીએ પ્રધાનમંત્રીને સંરક્ષણ ક્ષેત્રમાં સહભાગિતા વડે બંને દેશોનાં વિકાસ અંગે માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનાં મુખ્ય આધારસ્તંભમાંનો એક આધારસ્તંભ સંરક્ષણ ક્ષેત્રે સહકાર છે તથા તેમણે સંરક્ષણ ઉત્પાદન અને સંયુક્તપણે સંશોધન અને વિકાસમાં ‘મેક ઇન ઇન્ડિયા’નાં માળખામાં સહકાર સ્થાપિત કરવા જણાવ્યું હતું.
બંને નેતાઓએ પારસ્પરિક હિતનાં પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ વહેલામાં વહેલી તકે ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ માર્કોનને ભારતમાં આવકારવા આતુર છે.