મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આધ્યાત્મિકતાની દિવ્ય અનુભૂતિ કરાવતા શ્રી સ્વામિનારાયણ મ્યુઝિયમનું અમદાવાદમાં આજે ઉદ્દધાટન કરતા જણાવ્યું હતું કે સંત પરંપરા આધારિત ગુજરાતની ધરતી ઉપર આ અનોખું મ્યુઝિયમ છે અને આધ્યાત્મિકતા, આસ્થા અને આધુનિકતાનો અદ્દભૂત સમન્વય જોતાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર માટે પણ આ ઉત્તમ સાંસ્કૃતિક નજરાણું બની રહેશે.
કાળુપુર ભગવાન શ્રી નરનારાયણ દેવ ગાદી મંદિરના મોટા મહારાજ શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજે કરેલો સંકલ્પ આ મ્યુઝિયમના નિર્માણમાં સાકાર થયો છે. આશરે અઢીસો વર્ષ પહેલા ભગવાન સહજાનંદ સ્વામિના જીવન વપરાશની અલભ્ય અનેક ચીજવસ્તુઓ અને તત્કાલિન સમાજ જીવનના ઐતિહાસિક વારસાને તાદ્દશ કરતું ભવ્ય એવું આ મ્યુઝિયમ નારણપુરામાં છ એકર જમીન ઉપર ઇકોફ્રેન્ડલી ટેકનોલોજીથી સાકાર થયું છે. શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠી પેઢીના વંશજ છે અને સત્સંગી હરિભકતો માટે તેમણે રૂા. ૩પ કરોડના ખર્ચે આ અદ્દભૂત સંગ્રહાલયનું નિર્માણ કર્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ આ મ્યુઝિયમના બાર કક્ષનું ભકિતભાવથી નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ સત્સંગી હરિભકતોની વિશાળ ધર્મસભાને સંબોધતા તેમણે જણાવ્યું કે આ દેશની સંસ્કૃતિમાં સંતશકિતએ સમાજને સેવાપરાયણ રાખ્યો છે. નવી પેઢીની સંસ્કારિતાના સંવર્ધન માટે જ્ઞાન સાથે ગમ્મત આપતું આ મ્યુઝિયમ દુનિયાને પર્યાવરણનો સંદેશો પણ આપે છે. કુદરતી સંસાધનોનો સંયમપૂર્વક ઉપયોગ કરવા સંતો, શાસ્ત્રોએ માર્ગ બતાવેલો છે અને આ સંગ્રહાલયમાં સૌરઊર્જા સહિતની પર્યાવરણને સુસંગત દિવ્ય અનુભૂતિ થાય છે.

મોટા મહારાજ તેજેન્દ્રપ્રસાદજી અને આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજીએ શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ઉષ્માભર્યું અભિવાદન કરી ઉત્તમ શાસકની અંતઃકરણથી આર્શીવાદ આપ્યા હતા.

શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજે મ્યુઝિયમના નિર્માણની રૂપરેખા આપી હતી.

Explore More
140 crore Indians have taken a collective resolve to build a Viksit Bharat: PM Modi on Independence Day

Popular Speeches

140 crore Indians have taken a collective resolve to build a Viksit Bharat: PM Modi on Independence Day
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
চ'ছিয়েল মিডিয়া কৰ্ণাৰ 2 জানুৱাৰী 2025
January 02, 2025

Citizens Appreciate India's Strategic Transformation under PM Modi: Economic, Technological, and Social Milestones