"“People’s participation is the key, and a united effort is the need of the hour: Shri Modi"
"“Strength comes from uniting, and my effort is focused at eliminating the discrepancy arising in collaboration:” Shri Modi"
"Nearly Rs. 5500-5600 crores has been allotted for the healthcare segment in the current year, as opposed to Rs. 1200-1300 crore allotted in 2007-08."

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર્ભાઈ મોદી :

ગાંધી-૧પ૦ : મહાત્મા ગાંધીજીના દોઢસો વર્ષની ર૦૧૯ની ઉજવણી ગાંધીજીને પ્રિય એવા સ્વચ્છ‍તાનો મહિમા ઉજાગર કરવા ‘‘નિર્મળ ગુજરાત'' અભિયાન ઉપાડીએ

હેલ્ધ ગુજરાત કોન્ફરન્સ આરોગ્ય વિભાગના ઉપક્રમે સ્વસ્થ-તંદુરસ્ત ગુજરાત વિશે ફળદાયી સમૂહચિંતન

સમાજની આરોગ્યરક્ષા એ રાષ્ટ્ર રક્ષાની સેવા છે

ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સ્વસ્થ - તંદુરસ્ત ગુજરાત'ની ચિંતન પરિષદનું આજે ઉદ્દઘાટન કરતાં આગામી ર૦૧૯માં મહાત્મા ગાંધીજીના ૧પ૦ વર્ષની જન્મજયંતીની ઉજવણી સુધીમાં સ્વચ્છ-નિર્મળ ગુજરાત માટે ગાંધીજીને પ્રિય સ્વચ્છતાનું અભિયાન ઉપાડવા તથા ર૦રરના ભારતની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને કેન્દ્રસ્થાને રાખીને સ્વસ્થ ગુજરાત માટે આરોગ્ય સેવાઓને અમૃતમય બનાવવાના એજન્ડા મૂર્તિમંત કરવા પ્રેરક આહ્‌વાન કર્યું હતું.

મહાત્મા મંદિર પરિસરમાં આરોગ્ય વિભાગના ઉપક્રમે ‘‘હેલ્ધી ગુજરાત - એજન્ડા ફોર એકશન''ની કોન્ફરન્સ્ યોજવામાં આવી હતી. સ્વસ્થએ તંદુરસ્ત ગુજરાત માટેના આ સામૂહિક ચિંતનમાં રાજ્ય ના તબીબી અને આરોગ્ય ક્ષેત્રના વિવિધ સેવાકર્મીઓ અને ખાનગી તબીબો અને આરોગ્ય શિક્ષણના રાજ્ય‍ભરના ૪પ૦૦ જેટલા પદાધિકારીઓ-પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પરિષદમાં આઠ જેટલા ચર્ચા સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.

સમાજના આરોગ્ય અને નાગરિકોના જીવનની સ્વાસ્ય્ધો રક્ષા એ રાષ્ટ્ર રક્ષાની સેવાના જેટલો જ મહિમા છે, એમ જણાવતાં શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ જણાવ્યું કે, દર્દી અને ર્ડાકટરની અપેક્ષા સ્વસ્થા શરીર બને એવી હોય છે. પરંતુ સમગ્રતયા આરોગ્ય સેવાઓ અને સંભાળ માટેનું તબીબી ક્ષેત્ર માત્ર નાગરિકોનું શારીરિક સુખાકારી એવો સીમિત અર્થ નથી. સરકારની પ્રતિબદ્ધતા આ તમામ માધ્યમો દ્વારા ત્રુટક છૂટક લક્ષ્યની નથી પરંતુ સર્વગ્રાહી સ્વસ્થ ગુજરાતની છે.

માનવ શરીરની રચનાના આરોગ્યની ચિંતારૂપે નહીં પરંતુ આપણું લક્ષ્ય છે સ્વસ્થ સમાજનું, આરોગ્ય પ્રદાન કરવાનું, રોગો અને બિમારીઓને અટકાવવાનું. આ નિર્ધારિત લક્ષ્ય માટે સરકાર અને સમાજે સંસાધનો અને માળખાકીય સુવિધાઓનો સુઆયોજિત વિનિયોગ કરવો જ પડશે એમ તેમણે જણાવ્યું હતું.

Shri Narendra Modi’s address at the conference on ‘Healthy Gujarat ‘Agenda for Action’

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ પહેલ કરીને ફળદાયી પરિણામો તો મેળવ્યા જ છે પરંતુ હવે ‘‘કવોન્ટમ જંપ'' માટેનો કોમ્પ્રી હેન્સીવ એકશન-એજન્ડા આપણું લક્ષ્ય છે. દ્રષ્ટાં તરૂપે તેમણે જણાવ્યું કે, સ્વ્ચ્છતા એ આરોગ્ય વિભાગની ફરજ ના હોય પણ ગંદકી અને અસ્વચ્છ્તાના કારણે કે પાણીના દૂષણ-ભરાવાના કારણે થતા રોગો આરોગ્ય વિભાગ માટે બોજ બની જાય છે.

મહાત્મા્ ગાંધીજીના ૧પ૦મા વર્ષની ઉજવણી ર૦૧૯માં આવી રહી છે ત્યા્રે ગાંધીજી જેને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા હતા તે ‘‘સ્વચ્છાતા''ને આરોગ્ય ના માપદંડો  કરીને ‘‘નિર્મળ ગુજરાત''નું અભિયાન ઉપાડવાનું આહ્‌વાન મુખ્ય મંત્રીશ્રીએ કર્યું હતું. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, નિર્મળ ગ્રામથી લઇને નિર્મળ નગર-નિર્મળ મહાનગર અને નિર્મળ ગુજરાત સુધી આરોગ્યના પેરામિટર્સ સ્વચ્છતા માટે તૈયાર કરવા જોઇએ. જે આગામી પાંચ વર્ષ માટે ‘પ્રિવેન્ટીવ હેલ્થ કેર'ના ઉદ્દેશનો સાક્ષાત્કાર કરાવી શકે. વ્યક્તિગત સ્વચ્છતાની સાથે (પર્સનલ હાઇજીન) અને સમાજિક સ્વચ્છસતા (સોશ્યલ હાઇજીન) માટેના લોકશિક્ષણ અંગે જાગૃતિ માટે બાળકના મનમાં સ્વચ્છતાનો સ્વાભાવ વિકસાવવાની પ્રાથમિકતા આપવા તેમણે પ્રેરક સૂચન કર્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ શહેરી ક્ષેત્ર, ગ્રામીણ ક્ષેત્ર, સેમી અર્બન ક્ષેત્ર અને આદિવાસી ક્ષેત્ર માટે આરોગ્ય સામેના પડકારો શું હોઇ શકે તેનું સામૂહિક ચિંતન કરીશું તો રોગો અને રોગચાળાનું વલણ કઇ છે તે દિશા પકડીને રોગ નિવારક આરોગ્ય સેવાને સક્ષમ બનાવી શકાશે અને આરોગ્ય વિભાગ ઉપર વધતો બોજ અટકાવી શકાશે, એમ તેમણે જણાવ્યું હતું.

Shri Narendra Modi’s address at the conference on ‘Healthy Gujarat ‘Agenda for Action’

આગામી ર૦રરમાં આઝાદીના ૭પ વર્ષની ઉજવણીનો અમૃત મહોત્સવ ઉજવવાનું આયોજન છે તે સંદર્ભને કેન્દ્રસ્થાને રાખીને ગુજરાતમાં આરોગ્ય સેવાઓ અમૃતમય બને તે માટેના લક્ષ્યને મૂર્તિમંત કરવા મુખ્યા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

મુખ્ય મંત્રીશ્રી અમૃતમ્‌-મા યોજના ગરીબો માટે અમૃતમય બની છે અને આરોગ્યશ રક્ષાશક્તિ આપી રહી છે તેનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી પેઢીની માતાઓ માટે કુટુંબમાં દાદીની ભૂમિકા કુપોષણ અને બાળઉછેર માટે અત્યંત ઉપકારક બની શકે છે તેમ જણાવી આરોગ્ય સેવાઓ માટે પરિવારમાં દાદીઓનું દયિત્વક સંસ્થામગત ધોરણે વિકસાવવાની પહેલ ગુજરાતે કરી છે એને વ્યાનપક ફલક ઉપર લઇ જવાનું આહ્‌વાન તેમણે કર્યું હતું.

આરોગ્ય સેવાઓ અને સંભાળ માટે ટેકનોલોજીનો વિનિયોગ મહત્તમ ધોરણે કરવા અને આધુનિકત્તમ મેડીકલ ઇકવીપમેન્ટી-સાધનોનો ઉપયોગ તમામ તબીબી સેવાઓ સાથે સંકળાયેલા તબીબો અને નર્સે- પેરામેડીકલ સ્ટાફને સુસજ્જ કરવા અને બધી હોસ્પિટલોમાં ‘‘ઇ-લાયબ્રેરી''ની સુવિધા ઉપલબ્ધ કરવા મુખ્ય મંત્રીશ્રીએ સૂચવ્યું હતું.

Shri Narendra Modi’s address at the conference on ‘Healthy Gujarat ‘Agenda for Action’

શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ હોસ્પિટલો અને સામૂહિક-પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો , દવાખાનાઓમાં હોસ્પિટલ મેનેજમેન્ટ અને ટેકનોલોજીકલ મેડીકલ ઇકવીપમેન્ટનું મેનેજમેન્ટ-વ્યવસ્થાતંત્ર વિકસાવવા પણ આગ્રહપૂર્વક સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ખૂબ મોટા બજેટથી આરોગ્ય હોસ્પિટલોમાં આધુનિકત્તમ સાધનો વસાવ્યા હોય ત્યારે તેની સક્ષમ ઉપયોગીતા કરવી જોઇએ અને નિભાવણી તથા વિનિયમન માટેની ઉદાસિનતા દૂર કરી વિશેષ સંવેદનશીલતા સાથે તેના માટેનું ટેકનોલોજી સોફટવેર વિકસાવવા ભાર મુકયો હતો.

આ સંદર્ભમાં આરોગ્ય સમસ્યા વિસ્તારવાર, ચિંતન બેઠકોના ચર્ચા સેમિનાર યોજવાનું સૂચન કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, માત્ર તબીબો કે પેરામેડિકલ સ્ટાંફ નહીં પણ સમગ્રતયા આરોગ્યના પેરામિટર્સ સાથે સૌને જોડવાના સર્વગ્રાહી વ્યૂ હનો એજન્ડા તૈયાર થવો જોઇએ. પશુ રોગચાળા અને ગામડામાં ગંદકી સામે પશુઆરોગ્ય ગોબર ગેસ, એનીમલ હોસ્ટેાલ વગેરેના નવા પ્રયોગોથી આરોગ્યપ ક્ષેત્રે આવેલા પરિવર્તનો ફળદાયી બન્યા છે તે જોતાં માનવતાના ઉત્તમ ક્ષેત્ર તરીકે આરોગ્ય્ સેવાઓને સશક્તય બનાવવા તેમણે મહત્વાના સૂચનો કર્યા હતા.

મુખ્ય મંત્રીશ્રીએ કુપોષણ નિવારણ માટે પરંપરાગત દાદીમાનું વૈદું શિશુ અને સગર્ભા માટે આરોગ્ય રક્ષા માટે ઉપકારક છે એમ જણાવ્યું હતું. આ પદ્ધતિઓને સર્વગ્રાહી અભિગમ અપનાવવાની જરૂર તેમણે સમજાવી હતી.

આરોગ્ય મંત્રીશ્રીએ મુખ્ય મંત્રી અમૃતમ્‌ યોજના, ચિરંજીવી યોજના જેવી આરોગ્ય સેવાલક્ષી અનેક યોજનાઓ મુખ્ય મંત્રીશ્રીના માર્ગદર્શનમાં સાકાર થઇ રહી હોવાની રૂપરેખા આપી હતી.

આ પરિસંવાદમાં WHO અને UNICEF જેવી વિશ્વ આરોગ્ય સંસ્થાના ભારત સ્થિત ડાયરેકટરો, વરિષ્ઠ તબીબો, આરોગ્ય સેવા સાથે સંકળાયેલા સમાજ સેવી સંગઠનોના પદાધિકારીઓ તેમજ રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ ઉપસ્થિેત રહ્યા હતા.

આરોગ્યેના અધિક મુખ્ય સચિવ શ્રી રાજેશ કિશોરે સૌનું સ્વાગત કર્યું હતું. આરોગ્ય કમિશનર શ્રી તનેજાએ આભારદર્શન કર્યું હતું.

Shri Narendra Modi’s address at the conference on ‘Healthy Gujarat ‘Agenda for Action’

Shri Narendra Modi’s address at the conference on ‘Healthy Gujarat ‘Agenda for Action’

Shri Narendra Modi’s address at the conference on ‘Healthy Gujarat ‘Agenda for Action’

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Under Rozgar Mela, PM to distribute more than 71,000 appointment letters to newly appointed recruits
December 22, 2024

Prime Minister Shri Narendra Modi will distribute more than 71,000 appointment letters to newly appointed recruits on 23rd December at around 10:30 AM through video conferencing. He will also address the gathering on the occasion.

Rozgar Mela is a step towards fulfilment of the commitment of the Prime Minister to accord highest priority to employment generation. It will provide meaningful opportunities to the youth for their participation in nation building and self empowerment.

Rozgar Mela will be held at 45 locations across the country. The recruitments are taking place for various Ministries and Departments of the Central Government. The new recruits, selected from across the country will be joining various Ministries/Departments including Ministry of Home Affairs, Department of Posts, Department of Higher Education, Ministry of Health and Family Welfare, Department of Financial Services, among others.