(ઑડિયન્સમાંથી મોદી... મોદી... મોદી... ના અવાજનો જયનાદ)
ભારત માતા કી... (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
ભારત માતા કી... (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
મંચ ઉપર બિરાજમાન ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ઝુઝારુ નેતા અને કુશળ સંગઠક ભાઈશ્રી સી.આર. પાટીલ,
મંચ ઉપર બિરાજમાન ભાજપાના સર્વે વરિષ્ઠ મહાનુભાવો,
અને વિશાળ સંખ્યામાં પધારેલા નવસારીના મારા વહાલા ભાઈઓ અને બહેનો,
(ઑડિયન્સમાંથી મોદી... મોદી... મોદી... ના અવાજનો જયનાદ)
ગયા બે દિવસથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જનતા જનાર્દનના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો. જ્યાં જ્યાં જવાનું થયું, જનતા જનાર્દનનો ઉમળકો, ઉત્સાહ, આ અભુતપૂર્વ જુવાળ, કદાચ ગુજરાતની ધરતી ઉપર આવીને ચુંટણીના આ વાતાવરણને કોઈ ન જુએ, તો એને અંદાજ જ ન આવે કે ગુજરાતની જનતાનો ભાજપ માટે પ્રેમ કેટલો જબરજસ્ત છે.
ભાઈઓ, બહેનો,
નવસારી મારા માટે નવુ નથી અને હું ય નવસારી માટે નવો નથી. ભલે તમે મને પ્રધાનમંત્રીનું કામ સોંપ્યું હોય, પણ મારા દિલમાં તો નવસારી એમ ને એમ જ હોય. લગભગ 5 – 6 મહિના પહેલા નવસારીમાં મને 600 કરોડ રૂપિયાના ખર્ચે મેડિકલ કોલેજના શિલાન્યાસ માટેનો અવસર મળ્યો હતો. એ વિકાસનું પર્વ હતું. એ શિક્ષણનું પર્વ હતું. એ પ્રગતિનું પર્વ હતું. અને આજે? આજે હું આપની પાસે આવ્યો છું, લોકતંત્રના પર્વમાં આપના આશીર્વાદ માગવા માટે.
ભાઈઓ, બહેનો,
મેં સંગઠક તરીકે ચુંટણીના કામ કર્યા છે. ઉમેદવાર તરીકે ચુંટણીમાં કામ કર્યું છે. મુખ્યમંત્રી તરીકે ચુંટણીમાં કામ કર્યું છે. પ્રધાનમંત્રી તરીકે ચુંટણીમાં કામ કર્યું છે. ગુજરાતમાં કર્યું છે, ગુજરાત બહાર પણ કર્યું છે. પરંતુ મારે કહેવું પડે, આ ચુંટણી અમે નથી લડતા, આ ચુંટણી ગુજરાતની જનતા લડી રહી છે. આખીય ચુંટણીનો વિજયધ્વજ ગુજરાતના કોટિ કોટિ નાગરિકોએ પોતાના માથે ઊપાડ્યો છે, ભાઈ. ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને ફરી એક વાર સરકાર બનાવવા માટેનો ચુકાદો જાહેર કરી દીધો છે. અને મેં જોયું કે જે ફર્સ્ટ ટાઈમ વોટર છે, જે લોકો પહેલી વાર મત આપવાના છે, એમનો તો જુસ્સો જ ઑર છે, ઉમંગ જ ઑર છે. ઉત્સાહ જ ઑર છે, અને અહીંયા’ય દેખાય છે, પરંતુ જે લોકો વર્ષોથી વોટ આપે છે, અનેક ચુંટણીઓમાં વોટ આપ્યા છે, એવા બધાની જવાબદારી જરા વધી જતી હોય છે. આ આપનો પ્યાર છે કે આપના આશીર્વાદથી સેવાભાવ કરવાનું પ્રોત્સાહન મળી રહે છે. ઊર્જા મળી રહે છે. અને સી.આર. અને ભુપેન્દ્રભાઈની જોડી જે રીતે પ્રશંસનીય રીતે કામ કરી રહી છે, એને તમે જે રીતે અનુમોદન આપી રહ્યા છો, એનાથી મારો વિશ્વાસ છે કે આ વખતે ગુજરાત જુના બધા રેકોર્ડ તોડવાનો છે. જ્યારે લોકસભાની ચુંટણી હતી, ત્યારે તમારી લોકસભામાં તમે હિન્દુસ્તાનના રેકોર્ડ તોડીને સી. આર. પાટીલને વિજયી બનાવ્યા હતા.
ભાઈઓ, બહેનો,
ચુંટણી તો જીતવાની જ છે. કમળ તો ખીલવાનું જ છે, તમારા વોટ તો પડવાના જ છે, પરંતુ સાથે સાથે લોકતંત્રનો જય જયકાર પણ ચાલવો જોઈએ. અને લોકતંત્રનો જય જયકાર ત્યારે થાય જ્યારે એક એક મતદાર મત આપવા માટે નીકળે. મત ન અપાઈ શકાયો હોય તો મનમાં વેદના થાય. આ લોકતંત્રની સાચી સેવા છે, અને તેથી મારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને, લોકશાહીના પ્રહરીઓને, લોકશાહીના સમર્થકોને વિનંતી છે કે આ વખતે ગુજરાત રેકોર્ડ મતદાન કરે. અનેક બુથ એવા નીકળવા જોઈએ કે જ્યાં 100 – 100 ટકા વોટ પડ્યા હોય. અને ભારતના ઈલેકશન કમિશનને પણ હું અભિનંદન આપું છું કે ઈલેક્શન કમિશન પણ વધુમાં વધુ મતદાન માટે ખુબ જહેમત ઊઠાવે છે. અનેક અવનવા પ્રયોગો કરે છે. નાગરિક તરીકે આપણા બધાનું કર્તવ્ય છે કે આપણે વોટ અવશ્ય આપવો જોઈએ.
તમે બધા પોલિંગ બુથમાં પહોંચી જશો, બધી જગ્યાએ? (ઑડિયન્સમાંથી હા...)
વધુમાં વધુ લોકોને મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
બુથમાં બધા જુના રેકોર્ડ તુટે એટલું મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
અને પછી કમળ પણ ખીલવું જોઈએ ને? (ઑડિયન્સમાંથી હા...)
બધા જ પોલિંગ બુથમાંથી કમળ ખીલશે ને? (ઑડિયન્સમાંથી હા...)
આપણે આ વખતે વધુમાં વધુ પોલિંગ બુથ અને વધુમાં વધુ કમળ ખીલવવાનું કામ કરવું છે, ભાઈઓ.
ભાઈઓ, બહેનો,
આ વોટની તાકાત, આ સામાન્ય છે. આપને કલ્પના નહિ હોય, આ વોટની તાકાત કેટલી છે?
તમે મને કહો ભાઈ,
આજે દુનિયામાં ભારતનો ડંકો વાગે છે કે નથી વાગતો? (ઑડિયન્સમાંથી હા...)
હિન્દુસ્તાન પ્રગતિ કરી રહ્યું છે કે નથી કરી રહ્યું? (ઑડિયન્સમાંથી હા...)
આજે ભારતની બધે વાહવાહી થાય છે કે નથી થતી? (ઑડિયન્સમાંથી હા...)
દરેક ભારતીયને ગૌરવ થાય છે કે નથી થતો? (ઑડિયન્સમાંથી હા...)
શેના કારણે? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
શેના કારણે? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
આ બધો જય જયકાર શેના કારણે? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
શેના કારણે? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
શેના કારણે? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
શેના કારણે? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
તમારો જવાબ ખોટો... આ મોદીના કારણે નથી. આ તો તમારા એક વોટના કારણે થઈ રહ્યું છે. આ તમારા વોટની જે તાકાત છે ને, એના કારણે આજે હિન્દુસ્તાન પ્રગતિ કરી રહ્યું છે. ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે. અને એટલા માટે ભાઈઓ, બહેનો, ગુજરાતનો પ્રત્યેક મતદાર વધુમાં વધુ મતદાન કરે અને વોટની શક્તિ શું છે, એનો દુનિયાને અહેસાસ કરાવે.
ભાઈઓ, બહેનો,
એક જમાનો હતો, આપણા ગુજરાત માટે એવી વાતો ચાલતી, આ ગુજરાત શું કરી શકે? એની પાસે તો કંઈ પ્રાકૃતિક સાધનો નથી, આટલો મોટો દરિયાકિનારો છે, આ બાજુ રેગિસ્તાન છે, પેલી બાજુ પાકિસ્તાન છે, ભારતની પાસે, ગુજરાતની પાસે કોઈ ખનીજો નથી, આ એકલું મીઠું પકવી પકવીને ગુજરાતવાળા શું કરશે? વરસાદ પણ નથી પડતો. 10 વર્ષમાં 7 વર્ષ દુષ્કાળ પડે છે. આવું જ બોલાતું હતું. એને એમાં નવા નવા સંકટો પણ આવે. ક્યારેક સાયક્લૉન આવ્યો, ક્યારેક ભુકંપ આવ્યો, અનેક કોમી હુલ્લડો... એ તો આપણા ગુજરાતને પીંખી નાખતા હતા. વાર-તહેવારે હુલ્લડો, જ્યાં જુઓ ત્યાં માર-કાપ. કર્ફ્યુ... આવી બધી મુસીબતોમાં આપણે જીવતા હતા. ત્યારે કોઈ કલ્પના નહોતું કરી શકતું કે ગુજરાત વિકાસની અંદર પણ નંબર વન બની શકે, ભાઈઓ.
અને આજે, આજે એ શક્ય બન્યું. આજે ઉત્તમ સડકો માટે ગુજરાતની ઓળખાણ છે. 24 કલાક ઘરોમાં વીજળી, ઘેર ઘેર નળથી જળ. આ મુળભૂત સુવિધાઓ ગુજરાતે ઘેર ઘેર પહોંચાડી છે.
ભાઈ. આનું કારણ શું?
આ ઘેર ઘેર સુવિધાઓ પહોંચે, એનું કારણ શું?
મુસીબતોમાંથી મુક્તિ મળી, એનું કારણ શું?
એનું કારણ તમારા એક વોટની તાકાત. ગુજરાતના નાગરિકોએ વિવેકબુદ્ધિપૂર્વક, સમજદારીપૂર્વક, લોભ-લાલચમાં પડ્યા વગર, જુઠ્ઠાણાઓ ઉપર ભરોસો કર્યા વગર, મક્કમ મનથી, ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત બનાવી, આ તમારા વોટની તાકાત છે, એના કારણે ગુજરાત નંબર વન છે.
મોદીની નહિ, તમારી તાકાત છે. અરે, મોદી જે છે, એ પણ તમારા વોટના કારણે છે, ભાઈઓ. આ મોદીનો વટ પણ તમારા વોટમાં છે. તમારો વોટ છે તો મોદીનો વટ છે, ભઈલા. અને તમારા વોટ હોય, મોદીનો વટ હોય, તો હિન્દુસ્તાનના પ્રત્યેક નાગરિકનો પણ વટ હોય. આ નવસારીના લોકોના એક એક વોટની તાકાત જુઓ. આ તમારા વોટના કારણે અમારા નવસારીમાં 3 લાખ ઘરોમાં પાઈપથી, નળથી, પાણી પીવાનું શુદ્ધ પહોંચ્યું.
આ પુણ્યના કામનો યશ તમને મળે કે ના મળે?
તમારા વોટના કારણે તમે પુણ્યના હક્કદાર ખરા કે નહિ?
ભાઈઓ, બહેનો,
તમારા એક વોટનું તારણ છે, કે આ અમારા નવસારી વિસ્તારમાં 4 લાખ ગરીબોને પહેલીવાર બેન્કના દરવાજા ખુલ્યા, એમના જનઘનના ખાતા ખુલ્યા, અને બચત શરૂ થઈ.
આ પુણ્યનું કામ થયું કે ન થયું? આ પુણ્યના ભાગીદાર તમે ખરા કે નહિ, ખરા? કારણ, આ પુણ્ય તમારા એક વોટના કારણે મળ્યું છે.
ભાઈઓ, બહેનો,
આપણા નવસારી પંથકમાં ભારત સરકારની મુદ્રા યોજના, આ મુદ્રા યોજના 2 લાખ લોકોને લગભગ દોઢ હજાર કરોડ રૂપિયા મળ્યા, દોઢ હજાર કરોડ રૂપિયા. આ દોઢ હજાર કરોડ રૂપિયા, 1,500 કરોડ રૂપિયા, આવડું મોટું પુણ્યનું કામ, તમારા એક વોટના કારણે થયું. અને એ લોકોની જિંદગી બદલાઈ ગઈ. એના આશીર્વાદ તમને મળે છે. આ તમારા વોટનું મૂલ્ય છે, ભાઈઓ.
અમારે, આપણે ત્યાં 40,000 કરતા વધારે, 40,000 કરતા વધારે આપણા ખેડૂત ભાઈઓ-બહેનોના ખાતામાં પ્રધાનમંત્રી સન્માનનિધિ જાય છે. વર્ષમાં ત્રણ વાર જાય છે. અત્યાર સુધીમાં એમના ખાતામાં, હું એકલા નવસારી અને આસપાસની વાત કરું છું. 300 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થયા છે. 40,000 ખેડૂતોના ખાતામાં, 300 કરોડ રૂપિયા જમા થયા,
એ શેના કારણે થયા, ભાઈ? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
શેના કારણે થયા? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
શેના કારણે થયા? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
મોદીના કારણે નહિ, તમારા વોટના કારણે થયા છે. આ પૂણ્યનું કામ, આ પવિત્ર કાર્ય તમારા કારણે થયું છે, કારણ, તમે એવી સરકાર બનાવી છે.
ભાઈઓ, બહેનો,
16,000 લોકો, આ આપણા નવસારી પંથકમાં, 16,000 લોકો, જેમને રહેવા માટે ઘર નહોતું, ઝુંપડીમાં રહેતા હતા, ટાઢ હોય, તડકો હોય, વરસાદ હોય, મુસીબતમાં જિંદગી ગુજારતા હતા, ફૂટપાથ ઉપર સૂતા હતા. અરે, તમે કોઈ ગરીબને ઓટલો આપો ને, તોય ગરીબ આશીર્વાદ આપે, આ આપણા નવસારીમાં હજારો લોકોને પાકા ઘર મળ્યા, પાકા ઘર મળ્યા, ભાઈઓ.
એ શેના કારણે? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
તમારા એક વોટના કારણે. કાચા ઘરમાં, ઝુંપડામાં, ફૂટપાથ પર જીવનારા ગરીબોને પાકું ઘર મળ્યું, એ પૂણ્ય તમારું છે, એ પૂણ્યના હક્કદાર તમે છો, ભાઈ.
આપણે એક સ્વનિધિ યોજના લાવ્યા. આ ફૂટપાથ પર પાથરણાવાળા હોય, લારી-ગલ્લાવાળા હોય, આ બિચારાઓની જિંદગી કેવી? અમારા પાથરણાવાળા, લારી-ગલ્લાવાળાઓની? પેલા વ્યાજખોર લોકો પાસેથી સવારે રૂપિયા લે, આખો દહાડો વેપાર કરવો હોય, માલ ખરીદવાનો હોય, તો 1,000 રૂપિયા લે, પેલો 100 રૂપિયા સવારમાં જ કાપી લે. 1,000 રૂપિયામાંથી 100 રૂપિયા સવારમાં જ કાપી લે. 900 રૂપિયા આપે. અને પાછું, સાંજે જઈને 1,000 જમા કરાવવાના. સાંજે પાછા જઈને 1,000 જમા કરાવવાના. તમે વિચાર કરો, આટલા મોટા વ્યાજના બોજ નીચે આ મારો ગરીબ લારી-ગલ્લાવાળો, આ મારો ગરીબ પાથરણાવાળો.
એના દેવાનાં ડુંગર થાય કે ના થાય?
જરા જવાબ તો આપો, થાય કે ના થાય?
મુસીબતમાં જિંદગી જીવવી પડે કે ના જીવવી પડે?
તમે મને કહો, આ પાથરણાવાળાનું કોણ, ભાઈ?
આ લારી-ગલ્લાવાળાનું કોણ?
અરે, આ ગરીબનું કોઈ ના હોય, એનો આ મોદી હોય.
અને, એટલે આપણે સ્વનિધિ યોજના લાવ્યા, અને સ્વનિધિ યોજના દ્વારા બેન્કોને હુકમ કર્યો કે આ પાથરણાવાળા, આ લારી-ગલ્લાવાળા, એમના કોઈ કાગળીયા માગવાની જરૂર નથી, ખાલી એનું કામ ચાલે છે, કે નહિ, એની તપાસ કરો અને એને બેન્કમાંથી પૈસા આપવાનું ચાલુ કરો. એને આ વ્યાજખોરોના બંધનોમાંથી મુક્તિ અપાવો. આપણા ગુજરાતમાં 3 લાખ, 3 લાખ લારી-ગલ્લાવાળા, પાથરણાવાળા, એ લોકોને બેન્કોમાંથી પૈસા અપાવ્યા, વ્યાજમાંથી મુક્તિ અપાવી. 40,000થી વધારે ફૂટપાથ પાથરણાવાળા, એકલા નવસારી આસપાસ, એકલા નવસારી આસપાસ 40,000, અને એમને 10,000થી લઈને 50,000 સુધીની મદદ કરી, ભાઈઓ. અને એ લોકો પોતાના પગ પર ઉભા રહ્યા.
આનું પૂણ્ય કોને મળે?
આ મારા નવસારીના વોટરોને મળે. આ મારા ગુજરાતના મતદાતાઓને મળે. અને એના કારણે આજે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અને બીજું એમાં કર્યું છે, કે જો ડિજિટલ પેમેન્ટ આપે, કેશલેસ પેમેન્ટ આપે તો એના ખાતામાં બધું લખાતું જાય. અને 100 એ 100 ટકા આપે ને તો પછી એનું માફ પણ વ્યાજ થઈ જાય, તમે વિચાર કરો, આ ગરીબ માણસને કેટલી બધી તાકાત મળે. હવે એના સંતાનો ભણશે. એના ઘરમાં કોઈ માંદું ન પડે. એને પાકું ઘર મળે. સમાજની કેટલી બધી તાકાત વધે, એનું આ ઉદાહરણ છે.
ભાઈઓ, બહેનો,
આપણું દક્ષિણ ગુજરાત એટલે? ફળફળાદિ, હાફુસ, વલસાડી, અને અમારા નવસારીના ચીકુ, કેટકેટલી વાડીઓ, ભઈયા, અને આ ચીકુની ખેતી કરવાવાળા અમારા ખેડૂતો, એમની આવક વધે, એના માટે પણ આપણે અનેક નવા નવા નિર્ણયો કરી રહ્યા છીએ. સૌથી મોટો નિર્ણય કર્યો, રેલવે... દિલ્હી સુધી અહીંના ચીકુ ભરીને રેલવે જાય, ક્યાંય રોકાયા વગર જાય. ચીકુ બગડે નહિ, અને બજારમાં પહોંચી જાય અને નવસારીના ચીકુ દિલ્હીમાં ચમકારો મારે ને, એ કામ આપણે કરીએ, ભાઈ. અને, દરેક સિઝનમાં લગભગ 100 રેક, રેલવેની 100 રેક, અહીંથી ચીકુ લઈને દિલ્હીમાં જાય છે, અને આ જે બધા નેતાઓ દિલ્હીમાં છે ને એ તમારા નવસારીના ચીકુ ખાતા થઈ ગયા છે. હવે એ કમનસીબી છે કે ચીકુ નવસારીના ખાય ને પાછા ગાળો બી અહીંયા આવીને આપણને આપે, બોલો. અને આપણે તો ટેકનોલોજી એવી લાવ્યા છીએ, ચીકુના અનલોડીંગનું કામ પણ એટલી ઝડપથી થાય છે. એક પણ દિવસ ચીકુ પડ્યા ના રહે. ખેડૂતોને નુકસાન ના થાય, આની ચિંતા કરવાનું કામ પણ આપણી સરકાર કરી રહી છે. આ કામ કેમ થયું, ભઈ, ખબર છે? કારણ, દિલ્હીમાં તમારો એવો એક દીકરો બેઠો છે, જેને નવસારીની ખબર છે, ચીકુની ખબર છે, ચીકુની વાડીની ખબર છે. અમારા ખેડૂતોના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો ઘટી ગયો. લગભગ અડધો થઈ ગયો.
ભાઈઓ, બહેનો,
એટલું જ નહી, આપણે મૂલ્યવૃદ્ધિ માટે, ફૂડ પ્રોસેસિંગ માટે મોટું કામ કરી રહ્યા છીએ. ફૂડ પ્રોસેસિંગ, કૃષિ આધારીત ઉદ્યોગો ઉભા થાય. બાગાયતીના કામને વધુ ઈન્કમ મળે, એ દિશામાં કામ કરી રહ્યા છીએ. પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના આપણે શરૂ કરી છે અને દેશભરમાં મોટા મોટા ફૂડ પાર્ક બનાવી રહ્યા છીએ. અને એના કારણે આધુનિક ગોદામ, સ્ટોરેજની વ્યવસ્થા, કોલ્ડ-ચેઈનની વ્યવસ્થા, આ બધું એક આખું મજબુત માળખું બની રહ્યું છે. જેથી કરીને મારા બાગાયતી ખેડૂતો છે ને, એના ઉત્પાદનને નુકસાન ન થાય, અને આ ખેડૂતો, આ યોજનાના કારણે લગભગ 1 લાખ કરોડ રૂપિયાના ફળફળાદિ, આ આંકડો તમારે સાંભળવા જેવો છે, આ તમારા વોટની તાકાત જુઓ, વાહનની વ્યવસ્થા ના હોય, કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ના હોય, સ્ટોરેજની વ્યવસ્થા ના હોય, એના કારણે આપણા દેશમાં ખેડૂતોએ કાળી મજૂરી કરીને પકવેલા ફળફળાદિ, શાકભાજી, લગભગ 1 લાખ કરોડ રૂપિયાના સડી જાય, બરબાદ થઈ જતા હતા. આજે 1 લાખ કરોડ રૂપિયા ખેડૂતના બચે, એનું કામ કર્યું છે, ભાઈઓ. અને એનો મોટો લાભ આપણા વિસ્તારના ખેડૂત ભાઈઓ, બહેનોને પણ મળ્યો છે. મારા નવસારી અને દક્ષિણ ગુજરાતના ભાઈઓને.
ભાઈઓ, બહેનો,
હું અહીંયા જોઉં છું, મોટી સંખ્યામાં માતાઓ, બહેનો આશીર્વાદ આપવા માટે આવી છે. અને મેં તો અનુભવ કર્યો છે કે માતાઓ, બહેનોના આશીર્વાદ મારા ઉપર અવિરત રહ્યા છે. પોતાના દીકરાને જેટલા આશીર્વાદ આપે ને, આ માતાઓ, બહેનો મને એટલા જ આશીર્વાદ આપે છે. કદાચ મને એમની કુંખેથી જન્મ લેવાનું ભાગ્ય નથી મળ્યું, પરંતુ એમના આશીર્વાદમાં મને ક્યારેય ખોટ નથી વર્તાણી.
ભાઈઓ, બહેનો,
પણ, જ્યારે માતાઓની વાત કરું, બહેનોની વાત કરું, એમના આટલા બધા આશીર્વાદ મળતા હોય ને તો એક દીકરા તરીકે મારું બી કર્તવ્ય ખરું કે નહિ? આ મા, બહેનોની સેવા કરવાનું મારું કર્તવ્ય ખરું કે નહિ? અને એટલે ભાઈઓ, બહેનો, તમે જુઓ, આપણે ત્યાં કુટુંબમાં, બહેનો એટલું બધું સહન કરે, ઘરમાં કોઈને ખબર ના પડવા દે, માંદા પડી ગયાં હોય, તો ય કામ કર્યા કરે, કોઈને કહે જ નહિ. કેમ? કારણ, એને એમ લાગે કે મારી માંદગીની છોકરાઓને ખબર પડશે તો હોસ્પિટલમાં લઈ જશે, ખર્ચો થશે, અને છોકરાઓ દેવાનાં ડુંગરમાં ફસાઈ જશે. આ તો માંદગી છે, આવે ને જાય. મારે તો કામ કરવાનું. મા-બહેનો પોતાની માંદગી જાણવા ના દે. કેમ? તો દીકરા ઉપર દેવું ના થઈ જાય.
ભાઈઓ, બહેનો,
મારી આ મા-બહેનોની, આ બીમારી સહન કરે, એ મને સહન થાય? કહો. મને સહન થાય? મારા દેશની મારી માતાઓ-બહેનો દુઃખી હોય, આ એના દીકરાને ગમે? જરાય ગમે, ભાઈ? મને દુઃખ થાય કે ના થાય? અને, આ દુઃખમાંથી આપણે ગુજરાતમાં હતા, ત્યારે મા યોજના લાવ્યા હતા, અને દિલ્હી ગયા તો આયુષ્માન યોજના લઈ આવ્યા. આ આયુષ્માન યોજના અને મા યોજના, આજે 5 લાખ રૂપિયા સુધી મફત, મફતમાં બધાને ઉપચાર કરે એની વ્યવસ્થા કરી. મારી મા-બહેનોને કોઈ હવે ચિંતા ના રહે. ગરીબ પરિવારોને ચિંતા ના રહે. જવાનજોધ દીકરાને કંઈ થયું હોય તો ચિંતા ના રહે. ઘરના વડીલોને કંઈ થયું હોય તો ચિંતા ના રહે. અને, દર વર્ષે 5 લાખ રૂપિયા. એટલે માની લો કે આજે તમારી ઉંમર 30 વર્ષની હોય અને માનો કે તમે 75 વર્ષ જીવવાના હો, તો તમારી પાસે જે 45 વર્ષ રહ્યા હોય ને, દર વર્ષે 5 લાખ રૂપિયા. આ દીકરો તમારી સેવા માટે હાજર. દરેક પરિવારના સ્વાસ્થ્યની સુવિધા. અને એટલા માટે અમે અઢી લાખ જેટલા વેલનેસ સેન્ટરો દેશમાં બનાવી રહ્યા છીએ. અને, ભાઈઓ, બહેનો, બીમારી આવે કેમ? ગંદકીના કારણે. શૌચાલય ના હોય, ખુલ્લામાં જવું પડે, રોગચાળાના ઘર. આપણે ટોઈલેટ બનાવ્યા. રાંધતી વખતે લાકડા સળગાવે, ચુલા સળગાવે. એ ધુમાડો છાતીમાં જાય ને, એક દિવસમાં 400 સિગારેટ જેટલો ધુમાડો મારા માતાઓ-બહેનોના શરીરમાં જાય. એમાંથી મુક્તિ અપાવવા માટે ઘેર ઘેર ગેસના ચુલા પહોંચાડ્યા, ગેસના બાટલા પહોંચાડવાનું કામ કર્યું. એના કારણે મારી માતાઓ, બહેનો આ બીમારીમાં ના રહે.
ભાઈઓ, બહેનો,
અને ગુજરાતમાં તો સસ્તી, પાઈપથી ગેસ. પાઈપ ઘરમાં જેમ નળ આવે એમ પાઈપથી ગેસ. આપણા દક્ષિણ ગુજરાતમાં તો પહેલેથી શરૂ થયું છે. આ કામ આપણે કર્યું. અમારી માતાઓ, બહેનોને માથે બેડાં લઈને પાણી ભરવા માટે જવું પડે. શરીરને પણ તકલીફ, અને શુદ્ધ પાણી મળે એની ગેરંટી નહિ, હવે શુદ્ધ પીવાનું પાણી, નળથી જળ અમારી બહેનોની પાસે પહોંચવા માંડ્યું. બહેનો પાસે સમય બચવા માંડ્યો. એમના શરીરને પણ લાભ થવા માંડ્યો. પાણી શુદ્ધ હોવાના કારણે સંતાનોમાં પણ માંદગીઓ આવતી બંધ થઈ ગઈ. આખું પરિવાર ખિલખિલાટ કરતું થયું. આ ચિંતા અમે કરી છે. એટલું જ નહિ, આ મારી ગરીબ માતાઓ, બહેનો ગર્ભાવસ્થામાં, એમને જો સારું ખાવાનું મળે, તો પેટમાં જે સંતાન હોય ને એ પણ સારું , મજબુત જન્મે, અને એટલા માટે અમારા ભુપેન્દ્રભાઈની સરકારે પોષણક્ષુધા યોજના ચલાવી. અને એના દ્વારા પોષણનું કામ કર્યું. જેથી કરીને મા અમારી મજબુત હોય તો એના પેટમાંથી જન્મનારું સંતાન પણ મજબુત હોય. આ અમે કામ કર્યું છે, ભાઈઓ. અમારી જનજાતિય મહિલાઓ, અમારી આદિવાસી મહિલાઓ, એ તાલુકાઓની અંદર, લગભગ બધા તાલુકાની અંદર, આજે, અને મારે અમારા સી.આર. પાટીલને અભિનંદન આપવા છે. સી.આર. પાટીલને અભિનંદન આપવા છે, એક સંવેદનશીલ નેતા, એક સંવેદનશીલ નેતા કેટલું કામ કરે, એનું ઉત્તમ ઉદાહરણ અમારા સી.આર. પાટીલ છે. એમણે કુપોષણ સામે જંગ માંડ્યો. સરકાર તો કરે, એનું કામ કર્યા કરે. એમ.પી. – એમ.એલ.એ. પણ પોતાનું કામ કરે. એમણે તો એક નાગરિક તરીકે દરેક પરિવારના રખેવાળ તરીકે એમણે ગુજરાતભરમાંથી આવા બાળકો શોધવાનું અભિયાન ઉપાડ્યું. લોકોને જોડ્યા. પોષણકિટ બનાવી. મફતમાં દૂધની વ્યવસ્થા કરી અને ગુજરાતમાંથી લાખો બાળકો કુપોષણમાંથી બહાર નીકળે એના માટે અમારા સી.આર. પાટીલે બીડું ઉઠાવ્યું અને એ કામ કરી રહ્યા છે. મારું કહેવાનું તાત્પર્ય એ છે, ભાઈઓ, આ દેશ સ્વસ્થ હોય એના માટે સમાજ સ્વસ્થ જોઈએ. સમાજ સ્વસ્થ હોય એના માટે કુટુંબ સ્વસ્થ જોઈએ, અને કુટુંબ પણ સ્વસ્થ ત્યારે જ હોય, જ્યારે મારી માતાઓ, બહેનો સ્વસ્થ હોય. મારા નાના નાના ભુલકાઓ સ્વસ્થ હોય, તો મારું ગુજરાત પણ સ્વસ્થ હોય ને એટલા માટે, ભાઈઓ, બહેનો, આ યોજનાઓ લઈને અમે કામ કરીએ છીએ.
ભાઈઓ, બહેનો,
આજે આખા દેશમાં, આપણું ગુજરાત, એની પાસે લાંબામાં લાંબો સમુદ્ર કિનારો છે. અમારા નવસારી આસપાસ અમારા માછીમાર ભાઈઓ, બહેનો, બહુ મોટી સંખ્યામાં, અમારો આખો વલસાડનો દક્ષિણનો પંથક... અને ગુજરાતમાં આ માછીમારોને એમના નસીબ ઉપર ભૂતકાળમાં છોડી દેતી હતી સરકારો, અમે નક્કી કર્યું કે આ માછીમાર પણ દેશની તાકાત છે. બ્લ્યૂ ઈકોનોમીમાં આગળ વધવું હશે તો આ સમુદ્રીક શક્તિની સાથે જોડાયેલા લોકો, એની ચિંતા કરવી પડશે, એની સમસ્યાઓને સમજીને કામ કરવું પડશે. ગુજરાતના તટીય ક્ષેત્રો તબાહ ન થાય, કોંગ્રેસ હાથ ઉપર હાથ ધરીને બેસી રહી સરકારો બેસી રહી, ભાઈઓ, બહેનો, કારણ કે એમાંથી એમને મલાઈ ખાવા મળતી નહોતી. એટલા માટે કશું કરતા નહોતા. અમે અમારા માછીમારોને બધા જ સંકટોમાંથી બહાર લાવવા માટે બીડું ઉપાડ્યું. અમે સાગરખેડુ અને સર્વાંગી વિકાસ યોજના બનાવી. હું જ્યારે અહીં ગુજરાતમાં હતો, 30,000 કરોડ રૂપિયા એની પાછળ ખર્ચ કરીને સાગરખેડુઓના કલ્યાણ માટે કામ કર્યું. માછલી પકડવામાં આસાની આવે, એટલા માટે સેટેલાઈટ દ્વારા એને આપણે કહેવા માંડ્યા, આ બાજુ જાઓ, આમતેમ દોડાદોડી ના કરો, ડીઝલ ના બાળો, સમય ના બગાડો, આ ખુણામાં જાઓ, કેચ ત્યાં છે. સેટેલાઈટથી નક્કી કરીને બતાવતા હતા, એ જઈને માછીમારી કરીને સાંજ પડે ઘેર આવતો હતો, ભાઈઓ. દરિયાના પાણી, આપણે ત્યાં, અમારા આર.સી.નો આખો વિસ્તાર, દરિયાના પાણી આખો, બધી કોતરો કરી નાખે, ગામના ગામ, એમાં આપણે 7 લાખ મીટર જેટલા સેલિનિટી પ્રિવેન્શન સ્ટ્રકચરો ઉભા કર્યા. જેથી કરીને દરિયાના પાણી અંદર ના આવે, અને મારા ખેડૂતોની જિંદગી બચે. અમારા માછીમારો, એમને માછલીની સાચી કિંમત મળે, એના માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોજેરોજની માહિતી માછીમારોને મળે એની વ્યવસ્થા કરી. માછીમારોને આ માછલી મોકલવા માટે તકલીફ ના થાય, ફિશિંગ હાર્બર બનાવવા. આ અમારું ઉમરસાડીની ફ્લોટિંગ જેટી, આજે પુરજોશથી કામ ચાલી રહ્યું છે, ભાઈઓ. ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારા માછીમારોના ડીઝલમાં સબસિડી આપે, લગભગ 1,600 કરોડ રૂપિયા. 1,600 કરોડ રૂપિયા માછીમારોના ખાતામાં જમા કરાવી દીધા, ભાઈઓ. આ અમારા વલસાડમાં કનકવાડીમાં સી-ફૂડ પાર્ક, એનો પણ લાભ આજે અમારા માછીમાર ભાઈઓને મળી રહ્યો છે. અમારા માછીમાર ભાઈઓ, એમને કિસાન ક્રેડિટ કાર્ડ, પહેલા કિસાન ક્રેડિટ કાર્ડ નહોતું મળતું, અને ઓછા વ્યાજે પૈસા મળે. અને નિયમિત પૈસા ચુકવે તો લગભગ વ્યાજ માફ થઈ જાય, આ કે.સી.સી. કિસાન ક્રેડિટ કાર્ડ અમે માછીમારોને આપવાનું ચાલુ કર્યું, ભાઈઓ, બહેનો. આ ભાજપની સરકારે સમુદ્રની અંદર માછલી પકડવા માટે દૂર સુધી જાય, વધુમાં વધુ કેચ મળે, એના માટે આધુનિક નાવડા લેવા માટે, એની મંડળી બનાવે તો લાખો રૂપિયાની મદદ કરવાનું કામ કર્યું. અમે માછીમારોને ક્ષમતા વધે, એક્સપોર્ટ થઈ શકે, એના માટે ભુપેન્દ્ર અને નરેન્દ્રની ડબલ એન્જિનની સરકાર દિવસ-રાત કામ કરે છે. અમે ડ્રોન-પોલિસી લાવ્યા. આ ડ્રોન-પોલિસી માછીમારોને મોટી મદદ કરવાની છે. જે લેન્ડ-લોક એરિયા છે, સમુદ્રકિનારાથી 50 કિલો માછલી ડ્રોનમાં ઉઠાવો અને તમે નજદીકના શહેરમાં પહોંચાડો. તાજી માછલી બજારમાં વેચાય અને કમાણી થવા માંડે, એની ચિંતા અમે કરવા માંડી છે, ભાઈઓ. દેશમાં ફિશરીઝ સેક્ટરમાં લગાતાર પ્રોત્સાહનના કારણે એના ઉત્તમ નમૂના મળી રહ્યા છે. આઝાદી પછીના 7 દસકો પછી ઈનલેન્ડ ફિશરીઝ, એકવા કલ્ચર, આ માછલી ઉત્પાદન માટે આપણે, ભૂતકાળની અંદર 60 લાખ ટન સુધી પહોંચ્યા હતા. અત્યારે આટલી બધી યોજનાઓના કારણે, કોંગ્રેસ સરકારના જમાનામાં જે કામ થયા હતા ને, એના બધા રેકોર્ડ તોડીને 2014માં ગુજરાતના લોકોએ જ્યારે મને દિલ્હી મોકલ્યો, ત્યારે આ યોજનાઓને આપણે, બ્લ્યૂ રિવોલ્યુશન તરીકે, નવી નવી સ્કિમો લાવ્યા, નવી નવી યોજનાઓ લાવ્યા. ફિશરીઝ સેક્ટરમાં નવી ઊર્જા લાવ્યા. અને એનું કારણ એ થયું કે ઈનલેન્ડ ફિશરીઝ, એકવા કલ્ચર, આ ઉત્પાદન લગભગ 120 લાખ ટન પહોંચાડી દીધું. ઐતિહાસિક કામ કરી દીધું છે. અને જે સાત દસકમાં જે કામ થયું, 70 વર્ષમાં કામ જે થયું, એના કરતા વધારે કામ 8 વર્ષમાં કરીને બતાવી દીધું, ભાઈઓ, બહેનો. આ છે ભાજપ સરકાર, અને આ તાકાત તમારા વોટની તાકાત છે.
ભાઈઓ, બહેનો,
આ ધોલાઈનું બંદર, એનું કામ તેજ ગતિથી ચાલી રહ્યું છે. ભાજપા સરકાર, અમારા માછીમારોની બધી આવશ્યકતાઓને પુરી કરવા માટે આજે તેજ ગતિથી કામ કરી રહી છે અને ધોલાઈનું મોટું ઉદાહરણ છે. આ ધોલાઈ બંદરના કારણે, ધોલાઈ બંદરના કારણે, ડેવલપમેન્ટના, અને ધોલાઈ લેન્ડ ડેવલપમેન્ટ, એની દિશામાં કામ કરી રહ્યા છે. અમારા માછીમાર ભાઈઓની સુવિધા વધે એના માટે થઈને આઈસ ફેકટરીઓ ત્યાં લાગે, એ દિશામાં આપણે કામ કર્યું છે. નહિ તો એને આઈસ લાવવા માટે પહેલા, બરફ લાવવા માટે પણ વલખાં પડી જતા હતા. એની સ્ટોરેજની સુવિધા વધે એના માટે કામ કર્યું છે. પહેલા અમારા માછીમારોને બોટના ફ્યુઅલિંગ માટે છેક બિલિમોરા સુધી લાંબા થવું પડતું હતું. આજે અમે એ દિક્કતને પણ દૂર કરી છે, અને અમે ફ્યુઅલ માટેના સ્ટેશનો શરૂ કરવાની દિશામાં આગળ વધ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર, ધોલાઈ બંદરના વિકાસ કરવા માટે નિરંતર કામ કરી રહી છે. આવનારા દિવસોમાં અમારા માછીમાર ભાઈઓના આર્થિક વિકાસ માટેનું આ મોટું કેન્દ્ર બનવાની દિશામાં જઈ રહ્યું છે.
ભાઈઓ, બહેનો,
આપણી કોંગ્રેસ પાર્ટી, એને એક પરિવાર સિવાય કશું દેખાય જ નહિ. આ દેશ, એની સંસ્કૃતિ, એની પરંપરા, એની ધરોહર, એની જોડે એમને કોઈ લેવાદેવા જ નહોતી. આપણી આસ્થાના કેન્દ્રો, આપણા ઈતિહાસ, આપણી સંસ્કૃતિ, આપણી આઝાદીના આંદોલનોમાં પ્રેરણા રહી છે. આપ વિચાર કરો, પૂજ્ય મહાત્મા ગાંધી, દાંડીયાત્રા, હિન્દુસ્તાનની આઝાદીના આંદોલનનું સ્વર્ણિમ પૃષ્ઠ છે. નમક સત્યાગ્રહ, ગાંધીજીનો. આવડી મોટી ઘટના, આખી દુનિયાને ખબર હોવી જોઈએ કે ન હોવી જોઈએ? જ્યાં સુધી “ગાંધી” ફિલ્મ ના બની, ત્યાં સુધી અમારા કોંગ્રેસવાળાને ફુરસદ જ નહોતી, આની. અને, ભાઈઓ, બહેનો, દાંડીયાત્રા, એના સ્મરણમાં સાબરમતીથી દાંડી સુધી એક ડેડિકેટેડ, એ રોડ, જેના પરથી ગાંધીજી પસાર થયા હતા, આપણે મોટું કામ કરી રહ્યા છીએ. એટલું જ નહિ, દાંડીમાં આપણે જે સ્મારક બનાવ્યું છે, તમારામાંથી મોટા ભાગના જાણે છે, આજે હજારો લોકો દાંડીયાત્રા, જે મહાત્મા ગાંધીએ કરી હતી, એ દાંડીયાત્રા પર આજે ગુજરાતના લોકો, દેશના લોકો એ તીર્થક્ષેત્ર તરીકે જાય છે. જેમ સ્ટેચ્યુ ઑફ યુનિટી જોવા માટે હજારો લોકો જઈ રહ્યા છે, એમ દાંડી, આ મહાત્મા ગાંધીનું આ સ્મારક જોવા માટે લોકો જઈ રહ્યા છે, એના કારણે આજુબાજુના લોકોને રોજી-રોટી મળી રહી છે. રિક્ષાવાળો કમાય, ભજિયા વેચવાવાળો કમાય, ચા વેચવાવાળો કમાય, હોટલવાળો કમાય, જે કામ સરદાર સાહેબે દેશને જોડવાનું કર્યું, આપણે સરદાર સાહેબનું મોટામાં મોટું સ્ટેચ્યુ બનાવ્યું. આ કોંગ્રેસના લોકો એને પણ ભુલાવી દેતા હતા. ભાઈઓ, બહેનો, દેશ માટે જીવનાર, દેશ માટે જેમણે સહન કર્યું છે, દેશ માટે જે ઉત્તમ ઘટનાઓ છે, દેશની આવનારી પેઢીને મળે, આપણે આદિવાસીઓ, એમના યોગદાન, એમના માટે દેશભરમાં મ્યુઝિયમો બનાવી રહ્યા છીએ. આદિવાસીઓનો ગૌરવ દિવસ દર વર્ષે તારીખ 15મી નવેમ્બરે મનાવવાનું નક્કી કર્યું છે.
ભાઈઓ, બહેનો,
ભગવાન બિરસા મુંડા, એનું કોઈ નામ નહોતા જાણતા. આજે અમે ભગવાન બિરસા મુંડા, એક આદિવાસી યુવક, જેણે દેશની આઝાદી માટે જબરજસ્ત લડાઈ લડી હતી. એમના જન્મદિવસને જનજાતિય ગૌરવ દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે. ગોવિંદ ગુરુનું યોગદાન. આ અમારા ઉમરગામથી અંબાજી સુધીના પટ્ટાના આદિવાસી ભાઈઓને ખબર છે. માનગઢની અંદર જલિયાંવાલા બાગ કરતાં પણ ભયંકર હત્યાકાંડ કર્યા હતા અંગ્રેજોએ. મારા આદિવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા, એમની સ્મૃતિમાં આપણે કામ કર્યું છે, અને હમણાં જ હું ગયો હતો, થોડા દહાડા પહેલા, માનગઢમાં જઈને ગોવિંદ ગુરુની સમાધિને માથું ટેકવીને આવ્યો હતો, ભાઈઓ. અમારા સંસ્કાર છે, અમને તો ગર્વ છે, આ નવસારીનું સંતાન, અમારા મંગુભાઈ પટેલ, આદિવાસી માતાનો દીકરો, આજે, આજે મધ્યપ્રદેશની સરકારનું માગદર્શન કરી રહ્યા છે. ગવર્નર તરીકે સેવાઓ આપી રહ્યા છે. અમે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના આધારે ચાલી રહ્યા છીએ, ત્યારે ભાઈઓ, બહેનો, વિકાસની નવી ઊંચાઈઓ પાર કરવા માટે તમારું વધુને વધુ સમર્થન મળતું રહે, સહયોગ મળતો રહે. આજે આપની વચ્ચે આવ્યો છું, ત્યારે હું નવસારીના ભાઈઓ પાસે એક અપેક્ષા રાખું છું, આખા જિલ્લા પાસેથી.
મારું એક કામ કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
જરા જોરથી બોલો તો કહું. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
હાથ ઉપર કરીને બોલો તો કહું. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
ચોક્કસ કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
આ મેં જેટલા મુદ્દા કહ્યા, એ ઘરે ઘરે જઈને લોકોને કહેશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
બધાને કહેશો, કે આ ગુજરાત જે પ્રગતિ કરી રહ્યું છે, એ પૂણ્યના તમે ભાગીદાર છો, એ કહેશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
એમણે વોટ આપીને મોટું પૂણ્ય કર્યું છે, એવું કહેશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
આ વખતે પણ વોટ આપીને ગરીબોના કલ્યાણનું, આદિવાસીઓના કલ્યાણનું, ગુજરાતના વિકાસનું, વિકસિત ગુજરાત બનાવવાનું પૂણ્ય કાર્ય કરવા માટે વોટ આપવાની વાત કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
બધા જ, બધા સાથે મળીને વોટ આપે એવી વાત કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
વાજતેગાજતે વોટ આપવા જાય, એવી વાત કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
ઘેર ઘેર જઈને કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
વધુમાં વધુ મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
હવે આ તો વાત થઈ લોકતંત્રની.
હવે મારું એક અંગત કામ.
મારું એક અંગત કામ, તમે કરવાના હોય તો કહું. તમે કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
જોરથી બોલો તો મને ખબર પડે. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
મારું અંગત કામ છે, હોં. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
આ ભાજપનું પણ નથી. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
ચુંટણીનું પણ નથી. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
સરકારનું પણ નથી. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
મારું અંગત કામ કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
સો ટકા કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
તમે જુઓ, ચુંટણીમાં આ મતદારોને મળવા જઈએ છીએ ને, એ તીર્થયાત્રા કહેવાય. તીર્થયાત્રાથી ઓછું નથી, ભાઈ. કારણ કે એ મતદાર આ લોકશાહીનો રક્ષક છે. એ મતદાર ભારતનું નિર્માણ કરનારો નિયંતા છે. આ દેશનો એ માલિક છે. અને એટલા માટે મતદારને મળવા જવું એ તીર્થયાત્રા જેવું કામ છે. ઘેર ઘેર જવું, એક એક મતદારને મળવું ને, એટલે તીર્થયાત્રા કહેવાય.
હવે તમે મને કહો કે આપણા ગામમાંથી, મહોલ્લામાંથી કે સોસાયટીમાંથી કોઈ બદ્રીનાથ જતું હોય, કોઈ કેદારનાથ જતું હોય, કોઈ સોમનાથ જતું હોય, કોઈ રામેશ્વરમ જતું હોય, કોઈક જગન્નાથજી ભગવાન પાસે જતું હોય તો આપણે મળવા જતા હોઈએ. કહીએ ને કે તમારી યાત્રા સુખી રહેજો, ઈશ્વરને પ્રાર્થના કે કોઈ તકલીફ ના પડે. પછી આપણે શું કહીએ? આપણે એમને કહીએ કે તમે જગન્નાથપુરી જાઓ છો ને, તો મારા વતી પણ તમે દર્શન કરજો. તમે બદ્રીનાથ જાઓ છો, તો મારા વતી દર્શન કરજો. તમે સોમનાથ જાઓ છો, તો મારા વતી દર્શન કરજો.
આવું કહેતા હોઈએ છીએ કે નહિ? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
આવું કહેતા હોઈએ છીએ ને? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
તો હું તમને કહેવા આવ્યો છું, એક અંગત કામ.
કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
તમે જ્યારે આ મતદારોને મળવા જાઓ, તીર્થયાત્રાએ તમે જાઓ, તીર્થ કરો, એક એક મતદાતા એ ઈશ્વરનું રૂપ છે. તો તમે જ્યારે એમને પગે લાગવા જાઓ ને, ત્યારે એટલું કહેજો કે આપણા નરેન્દ્રભાઈ નવસારી આવ્યા હતા. આપણા નરેન્દ્રભાઈ નવસારી આવ્યા હતા, અને તમને પ્રણામ પાઠવ્યા છે.
આટલું કહી દેશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
ઘેર ઘેર કહેશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
બધા વડીલોને કહેશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
અને એમને કહેજો કે નરેન્દ્રભાઈએ ખાસ તમારા આશીર્વાદ માગ્યા છે. મને દરેક મતદારના આશીર્વાદ જોઈએ. જેથી કરીને મને એક નવી તાકાત મળે, નવો ઉત્સાહ મળે અને જનતા જનાર્દનની સેવા કરવાની મારી દિવસ-રાતની ઈચ્છા છે, એમાં એમના આશીર્વાદ મોટી તાકાત આપે,
એટલા માટે ઘેર ઘેર જઈને મારી વાત પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
મારા પ્રણામ પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
મારા માટે આશીર્વાદ માગશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
ખુબ ખુબ ધન્યવાદ.
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
The Sagarkhedu scheme is revitalising the strength of the fishermen. Fish production doubled to 120 lakh tonnes since 2014: PM Modi in Navsari
Congress tried to subdue the heritage, culture, tribals and freedom fighters of Gujarat since ages: PM Modi in Navsari